Mission-X - Start in Paris - 2 books and stories free download online pdf in Gujarati

Mission-X - 2

વિક્રમે આર્યનને ટેકસીવાળા આલ્બટોની બધી માહિતી આપી હોય છે તેથી તે સાવધાનીપૂર્વક આલ્બટોના ફ્લેટ પર પહોંચી જાય છે. આર્યન આજુબાજુ નજર રાખીને બેહદ સાવધાનીપૂર્વક ફ્લેટનો દરવાજો ડુપ્લીકેટ ચાવીથી ખોલીને ફ્લેટની અંદર પહોંચે છે. આર્યન ફ્લેટમાં ચારે તરફ નજર દોડાવે છે પરંતુ ફ્લેટમાં કોઈ હોતું નથી. અચાનક, આર્યનને ફ્લેટના બેડરૂમમાંથી કોઈનો કણસવાનો અવાજ આવે છે. તે ઝડપથી બેડરૂમની અંદર જાય છે, ટેકસીવાળો આલ્બટો બેડરૂમની પથારી પર પડ્યો હોય છે. એવું લાગતું હતું કે, તેના આવ્યા પહેલા જ કોઈએ તેને ગોળીએથી વીંધી નાખ્યો હતો. તે પોતાના આખરી શ્વાસ ગણી રહ્યો હતો.

આર્યન તેની પાસે જઈને તેને કમરેથી ઊભો કરે છે પછી પોતાનો પરિચય આપે છે અને પોતાની પત્ની કવિતા અને તેની સહેલીઓ વિશે પૂછપરછ કરે છે. આલ્બટો મરતા મરતા તેને જણાવે છે કે તેણે ત્રણેયને એરપોર્ટના પાર્કિંગ પાસે છોડી હતી પછી તે ત્રણેને એરપોર્ટની અંદર જતા જોઈ રહ્યો હતો. ત્રણેય જ્યારે એરપોર્ટના મેઈન ગેટ પાસે પહોંચી ત્યારે કોઈ સૂટ-બૂટ વાળો, પતલો અને ફ્રેન્ચ કટ દાઢી મુછ ધરાવતો વ્યક્તિ તેની પાસે આવીને તેની સાથે વાત કરવા માંડયો હતો, તેની વાતો કરવાની style પરથી તેને એવું લાગ્યું કે તે ત્રણેયને ઓળખતો હશે પછી તે ત્રણેયને બીજી ટેક્સીમાં બેસાડીને ત્યાંથી નીકળી ગયો.

આર્યને આલ્બટોને પૂછ્યું કે “તને ગોળી કોણે મારી? “ આલ્બટો આર્યનને કંઈક કહે તે પહેલા તેની આંખો મીચાઈ ગઈ.

અચાનક, આર્યનને પેરિસ પોલીસના વાહનોની સાયરનોનો અવાજ સંભળાયો. તે ફ્લેટની બારીમાંથી બહાર જુએ છે ત્યારે બિલ્ડિંગના રસ્તા પર પોલીસના વાહનો આવતા દેખાય છે પછી આર્યન સાવધાનીપૂર્વક તેના ફ્લેટમાંથી અને તેની બિલ્ડીંગમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે.

તે રસ્તા પર સાવધાનીપૂર્વક નજર દોડાવીને આગળ ચાલવા માંડે છે. ચાલતાં ચાલતાં તે વિચારતો હતો કે આલ્બર્ટોને કોણે ગોળી મારી હશે? અચાનક તેને યાદ આવે છે કે જ્યારે તે આલ્બટોના બિલ્ડીંગની સીડીઓ ચડતો હતો ત્યારે તેની સાથે આખું જેકેટને માથા પર જેકેટની ટોપી પહેરેલો વ્યક્તિ તેની સાથે ટકરાયો હતો અને sorry કહીને ઝડપથી તે બિલ્ડીંગના પગથીયા ઉતરી ગયો હતો.

આર્યનને અંદાજ આવી જાય છે કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. કદાચ તે IIS નો જાસૂસ પણ હોઈ શકે અથવા જેણે કવિતા અને તેની સહેલીઓને kidnap કરી છે તે પણ હોઈ શકે. આર્યનને હવે આગળ શું કરવું, તે સુઝતું નથી. તે એક જગ્યાએ બેન્ચ પર બેસીને માથા પર હાથ દઈને આગળના પ્લાન વિશે વિચારતો હોય છે ત્યારે તેની નજર lighting વાળા advertising બોર્ડ પર પડે છે. તે બોર્ડ કવિતાની modelling event નું પોસ્ટર હોય છે. આર્યન તે modelling event ના પોસ્ટરમાંથી હોટલનું એડ્રેસ લઇને તે હોટલ તરફ જવા નીકળે છે.

