કોરોના ની વ્યથા Bhavesh Kondhia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

કોરોના ની વ્યથા

રોજ ની જેમ સાંજે ઓફિસે થી ઘરે આવ્યો. થોડું અજુકતું લાગતું હતું. કોરોના ની મહામારી માં બધું અસમંજસ લાગી રહ્યું હતું. ઘરે પહોંચતા ની સાથે જ વાઈફ નું લિસ્ટ ત્યાર હતું. થોડી ગ્રોસરી વસ્તુ લાવાની હતી અને વાઈફ ને કાન ના ડૉક્ટર પાસે જવાનું હતું. ફટાફટ ઘરે આવી વાઈફ અને લિસ્ટ લઇ ને નીકળી પડ્યા.

ડૉક્ટર પાસે પોહચ્યા અને ચાલુ થયો સિલસિલો. પટેલ સાહેબે તપાસી ને કીધું કે બેન ના કાન ના પડદા માં નાનું અમથું ટાંકણી ના ટોપચા જેવું છેદ છે. બે થી ત્રણ સીટીંગ કરવી પડશે , મશીન માં થી દવા કાન માં નાખી પડદો બુરવો પડશે. હજુ તો ગ્રોસરી લિસ્ટ નું પ્લાનિંગ કરી તે પહેલાં જ બૉમ્બ ફૂટ્યો!!! પટેલ સાહેબ પાસે વિગત વાર ચર્ચા વિચારણા કરી, અને પછી ફાઇનલ કરયુ કે આવતા શનિવારે મુરત સારું છે, તો કંકુ ના કરી નાખીએ. પટેલ સાહેબે ચાલી રહેલા કોરોના પર તેમની રાય બક્ષિસ માં સંભણાવી. ખબર ના પડી કે બીવડાવે છે કે શીખવાડે છે? દ્વિધા માં જ અડધું ગ્રોસરી નું લિસ્ટ ભુલાય ગયુ, જેમ તેમ ઘરે પહોંચ્યા. નાહવા ધોવા નું પતવ્યું, ત્યાં તો મને શરીર માં થોડું કળતર જેવું લાગ્યું. અને મનમાં સાક્ષાત કોરોના પ્રગટ થયું. પટેલ સાહેબ ના તારણો અને ચાલતા સમાચારો ના વમળો માં મન ચગડોળે ચડી ગયું. પત્ની ગરમ પાણી ની તપેલી લાઇ ને આવી, અને એવી પાછળ પડી કે કોરોના ને બે મિનિટ માં મારી નાખે. એનું કાન નું દર્દ કયાંય ખોવાય ગયું. સુ કરે કોરોના ની ચિંતા જ એટલી બધી હતી. આખરે એ પણ એક સ્ત્રી છે અને પણ ચિંતા થાય ને? છોકરા બીચરાવ સુ થયું એ સમજી શકે એ પહેલાં જ બીક ના માર્યા સુઈ ગયા! આ બધી ધમમાંચકડી માં આરંભ થયું પહેલું ચેપ્ટર કોરોના નિદાન.

1. કોરોના નિદાન......

વધતા તાવ પર ચર્ચા ચાલુ થઈ. હું અને મારા પત્ની લાંબી ચર્ચા પછી એવું નિષકર્ષ નિકડ્યું કે કાલે સાંજે પાત્રા બહુ ખાધા હતા એટલે ગેસ થયો છે. પાત્રા આમ પણ શ્રાવણ માં વાયડા પડે છે. મારા બા કે તું કોમ્બિફ્લેમ નો ટિકડો લે અને સુઈ જા, સવારે ઘોડા જેવો થઈ જઈશ. બહુ વિચારણા પછી 750મિલિગ્રામ ની કોમ્બિફ્લેમ ગળી ને બાપુ સુતા. કલાક પછી તો આખું શરીર પરસેવે રેબઝેબ ને મન માં જંગ જીત્યા હોય તેવી શાંતિ પ્રસરી ગઈ. પરસેવે રેલમછેલ શરીર પણ બહુ શરૂ લાગતું હતું. અને મનમાં વિશ્વાસ થયો કે કોમ્બિફ્લેમ નું ડોસી વૈદુ ફળ્યું. પત્ની અને બા ની સ્પેશ્યલ કૉમેન્ટ્સ સ્વીકારીને સુઈ ગયો. પણ હોની કો કોન રોક સકતા હૈ!!!!!!

