Mission-X - Destroy Enemies - 3 books and stories free download online pdf in Gujarati

Mission-X - 3

ત્રણેય જણા cafe coffee day જેવા હોટલમાં પહોંચી અને કોફીનો ઓર્ડર આપે છે તેટલામાં માઇકલ સિવિલ ડ્રેસમાં ત્યાં આવે છે. વસીમ આર્યન અને જેનીફરની ઓળખાણ માઇકલ સાથે કરાવે છે અને પોતે અહીં આવવાનો મકસદ જણાવે છે ત્યારે માઇકલ તેને જણાવે છે કે તેણે પણ Wilson વિશે બધી ખબર છે પરંતુ નેતાઓ અને માફિયાઓ તેની સાથે હોવાથી કોઈ તેનું કશું બગાડી શકતું નથી, તેના માણસોના બે ચાર કેસ તો તેના દ્વારા જ થયેલા છે પરંતુ દરેક વખતે તે કાનૂની દાવપેચથી છટકી જાય છે. તે આર્યન અને વસીમને સલાહ આપે છે કે આ મામલામાં તેઓ વધારે ઊંડા ન ઉતરે અને ભારત પાછા ચાલ્યા જાય ત્યારે આર્યન ગુસ્સામાં ઊભો થઈ જાય છે અને માઇકલને કહે છે તે કોઈ પણ ભોગે અહીંથી કવિતાને લીધા વિના જવાનો નથી તે માટે તે ગમે તેવા પરિણામો ભોગવવા તૈયાર છે ત્યારે વસીમ તેનો હાથ પકડીને તેને શાંત રહેવા માટે કહે છે.

વસીમ માઇકલને કહે છે કે જો તેઓ Wilsonના અડ્ડા ઉપર જઈને છોકરીઓની તસ્કરીના સબૂત લઇ આવે તો? ત્યારે માઇકલ તેને કહે છે તો Wilsonને પકડવાની જવાબદારી મારી, પરંતુ Wilson ની સામે સબૂત ભેગા કરવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે. વસીમ તેને જણાવે છે કે અમે લોઢાના ચણા ચાવવા તૈયાર છે પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે તેના અડ્ડા પર પહોંચવું કઈ રીતે? તું આમાં અમારી કોઈ મદદ કરી શકે? ત્યારે માઇકલ તેને જણાવે છે કે Wilson એટલો ચાલાક અને શાતિર છે કે તે પોતાના બોડીગાર્ડનો પણ વિશ્વાસ કરતો નથી એટલે દર મહિને તે બોડીગાર્ડ ચેન્જ કરી નાખે છે.

અચાનક, આર્યનને કઈક સૂઝે છે તે માઇકલ ને કહે છે કે “Wilsonનો આ અવિશ્વાસ જ આપણી તાકાત બનશે”. જેનીફર તેને પૂછે છે "કઈ રીતે?" ત્યારે આર્યન બધાને સમજાવતાં કહે છે કે Wilson દર મહિને બોડીગાર્ડ બદલી નાખે છે મતલબ કે તેણે કોઈ સિક્યુરિટી કંપની હાયર કરી હશે. માઇકલ તેને જણાવે છે કે હા, તે સિક્યુરિટી કંપનીને તે જાણે છે અને તે કંપનીમાં તેની ઓળખાણ પણ છે. આર્યન ત્યારે ઉત્સાહથી માઇકલ ને કહે છે કે "બસ તમારે મને અને વસીમને તે સિક્યુરિટી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે જોબ પર લગાડી દેવાના છે, બાકીનું કામ અમે બન્ને ત્યાં જઈને કરી લઈશું. અમે બન્ને જાસૂસ હોવાથી અમારી પાસે બોડીગાર્ડ જેવી બધી જ skills છે તેથી અમે આસાનીથી કંપનીની અંદર ઘૂસીને તેનો વિશ્વાસ જીતી શકીશું”.

