નિયતિ - 3 Kajal Rathod...RV દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - 3

......આગળ ના ભાગ મા જોયું કે સાંજે કિરણની બાળપણ ની મિત્ર મયુરી નો કોલ આવે છે અને તે કિરણ ને રિતેશ ને કોલ કરવા કહે છે , અને કિરણ મયુરી ની વાત માની ને કોલ કરવા માટે તૈયાર થઈ જાય છે અને રિતેશ ને કોલ કરે છે પરંતુ રિતેશ હોસ્પિટલ મા હોવાથી વાત થઈ શકતી નથી પરંતુ તેના મોટા ભાઈ સાહિલ સાથે વાત થાય છે અને જયારે બંને ની ઓળખાણ થાય છે પછી તેઓ કોઈ વિચારો મા ખોવાઈ જાય છે ,

હવે આગળ....

ભાગ 3

.. કિરણ સાહીલ સાથે વાત કરી ને ગેલેરીમાથી રૂમ મા જાય છે તે કોઈ અલગ જ વિચારો મા ખોવાયેલી હોય છે, અને રૂમમાં આમ તેમ આંટા મારે છે આ જોઇને એની સાથે રહેતી પિન્કી એ કહ્યુ,

પિન્કી : " अरे तुजे कुछ हुआ है या फिर तुने कही कोइ भुत देख लीया है कल से इतनी परेशान कयु लग रही है। "

( કિરણ પોતાની મુંઝવણ છુપાવતા ખોટું હાસ્ય લાવવાનો પ્રયત્ન કરે છે કોઈ જવાબ આપતી નથી. )
પિન્કી : "अरे मैं तुम्हें कुछ पुछ रही हु। बतायेगी भी की नहीं।

કિરણ: " कुछ नहीं यार कल कॉलेज में टेस्ट है तो सोच रही थी की उसकी पढाई कैसे करू। "

" अओओ मैं तुम्हें पागल लग रही हु कया? जब से तुमने किसी से कोल में बात की है तब से परेशान हो। बताओ क्या हुआ है? "

" कुछ नहीं है अभी तो सिर्फ टेस्ट की तैयारी करनी है। ओर जो बात है वो फिर साम को बताउगी OK. "

"OK, करो करो पढाई। के हमे कहा करनी है। "

"में अभी छत पे जा रही हु खाना खा लेना मेरा उपवास है, इसलिए पढाई कर ने जा रही हु , खाना नहीं है मुझे कुछ भी । "

(આમ બહાનું કાઢીને કિરણ કોઈ બુક લઇ ને છત પર જતી રહે છે.)
એના ગયા પછી પિન્કી, પ્રિયંકા ને ધીમે થી કહે છે)

" तुमने देखा ना किरण कुछ छिपा रही है हमसे? कया होगा? "

"अरे तु कयु परेशान हो रही है, उसने कहा ना की वो साम को बतायेगी। "

" हा, पर अगर हमे गुजराती समझ आती तो हमे पता चल जाता ना। "

" तु जा पागल सीख के आ उससे गुजराती, मुझे भुख लगी है, अगर खाना हो तो आजा। चल रे रन्जु तुजे अलग से invitation दु कया? "

(એ ત્રણ આમ મસ્તી કરતા હોય છે ત્યાં કિરણ છત પર બેસી ને શું થઈ રહ્યું છે એ ને સમજવાનો પ્રયત્ન કરી રહી છે અને પોતાના ભુતકાળમાં ખોવાઈ જાય છે.)

ચાલો આપણે પણ જઈએ તેની સાથે..

5 વર્ષ પહેલાં...

કિરણ ને 8 મા ધોરણ ની ફાઈનલ પરીક્ષા આવી રહી હતી , તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, સહેલીઓ પણ ઘણી હતી એ શાળામાં બધા સાથે ખૂબ મસ્તી કરતી પણ જયારે ભણવાનુ હોય ત્યારે એ જ બીજુ કશું નહીં , શાળા એ એના મોટા ભાઇ રાજ સાથે જતી, સાંજે બંને ભાઈ બહેન શાળા એથી આવે ને લેશન કરવા બેસી જાય, મસ્તી ને નાનો મોટો ઝગડો પણ ચાલુ જ હોય, એમને બીજુ કાંઇ ખાસ કામ તો હોઈ નહીં, રોજ નુ આ જ રૂટીન, રાજ લેશન પુરુ કરી ને રમવા ચાલ્યો જાય અને કિરણ મમ્મી ને થોડી વાર મદદ કરે કામ મા.
રાજ નવમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો અને કિરણ આઠમાં.

