પગરવ - 21 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પગરવ - 21

પગરવ

પ્રકરણ – ૨૧

સુહાની ઝડપથી બહાર ગયેલાં આશિષભાઈને જતાં જોઈ રહી. એણે જોયું કે એ પોતાની જૂની વેગેનારમાં જ આવેલાં છે...અને એ સાથે એ પણ બહાર આવી ગઈ...ને પછી એ બહાર આવી તો જોયું કે પેલી મર્સિડીઝ હજુ એમ જ ઉભી છે....

હશે કોઈ એમ વિચારીને સુહાનીએ એ વાતને નકારી દીધી અને બહું મગજમાં ન લીધી અને બીજી ટેક્સી પકડીને ઓફિસ જવાં માટે નીકળી ગઈ...!!

ત્યાંથી સુહાનીની ઓફિસ બહું નજીક હોવાથી થોડી જ વારમાં એ ફટાફટ ઓફિસ પહોંચી ગઈ. એની વ્હીકીલ ન હોવાથી એણે પાર્કિગમાં તો જવાનું નથી પણ ધારાએ સુહાનીને જોતાં "ગુડ મોર્નિંગ" એવું કહીને એ પાર્કિગમાં એક્ટિવા મુકવા ગઈ એટલે એનું ધ્યાન ગયું કે ફરી એ જ મર્સિડીઝ પાર્કિગમાં જઈ રહી છે.

સુહાનીને મનમાં થવાં લાગ્યું કે જાણે અજાણે આ ગાડી મને અનુસરતી કે મારાં પર નજર રાખતી હોય એવું કેમ મને લાગી રહ્યું છે. એવું કોઈ પ્રુફ પણ નથી કે ન કોઈ હેરાનગતિ પણ બસ મારું મન હરીફરીને ત્યાં અટવાઈ જાય છે.

સુહાની મનમાં સવાલોને ગુમરાવતી ઓફિસમાં અંદર એન્ટર થઈને પોતાનાં ડિપાર્ટમેન્ટમાં ગઈ. એ જેવી ગઈ કે તરત જ ધારા આવી અને બોલી, " સુહાની તું કહેતી હતી ને એ ડિટેઈલ મળી ગઈ છે...રાત્રે જ મને રાહુલનો મેસેજ આવ્યો હતો..."

સુહાની : " ધેટ્સ ફાઈન...કેમ એ ઘરે જઈને પણ વર્ક કરે છે કે શું ?? "

ધારા : " નહીં પણ પણ મિસ્ટર વર્મા હવે આશિષભાઈ હતાં ફોરેન કન્સલ્ટિંગ કમિટીનું બધું કામ સંભાળે છે હવે બધું ઘણું બધું અપડેટ થઈ ગયું છે એમની સાથે ફોરેન કન્ટ્રીઝનાં સમય કામ કરીને કોન્ટ્રાક્ટ ડીલ કરવાનાં હોય છે...આથી કદાચ એમણે ઘરે જઈને એણે કહ્યું હશે એટલે એણે મેસેજ કર્યો મને... રાહુલ કદાચ આવતો જ હશે એ આવશે એટલે એ તને એની પેનડ્રાઈવ આપશે એ તું તારાં સમયે કોપી કરી લેજે..."

સુહાની : " ઓકે...થેન્કયુ ડીયર...ચાલો ફટાફટ આજનું કામ શરું કરીએ...એક વાત પૂછું ધારા તું પાર્કિંગમાં ગઈ ત્યારે તારી પાછળ જ કોઈ વાઈટ કલરની મર્સિડીઝ બેઝમેન્ટમાં પ્રવેશી હતી, તને ખબર છે એ કોની હતી ?? એની આઈડિયા ?? "

ધારા : " એવી તો ખબર નથી પણ કદાચ કમિટી મેમ્બર્સમાંથી કોઈની હશે...બાકી તો કોઈની પાસે હોય એવી બહું આઈડિયા નથી... હું તો ઉતાવળમાં ઉપર આવી ગઈ હતી.."

સુહાની : " સારું કંઈ વાંધો નહીં...પછી રાહુલ આવે તો મને કહેજે..."

બેય જણાં પોતાનાં રૂટિન વર્કમાં ગોઠવાઈ ગયાં...સાથે સુહાનીએ પોતાનાં જ પેન્ડીગ કામ પણ પતાવવાનું શરૂં કર્યું...!!

લગભગ લન્ચનો સમય થવાં આવ્યો ત્યાં જ એક સરક્યુલર આવ્યું ને બધાંની સહીઓ લેવાં માટે પ્યૂન આવી રહ્યો છે. સુહાનીએ પણ જોયું... થોડીવારમાં જ એ પ્યૂન ત્યાં આવી પહોંચ્યો અને એ કાગળ સુહાનીનાં આપ્યું ને કહ્યું," મેડમ આ વાંચીને સહી કરી લો..."

સુહાનીએ જોયું તો એમાં કંપનીનાં બધાં જ એમ્પોલયઝની સીઈઓ સાથે મીટીંગ છે... એમાં ચાર પાંચ જણાંના ગૃપ મુજબ બધાંનાં ડેટ અને સમય કંપની આઈડી નંબર મુજબ સેટ કરેલાં છે...એ મુજબ બધાંએ એ સમયે મીટીંગમાં જવાનું છે...દરેકે ફરજિયાતપણે હાજર રહેવું પડશે...હાજર ન રહેનારને પર્સનલમાં બોલાવીને એને ન આવવાનાં કારણનો ખુલાસો આપવો પડશે...

ત્યાં જ એક તેનાં ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં સુહાનીની નજીકની ચેમ્બરમાં કામ કરતાં મયંકભાઈ બોલ્યાં, " યાર આ વિનોદસર હતાં તો સારું હતું...પણ આ પરમ અગ્રવાલનાં હાથમાં બધું આવ્યું છે એણે બધાનું જીવવું હરામ કરી દીધું છે...હવે અહીં કામ કરવાની મજા જ જતી રહી છે...પણ શું થાય હવે તો આ ઉંમરે ક્યાં અમારે નોકરી બદલવા જવું...જે થાય એ બીજું તો શું..."

સુહાનીનાં થોડી જ મિનિટોમાં ઘણું બધું વિચારાઈ ગયું...એ કાગળ પકડીને ઊભી રહી છે ત્યાં જ પ્યૂન બોલ્યો, " મેડમ વાંચી લીધું હોય તો સાઈન કરી દો ને હજું મારે ઘણા બધાંની સહીઓ કરાવાની છે બાકી..."

સુહાનીએ ઉંધા ફરીને કાગળ પર સહી કરતાં જ ધીમેથી એ કાગળનો ફોટો પાડી દીધો અને પછી કાગળ આપી દીધું...!!

પ્યૂનનાં જતાં જ બાજુની જ ચેમ્બરમાં રહેલી ધારા બોલી, " તે ફોટો કેમ પાડ્યો ?? "

સુહાની : " મારી સાથે કોણ છે એ ખબર પડે તો એ પ્રમાણે અંદર જતાં ફાવે ને...આ મોટાં સાહેબો જોડે જવાનું મને ન ફાવે..."

ધારા : "હમમમ...તો એ મને પણ આપજે હું જોઈ લઉં... હું રાહુલ પાસેથી ડેટા લઈને આવું છું..."

સુહાની ધારા આવે ત્યાં સુધી કામ શરું રાખ્યું. ધારા લઈને આવી અને કહેવા લાગી. રાહુલે કહ્યું કે આ એની પર્સનલ પેન્ડ્રાઈવ છે એને કહ્યું થઈ જાય એટલે એને પાછી આપવાની છે...