વસીમને આર્યનનો આ આઈડિયા એકદમ યોગ્ય લાગે છે. તે આશાભરી નજરે માઇકલ સામે જુએ છે ત્યારે માઇકલ ધીમેથી હસીને કહે છે કે “આઇડિયા સારો છે પણ તેમાં એક પ્રોબ્લેમ છે”. બધા માઇકલ સામે જુએ છે અને ઉત્સુકતાપૂર્વક પૂછે છે,"કયો પ્રોબ્લેમ?" ત્યારે માઇકલ તેને પૂછે છે "તમને બન્નેને ફ્રેન્ચ આવડે છે?". ત્યારે વસીમ અને આર્યન એકબીજાની સામે આશ્ચર્યથી જુએ છે.

વસીમ તેને જણાવે છે કે હું અહી એક વર્ષથી છું એટલે મને થોડી ઘણી આવડે છે અને આર્યન તરફ જુએ છે ત્યારે આર્યન નકારમાં ડોકું ધુણાવે છે. અચાનક આર્યનને બીજો આઈડિયા સુઝે છે તે માઇકલ ને જણાવે છે કે "શું બોડીગાર્ડનું બોલવું એટલું જરૂરી છે?" બધા આશ્ચર્યથી તેના તરફ જુએ છે અને પૂછે છે "મતલબ?". આર્યન હસીને જણાવે છે કે "શું મુંગો માણસ બોડીગાર્ડ ન હોઈ શકે". અચાનક બધાના ચહેરા પર ચમક આવી જાય છે. માઇકલ પોતાના ચશ્માં પહેરતા કહે છે કે "ઓકે, તમે તમારા નકલી resume તૈયાર કરી રાખો અને મને ફોન કરો”.

આર્યન તેને request કરે છે કે જો જેનીફરની રહેવાની વ્યવસ્થા થઈ જાય તો તેને અમારી સાથે ભટકવું ન પડે અને અમે પણ કામમાં ધ્યાન આપી શકીએ. ત્યારે માઇકલ હસીને આર્યનના ખભા પર હાથ મૂકીને કહે છે કે તે આજથી મારી મહેમાન, તે મારા ઘરે જ રહેશે, મારા ઘરે પત્ની અને બાળકો છે તેથી તેને ત્યાં કોઈ જ અગવડ નહીં પડે. આમ કહીને માઇકલ જેનીફરને સાથે લઈને ત્યાંથી રવાના થાય છે.

બીજે દિવસે આર્યન અને વસીમ પોતાના નકલી resume તૈયાર કરીને માઇકલને ફોન કરે છે ત્યારે માઇકલ તેને સિક્યુરિટી કંપનીનું એડ્રેસ આપીને ત્યાના ચીફ ઓફિસર Gabriel ને મળવાનું કહે છે. આર્યન અને વસીમ બન્ને તે કંપનીમાં જઈને Gabriel ને મળે છે અને બોડીગાર્ડની ટેસ્ટ આપે છે અને બન્ને જણા ટેસ્ટમાં પાસ થઈ જાય છે અને કંપની joint કરી લે છે હવે તેઓ જુદી જુદી જગ્યાએ બોડીગાર્ડ બનીને જાય છે અને રાહ જુએ છે કે ક્યારે તેને Wilsonના બોડીગાર્ડ થવાની તક મળે. ત્યારે અચાનક ખબર આવે છે કે Wilsonના 2 બોડીગાર્ડની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે તેથી તેને અર્જન્ટ 2 બોડીગાર્ડની જરૂર છે. તેથી Gabriel ટેમ્પરરી બોડીગાર્ડની job પર રાખેલા આર્યન અને વસીમને ત્યાં જવા માટે કહે છે. આર્યન અને વસીમને જે મોકાની તલાશ હતી તે મળી ગયો હતો. હવે, તેનું કામ સબૂત એકઠા કરવાનું છે.