આર્યન બિઝનેસમેનનો વેશ ધારણ કરીને હોટલમાં દાખલ થાય છે અને modelling event વિશે પૂછપરછ કરે છે ત્યારે આર્યનને ખ્યાલ આવે છે કે modelling event નો મુખ્ય આયોજક પેરિસનો શ્રીમંત ઉદ્યોગપતિ અને કોસ્મેટિકની દુનિયામાં જે કંપનીનું નામ છે તેનો માલિક Lambert Wilson હોય છે.

હવે, આર્યન ઇન્ટરનેટના માધ્યમથી Wilsonનું બેકગ્રાઉન્ડ ચેક કરે છે તેને ખ્યાલ આવે છે કે Wilson કોસ્મેટિક પ્રોડક્ટની દુનિયામાં મોટાપાયે કારોબાર કરે છે. પોતાની કોસ્મેટિક્સ પ્રોડક્ટની જાહેરાત માટે તે દુનિયાભરમાંથી મોડલોને પોતાના events માં આમંત્રણ આપે છે. તેની પહોંચ રાજકારણથી માંડીને માફિયાઓ સુધી હોય છે. વળી, તેના પર મોડલોની છેડતીના અને છોકરીઓની kidnapping ના ઘણા કેસો પણ ચાલતા હોય છે પરંતુ પોતાના પૈસા, પહોંચ અને પાવરના જોર પર તે દર વખતે એ કેસોમાંથી નિર્દોષ છૂટી જાય છે. Wilsonની ફ્રાન્સના જુદા જુદા શહેરોમાં મિલકતો, ટાવરો અને આલીશાન વિલાઓ હોય છે. તેના ટાવરો અને વિલાઓમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા હોય છે.

આર્યન વિક્રમને બધી માહિતી શેર કરે છે અને હવે આગળ કઈ રીતે વધવું તેના વિશે પૂછપરછ કરે છે ત્યારે વિક્રમ તેને જણાવે છે કે Wilsonની પેરિસમાં એક્ સેવન સ્ટાર હોટલ "blue moon" છે જે તેના નામ પર register નથી પરંતુ તે હોટલનો વહીવટ તેનો ખાસ માણસ Mathew સંભાળે છે. તે હોટલમાં છોકરીઓની તસ્કરીઓ થાય છે તેવા સમાચાર છે. તો તું ત્યાં જઈને તપાસ કર, કદાચ તને કોઇ સબૂત મળી જાય.

આર્યન ટેક્સીમાં hotel blue moon પહોંચે છે. હોટેલમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ, ડોક્ટરો, બિઝનેસમેનો વગેરે જેવી હસ્તીઓની અવરજવર ચાલુ હોય છે.

હોટલમાં એક casino પણ આવેલો હોય છે, જ્યાં લાખો કરોડોનો જૂગાર પણ રમાય છે. ટૂંકમાં હોટલમાં તમામ પ્રકારની એશોઆરામની સુવિધાઓ મોજૂદ હોય છે. હોટલની અંદર અને બહાર સિક્યોરિટી ગાર્ડ્સ હાથમાં વોકીટોકી લઈને સૂટ-બૂટમાં ફરતા હોય છે.

આર્યનને મહસૂસ થાય છે કે જો તે હોટેલના મેઈન ગેટ પરથી હોટલમાં દાખલ થશે તો કોઈને કોઈ તેમને ઓળખી જશે તેથી તે હોટલના પાછળના ભાગ પર જાય છે જ્યાં garbage area આવેલો હોય છે ત્યાંથી તે સીફતતાપૂર્વક હોટલમાં દાખલ થાય છે અને ધીરે-ધીરે હોટલના changing room સુધી પહોંચી જાય છે. ત્યાં તે હોટલના વેઇટરનો ડ્રેસ પહેરી લે છે પછી ચીજવસ્તુઓની લેવડદેવડ કે રૂમ સર્વિસના બહાને એક પછી એક રૂમ ચેક કરતો જાય છે ત્યાં એક રૂમમાં બેભાન જેવી હાલતમાં એક છોકરી પડેલી હોય છે આર્યન તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે તે કવિતાની ફ્રેન્ડ જેનીફર હોય છે. આર્યન તેના રૂમમાં ચેક કરે છે તો તેને ડ્રગ્ઝનું ઇન્જેક્શન મળે છે એટલે આર્યનને અંદાજો આવી જાય છે કે જેનીફરને ડ્રગ્ઝ આપવામાં આવ્યું છે તે જેનીફરને ભાનમાં લાવવાની કોશિશ કરતો હોય છે કે અચાનક, રૂમનો દરવાજો ખુલે છે આર્યન ચિત્તાની ઝડપે કૂદીને બેડની પાછળ સંતાઈ જાય છે.