સુહાની : " એક કામ તું અહીં કામનાં બહાને અહીં બેસ ને કોઈનું ધ્યાન નથી એ જોઈ લે... એટલામાં હું ફટાફટ બધું ટ્રાન્સફર કરી દઉં... બાકીનું હું ઘરે જઈને જોઈશ..."

ને ફટાફટ કામ પતાવી દીધું. હવે સુહાનીને જલ્દીથી ઘરે જઈને આ બધું જોવાની ઉતાવળ છે...આખો દિવસ એણે પોતાની જાતને કામમાં પરોવી રાખી એટલે સમય ઝડપથી પૂરો થઈ ગયો. ને સાંજે પાંચ વાગતાં જ એ ફરીથી ઘરે જવાં નીકળી ગઈ.

ધારા તો નીકળી ગઈ ... સુહાની આજે ઘણીવાર ઉભી રહી પણ કોઈ ટેક્સી ન મળી. કોઈ આવી તો એ સાઈડ જવાં તૈયાર નહોતું. એણે ઓલા માટે જોયું તો આજે રેટ બહું વધારે બતાવે છે કદાચ સેટરડે હોવાથી એવું હશે...એમ વિચારીને એ થોડીવાર રાહ જોઈને ઉભી રહી. ત્યાં જ પાછળથી એક ગાડી બહાર નીકળી ને પાછળથી હોર્ન માર્યો...

સુહાનીએ પાછળ જોયું તો આ એ જ મર્સિડીઝ ગાડી છે...!!

સુહાનીએ ડ્રાઈવર સીટ તરફ જોયું કે તરત એ વ્યક્તિએ કહ્યું, " મેડમ શું થયું ?? ટેક્સી ન હોય તો ગાડીમાં બેસી જાઓ હું તમને ઉતારી દઈશ‌..."

સુહાનીએ જોયું તો નંબર એ જ છે પણ આ વ્યક્તિ તો પેલાં દિવસે દેખાતી હતી એ વ્યક્તિ નથી લાગી રહી...પણ છે કોણ ??

સુહાની અજાણ્યા વ્યકિતની કારમાં કેવી રીતે બેસી શકે...આજે એને ખરેખર ઘરે જવાનું મોડું થઈ રહ્યું છે પણ આવી રીતે કોઈ અજાણ્યા વ્યક્તિની ગાડીમાં અને એ પણ આ એજ નંબરની ગાડી છે...એ મનમાં શું કરવું વિચારી રહી.

એ વ્યક્તિએ કહ્યું, " મેડમ ચિંતા ન કરો... હું આ કંપનીમાં જ કામ કરું છું...તમને તમારે જવું હશે ત્યાં ઉતારી દઈશ..."

સુહાનીને આ એક રહસ્યની વસ્તુ ઉકેલવાનો મોકો મળી રહ્યો છે સાથે જ જોખમ પણ...

બધું વિચારીને એણે કહ્યું, " થેન્ક્યુ પણ જતી રહીશ...મને કોઈ મળવાં આવે છે એટલે હું ઉભી છું..."

એ વ્યક્તિએ સ્મિત આપ્યું અને " એઝ યુ વીશ‌‌.." કહીને ગાડી લઈને નીકળી ગયો.

સુહાનીની નજર એ જઈ રહેલી ગાડીને જોઈ રહી...એણે ત્રાંસી નજરે ચહેરો આમ કર્યો કે તરત એ ગાડી આગળ સાઈડમાં જઈને ઉભી રહી ગઈ.

સુહાની : " કંઈ સમજાતું નથી મને તો.." .એણે બીજી એક ટેક્સી આવી કે તરત જ એ ભાવ પૂછ્યાં વિના બેસી ગઈ...!!