હવે આર્યન અને વસીમ બન્ને Wilsonની કાર સાથે બીજી કારમાં બોડીગાર્ડ બનીને રહેવા લાગ્યા. શરૂઆતમાં તેઓ Wilson ક્યાં ક્યાં જાય છે અને તે શું શું કરે છે તેના પર તેઓ નજર રાખવા માંડ્યા પરંતુ તેની કાર મોટેભાગે પાર્કીંગ એરિયામાં જ હોય છે તેથી તેને વધારે જાણકારી મળતી નથી. Wilsonની સાથે હંમેશા તેના બે પર્સનલ બોડીગાર્ડ જ રહેતા હોય છે જે તેની સાથે બધી જગ્યાએ પડછાયાની જેમ ફરે છે.

આર્યન અને વસીમની સાથે તેની કારમાં પણ બીજા 2 બોડીગાર્ડ હતા. આર્યને અને વસીમે તેઓને ફ્રેન્ડ્સ બનાવી લીધા હતા અને તેઓની પાસેથી જાણકારી કઢાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓને પણ Wilsonની ખાસ જાણકારી નહોતી અને તેને પોતાની ડ્યુટી સિવાય બીજી વાતોમાં જાજો રસ પણ નહોતો પરંતુ આર્યન અને વસીમએ એ વાત જાણી લીધી હતી કે Wilsonના બધા બોડીગાર્ડને દારૂ અને જુગારનો ચસ્કો હતો. આર્યન અને વસીમએ નક્કી કર્યું કે જ્યારે પણ Wilson પોતાના અડ્ડા પર જાય ત્યારે બોડીગાર્ડની આ કમજોરીનો તેઓ ફાયદો ઉપાડશે.

આર્યનને તે મોકો બહુ જલ્દીથી મળી જાય છે. એક વખત રાત્રે Wilson પોતાના અડ્ડા પર જાય છે ત્યાં એક આલીશાન વિલામાં Wilsonના જાણીતા ઉદ્યોગપતિઓ, નેતાઓ અને મિત્રો સહિત 20-25 લોકોની પાર્ટી ચાલતી હોય છે. બધા બોડીગાર્ડ સિક્યુરિટી ગાર્ડની ઓફીસમાં બેસવા માટે જાય છે ત્યાં વિલાના સીસીટીવી કેમેરાનું સેન્ટ્રલ હબ પણ હોય છે.

આર્યન અને વસીમ બધાને આગ્રહ કરીને દારૂ પીવા અને જુગાર રમવા માટે બેસાડે છે. બધા સિક્યુરિટી ગાર્ડસ ટેબલ ઉપર ફરતે ગોઠવાય જાય છે. બધા લોકો જુગાર રમવામાં ને દારૂ પીવામાં મશગૂલ થઈ જાય છે ત્યારે આર્યન બધા માટે દારૂના ગ્લાસ બનાવે છે અને ગ્લાસમાં બેહોશીની દવા ભેળવી દે છે.

આર્યન સીસીટીવી પર નજર રાખતા ગાર્ડને પણ દારૂ પીવડાવી દે છે. અડધો કલાકમાં બધા સિક્યુરિટી ગાર્ડ બેહોશ થઈ જાય છે પછી આર્યન અને વસીમ બધા સીસીટીવી કેમેરાઓનું રેકોર્ડિંગ બંધ કરી દે છે પછી આર્યન અને વસીમ સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી બહાર નીકળીને સાવધાનીપૂર્વક વિલામાં બધી જગ્યાએ ફરે છે. જ્યાં જ્યાં Wilsonના બોડીગાર્ડ મળે છે તેના પર હુમલો કરીને, તેને મારીને, તેને બેહોશ કરી નાખે છે પછી તે વિલાના ઉપરના માળે જાય છે ત્યાં તેઓ છુપાઈને નજર રાખે છે. ત્યાં મોટા હોલમાં Wilson અને તેના મિત્રો પાર્ટી કરતા હોય છે, લાઉડ મ્યુઝિક ચાલુ હોય છે, બધા દારૂના ગ્લાસ સાથે નાચતા ગાતા હોય છે તેમની વચ્ચે આઠ-દસ છોકરીઓ દારૂની બોટલો લઇને ફરતી હોય છે અને બધાને ગ્લાસમાં દારૂ ભરી આપતી હોય છે. વચ્ચે સોફામાં Wilson પોતાના પર્સનલ બોડીગાર્ડ સાથે બેઠો હોય છે અને દારૂના જામ પર જામ પીતો હોય છે.

