Niyati -2 books and stories free download online pdf in Gujarati

નિયતિ - 2

મારી પ્રથમ વાર્તા નો પ્રથમ ભાગ તમને ગમ્યો હશે એ આશા સાથે બીજો ભાગ તમારી સમક્ષ રજૂ કરી રહી છું

......આપણે આગળના ભાગ મા જોયું કે કિરણ પોતાની કોલેજ કરવા માટે વડોદરા જેવા મોટા સીટી મા આવી છે પરંતુ હજુ તે વડોદરા ના વાતાવરણ વચ્ચે સેટ નથી થઈ તેમ છતાં તેની કોલેજમાં સાડી પહેરીને જવાનુ હતુ એટલે એ ખુશ હતી ત્યાં સાંજે એની બાળપણ ની મિત્ર મયુરી નો કોલ આવે છે અને તે કિરણ ને રિતેશ ને કોલ કરવા કહે છે, કિરણ કમને હા તો કહી દે છે પણ તે ના મનમાં કંઈ કેટલાય સવાલો જન્મે છે

હવે આગળ..

ભાગ 2

રવિવારની સવારે પણ કિરણ વહેલી ઊઠી જાય છે ,આમ તો એને સરખી રીતે ઊંઘ પણ ન'તી આવી, રિતેશ ને કોલ કરવા ની વાતે એની ઊંઘ ઉડાડી દીધી હતી તો પણ મયુરી ની વાત માની ને કોલ તો કરવો જ રહ્યો.

ફ્રેશ થઇ ને, થોડો નાસ્તો કરીને કિરણે હિંમત ભેગી કરીને રિતેશ ને કોલ કરવાનુ નક્કી કર્યું, મયુરી નો મેસેજ આવી ગયો હતો જેમાં રિતેશ નો મોબાઈલ નંબર હતો.

કિરણે ગેલેરી મા જઈને રિતેશ નો નંબર ડાયલ કર્યો.
કોલ રિસિવ થયો.

"હેલ્લો.. "

"હેલ્લો કોણ? રિ..તેશ વાત કરે છે? "

" ના, હું રિતેશ નો ભાઈ બોલું છું. તમે કોણ? "

"હું રિતેશ ની કોલેજ ફ્રેન્ડ બોલુ છું, રિતેશ સાથે વાત થશે? "

" ના, Sorry, 2 દિવસ પહેલા રિતેશ નો એક્સિડન્ટ થયો તો અત્યારે એ હોસ્પિટલમાં છે, સાંજે અથવા તો કાલે રજા આપવામાં આવે પછી વાત કરાવુ. "

"ઓહહ.. હવે સારુ છે ને રિતેશ ને? "

"હા, કોઈ ચિંતા કરવા જેવું નથી. "

"Ok તમે કોણ? સાહિલ બોલો છો? "
"હા! પણ તમે મને કેવી રીતે ઓળખો છો? મારુ નામ કેવી રીતે ખબર તમને? "
(કિરણ ને સમજાતું નથી કે હવે શું વાત કરવી, એ સાહિલ સાથે વાત કરી રહી છે એ ખબર પડતાં જ એના હ્દય ના ધબકારા વધી ગયા હતા. 2 મિનિટ સુધી તો એ કાંઇ જવાબ ન આપી શકી )
(2 મિનિટ બાદ પાછો સામેથી અવાજ આવ્યો)

"ઓ હેલ્લો... કયાં ખોવાય ગયા? તમે મને ઓળખો છો? જવાબ તો આપો. "

"અંઅ.. હા રિતેશ એ જ તમારુ નામ આપ્યું હતું કે એના મોટા ભાઈનુ નામ સાહિલ છે. "

" મને ખબર છે ત્યાં સુધી તો રિતેશ કોઈ ને બીજી કોઈ ઓળખાણ ન આપે, પણ તમને મારુ નામ ખબર છે તો મને પણ તમારુ નામ જાણવાનો પૂરો હક છે. તમારુ નામ શું છે?

"શું... મારુ નામ? "

"હા.. જી "

"અરે પણ શું જરૂર છે મારા નામની? રિતેશ ને સારુ થઈ જાય પછી તેને કેજો કે આ નંબર પર કોલ કરે."

" અરે.. પણ નામ ખબર હશે તો હું કહીશ ને કે કોનો કોલ હતો. "

(ધડકતા હૈયૈ કિરણે કીધું)
" મારુ નામ કિ.. રણ. કિરણ બોલું છું હું. "
નામ સાંભળતા જ સાહીલ ની હાલત પણ કિરણ જેવી જ થઈ)

"શું... કિરણ, કયાંથી બોલો છો? "
" વડોદરા. "

" I'm confused yarrr! જોવો હું બે કિરણ ને આેળખુ છું જે વડોદરા મા રે'ય છે, એક મારી કઝીન છે અને એક મારા ફ્રેન્ડ રાજની સિસ્ટર છે. તમે કોણ છો? "

"હું રાજ ની સિસ્ટર છું.. "

(આ સાંભળીને સાહિલ ને કાંઈ સમજાયું જ નહીં કે શું કરવું, એણે એની બાજુમાં બેઠેલા એના ભાઈ ચિરાગ ને કીધું કે એ એને કંઈ પણ પુછ્યા વિના લાફો મારે, અને ચિરાગે સાહિલ ના કિધા મુજબ એને લાફો માર્યો. )
સાહીલ: " ઓ બાપ રે!! આ સાચું છે? હું સાચે કિરણ સાથે વાત કરી રહ્યો છું? "
કિરણ: " હા હવે, હું જ છું બસ. રિતેશ ને સારુ થઈ જાય એટલે તેને કેજો કે આ નંબર પર કોલ કરે. "
સાહિલ : " OK "

(આટલી વાત કરીને કિરણ કોલ કટ કરી નાખે છે. )

બે મિનિટ પછી એક unknown number પર થી કોલ આવે છે, કિરણ કોલ રિસિવ કરે છે.

" હેલ્લો, આ મારો નંબર છે, અત્યારે હું હોસ્પીટલ છું એટલે સાંજે ફ્રી થઈને કોલ કરીશ, OK, bye. "

"OK "(કિરણ એટલુ જ બોલી શકી. )

રિતેશ ને કોલ કર્યા પહેલા જેટલા સવાલો કિરણ ના મનમાં હતા એ બધા એના મનમાં જ બ્લોક થઈ ગયા, હવે એને એ કોલ ફરી થી ભૂતકાળમાં લઇ ગયો હતો, કિરણ એ સમજવા પ્રયાસ કરી રહી હતી કે એ કયાં કઈ દિશામાં જઈ રહી છે .

કિરણ ના મન ની આ સ્થિતિ સમજવા એની સાથે એના ભૂતકાળમાં જવુ પડશે,
એની નિયતિ સમજવા જઈએ આગળના ભાગમાં....

બીજા રસપ્રદ વિકલ્પો