આર્યન ભારત આવીને સીધો જોનના ઘરે ધસી જાય છે ત્યાં તેને સલીમ અને જોન બન્ને દારૂ પીતા જોવા મળે છે. આર્યન ગુસ્સામાં બન્નેને ખૂબ માર મારે છે ત્યારે સલીમ સાચું બોલી જાય છે કે તેને જોનના કહેવાથી આ બધું કર્યું હતું. ત્યારે તે જોનને ફરીથી માર મારી અને પૂછે છે કે, "કવિતા ક્યાં છે?" ત્યારે જોન ડરના માર્યા બધી હકીકત કહી દે છે કે IIS નો વડો પ્રશાંત મારો જૂનો મિત્ર છે. આ બધું તેણે પ્રશાંતના ઇશારે જ કર્યું છે અને કવિતા પણ તેમની પાસે જ છે ત્યારે આર્યન shocked થઈ જાય છે અને તે તરત જ પ્રશાંતને મળવા IIS ની બિલ્ડિંગ તરફ જવા નીકળે છે.
જ્યારે આર્યન IIS ની બિલ્ડિંગમાં દાખલ થાય છે ત્યારે IIS ના ઓફિસરો તેને રોકવાની કોશિશ કરે છે પરંતુ આર્યન કોઈને ગણકારતો નથી, તે ગુસ્સામાં બસ એક જ રટણ કરે છે કે તેને પ્રશાંતને મળવું છે. ત્યારે રિસેપ્શન પર પ્રશાંતનો ફોન આવે છે કે આર્યનને કોઈ અટકાવતા નહીં તેને મારી ઓફિસમાં આવવા દો.
આર્યન ગુસ્સામાં પ્રશાંતની ઓફિસમાં દાખલ થાય છે ત્યારે પ્રશાંત મરક મરક હસીને તેનું સ્વાગત કરે છે. આર્યન પોતાની પાસે રહેલી રિવોલ્વર તેના પર તાકે છે. અચાનક પાછળથી 2 ઓફિસર આવીને તેને પકડી લે છે અને તેની પાસેથી રિવોલ્વર છીનવી લે છે. પ્રશાંત બન્ને ઓફિસરને આર્યનને છોડી દેવા માટે કહે છે અને ઓફિસની બહાર જવાનું કહે છે. બન્ને ઓફિસર આર્યનની રિવોલ્વર લઈને બહાર જતા રહે છે. પ્રશાંત આર્યનને બેસવાનું કહે છે ત્યારે આર્યનને તેને ગુસ્સામાં પૂછે છે, "શા માટે, તેણે શા માટે આ બધું કર્યું?". પ્રશાંત તેને શાંત રહેવા જણાવે છે અને પાણીનો ગ્લાસ આગળ કરે છે, આર્યન તે નજર અંદાજ કરી નાખે છે. તેનો ગુસ્સો શાંત થતો નથી, તે બધું જાણવા માગે છે.
પ્રશાંત તેને જણાવે છે કે એક વર્ષ પહેલાં તેની ભત્રીજી તેના બે મોડલ ફ્રેન્ડસ સાથે પેરિસ ફરવા માટે ગઈ હતી ત્યારે હોટલમાંથી તેઓનું અપહરણ થઇ ગયું હતું. તેને શોધવા માટે તેને વસીમને પેરિસ મોકલ્યો હતો. તેણે એક વર્ષમાં બધી જાણકારી મેળવી લીધી હતી પરંતુ legally રીતે Wilsonની સામે કોઇ સબૂત ન હોવાને કારણે તેની સામે કોઇ કાર્યવાહી થઈ શકે તેમ ન હતી તેથી તેને એક સ્માર્ટ, intelligent, દિલેર અને બહાદુર વ્યક્તિની જરૂર હતી જે Wilsonની સામે લડી શકે અને તેને બેનકાબ કરી શકે.
આપણા IIS માં મને સૌથી વધારે ભરોસો તારા ઉપર હતો કે તું આ કામ જરૂર કરી શકીશ પરંતુ legally હું તને ત્યાં મોકલી શકતો ન હતો તેથી મને જ્યારે ખબર પડી કે તારી પત્ની કવિતા તેની સહેલીઓ સાથે modelling events માં ભાગ લેવા ગઈ હતી તેથી પાછી ફરતી વખતે મે જોનને ફોન કરીને કવિતા અને તેની સહેલીઓને તે હોટલમાં પહોંચાડી દીધી જ્યાથી મારી ભત્રીજી અને તેની સહેલીઓ ગાયબ થઈ ગઈ હતી.