ફેબ્રુઆરી મહિનામાં એમને બધાને અમદાવાદ જવાનુ થાય છે, કિરણ ના માસી ની દિકરીની સગાઈ મા, કિરણ ને ખબર નથી કે અહીં થી એના જીવનમાં એક વળાંક આવવાનો છે,

કિરણ એના પરિવાર સાથે અમદાવાદ સાંજે 5 વાગ્યાના સમયે માસી ના ઘરે પહોચે છે, કિરણ અહીં પહેલી વાર આવી હોવાથી એને કોઇ ખાસ ખબર નહોતી.

એના માસી ની સોસાયટીમાં પ્રવેશતા જ એક ઘર ની બહાર કોઈ છોકરો બેઠો હોય છે , કોલેજ કરતો હશે અને એવો યુવાન, પણ એકદમ કયુટ એને જોઈને કિરણ ને ગુસ્સો આવે છે, પેલા એ કાંઇ કર્યુ ન'તુ પણ કિરણ ને પહેલેથી જ કોઇ પણ છોકરાઓ ને જોઈને ગુસ્સો જ આવતો. કિરણ એની સામે જોવાનું પણ ટાળે છે, એ જ છોકરો આ બધાને સગાઇ વાળા ઘરે લઈ જાય છે.અને ઘરે પહોચાડી એ પોતાના ઘરે ચાલ્યો જાય છે.


કિરણ ના માસી ને એમની 3 દિકરીઓ બધાને જોઇને ખુબ ખુશ થઈ જાય છે, બધા થોડી વાર વાતો કરે છે અને કિરણ ના પરિવાર ને જમવા બેસાડે છે, જમી ને કિરણી એની બહેનો સાથે એના રુમ મા જાય છે અને વાતો કરે છે.

ત્યા પેલો છોકરો ફરી ત્યાં આવે છે કિરણ ની કઝીન બહેનો ને કિરણ વિશે ઓળખાણ આપવા કહે છે, 3 બહેનો મા જેની સગાઈ હોય છે એનુ નામ રિયા છે, બીજા નંબરની કુંજન અને નાની નુ નામ ભૂમિ છે, રિયા એના ફિયાન્સ સાથે વાત કરવામાં વ્યસ્ત હોય છે, કુંજન કિરણ ની ઓળખાણ કરાવતા કહે છે

" આ મારા માસી ની દિકરી છે કિરણ, અને કિરણ આ છે ચિરાગ અમારી સોસાયટી મા પહેલુ ઘર છે એ એમનુ છે. "
ચિરાગ સ્મિત આપી ને કિરણ ને hii કરે છે, કિરણ પણ કમને થોડી smile કરે છે.. પછી ચિરાગ પોતાની કોલેજ ની વાતો કરે છે કુંજન સાથે અને પોતાના ઘરે ચાલ્યો જાય છે.


સાંજે ચારેય બહેનો અગાશી પર બેઠી હોય છે ત્યાં એક છોકરો આવી ને એ લોકો સાથે વાતો કરવા બેસી જાય છે, તે કિરણ ને એકી નજરે જોયા કરે છે, કિરણ નુ ધ્યાન પણ નથી હોતું ત્યાં ભૂમી બોલે છે,

" બસ હવે સાહીલ મારી બહેન સામે આવી રીતે ન જો કિરણ ને નજર લાગી જશે.. "

આ સાંભળીને સાહિલ શરમાય જાય છે અને ત્યાંથી ઊભો થઈ જાય છે, કિરણ ને તો પછી ખબર પડી કે શું થયું, સાહીલ ના ગયા પછી કિરણે કુંજન ને પૂછયું,

" દિદી એ કોણ હતુ? "

"એ તો ચિરાગ આવ્યો તો ને એનો મોટો ભાઈ છે સાહીલ. હજી એક નાનો પણ છે રિતેશ એ પણ હમણાં આવશે. "
"OK, બોવ બોલે છે ને એ બેય. "

બીજા દિવસે સગાઈ હોય છે, રીયા નો ભાઈ દેવ નાનો હોવાથી બધુ કામ ચિરાગ અને સાહીલે ઊપાડી લીધુ હતું, કિરણ નો ભાઈ રાજ પણ સાહીલ અને ચિરાગ નો ફ્રેન્ડ બની જાય છે. સગાઇ ની વિધિ પૂરી થયા બાદ છોકરા છોકરીઓ રૂમમાં બેઠા હોય છે, કિરણ ને બોવ વિચિત્ર લાગે છે બધા વચ્ચે, એણે જોયું કે રિતેશે કુંજન ને કાનમાં કંઇક કહયું, કિરણે એ વિશે કાંઇ પણ પૂછવાનું ટાળ્યું . સાંજે બધા પોત પોતાના ઘરે પરત ફર્યા પછી કુંજન એ કિરણ ને કહયું

" કિરુ એક વાત પુછી? "
" હા, બોલ ને દી ."

તને પ્રેમ મા વિશ્વાસ છે? "
:" એટલે..? (કાંઇક વિચારી ને) ના... જરાય નહીં. "

વધુ આવતા ભાગમાં.......