નિયતિ - 1 Kajal Rathod...RV દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ - 1

હું કોઈ લેખિકા નથી પરંતુ મારો શોખ છે લેખન એટલે એક વાર્તા તમારી સમક્ષ રજૂ કરવા જઇ રહી છું , વાર્તા થોડી લાંબી થશે પણ આશા છે કે તમને લોકોને ગમશે આ કહાની પર તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

આપણી સાથે કયારે શું થાય છે તે આપણે જાણતા નથી.

એજ આપણી નિયતિ છે . નિયતિ ની વાત એટલે કરુ છું કે આ વાર્તા પરથી એટલું જરૂર જણાય છે કે નિયતિ કયાં થી કયાં લઈ જાય છે.

નિયતિ ભાગ 1
તો ચાલો જોઈએ વાર્તા..

અષાઢ વદ એકમનો દિવસ છે, છોકરીઓ ના જયાપાવૅતી વ્રત નો ચોથો દિવસ, અને વાતાવરણ પણ એકદમ ફ્રેશ કરી નાખે એવું, આજે કિરણ ખૂબ જ ખુશ હતી એટલે નહીં કે એ વ્રત રહી તી પણ આજે એને કોલેજ મા સાડી પહેરીને જવાનુ હતુ.

કિરણ એક નાના એવા શહેરમાંથી આ મોટા અને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખાતા શહેર વડોદરામાં પહેલી વાર આવી હતી , એટલે એને અહીં નુ જીવન ઘણુ અલગ લાગતુ હતુ.

એ વડોદરા શહેરમાં pg house મા રહેતી હતી એની સાથે બીજી 6 છોકરીઓ રહેતી હતી પણ કિરણ એમાંથી કોઇ ને ઓળખતી નહોતી, હવે તો એ પણ કિરણ ની સહેલીઓ બની ગઈ હતી,
એમનો પરિચય કરાવુ, ત્રણ છોકરીઓ Up ની હતી રંજુ, પિન્કી અને પ્રિયંકા, બીજી બે દાહોદની હતી હેતલ અને સેજલ, અને એક અંજલિ. આ બધા એક રુમ મા રહેતા અને આ બધા સાથે કિરણ ને પણ હિન્દી બોલવું પડતુ જે એને ઘણુ ગમતું હતુ.
આમ તો એ કોલેજ મા આવી હતી પરંતુ એવી રીતે કોલેજ જતી જાણે શાળામાં જતી હોય સવારે વહેલી ઊઠી જાય, કોલેજ માટે બેગ તૈયાર કરી લે, એના રુમ ની ગેલેરીમાથી સામે જ કોલેજ દેખાય એટલે 7:55 થાય ત્યારે કોલેજ જવા નિકળે અને કોલેજ સમય બાદ રુમ પર આવે અને મમ્મી પપ્પા ને કોલ કરે, પછી ટિફિન આવે એટલે જમીને કોલેજ નુ હોમવર્ક કરે. આ જ એનુ રૂટીન. હજી કોલેજમાં પણ એની કોઈ સહેલી નહતી, એનુ કારણ એ હતું કે કિરણ અત્યારની ફેશનેબલ છોકરીઓ મા આવતી જ ન'તી, એકદમ સરળ, બીજી છોકરીઓ જેમ તૈયાર થતા તો આવડે જ નહીં અને ગમે પણ નહીં એને, બસ પોતાના કામ થી કામ હોય.

આ બધામાં આજે બદલાવ આવવાનો હતો એક તો આજે એને કોલેજ મા સાડી પહેરીને જવાનુ હતુ અને એણે એની favorite color ની સાડી પહેરીતી પિન્ક. આજે પહેલી વાર કિરણ ને કોલેજ મા મજા આવી, રુમ પર આવી ને મમ્મી ને કોલ કરીને બધી વાતો કરી પછી જમીને કોઈ બુક વાંચવા બેઠી.

સાંજે પાંચ વાગ્યે એના ફોન પર રીંગ વાગી એની બાળપણ ની મિત્ર મયુરી નો ફોન હતો પણ જો આ કોલ ન આવ્યો હોત તો કદાચ કિરણની લાઈફ એકદમ સરળ હોત,

કિરણે કોલ રિસિવ કર્યો
"હેલો.. મિની કેમ છે? "
(કિરણ મયુરી ને પ્રેમ થી મિની કહી ને બોલાવતી હતી અને મયુરી એને કિની કહેતી હતી)
"હું તો મજામા છું, તુ કેમ આટલો સમય સુધીકોલ નહોતી કરતી, મોટા સીટી મા જઈને નવી ફ્રેન્ડ બનાવી લીધી કે શું? "

"ના ના યાર એવું કાઈ નથી , એમ પણ અહીં એટલી જલ્દી કોઈ ફ્રેન્ડ ન બને અને બને તો પણ મારી મિની ને થોડી ભૂલી જવાય"

"હા એ છે પણ તારી ફ્રેન્ડ દુઃખી હોય તો તને ખબર પડી જવી જોઈએ ને?? "

"અરે.. શું થયું મારી મિની ને? શું કર્યુ રિતેશે ? "
" વાહ!! તને ખબર પડી ગઈ કે એણે જ કંઈ કર્યુ છે? "
"હા હો.. બોલ હવે શું થયું છે? "
"કાંઈ નહીં પણ રિતેશ નો 3 દિવસ થી કોઈ કોલ કે મેરેજ નથી, થોડો ઝગડો થયો તો એટલે મારો કોલ પણ રિસિવ નથી કરતો, તુ મારુ કામ કર ને એને કોલ કરીને કે ને કે મને કોલ કરે"

" શું....? હું.. અ્અ"

" હા યાર કર ને પ્લીઝ.... "

" પણ મારી પાસે એનો નંબર પણ નથી. "
" એ હું મેસેજ કરુ છું પણ તુ કોલ કરીને મને કે જે શું વાત થઇ. "

" એ તો મારે પણ વિચારવું પડશે કે શું વાત કરી. પણ કાલે કરીશ હો! "

" ઓકે વાંધો નય. "

પછી કિરણે એની બધી કોલેજ ની વાતો કરી, લગભગ દોઢેક કલાક વાતો કરી તો પણ છેલ્લે કીધું હવે બાકી ની વાત પછી કરીશું. સાચે જ છોકરીઓ ની વાતો પૂરી થાય જ નહીં.

કિરણ સાથે વાતચીત કરીને મયુરી ને શાંતિ થઇ કે કિરણ એનુ કામ કરી આપશે, પણ કિરણના મન મા તો કંઇક અલગ જ વિચારો નુ વાવાઝોડું ચાલતુ હતુ, કિરણ ખૂબ જ બેચેન હતી કે કે કાલે શુ થશે.

આ બધા વિચારોમાં ને વિચારો મા કિરણ ને ઊંઘ આવી ગઈ પરંતુ એને ખબર નથી કે આવતીકાલે એને એની નિયતિ કયાં લઈ જવાની છે.

રિતેશ મયુરી નો બોયફ્રેન્ડ હતો પરંતુ કિરણ કેમ આટલી બધી બેચેન હતી? અનેકિરણ અને રિતેશ ને શું સંબંધ છે??

આ બધા સવાલોના જવાબ મળશે બીજા ભાગમાં.....