સવાર પડી ને પાછું થોડું અજુકતું લાગ્યું. પછી સવારે ટી સભા માં નક્કી કર્યું કે મોદી સાહેબ ની દવા ચાલુ છે તો એક વાર એમને બતવી દઈએ. અને તાબડતોડ મોદી સાહેબ ની એપોઇન્ટમેન્ટ લીધી. સાંજે બતાવ નું નક્કી થયું. જેમ તેમ કરતા બપોર નીકળી અને શાર્પ 5 ના ટકોરે મોદી સાહેબ ના ક્લિનિક જાવા માટે ડોટ મૂકી. હું અને મારા વાઈફ બાઈક લઇ ને નીકળી પડ્યા. કલીનીક પર પોચતાની સાથે જ જ્યારે કોઈ જુના જન્મ ના પાપ કર્યા હોય તેવું સ્વાગત થયું. બધા જ્યારે પરગ્રહ વાસી હોય તેવી દ્રષ્ટિ થકી જોતા હતા. એન્ટ્રન્સ માં કમ્પાઉન્ડર જળ અભિષેક કરતા હોય તેમ સેનિટીઝર અને હાયપો વડે ધોઈ નાખ્યા. એવું લાગતું હતું કે કોઈ માતાજી નો ભુવો કોરોના ના વાયરસ ને ભગડતો હોય. પ્રવેશ પ્રક્રિયા પુરી કર્યા બાદ એક ખૂણા માં અમને બેસવા કીધું. હજુ કાઈ સમજી, મગજ માં વિચારી કે આસીસ્ટન્ટ ડૉક્ટર 3 માણસ ની ટીમ સાથે પાનીપથ ની લડાઈ માટે સજ્જ થઇ આવતા હોય એવા કપડાં પહેરી ને આવ્યા. હું તો ડાઘાય ગયો મને થયુ કે કોરોના એટલો ખતરનાક છે? તો મારા બૈરાં છોકરા નું સુ થશે જેમના સાથે હું કેટલાય દિવસ થી રહુ છું. મેડમ નિદાન કરતા હોય એમ પૂછવા લાગ્યા, તાવ આવે છે? માથું દુખે છે? પેટ દુખે છે? ગાળું દુખે છે? બીપી માપ્યું, ઓક્સિજન માપયો અને કે હવે દોડી બતાવો, બધા ડેટા નોર્મલ હતા, મને થોડુક મનના ખૂણા માં હાસ્કારો થયો. એક કંપલેન હતી પેટ થોડું ડિસ્ટર્બ છે કારણ કે સાહેબે જુલાબ ની ગોળી આપેલી. અમને થોડી વાર બેસવાનું કીધું અને ટીમ બીજા દર્દી તપાસવા આગળ વધી. મારા ધર્મપત્ની બધું જાણતા હોય તેમ કેહવા લાગ્યા કબજિયાત છે, બધું સારું થશે કદાચ ટાઇફોઇડ પણ હોય શકે? દસ મિનિટ જેટલી રાહ જોયા પછી મોદી સાહેબ ની એન્ટ્રી પડી, ગળા મા સાપ ની જેમ લટકતું સ્ટેથોસકોપ, હસતા હસતા સર આવ્યા ને જાણે ભવિષ્ય ભાંખતા હોય તેમ કેવા લાગ્યા એક વાર તો કોરોના મટાડયો પાછો કેટલી વાર આવીશ? હું કઈ સમજુ તે પહેલાં તો મારી પત્ની અને સાહેબ વચ્ચે ચર્ચા ચાલુ થઈ , કોણ ડૉક્ટર એ સમજવું મુશ્કેલ હતું!!. મારી પત્ની કહે તમે એમને ઓફિસે જાવા માટે કેમ રજા આપી? તેમને એક વખત નાસ નથી લીધો એટલે થોડો કોરોના થાય? પાત્રા વાયડા પડ્યા છે? અને તમે જુલાબ આપ્યો , ટાઇફોઇડ નો ટેસ્ટ કરવો બે વરસ પેલા એવું જ થયું હતું, વગેર. ડૉક્ટર સાહેબ મલકાતાં મલકાતાં બોલ્યા બેન તમે કીધું એ બધા બ્લડ ટેસ્ટ લખી આપું છું, પેટ નું સોનોગ્રાફી કરવી લો, છાતી નો ફોટો પાડવી લો અને કોરોના નો રિપોર્ટ કરવી લો એટલે બધું ક્લીઅર થાય. બાકી રહી ઓફિસે જવાની વાત તો સાહેબ ઉત્તર ધ્રુવ માંથી દક્ષિણ માં આવી ગયા ને કહે બેન મેં તો હજી મહિના સુધી ના કહેલી. અને હું વેતરાયેલા નમૂના જેવો જોતો રહ્યો. બેઉનો પ્રકોપ મારા પર. થોડી વાર સ્વચ્છ થઈ ને મેં પૂછુંયું કે આટલા બધા રિપોર્ટ આટલી જલ્દી અને આટલી વાર માં કેવી રીતે થશે? ડૉક્ટર સાહેબ પાસે બધા રસ્તા હતા તે કહે ખાલી તું રેડી થા બધું હું જોઈ લઈશ અને ચિંતા જેવું નથી. હું મારા પત્ની સામે જોઇ પરવાનગી લીધી, અને સહમતી આપી. હું વિચારતો હતો પૈસા નું સુ કરીશ? પ્લાનીંગ કેવી રીતે કરું? એટલા માં તો પાછા પાનીપથ ના સૈનિક ની એન્ટ્રી પડી, કીટ પહેરી ને હાથ માં બે કાન ખોતરવા ની દાંડી અને પૂછયું કોણ છે દર્દી? બધા મારી સામે જોવા લાગ્યા, મારા પગ નીચે થઈ જમીન શરકી રહી હતી, હિમ્મત કરી ને કીધું આવી જાવ ભાઈ. સેમ્પલ કલેક્ટ કરી ને આધાર કાર્ડ લીધું. ત્રણ -ચાર કાણા પડી લોહી નું સેમ્પલ લીધું. પછી કે લાવો 5000 રૂપિયા. કેશ તો નહતા રકઝક કરી ને કીધું સાહેબ ગૂગલે પે કરી દઈએ. ગૂગલે પે માં પેમેન્ટ થાય નહીં ને મામલો પેચીદો બન્યો. અનાબ સનાબ શબ્દો નો મારો આવા લાગ્યો. પૈસા ન હોય તો કોરોના કેમ થયો? સેમ્પલ લેતા પહેલા પૈસા આપવા હતા, પંદર વિસ મિનિટ ની માથાકૂટ પછી મામલો થાળે પડ્યો, મેં કીધું પેમેન્ટ થઈ ગયુ અને જો ના જમા થાય તો રિપોર્ટ આપવા આવે ત્યારે કેશ આપી દઈશ, અત્યારે પ્રક્રિયા આગળ વધારો બીજા ટેસ્ટ પણ બાકી છે. કમ્પાઉન્ડર અને બીજા માણસો ની દખલગીરી થઈ ને કામ આગળ ધપ્યું. હું વિચારતો હતો કે એટલો ખતરનાક કોરોના બે મિનિટ માં જીરો થઈ ગયો. ના કોઈ ને કીટ ની ચિંતા ના સોશ્યિલ ડિસ્ટન્સીગ ના માસ્ક ખાલી સેમ્પલ ના પૈસા ની ચિંતા અને એક્સપર્ટ ની સલાહ. પાનીપથ ના યોદ્ધા જયારે AMPC માં શાખ વેંચતા હોય તેવું લાગ્યું. મારા નિદાન અને કોરોના ના કરતા ટેસ્ટ ના પૈસા નું મહત્વ વધી ગયું. જેમ તેમ કરી ગાડી આગળ ધપી, કમ્પાઉન્ડરે આવી ને કીધું બાકી ના ટેસ્ટ આ એડ્રેસ પર જઈ તાત્કાલિક કરવી લાવો, અને ખાસ પૈસા ઉપાડી ને જજો બબાલ ના થાય, ત્યાં હું નહીં આવી શકું. સ્પેશ્યલ ટિપ્પણી લઇ અમે બીજા ટેસ્ટ કરવા નીકળી પડ્યા, પત્ની ને બાઈક પાછળ બેસાડવી? મનમાં વિચારતો હતો , કેવા દિવસ છે મારો ચેપ એને લાગી શકે છે, બે મિનિટ વિચારી ને થયું કે કઈ દઉં તું અહીં બેસ હું આવું, પણ મને બીક લાગી અહીં દર્દી ના કાઈ ઠેકાણા નઈ અને મને કાઈ થવા ની બીકે એ બી જશે એટલે કાઈ કહેવાની હિમ્મત ના ચાલી અને ગાડી ઉપાડી બીજા ટેસ્ટ કરાવવા. બે-ત્રણ ઠેકાણે પૂછતાં પૂછતાં ફોટો પડવાવ પહોંચ્યા , ત્યા સેવા કેન્દ્ર ચાલતું હોય તેમ એક કાકા આવી ફોર્મ ભરાવી ગયા કે મને કોરોના નથી , (મારા જાણ માં નથી કે મને કોરોના છે). મેં કીધું કાકા ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડશે ને, કાકા બોલ્યા પ્રોટોકોલ ફોલો કરવો પડે. બીજું બધું બાદ માં. મને ફટાફટ એક્સ રે પાડવા અંદર લઈને ગયા. ત્યાં ટી શર્ટ કાઢી ભીત તરફ મો રાખી ઉભા રહેવા કહયુ. જેવી મેં ટી શર્ટ ઉતારી ત્યાં ઉભેલા વડીલ નું વર્તન સાવ બદલાય ગયું, હું વિચારી રહ્યો હતો કે સુ થયુ? પણ થોડી વાર માં સમજી ગયો, મારા ગળા માં કંઠી પહેરેલી હતી અને ફોટો પાડનારા હરિભક્ત હતા, મને ખુબ જ આશ્વાસન આપી અને ફોટો પડ્યો. ભગવાન પર ભરોસો રાખવા કહી ને સોનોગ્રાફી માટે મોકલ્યા. થોડી વેઇટ કરિયા પછી ઈસ્ત્રી ટાઈટ શર્ટ જેવા ડૉક્ટર આવી ને સોનોગ્રાફી ચાલુ કરી, ના કાઈ બોલે કે પૂછે, 10 મિનિટ પછી કીધું ઓક છે. બીજા ને લાવો. બહાર નીકળી કાઉન્ટર પર રિપોર્ટ લેવા ગયો, બિલ આપ્યું 1525 રૂપિયા, મેં પાકીટ ફંફોડયું, પૈસા ઉપડવાના બાકી હતા, મનમાં વિચારું પછી રામાયણ અને પાકીટ ચેક કરું તો નીકળ્યા 1523 રૂપિયા, મેં કીધું 2 રૂપિયા ખુલા નથી તો કાર્ડ સ્વેપ કરું. સામે છેડે જવાબ આપ્યો આટલા રૂપિયા માં ધર્માદા ના ભાવે જ ટેસ્ટ કરી છી, બાકી બહાર જાવ તો ઘર લૂંટાય જશે, મેં વિનંતી કરી કે પૈસા મારે આપવાના જ છે . કાર્ડ ચલાવો ને, પણ કાકા ટસ ના મસ ના થયા, અને મને 2 રૂપિયા લેવા માટે બાજુ ના બિલ્ડીંગ માં મોકલિયો. ફરીથી ટેસ્ટ વાળી યાદ તાજી થઇ, પૈસા સામે કોરોના કાઈ જ નથી, કોઈ ને કસી પડી જ નથી, ખાલી પૈસા જ પૈસા છે. બાજુ ના બિલ્ડીંગ માં જઇ મેં 10000 રૂપિયા ઉપડીયા કારણ કે આગળ સુ થવાનું હતું એ ખબર ના હતી. 35 મિનિટ બેસાડી ને રિપોર્ટ આપી ને કીધું જલ્દી જાવ મોદી સાહેબ તમારી રાહ જોવે છે. પત્ની સામે જોયું, અને લાગ્યું કે તેને મનોમન સ્વીકારી લીધું હતું કે મને કોરોના છે. નીચે ઉતરાત મેડિકલ સ્ટોર માંથી ઓક્સીજન મીટર, ફેસ માસ્ક, તુલસી નો ઉકાળો, લીધા. એવું લાગ્યું કે હવે થોડી બુદ્ધિ આવી. ફટાફટ પોહચ્યા મોદી સાહેબ ના ક્લિનિક પર, ફેસ માસ્ક પહેરી ને અમે ક્લિનિક ના સ્ટાફ કરતા પણ વધારે જાગૃત લાગતા હતા. (બે કલાક માં આખું પિચર બદલાય ગયું). કંપઉન્ડેરે આવી ને દવા નું લિસ્ટ આપ્યું ને કીધું , રાત્રે 11 વાગે ફોને આવશે કાઈ પ્રોબ્લેમ હશે તો કહેશે, બાકી ઘરે જઇ ને આરામ કરો. ઘરે પોહચતા જ છોકરાવ ને નવાઈ લાગી પપ્પા ને સુ થયું? બધા ટેન્શન માં હતા, મારી પત્ની એ હિંમત આપી, અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી અલગ જ રહેવાનું નક્કી કરી રાત્રે સુઈ ગયા. એ રાત બહુ જ ભારે નીકળી, ઊંઘ આવે નહીં એક બાજુ 11 વાગ્યા સુધી ફોન ન અવાથી હાસ થઈ, પણ તાવ ઉતરે જ નહીં, 10 -15 મિનિટે તાવ માપી, 102-101, અને ઉપરથી બોસ નો ફોન આવ્યો અને ડાઉટ કરે કે તારી વાઈફ 100 કહેતી તી ને તું 102 કે છે. એક વખત તો એવું થવા માંડ્યું કે તાવ ખોટો બતાવે છે. શરીર તો સાવ ઠંડુ છે. જેમ તેમ કરતા પાણી પી , પડખા ફરી ને રાતે 3 વાગ્યા, સમય જાય નહીં ને તાવ ઉતરે નહીં, વિચારું કે બીજી તાવ ની ટીકડી લઈ લવ , પણ આડઅસર ની બીક લાગી, જૂની ડૉક્ટર ની ફાઇલ ફિનદી અને નિષ્કરસ કાઢ્યો 6 કલાક પછી બીજી ગોળી લય શકાય, પણ થાક અને તાવ થી ક્યારે આંખ બંધ થઇ ખબર ના પડી. સવારે આંખ ખુલી થોડું સારું લાગતું હતું, ચા પીધી નાસ્તો કર્યો, અને ઊંડો શ્વાસ લીધો અંદર થી એવું થતું હતું બધા રિપોર્ટ નોર્મલ છે. સારું લાગે છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. રેગ્યુલર દવા લઇ ને સૂતો હતો , કોરોના નો રિપોર્ટ એક દિવસ પછી અવાનો હતો ત્યાં તો જયારે ખુશી પસંદ ન હોય એમ ફોને રણક્યો, મોદી સાહેબ ક્લિનિક પર બોલાવે છે. મનમાં ફાળ પડી, પૈસા નું ચકારવ મનમાં ફરવા લાગ્યું. એક દિવસ પહેલા ના ચિત્રો આંખો સામે આવાવા લાગ્યા. ડાહ્યા માણસ જેમ થોડું પૂર્વ પ્લેનનિંગ કરેલું પણ એક દિવસ વહેલું તારણ આવ્યું. ભગવાન નું નામ લાઇ પત્ની સાથે નીકળી પડ્યો, કોઈ ને એહસાસ ના થાય તેમ ચોરી છુપકે છોકરાઓ ને વહાલ થી જોઇ લીધા, હું ઢીલો પડું તો બધા ઢીલા થાય. હિમ્મત રાખી નીકળી પડ્યા દવાખાને. સાથે સાથે લેબ બોય ના કોલ આવતા હતા બે વખત ખાતા માંથી 5000 રિપિયા કપાય ગયા તો પણ એના ખાતા માં જમાં નતા થતા, સવારે પાછા જમાં કરાવ્યા અને તેનું કન્ફર્મેસન આવ્યું. એને શાંતિ થઇ પણ મારી ચિંતા માં વધારો થયો કે 10000 કપાયા એનું સુ કરવું? બીજું બધું બાજુ મૂકી અમે ઉપડ્યા દવાખાને, પોહચ્યા ત્યાં જ મોદી સાહેબ તૈયાર જ હતા, બે ઓપ્શન આપ્યા, કોરોના છે સરકારી દવાખાને જાવ કે પ્રાઇવેટ હોસ્પિટલ માં, ઘરે રો કે સરકારી દવાખાને જાઓ તો મારી કાઈ જવાબદારી નહીં, આમ તો તમને મીડિયમ છે. પણ દાખલ થાવ તો સારું કારણકે તાવ આવે છે. અને તમારા ઘરના ને પણ ચેપ લાગી શકે છે. ખર્ચ નું પૂછતાં બોલ્યા સામાન્ય 1 -2 લાખ થશે. પ્રાઇવેટ હોસ્પિટલ માં આમ તો જગ્યા નથી હોતી પણ મારી લાગવગ કરી ને ગોઠવી આપું, પણ એડવાન્સ ડિપોઝિટ ભરાવી પડશે 1 લાખ. મારી પત્ની ડરેલી હતી, પૈસા ની સગવડ કરી લઈસુ તમે પ્રાઇવેટ હોસ્પિટલ માં જ જાવ, સરકારી માં કાઈ નક્કી નહીં બીજા નો ચેપ લગે , ઘરેે છોકરા ની ચિંતા એટલે પ્રાઇવેટ હોસ્પિટલ માં સ્પેેેશ્યલ રૂમ લેજો. એને ચિંતા ઓછી કરવા બાઇક માં પેટ્રોલ નખવ્યું. ઘરે પહોંચી વાઈફ ને વસ્તુ લાવવા કહી ને મેં કીધું હું જાવ છુંં હોસ્પિટલમાં તું ચિંતા ના કરીશ. નીકળતા સોસાયટી ના સભ્ય ને જાણ કરી , એ કે ચિંતા ન કરો આપણે ઘર મેળે પતાવી દઈએ, હું બાઈક ને કિક મારી ઉપડ્યો પ્રાઇવેટ હોસ્પિટલ. પહોંચી ને ફાઇલ બતાવી કીધું એડમિટ થવા નું છે. ડૉક્ટર આવી ઓક્સીજન માપયો, તાવ માપયો, રિપોર્ટ જોયા, અને કોરોના નો રિપોર્ટ માાંગ્યો, એટલી ઉતાવળ હતી મને કે હું કોરોના નો રિપોર્ટ લેવા નું ભૂલી ગયો. હવે અડચણ વધી રિપોર્ટ વગર કેેેેવી રીતે દાખલ કરે? મેં તરત મોદી સાહેેેબ ને ફોન કરી રિપોર્ટ માાંગ્યો, તેમને મને સાંત્વના આપતા કહયુ તું જરા પણ ચિંતા ના કર હુંં અને પ્રાઇવેટ હોસ્પિટલ ના ડૉક્ટર લંગોટિયા મિત્રો છીએ. મેંં વાત કરી લીધી છે, એટલા માં તો સામે એકાઉન્ટ ડિપાર્ટટમેન્ટ ના માણસ આવી ને ફોર્મલીટી ચાલુ કરી દીધી. એક કાર્ડ ઘાસયુુ, બીજું ઘસયુુ અને ફસાયો, કાર્ડ ની લિમિટ વધી પડી, હવે 50000 દેેેેેવા કેવી રીતે, છતાં પૈૈસે નિસહાય થઇ ગયો, અરજ જેવો શબ્દ ની કોઈ ને પડી નહતી, મને ચિંતા હતી કે આ લોકો બીજા ને ના લઇ લે, લાઈન બહુ મોટી હતી, હું દોડ્યો ATM પર, ત્યાં ખબર પડી કે લિમિટ ક્રોસ થાય છે. ઘરેે ફોન કરી પત્ની ને ચેક બુક શોધવા કીધું, હું તરત ઘરે આવ્યો, ચેક બુક લીધી પાછો ગયો, ચેક તો લીધો પણ સહી કરવા પેન ના મળે. હું વિચારતો હતો કે પૈસા ઉપાડવા ચેક લેેવા દુનિયા બહાર ની ભાગમભાગ કરી કોરોના યાદ પણ ન કર્યો અને છેલ્લી ઘડી માં સુ થયું? જેમ તેમ કરી પેન અરેન્જ કરી ને ચેક આપ્યો, અને મને લેવા માણસ આવ્યો, હું જાણે જંગ જીત્યો હોય એટલો ખુશ થઇ ગયો, કેેેમકે મનેે જ ખબર નહતી કે સુુ ચાલી રહેલુંં છે. હોસ્પિટલમાં પહોચી ને રાહાત અનુુુભવી. લાગતા વળગતા ને જાણ કરી. એક ઊંડો શ્વાસ લીધો અને આખી દોડ ધામ ના વિચાર માં ફસાય ગયો, આખા વિચાર નો સારાંશ નીકળ્યો કે બીવડાવો, ડર ગયા સમજો ફસ ગયા, અને પૈસા જ સર્વવસ્વ છે. પૈસા છે તો કોરોના દર્દી ના પગ પણ દબાવી આપશે લોકો, અને પૈસા વગર કાઈનહીં, આટલી ભાગ દોડ માં કોરોના લક્ષણો ક્યાં ખોવાય ગયા તેનું ધ્યાન પણ ન રહયુ, એટલા માં વહાટ્સ ઉપ પર મેંસેજ આવ્યો, "ભારે હૃદય સાથે જણાવી છી કે આપણા સોસાઈટી માં કોરોના નો પગપેેેેેસારો થયો છે. એટલે 10 દિવસ સુુધી બધા ને નીચે ફરવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને સોસાઈટી સેેેનિટીઝ કરવા ની પ્રક્રિયા ચાલુ કરી છે". હું મનમાં ઘર મેળે વળી વાત વિચારિ નેે હસ્યો, તરત ઘરેે ફોન કરી ઘર ની સ્થિતિ પૂછી. એક ઉંડો શ્વાસ લીધો અને વિચાર્યું, દુુુનિયા તેલ લેેવા જય, જલદી સાજો થા અને જલસા કર, જીંદગી બીજા ની ચિંતા માં પતિ જશે ખબર પણ નાઈ પડે. વિચારતા વિચરતાા અચાનક કોરોના નું જ્ઞાન લેવાંની પ્રબળ ઈચ્છા થઈ આવી, અને ચાલુ થયું કોરોના જ્ઞાન પ્રકરણ........!!!