ગાડીમાં બેસતાંની સાથે જ ટેક્સી આગળ નીકળી કે તરત જ ગાડી ફરીથી ટેક્સીનો પીછો કરવા લાગી... એટલામાં જ સુહાનીને કોઈ રોન્ગ નંબર પરથી બે ત્રણવાર ફોન આવતાં એમાં રહી ત્યાં જ એ ગાડી ગાયબ થઈ ગઈ.

*************

સુહાની ઘરે આવી પછી બધી ઘટનાઓ મેળવવાં લાગી. આજે પણ કાલની જ ગાડી સોસાયટી પાસે એવી ટેક્સી પહોંચી એ સમયે જ ઉભી રહી...પણ આજે એણે જોયું કે ગાડીમાં બેસેલ વ્યક્તિ એ નથી જે ગાડીમાંથી ઉતરીને પોતાનાં બંગલામાં પ્રવેશ્યો. એ કાલે બંગલામાં જતાં જે વ્યક્તિને જોયો હતો એ જ હતો.

સુહાનીને થયું કે એનો મતલબ કે એ જે પણ છે કંપનીનું વ્યક્તિ જ છે‌..અને કદાચ કોઈ સારી પોસ્ટ પરનું...પણ કોણ હોઈ શકે ??

સુહાનીએ થોડીવાર બેસીને ફ્રી થતાં જ ફટાફટ લેપટોપ શરું કરીને રાહુલે આપેલો ડેટા ખોલ્યો. એમાં છેલ્લાં પાંચ વર્ષમાં અલગ અલગ દેશોમાં ગયેલા લોકોની જવાથી આવવાં સુધીની ડેટ સાથેની બધી જ ડિટેઈલ છે...!!

એણે ફટાફટ છેલ્લાં વર્ષનું ફોલ્ડર ખોલ્યું...ને ફટાફટ બધાં નામ અને ફોટાઓ જોવાં લાગી એની નવાઈ વચ્ચે એમાં લગભગ પંદરેક દિવસ પહેલાં પણ પાછાં ફરેલાં લોકોની વિગત છે પણ સમર્થનું નથી કોઈ નામ કે કોઈ જ વિગત...!!

સુહાની વિચારવા લાગી કે આમાં ઘણાં એવાં પણ છે હજું રિટર્ન નથી થયેલાં, એમાં પણ પેન્ડીગ એવું લખેલું છે‌... તો પછી સમર્થનું નામ કેમ નથી ??

એણે છેલ્લાં પાંચ વર્ષનાં બધાં જ નામો પણ જોઈ જોયાં રખે ને કોઈ નામ આગળ પાછળ થી ગયું હોય....પણ કંઈ જ હાથ ન લાગ્યું....!!

ને છેલ્લે ફરી એકવાર નજર કરતાં એની નજર એક નામ અને ચહેરા પર ગઈ એ બોલી, " આ તો મંથન છે જે એનાં એક મહિના પછી અમેરિકા ગયો હતો...સમર્થ અને બેય સાથે જ હતાં....અને એમાં તો સત્તાવીસ જૂન રિટર્ન બતાવે છે....મતલબ કે લગભગ ચાર દિવસ પહેલાં જ....હાઉ ઈટ્સ પોસિબલ ?? "

સુહાનીનું મગજ ચકરાવે ચડી ગયું... એને કંઈ જ સમજાતું રહ્યું નથી કે આખરે હકીકત શું છે ?? એ બોલી, " હવે તો મારો વિશ્વાસ પાકો થઈ ગયો છે કે સમર્થ જીવે જ છે...પણ કોઈ મોટાં ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે...." બોલતાં જ એને આંખોમાં અંધારાં આવી જતાં એ બેડ પર ઢળી પડી.

આખરે શું થયું છે સમર્થ સાથે ?? કોણ હશે આ માટે જવાબદાર ?? સુહાની આ જંગ જીતી શકશે ?? કે એ પણ કદાચ આ પ્યાદામાં અજાણતાં ફસાઈ રહી છે?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૨

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....