કોઈ બિઝનેસમૅન જેવો માણસ રૂમની અંદર દાખલ થાય છે તે નશામાં ધૂત હોય છે. તે જેનીફરની સાથે જબરજસ્તી કરવા જાય છે તરત જ આર્યન બેડની પાછળથી નીકળીને તેને બે ચાર મુકા ઝીંકી દયે છે. તે રૂમમાંથી ભાગવાની કોશિશ કરે છે પરંતુ આર્યન તેના પર attack કરીને પકડી લે છે અને પાછળથી હાથ બાંધી દે છે પછી એક ખુરશી પર બેસાડી દે છે. આર્યન તેના મોઢા પર બે-ચાર ફડાકા મારે છે અને પૂછે છે તું કોણ છે અને અહિં શા માટે આવ્યો? પેલો માણસ પોતાની ઓળખાણ બિઝનેસમેન તરીકે આપે છે અને અહીં અવારનવાર મોજશોખ કરવા માટે આવતો હોય છે. આ રૂમ તેને જ બૂક કરાવેલો હોય છે. આર્યન તેને પૂછે છે મોજશોખની બધી સર્વિસ તને કોણ પૂરી પાડે છે? ત્યારે તે કહે છે કે હોટલનો મેનેજર Mathew હોટલના બધા જ VIP કસ્ટમર માટે બધી જ સુવિધાઓ પૂરી પાડે છે. આર્યન તેના મોઢા પર ટેપ મારી દે છે અને મોઢા પર એક મુક્કો મારીને તેને બેહોશ કરી નાખે છે.

ત્યારબાદ તે જેનીફરને ભાનમાં લાવવાની કોશિશ કરે છે, તેના ચહેરા પર પાણી છાંટે છે જેથી જેનીફર ધીરે ધીરે ભાનમાં આવે છે અને તે આર્યનને પૂછે છે કે "હું ક્યાં છું" ત્યારે આર્યન તેને કહે છે "તે પેરિસની એક હોટલમાં છે". પછી તે આર્યનની સામે જોવે છે આર્યનને જોતા જ તે તેને વળગીને ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા માંડે છે ત્યારે આર્યન તેને સાંત્વના આપીને શાંત કરે છે પછી આર્યન કવિતા અને નઝમા વિશે તથા તમે લોકો અહીં કેમ પહોંચ્યા? એરપોર્ટ પર શું બન્યુ હતું? તે વિશે પૂછપરછ કરે છે. ત્યારે જેનીફર ધીમે ધીમે બધું યાદ કરતી હોય તેમ આર્યનને જણાવે છે કે તેઓ જ્યારે એરપોર્ટ પર ટેક્સીમાંથી ઉતરીને મેઈન ગેટ તરફ જતા હતા ત્યારે ગેટ પાસે તેને તેના ગ્રુપનો એક મેમ્બર સલીમ મળે છે જે મેનેજર જોનનો ખાસ માણસ છે.

તેણે અમને કહ્યું કે તમારા ત્રણેયના મોડલિંગ ઇવેન્ટમાં બહુ જ વખાણ થયા હતા. હું તમને બીજી એક લોકલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે 10 લાખ રૂપિયાની ઓફર કરું છું તમારે ફક્ત બે દિવસ માટે અહીયા 7 સ્ટાર હોટેલમાં રોકાવાનું છે. હોટેલની modelling events માં ભાગ લેવાનો તમને મોકો મળશે. આ બાબતે તેને મેનેજર જોન સાથે વાત કરી લીધી છે અને તેને કોઈ પ્રોબ્લેમ નથી ત્યારબાદ અમે ત્રણેયએ અંદરોઅંદર ચર્ચા કરીને મોડલિંગ ઇવેન્ટમાં ભાગ લેવા માટે હા પાડી દીધી પછી સલીમ એક ટેક્સી લઈને આવ્યો અને અમે બધા એ ટેક્સીમાં બેસીને આ હોટલમાં આવી ગયા હતા. સલીમે અમને ત્રણેને હોટલના એક જ રૂમમાં રાખ્યા હતા અને સલીમ organiser ને મળવા ગયો હતો ત્યારે કેટલાક અજાણ્યા માણસોએ અમારા રૂમમાં આવીને અમારા બધાના મોબાઈલ લઈ લીધા હતા. અમે પ્રતિકાર કરવાની કોશિશ કરી ત્યારે તેઓએ અમને આ રૂમમાં બંધ કરી દીધા હતા. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા અને કંઇ પણ કરી શકે તેવી હાલતમાં ન હતા. કારણ કે રૂમની બહાર તેના માણસો લોબીમાં ગોઠવાઈ ગયા હતા.

આશરે આઠ-દસ દિવસ પછી એટલે કે આજે સવારે કવિતાને અને નઝમાને તે લોકો જબરજસ્તીથી બીજા રૂમમાં લઈ ગયા હતા. મને ડ્રગ્સનું ઇન્જેક્શન આપીને બેહોશ કરી નાખી હતી. આર્યને જેનીફરને પૂછ્યું કે "સલીમનો દેખાવ પાતળો અને ફ્રેન્ચ કટ દાઢી મુછવાળો છે?" ત્યારે જેનીફરે હા કહી ત્યારે આર્યનને ટેક્સીવાળા આલ્બર્ટોની વાત યાદ આવી કારણ કે તેણે પણ આજ ઓળખ આપી હતી.

જેનીફરે આર્યનને કહ્યું કે આપણે પોલીસ ફરિયાદ કરીએ ત્યારે આર્યને તેને જણાવ્યું કે પોલીસ ફરિયાદથી કંઈ નહીં વળે, પોલીસ પણ આ લોકો સાથે મળેલી છે. તમારા ઇવેન્ટનો આયોજક Wilson અને આ હોટલનો મેનેજર Mathew જ આ ગોરખધંધા કરાવે છે. આર્યન તેને પૂછ્યું કે “તને કવિતા ક્યાં છે એ ખ્યાલ છે?” ત્યારે તેણે તેને કહ્યું કે “કવિતા ક્યાં છે એ તો મને ખ્યાલ નથી પરંતુ તે લોકો અંદરોઅંદર ફ્રેન્ચમાં વાત કરતા હતા અને મને થોડી ઘણી ફ્રેન્ચ આવડે છે તેથી નઝમાનો રૂમ નંબર મને ખ્યાલ છે”. ત્યારબાદ આર્યન અને જેનીફર સ્વસ્થ થઈને સાવધાનીપૂર્વક રૂમની બહાર નીકળે છે અને નઝમાના રૂમ તરફ જાય છે. આર્યન સાવધાનીપૂર્વક નઝમાના રૂમમાં દાખલ થાય છે ત્યાં અંદર નજર દોડાવે છે તો કોઈ હોતું નથી. ત્યાં પણ આર્યનને dustbin માંથી ડ્રગ્સના ઇન્જેક્શન જોવા મળે છે.

અચાનક, એક વ્યક્તિ બાથરૂમમાંથી નીકળી અને બાજની જેમ આર્યન પર ત્રાટકે છે. બન્ને વચ્ચે મારામારી અને ઝપાઝપી થાય છે તે બન્ને એકબીજા ઉપર હાવી થવાની કોશિશ કરે છે. અચાનક તે વ્યક્તિ આર્યનને જમીન પર ચત્તો પાડીને તેના છાતી પર પોતાનું ઘૂંટણ રાખીને પોતાની પાસે રહેલી બંદૂક આર્યન પર તાકે છે. આર્યન અવાચક નજરે તેને જુએ છે. અચાનક, જેનીફર તે વ્યક્તિના માથા પર ફ્લાવરપોટ મારે છે અને તે વ્યક્તિ બેહોશ થઈ જાય છે.

આર્યન તેને ખુરશી સાથે બાંધે છે પછી પાણી ભરેલો જગ તેના મોઢા પર નાખે છે. તે વ્યક્તિ ધીરે ધીરે ભાનમાં આવે છે. આર્યન તેને પૂછે છે કે “તું કોણ છે? અને નઝમાના રૂમમાં શું કરે છે? કવિતા ક્યાં છે?” આ સાંભળીને તે માણસ હસવા માંડે છે. આર્યન તેના મોઢા પર બે મુક્કા જડી દે છે ત્યારે તે માણસ આર્યનને કહે છે કે તેનું નામ વસીમ છે અને તે પણ તેની જેમ IIS નો જાસૂસ છે. 1 વર્ષ પહેલા અહી ભારતની ત્રણ મોડલો ગાયબ થઈ ગઈ હતી તેથી તેની તપાસ કરવા માટે પ્રશાંત સરે તેને અહીં મોકલ્યો હતો. તે અહી એક વર્ષથી રહે છે અને છોકરીઓની તસ્કરીના મામલામાં તપાસ કરે છે. તારો પીછો કરવા માટે પણ મને પ્રશાંત સરે જ કહ્યું હતું. ખરેખર તો તને એરપોર્ટ પર જ પકડીને ભારત મોકલવાનો અમારો પ્લાન હતો પરંતુ એરપોર્ટ પર તું આબાદ રીતે છટકી ગયો ત્યારબાદ હું તને શોધતો શોધતો અહીં આવ્યો છું.