અચાનક, આર્યનની નજર નાચતા-ગાતા વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ પર પડે છે અને તે તેને ઓળખી જાય છે. આ એ જ વ્યક્તિ હોય છે જે ટેક્સીવાળા આલ્બર્ટોની બિલ્ડિંગમાં તેની સાથે ટકરાયો હતો.

મોડી રાત્રે એક પછી એક એમ બધા પોત-પોતાના કમરામાં ચાલ્યા જાય છે. આર્યન વસીમને કહે છે કે તું Wilson પર નજર રાખ ત્યાં સુધીમાં હું જેકેટવાળા વ્યક્તિની મુલાકાત લઈને આવું છું. પછી આર્યન સાવધાનીપૂર્વક જેકેટવાળા વ્યક્તિનો પીછો કરતો કરતો તેના રૂમ સુધી જાય છે, જેવો તે વ્યક્તિ રૂમનો દરવાજો ખોલી અંદર જાય છે કે તરત જ આર્યન પાછળથી તેના પર હુમલો કરી રૂમનો દરવાજો બંધ કરી દે છે અને તેને મારમારી તેના હાથ બાંધી દે છે અને પથારી પર બેસાડી દે છે. આર્યન તેને પૂછે છે કે “તે ટેક્સીવાળા આલ્બર્ટોનું ખૂન શા માટે કર્યું?” ત્યારે તે વ્યક્તિ આર્યન તરફ ગુસ્સાભરી નજરે જુએ છે. આર્યન બીજા ચાર પાંચ મુક્કા તેના મોઢા પર મારી દે છે, તેના મોઢા પરથી લોહી વહેવા લાગે છે પછી તે વ્યક્તિ જણાવે છે કે તે Wilsonનો ખાસ વ્યક્તિ છે, પેરિસની પોલીસ ટેક્સીવાળાને પૂછપરછ માટે લઈ ગઈ હતી તેથી તેણે ટેક્સીવાળાનું કામ તમામ કરી નાખ્યું હતું. આર્યન તેને કવિતા અને નઝમાના ફોટો દેખાડીને પૂછે છે કે "તું આ છોકરીઓને ઓળખે છે?" ત્યારે તે નકારમાં ડોકું ધુણાવે છે પછી આર્યન તેને મુક્કા મારીને બેહોશ કરી નાખે છે.

પછી આર્યન એક પછી એક રૂમમાં જાય છે અને Wilsonના બધા મિત્રોને માર મારી, બેહોશ કરી તેને બાંધી દે છે. પછી આર્યન Wilsonના રૂમ તરફ જાય છે ત્યાં વસીમ તેની રાહ જોતો, છુપાઈને ત્યાં નજર રાખતો હોય છે.

Wilsonના રૂમની બહાર તેના બે પર્સનલ બોડીગાર્ડ ઉભા હોય છે. આર્યન અને વસીમ તે બન્ને પર એટેક કરીને તેને બેહોશ કરીને બાંધી દે છે પછી Wilsonના રૂમમાં દાખલ થાય છે. રૂમમાં Wilson દારૂના નશામાં લથડિયા ખાતો એક છોકરી પર જબરદસ્તી કરવાની કોશિશ કરતો હોય છે. આર્યન તે છોકરીને જોતાં ચોંકી જાય છે કારણકે તે નઝમા હોય છે. આર્યન Wilson પર હૂમલો કરીને તેના bed પર બેસાડી દે છે. Wilson પોતાની પાસે રાખેલી રિવોલ્વર કાઢીને આર્યન પર ગોળી ચલાવવા જાય છે ત્યારે આર્યન ચિત્તાની ઝડપે તે રિવોલ્વર છીનવીને Wilson પર તાકે છે. ત્યારબાદ, આર્યન વસીમને નઝમાને સંભાળવાનું કહે છે. નઝમાને ડ્રગ્સ આપ્યું હોય છે તેથી તે લથડીયા ખાતી હોય છે. વસીમ નઝમાને સંભાળીને એક જગ્યાએ બેસાડી દે છે.

આર્યન Wilsonને ખૂબ માર મારે છે. Wilson નશામાં બોલતો જતો હોય છે તે તેઓને છોડશે નહીં પછી તે બેભાન થઈને પથારીમાં પડી જાય છે. આર્યન Wilsonના કપડાની તલાશી દે છે તેમાંથી તેને એક ડાયરી મળે છે તેમાં લોકરના અને બીજા ઘણા પાસવર્ડ અને નંબર હોય છે પછી આર્યન તેના કમરાની તલાશી લે છે, તેના કબાટમાંથી ગુપ્ત તિજોરી મળે છે જેમાં સોનું, ચાંદી, currency, દસ્તાવેજો અને ફાઈલો હોય છે. જેમાંથી એક ફાઇલમાંથી છોકરીઓના ફોટા, બાયોડેટા અને તેની બધી ડિટેલ હોય છે.

આર્યન માઇકલને ફોન કરીને તે બધી વિગતોની જાણકારી આપે છે તથા ફાઇલના ફોટા પાડી તેને મોકલે છે ત્યારે માઇકલ તેને જણાવે છે કે તે હમણાં પોલીસ ફોર્સને લઈને ત્યાં આવે છે પછી પેરિસ પોલીસની ટીમો Wilsonના અડ્ડા પર રેડ પાડે છે અને બધા ડોક્યુમેન્ટ્સ જપ્ત કરે છે અને બધાની ધરપકડ કરે છે. પછી તે સબૂતો અને ડાયરીના આધારે ફ્રાન્સના જુદા જુદા શહેરોમાં Wilsonની પ્રોપર્ટી પર છાપો મારી અને પ્રોપર્ટી seal કરી નાખે છે પછી ફ્રાન્સની પોલીસ Wilsonના કબજામાં રહેલી બધી છોકરીઓને છોડાવે છે, જેમાં તે ત્રણ છોકરીઓ પણ સામેલ હોય છે જેને શોધવા માટે વસીમ 1 વર્ષ પહેલાં પેરિસ આવ્યો હતો. બધી છોકરીઓને પોત-પોતાના દેશમાં પાછી મોકલવામાં આવે છે. ફ્રાન્સના ન્યુઝ ચેનલ અને ન્યૂઝપેપરમાં બ્રેકિંગ ન્યુઝ આવે છે, "life of strongest & richest man ended by Indian spy".

આર્યન અને વસીમ નઝમાને હોસ્પિટલે લઈ જાય છે. થોડા કલાકો પછી નઝમાને હોશ આવે છે અને તે આર્યન અને વસીમનો આભાર માને છે. આર્યન તેને કુતુહલતાપૂર્વક પૂછે છે કે, "કવિતા ક્યાં છે?" ત્યારે નઝમા તેને જણાવે છે કે સલીમ તેને Wilsonની હોટલમાંથી તેની સાથે જ લઈ ગયો હતો. આર્યન ફ્રાન્સ પોલીસની મદદ લઇ સલીમની તપાસ કરાવે છે ત્યારે તેને ખબર પડે છે કે સલીમ કવિતાને લઈને ભારત પાછો ચાલ્યો ગયો છે. તેથી આર્યન ફ્રાન્સની પોલીસનો, માઇકલનો, અને વસીમ નો આભાર માની જેનીફર અને નઝમા સાથે ભારત પરત આવવા નીકળે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો