Healthy હાસ્ય Aasha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Healthy હાસ્ય

તનાવ ગ્રસ્ત જીવન માં હાસ્ય નું ઘણું જ મહત્વ છે, પણ મને અહીં એક પ્રશ્ન એ પણ થાય છે કે ખરેખર હાસ્ય શું છે? સાચું કહું તો મે હાસ્ય ના ઘણા પ્રકાર જોયા છે, એક હાસ્ય જે સ્વાસ્થ ને સારું રાખવા માટે કરવામાં આવે છે તે 'fake smile' એમ હસી ને વ્યક્તિ ને લાગે છે કે તેનું સ્વાસ્થ સારું થઈ જશે સ્વાસ્થ ને સારું રાખવા માટે હસવું પડે છે અને 'હસવું પડે છે' અનો એક અર્થ એવો પણ થાય છે કે રોજ બ રોજ ના જીવન માં આપણે ભૂલી ગયા છીએ કે ખરેખર હાસ્ય શું છે? બીજું હાસ્ય જે બીજા ની ભૂલો અને ખામીઓ ને જોઈ ને વ્યક્તિ ના ચેહરા પર આવે છે કપટી હાસ્ય, કટાક્ષ થી ભરેલું હાસ્ય,કોઈ નો મજાક ઉડાવવા માટે કરવામાં આવતું હાસ્ય,કોઈ વ્યક્તિ આપણા જેવી નથી એ તો એવી જ છે એમ કહી ને એ વ્યક્તિ ના અસ્વિકાર માટે કરવામાં આવતું હાસ્ય બોવ મોટી મોટી વાતો થઇ ગઇ ને... એમ વિચારી ને તમારાં બધા ના ચેહરા પર આવતું એક હાસ્ય અત્યારે મને દેખાય છે... હા દોસ્ત હા માન્યું જિંદગી બોવ નાની છે પણ મને મળેલા અનુભવો ખૂબ મોટા છે મારા માટે અરે ! હું તો હાસ્ય પર બોલું છું,લખું છું તો પણ તમને હસવું નથી આવતું અનો અર્થ તો એક જ થયો ને કે આપણે ખરેખર ભૂલી ગયાં છીએ કે હાસ્ય શું છે? હવે આપને હસવું ત્યારે આવે છે જ્યારે પ્રશ્ન આપણા સ્વાસ્થ્ય પર આવે છે ડોક્ટર કહે કે tension નથી લેવાનુ ત્યારે આપણે હસવાનું શરૂ કરીએ છીએ પણ આતો સ્વાર્થી હાસ્ય છે ને healthy હાસ્ય નથી અને મન થી વિચારો થી બીમાર વ્યક્તિ ક્યારેય healthy હાસ્ય કરી પણ n શકે, આ બધા ની વચ્ચે healthy હાસ્ય તો બાળપણ માં જ રહી ગયું...એક નિખાલસ હાસ્ય એક હસે તો બીજું પણ હસે એક ની ખુશી જોઈ ને બીજા ના ચેહરા પર કોઈ કારણ વગર j હાસ્ય આવી જાય છે નાના બાળકો હતાં ત્યારે કોઈ તનાવ ન હતો એનું કંઇક તો કારણ હશે ને.....
નાના હતા ત્યારે રમતા રમતા કોઈ પડી તો પણ હસતાં ત્યાર ના હાસ્ય માં ફરક એ હતો કે પડવા વાળો પણ હસતો કે લ્યો પડી ગયો .... હવે મોટા થઇ ગયા એટલે પોતાના પડી જવા પર હસવું નથી આવતુુ કેેેમકેે બીજા હસેે છે આપડા પડી જવા થી બીજા લોકો ના ચહેરા પર હાસ્ય ્આવે છે એ વાત ની ખુુશી નથી એટલે કદાચ...
મૂળ માં જાવ ... જીવન તનાવ ગ્રસ્ત થયું શા માટે એ વિચારો , મને લાગે છે કે આપણે મોટા થઈ ગયા એટલે કા'તો પછી મોટા બનવુ છે માટે ... મોટા બનો કંંઈ વાંંધો નહીં મોટા બનવું જ જોઈએ પણ એ બધા માંં પોતાની અંદર રહેલા બાળક ને એ નિખાલસતા ને શા માટે ભૂૂલી જાવ છો? મોટા બનો ઉમર થી, વિચારો થી,સારા કાર્ય થીી પણ એ સાાથે પોતાની અંદર ના બાળપણ ને જીવંત રાખો. ખરેખર જીવવુ હોય ને તો બાળક બનો,આજ માં જીવો નાની નાની વાતો પર પણ હસી લો બાળક પાસેે થી આજ તો શીખવા મળે છે. આપણા જીવનની શરૂઆત બાળપણ છે પણ આખી જીદંગી ખુશી થી જીવવા માટે એ બાળપણ ને પોોતાના માં જાળવી રાખવાનુ છેે, મને લાગે છે કે ખરેખર જીવવા માટે મોટા થવાની નહીં પણ ફરીથી બાળક બનવાની જરૂર છે કોઈ તનાવ વગરનુંં નિખાલસ ્અને વતૅૅૅમાન માં જીવતુુ બાળક...
Kher Aasha.