આર્યને કહ્યું કે "તું ખોટું બોલી રહ્યો છે" ત્યારે વસીમએ તેને કહ્યું કે “IIS ના જાસૂસ પાસે હંમેશા એક code હોય છે અને આપણે તે code ક્યાં રાખીએ છીએ એ તને ખબર છે”. આર્યને તેના શર્ટના કોલરમાં પાછળની સાઇડથી તેનો code કાઢ્યો અને વિક્રમને ફોન કરી તે code ચેક કરવા માટે આપ્યો. વિક્રમ તે ચેક કરીને આર્યનને કહ્યું કે “તે સાચું બોલી રહ્યો છે તે IIS નો જ જાસૂસ છે”. આર્યન વસીમને પૂછે છે કે “કવિતા વિશે તે શું જાણે છે? ત્યારે વસીમ તેને કહે છે કે તે કવિતા વિશે કંઈ જાણતો નથી પરંતુ જે જે છોકરીઓની તસ્કરી થાય છે તેને તે લોકો ક્યાં રાખે છે તે સ્થળનો પતો તેણે લગાવી લીધો છે. ત્યારે આર્યન એકદમ ઉત્સાહમાં આવી જાય છે અને તેને એ એડ્રેસ આપવા માટે જણાવે છે.

ત્યારે વસીમ તેને જણાવે છે કે તે આ કેસ હેન્ડલ કરે છે એટલે તે જ તેની તપાસ કરશે. તારે ભારત પાછા ફરી જવું જોઇએ ત્યારે આર્યન તેને જણાવે છે કે તે IIS નો દુશ્મન નથી પરંતુ વફાદાર દેશભક્ત અને સીપાઈ છે પરંતુ જ્યારે પેરિસ પોલીસ મારી પત્ની કવિતાને શોધવામાં નાકામ થઈ ત્યારે તેણે આ પગલું ફરજિયાત લેવું પડ્યું પછી તે વસીમને અથથી ઈતિ સુધીની કહાની કહે છે અને હજી તેને તેની વાતો પર વિશ્વાસ ના આવતો હોય તો તે તેને ગિરફ્તાર કરી શકે છે એમ કહીને તે વસીમને છોડી નાખે છે અને પોતે પથારી પર બન્ને હાથ માથા ઉપર રાખીને બેસી જાય છે. ત્યારે વસીમ તેના ખભા પર હાથ મૂકીને જણાવે છે કે મને તારી વાત પર ભરોસો છે, હું કવિતા અને નઝમાને શોધવામાં તારી મદદ જરૂર કરીશ અને આમ કહી વસીમ અને આર્યન બન્ને હાથ મિલાવે છે.

આર્યન, જેનીફર અને વસીમ ત્રણેય રૂમમાં બેસીને પ્લાન કરે છે કે હવે આગળ કઈ રીતે વધવું? વસીમ તેને જણાવે છે કે પેરિસ શહેરથી 50 કિલોમીટર દૂર એક નાનું શહેર છે ત્યાં Wilsonની બિલ્ડીંગ આવેલી છે તે Wilsonનો મેઈન અડ્ડો છે. ફ્રાન્સની પોલીસ પણ ત્યાં જતી નથી કારણ કે તેની બિલ્ડીંગની ચારે તરફ શૂટરો અને માફિયાઓ હોય છે. દર અઠવાડિયે એક વખત Wilson ત્યાંની મુલાકાત લે છે. વસીમ આગળ જણાવતા કહે છે કે પેરિસ પોલીસમાં માઇકલ નામનો ઈમાનદાર પોલીસવાળો છે, તે ભારતીય છે અને આપણને મદદ કરી શકે છે પછી વસીમ માઈકલને ફોન કરીને કોઈ અજાણી હોટલમાં મળવા માટે બોલાવે છે. ત્રણેય જણા તૈયાર થઈને માઇકલને મળવા માટે જાય છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો