love story - 5 books and stories free download online pdf in Gujarati

લવ સ્ટોરી. - 5

આજે મિત્રો તમારી સમક્ષ લવ સ્ટોરીનું નવું પ્રકરણ લઇને આવી રહયો છું.મિત્રો તમે બધા ભાગો ને વાંચીને મને સપોર્ટ કરશો.લવ સ્ટોરીનો ભાગ 5 અને પ્રકરણ 4 લઇને આવઈ રહયો છું.મિત્રો ચોથા પ્રકરણની લવ સ્ટોરી તમને ગમશે , તેવો મને વિશ્વાસ છે.કોલેજ લાઇફમાં પ્રવેશતા યુવકની પહેલી જ પ્રેમ કહાની છે.તે હું આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઇ રહયો છું.

પ્રકરણ -4 કોલેજ લાઇફ ના પહેલા પ્રેમની કહાની

બારમું ઘોરણની પરીક્ષા પુરી થઇ ત્યારે થી શ્યામ કોલેજ લાઇફના સપના જોઇ રહયો હતો.પરીક્ષાના બે મહિના પછી રિઝલ્ટ આવ્યું.રિઝલ્ટમાં શ્યામ ને સારા એવા માર્ક આવ્યા જેથી હવે સારી કોલેજમાં એડમિશન લેવાનું હતું.તેના પપ્પાને સાથે લઇ જઇને પ્રતિષ્ઠત કોલેજમાં એડમિશન લીધું.

હજી કોલેજ ખુલવાની થોડા દિવસોની વાર હતી.શ્યામ રાત્રે સુતો ત્યારે તેના મનમાં કોલેજ વિશેના વિચારો આવતા હતા.ઘીમે ઘીમે કોલેજ ખુલવાના દિવસો નજીક આવતા ગયા.કોલેજ માટેની બધી તૈયારીઓ અગાઉ થી જ કરી લીધી.

હવે જે દિવસનો ઇંતજાર હતો તે દિવસ આવી ગયો,પહેલો દિવસ હતો એટલે વહેલી ઉઠીને તૈયાર થઇ ગયો.લાલ કલરનો શર્ટ અને બ્લેક જેન્સ પહેરીયા.વાળ સરસ મજાના બનાવ્યા.દાઢી અને મુછોને સરખી સેટ કરી નાખી.કોકને એમ જ લાગે કે આ રોમિયો છે.ઘર થી મમ્મી - પપ્પાને પગે લાગી નીકળ્યો.એકિટવા ચાલુ કરી.

એકિટવા લઇને નીકળ્યો, ફુલ સ્પીડ થી એકિટવા ચલાવતો હતો.કોલેજના ગેઇન્ટમાં એન્ટ્રી કરી.ઘણા છોકરા - છોકરીઓ તેની સામે જોવા લાગ્યા.શ્યામ એકિટવા પર થી ઉતરયો ,અને તે લોબી તરફ ચાલવા લાગ્યો.આજે પહેલો દિવસ જ હતો એટલે બધાને લોબીમાં જ ભેગા થવાનું હતું.

લોબીમાંથી બધાને કોલેજના કોન્ફરસ રૂમમાં જવા કહયું.ત્યાં બધા કોલેજના સ્ટુડન્ટ માટે સ્વાગત નો કાર્યકમ હતો.સ્વાગત કાર્યકમ ની શરુઆત થવા જઇ રહી હતી.શ્યામ પહેલી હરોળમાં જઇને બેઠો.સામેની બાજુમાં છોકરીઓ બેઠી હતી.શ્યામ બધાને સાંભળવામાં મગ્ન હતો,સામે એક છોકરી ધણી વાર થી શ્યામ તરફ જોઈ રહી હતી , શ્યામનું ધ્યાન હતું.પણ તે સાંભળવામાં વ્યસ્ત હતો.કાર્યકમ સમાપ્ત થઇ ગયો .

બધા ને કલાસ નંબર આપી દીધા.હવે સવ સવ પોતાના કલાસ તરફ જઇ રહયા હતા.ત્યારે પહેલી છોકરી આગળ જતી હતી.તેને 2 વાર પાછળ ફરીને જોયું.શ્યામ વધુ ધ્યાન આપ્યું.તે ધીમે ધીમે ચાલવા લાગી.શ્યામ પણ ચાલતો હતો.જેવો શ્યામ નજીક આવ્યો એટલે તે બોલી .એકસકયુઝમી આ સાંભળી શ્યામ રોકયા ,ખાતરી કરવા પુછયું.મને બોલાવ્યો.છોકરીએ કહયું હા.

શ્યામ બોલ્યો : મારુ શું કામ છે ?
છોકરી : તમે કયાં કલાસમાં છો ?
શ્યામ : હું એ કલાસમાં છું અને તમે ?
છોકરી : હું પણ એ કલાસમાં છું, તમારુ નામ શું છે ?
શ્યામ : મારુ નામ શ્યામ અને તમારુ નામ
છોકરી : ખુબ સરસ નામ , મારુ નામ પ્રિયંકા .


બંને એકબીજાના નામ પુછીને ત્યાંથી છુટા પડે છે.કલાસમાં જાય છે.બંને એક જ કલાસમાં હતા.કલાસમાં પણ બંને એકબીજાને દેખાય તે રીતે બેઠા.કલાસમાં સર આવ્યા અને આજે પહેલો દિવસ એટલે બધાને પોતપોતાનો પરિચય આપવાનું કહયું.શરૂઆતમાં બે કે ત્રણ જણા પછી શ્યામનો વારો આવ્યો.ત્યારે આખું નામ બોલ્યો ત્યારે પ્રિયંકા તેના તરફ જોઇ રહી હતી.ઘીમે ઘીમે બધાનો પરિચય થયો , હવે છોકરીઓનો વારો આવ્યો.સૌ પ્રથમ પ્રિયંકા હતી,તેનો પરિચય આપ્યો.ઘીમે ઘીમે બધાનો પરિચય થઇ ગયો.સર પોતાનો પરિચય આપ્યો.વિષયની સમજુતી આપવા લાગ્યા.


લેકચર પુરો થયો ત્યાર બાદ બીજા સર આવ્યા.તેમને પણ પરિચય કરાવ્યો.આ લેકચર બાદ આજે પહેલો દિવસ હદો એટલે છોડી દેવાના હતા.છુટયા એટલે શ્યામ પોતાની એકિટવા તરફ ચાલ્યો ગયો.તે ત્યાંથી નીકળીને ઘેર ગયો.ઘેર જઇને બધી વાત તેના મમ્મીને કરી.પછી જમી લીધું અને આરામ કર્યો.

હવે આગળ શું થશે એ વાંચવા માટે આગળ ના ભાગમાં
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED