પગરવ - 20 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 51

    હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને  આડો થઇને સીટમા બે...

  • ભાગવત રહસ્ય - 142

    ભાગવત રહસ્ય-૧૪૨  જડભરતજીએ –રાજા રહૂગણને તત્વજ્ઞાનનો ઉપદેશ કર...

  • સોલમેટસ - 2

    આગળના ભાગમાં તમે જોયું કે અદિતિ સ્યુસાઈડ કરે છે. જેનું કારણ...

  • સંઘર્ષ - પ્રકરણ 18

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • જીવન રંગ - 4

    નવા જીવન ની આશા સાથે કિસન ઉઠ્યો, પોતાનાં નિત્ય ક્રમ માં જોડા...

શ્રેણી
શેયર કરો

પગરવ - 20

પગરવ

પ્રકરણ – ૨૦

સુહાની બોલી, " તો આ એ જ વ્યક્તિ છે જે.કે.પંડ્યા જે સમર્થ કહેતો હતો કે એનાં ડિપાર્ટમેન્ટનાં મેઈન હેડ છે. બહું સારાં વ્યક્તિ છે...પણ જેવાં પરમ અગ્રવાલની એન્ટ્રી થઈ કે થોડાં જ સમયમાં એણે એમને મેનેજિંગ ડિરેક્ટરમાંથી આસિસ્ટન્ટ ડિરેક્ટરની એટલે કે પોસ્ટ વધારવાને બદલે એક એનાથી નીચી પોસ્ટ પર લાવી દીધાં કારણ કે એ બહું સારી વ્યક્તિ અને સાચાં બોલી વ્યક્તિ છે...એ સાચી વસ્તુ હોય તો જ સ્વીકારે. એને સમર્થ સાથે સારું બનતું હતું....અને એ પરમનાં મામા એટલે કે વિનોદ અગ્રવાલનાં ખૂબ માનીતાં છે. એ દરેક નિર્ણયમાં એમની સલાહ અવશ્ય લેતાં....!! પણ એ તો કદાચ જોબ છોડી દેવાનાં હતાં ને ??

પણ એમને મળવું કંઈ રીતે ?? એમને કંઈ ખબર હશે પણ ખરી ?? ને એ વિચારતી વિચારતી આગળની બધી ડિટેઈલ જોવાં લાગી. ત્યાં જ એને એક બીજી એવી વ્યક્તિ દેખાઈ કે આશ્ચર્યમાં પડી ગઈ...એ બોલી, " આશિષ મહેતા ?? " એ મેનેજમેન્ટ કમિટીમાં કેવી રીતે પહોંચી ગયો ?? કંઈ સમજાયું નહીં. અહીં બધું બંધ થયું ત્યાં સુધી એ મારા ડિપાર્ટમેન્ટમાં જ એક સામાન્ય એમ્પોલોય તરીકે કામ કરતો હતો...અચાનક થોડાં જ દિવસોમાં આ બધું કંઈ સમજાયું નહીં...એ વ્યક્તિ બહું સારી છે પણ આવી રીતે ડાયરેક્ટ પ્રમોશન ?? શોધવું તો પડશે જ...એ એવી વ્યક્તિ છે કદાચ એનાં દ્વારા હું જે.કે.પંડ્યા સુધી પહોંચી શકું....!! "

ને એણે તરત જ એક ફોન લગાડ્યોને કહ્યું," આવતી કાલે મને જોબ પછી મળી શકશો ?? બહું જરૂરી કામ છે...".

એને પોતાની ઓળખ પણ ન આપી અને એ પોતે ફક્ત આટલું જ કહીને ફોન મુકી દીધો....ને પછી એણે પોતાનું લેપટોપ બંધ કર્યું અને શાંતિથી બેઠી‌. એ આ બધામાં ઘરે ફોન કરવાનું પણ ભૂલી ગઈ. ઘરેથી ફોન આવતાં જ્યારે સુહાનીએ શાંતિથી વાત કરી ત્યારે બધાને શાંતિ થઈ.