મારા પ્લાન મુજબ જ વિક્રમ, વસીમ અને માઇકલ તારી મદદ કરતા રહ્યા. એરપોર્ટ પર વસીમે તને ઓળખી લીધો હતો પરંતુ તેણે તને ત્યાંથી નીકળી જવા દીધો હતો અને ત્યારથી તે તારો પીછો કરતો હતો. Wilsonના illegally સામ્રાજ્યના અંત કરવા માટે, મારી ભત્રીજી અને દુનિયાની તમામ છોકરીઓને Wilsonના કબજામાંથી છોડાવવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તને બાગી જાસૂસ તરીકે ત્યાં મોકલવો એ અમારા પ્લાનનો જ એક ભાગ હતો. એ મુજબ જ તું મારી permission ની અવગણના કરીને પણ પેરિસ ગયો અને મેં તને officially suspend કરી નાખ્યો જેથી કોઈને IIS સંસ્થા પર શંકા ન જાય.
હા, કવિતા, જેનીફર અને નઝમાની જિંદગી જોખમમાં મુકવા બદલ હું માફી માગું છું પરંતુ હજારો છોકરીઓને જિંદગી સામે મને આ જોખમ કઈ જ ન લાગ્યું અને અમારી expectation મૂજબ જ તે Wilsonના કાળા સામ્રાજ્યનો અંત કરી નાખ્યો. "I am really proud of you" એમ કહી પ્રશાંત તેને salute કરે છે.
આર્યનનો ગુસ્સો શાંત થઈ જાય છે તે નજર સ્થિર કરીને પ્રશાંતે કહેલી દરેક વાત પર વિચાર કરે છે અને તેને પ્રશાંતનું પગલું યોગ્ય લાગે છે કારણ કે પ્રશાંત જાસુસની સાથે દિલેર, બહાદુર અને દેશભક્ત પણ છે. આર્યનની આંખો ભરાઈ આવે છે ત્યારબાદ તે સ્વસ્થ થઈને પ્રશાંતને પૂછે છે "કવિતા ક્યાં છે?" ત્યારે પ્રશાંત બાજુના રૂમમાંથી કવિતાને બોલાવે છે.
કવિતાને જોતા જ આર્યનના મૂરજાયેલા ચહેરા પર ચમક આવી જાય છે તે દોડીને કવિતાને ગળે લગાડી લે છે. બન્નેના આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગે છે. કવિતા સ્વસ્થ થઈને તેને જણાવે છે કે પ્રશાંત સરે મને બધું જ જણાવી દીધું છે, મને તારા પર ગર્વ છે. પછી આર્યન પ્રશાંતને સોરી કહીને તેની માફી માગે છે ત્યારે પ્રશાંત તેને અધવચ્ચેથી અટકાવીને કહે છે કે “મારી ભત્રીજી અને દુનિયાની તમામ છોકરીઓને એક રાક્ષસના પંજામાંથી છોડાવવા બદલ તારો ખૂબ ખૂબ આભાર”. આર્યન પ્રશાંત સાથે હાથ મિલાવે છે અને પ્રશાંત તેની પીઠ થપથપાવે છે.
આર્યન જ્યારે કવિતાને લઈને બિલ્ડિંગમાંથી નીકળે છે ત્યારે બધા ઓફિસરો તેઓનું તાળીઓથી અભિવાદન કરે છે. આર્યન બધાનો આભાર માને છે. ઘરે પાછા ફરતી વખતે ટેક્સીમાં કવિતા આર્યનનો હાથ પકડીને કહે છે કે “મને પૂરો વિશ્વાસ હતો તુ મને બચાવવા જરૂર આવીશ”. ત્યારે આર્યન smile કરીને કવિતાનું કપાળ ચૂમી લે છે અને કહે છે "I really love you" સામે કવિતા પણ તેને કહે છે "I love you too".
સમાપ્ત