ઘરેથી બધાં દિવસમાં હવે બે ત્રણ વાર વારાફરથી ફોન કરી ને છે જેથી સુહાની બરાબર તો છે ને કંઈ તફલીક નથી એની ખબર પડે. ને પછી સુહાની સૂઈ ગઈ.

*************

સુહાનીનાં મોબાઈલમાં સવાર સવારમાં રીંગ વાગી. એ સૂતેલી છે. એણે જોયું તો હજું સાડા પાંચ થયાં છે‌. વળી એક અજાણ્યો નંબર...એ થોડી ગભરાઈ..પછી એણે રેકોર્ડિંગ શરું કરીને ફોન ઉપાડ્યો...

સુહાની બોલી, " કોણ ?? આશિષભાઈ ?? આટલાં વહેલાં ફોન કર્યો ?? કંઈ થયું છે ?? "

સામેથી અવાજ આવ્યો , " સુહાનીબેન, તમારે જરૂરી કામ હોય તો ઓફિસ પહેલાં સાત વાગે મળીએ તો ?? "

સુહાની : , " કેમ કંઈ પ્રોબ્લેમ છે ?? "

આશિષભાઈ : " સાંજે ઈમરજન્સીમાં એક મીટીંગ રાખી છે...રાત્રે મેઈલ આવ્યો હતો પણ હું સૂઈ ગયો હતો. મેં મારી વહેલાં ઉઠવાની આદતને કારણે ઉઠીને જોયું તો ખબર પડી‌. સોરી, આટલાં વહેલાં ફોન કર્યો પણ સાંજે મીટીંગ કેટલાં વાગે પતશે કંઈ જ નક્કી નહીં હોય એટલે જો અરજન્ટ કામ હોય તમારે તો હું તમને તમે કહો ત્યાં મળી શકું... નહીં તો પછી કાલે મળીએ..."

સુહાની : " નહીં નહીં... ચાલો હું સાત વાગે ' કે.કે.બ્રેકફાસ્ટ હાઉસ' પાસે મળું...ઓકે ?? "

આશિષભાઈ : " ઓકે..."ને ફોન મુકાઈ ગયો.

સુહાની ફટાફટ ઉઠી ગઈ. રસોઈને તૈયાર કરીને પોતે પણ તૈયાર થઈ ગઈ... ઘરમાંથી નીકળતાં પહેલાં એણે સમર્થનાં ફોટાને હાથમાં લઈને એક પ્રેમભર્યું ચુંબન કર્યું ને બોલી, " ફક્ત તું જ મારી હિંમત છે અત્યારે...લવ યુ ટીલ માય લાસ્ટ બ્રીથ...." કહીને એ કાનાજીનાં ફોટાં પાસે ગઈને બે હાથ જોડીને ઊભી રહી...ને બોલી, " હવે બધું તમને સોંપું છું...જંગ મારી છે લડીશ પણ હું , પણ જોમ તારે મને આપવાનું છે. મારાં સમર્થને પાછો લઈ આવવાનો છે..." કહીને એ ઘર લોક કરીને બહાર નીકળી ગઈ.

આજે વહેલો સમય છે. હજું પોણા સાત થવાં આવ્યાં છે. એટલે કદાચ શહેરમાં એટલી ચહલપહલ પણ બહું દેખાઈ રહી નથી....એની નજર એ બંગલા પાસે ગયાં વિના ન જ રહી કારણ એ બંગલાની ખૂબસુરતી એને આકર્ષી ગઈ છે...!! વહેલો સમય હોવાથી અમૂક જગ્યાએ લાઈટસ ચાલું છે જ્યારે અમુક ઘરમાં તો લોકો હજું ય સવારની મીઠી નિંદર માણી રહ્યાં છે !!

સુહાની સોસાયટીની બહાર નીકળીને ટેક્સી માટે ઉભી રહી. થોડીવારમાં જ ટેક્સી મળતાં એ એમાં ફટાફટ બેસી ગઈ. એનું ધ્યાન અત્યારે સંપૂર્ણપણે પોતાના મિશન પર જ છે આથી એ બંને એટલી ઝડપથી આશિષભાઈને મળવાં માટે જવાં ઈચ્છે છે. એટલામાં જ થોડીવારમાં એ પહોંચી ને જેવી ટેક્ષીમાંથી ઉતરી કે તરત જ એનું ધ્યાન ગયું કે મોટા ભાગનાં ટુ વ્હીલરની પાસે એકાદ બે ગાડી છે એમાં એક વાઈટ કલરની મર્સિડીઝ ફરીથી દેખાઈ.

અનાયાસે જ એનાંથી નંબર જોવાયો તો ફરી વાર એજ નંબર 424242... સુહાનીને પોતાને કંઇ પણ ખરાબ અનુભવ ન હોવાં છતાં એ ગભરાઈ‌...એણે બહારથી જ આશિષભાઈને ફોન કરીને કહ્યું, " તમે ક્યાં છો ?? આવી ગયાં છો ?? "

એમણે કહ્યું , " હા હું પાંચ મિનિટ પહેલાં જ આવી ગયો છું અંદર જ બેઠો છું..."

ને ફટાફટ સુહાની અંદર પહોંચી ગઈ...ને આશિષભાઈને એક ખુણામાં ટેબલ પાસે બેઠેલાં જોઈને તે ત્યાં જઈને બેસી ગઈ.

બંનેએ થોડી નોર્મલ વાતચીત કરી પછી સુહાની બોલી, " કોન્ગ્રેચ્યુલેશન ફોર યોર પ્રમોશન..ઈન વેરી શોર્ટ પિરીયડ..."

આશિષભાઈ : " થેન્કયુ...પણ તમને કોને કહ્યું ?? "

સુહાની : " આટલી સારી વાત ખબર પડ્યાં વિના થોડી રહે !! આ તો પાર્ટી લેવી જોઈએ મારે..."

આશિષભાઈનાં ચહેરા પર એટલી જે સામાન્ય વ્યક્તિની આટલું મોટું પ્રમોશન એટલે કે વચ્ચે ત્રણ પોસ્ટ આવે પણ આ પોઝિશન મળી શકે...જે આ મળતાં પણ એમનાં ચહેરાં પર એવી ખુશી નથી દેખાઈ રહી.

સુહાની : " શું થયું ક્યાં ખોવાઈ ગયાં ?? કેમ તમે આ પ્રમોશનથી ખુશ નથી કે શું ?? "

આશિષભાઈ : " ના.. એવું કંઈ નથી. " કદાચ એ આ વાતને બદલવા ઈચ્છતાં હોય એમ બોલ્યાં, " તમારે શું કામ છે કહોને... હમણાં કંપની જવાનો સમય થઈ જશે બીજીબધી વાતોમાં તમારું કામ રહી જશે..."

સુહાની સમજી તો ગઈ. એટલે એણે કહ્યું, " તમને પ્રમોશન કોનાં દ્વારા મળ્યું ?? મતલબ કે કોઈ મોટી ઓળખાણ કે પછી ડાયરેક્ટ ?? "

આશિષભાઈ : " ઓળખાણ તો શું હોય હું એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું...આ તો મેનેજમેન્ટનું કોઈ એક મહત્વનું કામ કર્યું ને એમણે મને પ્રમોશન આપી દીધું...એ કામ મેં તો ફક્ત એમણે મને પૂછ્યું મને ખબર હતી એ કામમાં મારી ફરજરુપે મદદરૂપ બન્યો. પણ એ વસ્તુ એમનાં માટે કેટલી મહત્વની હતી એ તો મને પણ નહોતી ખબર...!! એમને મને મેનેજમેન્ટ સુધી પહોંચાડી દીધો એનાં પરથી ખબર પડી કે કદાચ મેં અજાણતાં જ એમને બહું મોટી મદદ કરી છે..."

સુહાની : " એ તો સારું કહેવાય ને...!! હવે તો મેનેજમેન્ટ સુધી પહોંચી ગયાં છે મેઈન કમિટી મેમ્બર્સ સુધી પણ પહોંચી જશો..."

આશિષભાઈ : " એટલી બધી તો મારી કોઈ આકાંક્ષા નથી. બસ મને તો મારો પરિવાર સુખેથી જરૂરી સગવડો સાથે જીવી શકે એટલે બસ...બાકી બહું મોટાં બનવામાં કોઈ મજા નથી."

સુહાની : " મને લાગે છે કે તમે એ પોઝિશન પર પહોંચી તો ગયાં છો પણ કદાચ ત્યાંના કામ કે પછી પૈસાથી ખુશ નથી લાગતાં..."

આશિષભાઈ : " પૈસા તો પહેલાંની સરખામણીમાં ઘણાં વધારે મળે છે...વળી કામ તો અહીં કે ત્યાં ગમે ત્યાં કરવું જ છે ને...પણ..."

સુહાની : " પણ શું ?? "

આશિષભાઈ : " કોઈનાં હાથની કઠપુતળી હોય એવું લાગી...જાણે હવામાં પહોંચી ગયાં પછી ત્યાં ટકી રહેવા માટે સતત મથ્યાં કરવું પડે નહીતર કદાચ પડી જવાનો હંમેશાં ભય રહ્યાં કરે.... કદાચ અહીં પણ એવું જ...."

સુહાની : " હમમમ... એવું કયુ કામ કરી આપ્યું હતું તમે એ તો કહો ?? "

આશિષભાઈ : " મારાં એક સંબંધી દ્વારા ઈમરજન્સીમાં ફોરેન ગયેલાં એમ્પ્લોયસની રિટર્નની વ્યવસ્થા...અથવા એમની સેફ્ટીની પૂર્ણ સગવડ....એમનો ઘણાં દેશોમાં ફેલાયેલો બિઝનેસ છે...."

સુહાની : " વોટ...?? અમેરિકામાં આ બધું થયું ત્યારે ?? "

આશિષભાઈ : " હા...પણ એ સમયે ઘણાં એમ્પોલોયસની અમૂક વિગતોને કારણે એમનાં માટે એ સોલ્યુશન નહોતું આવી શક્યું..."

સુહાની : " એમાં સમર્થ પંડ્યા હતું કોઈ ?? "

આશિષભાઈ : " મને એવું તો બહું યાદ નથી...મારી પાસે ઘરે ડિટેઈલ હશે...મારે જેવું પડે...પણ કેમ ??"

સુહાની : " તમે આ નામ સાંભળ્યું નથી ?? "

આશિષભાઈ : " સાંભળ્યું છે પણ બહું યાદ નથી...તમને તો ખબર છે ને કે અમારું ત્યાં કામ જ એવું હતું કે અમને બહું બધાં વિશે ખબર રાખવાનો સમય જ ન રહે...અને આમ પણ હું થોડો ઓછાબોલો...એટલે બહું પડાપૂછ કરું નહીં..."

સુહાની : " કંઈ વાંધો નહીં હું જ કહી દઉં... એનાં મારી સાથે લગ્ન થવાનાં હતાં...મારો ફિયાન્સ..."

આશિષભાઈ : " વોટ...એ તમારો ફિયાન્સ હતો ?? "

સુહાની : " કેમ શું થયું ?? આમ ચોંકી કેમ ગયાં ?? "

આશિષભાઈ કંઈ પણ બોલે એ પહેલાં જ એમનાં નંબર પર પર ફોન આવ્યો. એમણે ઉપાડ્યો કે સામેથી કોઈ કંઈ બોલ્યું કે તરત જ એમણે કહ્યું, " હા હું આવું છું હમણાં જ..." કહીને ફોન મુકતાં જ આશિષભાઈએ કહ્યું, " સોરી સુહાનીબેન મારે જવું પડશે...એક અરજન્ટ કોલ છે..." કહીને સુહાની કંઈ પણ બોલે એ પહેલાં જ આશિષભાઈ ફટાફટ ત્યાંથી નીકળી ગયાં...

આશિષભાઈને કોણે ફોન કર્યો હશે ?? સાચે જ કોઈ ઈમરજન્સી આવી હશે કે કદાચ કોઈ એમને વધારે વાત કરતાં અટકાવી રહ્યું છે ?? હવે સુહાનીને કંઈ વધારે માહિતી મળશે ખરાં ?? શું કરશે હવે સુહાની ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૧

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......