લવ સ્ટોરી - 2 Pandya Ravi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - 2

આજે લવ સ્ટોરી 2 જેમાં પ્રકરણ 2 ની વાત કરવાનો છો.તરુણાવસ્થા માં આવે ત્યારે જે તેમના માં પ્રેમ કરવાની તીવ્ર ઇચ્છાઓ જાગે છે , અને પ્રેમ કરવા માટે બહુ ઉત્સુક હોય છે . પ્રેમ માં તેમને આનંદ મળશે તેવો ભાવ તેમના માં જાગે છે.પ્રેમ કરવાનો અધિકાર બધા ને છે , પણ તે સમજદારીપુર્વક કરવો જોઇએ.

પ્રકરણ - 2 તરુણાવસ્થા દરમિયાન ની પ્રેમ ની કહાની

14 વર્ષ ની ઉંમર થાય એટલે તે તરુણ કહેવાય. તે દરમિયાન તેમના જીવનમાં ધણા બધા ફેરફારો જોવા મળે.શારિરીક ફેરફારો જેવા કે પુરુષો માં દાઢી ઉગવાની , ઘેરો અવાજ , બગલ માં વાળ , છાતી પર વાળ વગેરે.

છોકરી ઓમાં જોવા મળતાં શારિરીક ફેરફારો પિરીયડ માં આવવું , સ્તન ની વૃદ્રિ થવી વગેરે .

હવે આપણે ફરી આપણી લવ સ્ટોરી પર આવી જાય.

હજી તો દસમાં ધોરણ ની પરીક્ષા આપી હતી , હવે પરીક્ષા ના પરિણામ ની રાહ હતી.પરિણામ આવતા દોઢ મહિના જેટલો સમય લાગ્યો.પરિણામ આવ્યું.પછી તો ખુશીનો કોઇ પાર નહોતો.કેમ કે પરિણામ પછી બીજી સ્કુલમાં જવાનું હતું.એટલા માટે ખુશી હતી.

હવે સ્કુલ પસંદગી કરી સારામાં સારી સ્કુલ માં એડમિશન લીધું.દસ દિવસ પછી સ્કુલ ખોલવવાની હતી અને તૈયારીઓ પણ કરવાની હતી.જયારે હવે તે સમય આવી ગયો.

સ્કુલ નો પહેલો દિવસ , સ્કુલ નો ડ્રેસ પહેરી ને પગમાં શુઝ અને નવું બેગ લટકાળી ને સાઇકલ લઇને ઘેર થી નીકળ્યો.સ્કુલ બે કિલોમીટર દુર હતી.સ્કુલ પહોંચ્યો.

સ્કુલ ની અંદર ગયો.જેની આતુરતા થી રાહ હતી , તે સમય આવી ગયો.કલાસ માં એન્ટ્રી થઇ.કલાસ બધા સ્ટુડન્ટો આવી ગયા હતા.સ્કુલ પહેલો દિવસ હતો એટલે મોજ જ કરવાની હોય.તે દિવસે વહેલા છુટી ગયા.પછી તે છુટીને ઘેર જઇ રહયો હતો.

ઘેર જઇ રહયો હતો , ત્યારે રસ્તામાં એક સ્ટોપ આવ્યું.તે સ્ટોપ પર એક સુંદર , સફેદ ડ્રેસ તેના હોઠ પર લાલી , છોકરી ત્યાં ઉભી હતી.તરત ધ્યાન તેની તરફ ગયું.તે જોતા જાણે તેના ફિદા થઇ ગયો.બે ત્રણ વાર તાકી તાકી જોયું.પણ છોકરી તરફ થી કોઇ રિસ્પોન્સ ના મળ્યો.તે ત્યાંથી ચાલતો થઇ ગયો.

બીજો દિવસ થયો.આજે પણ સ્કુલ માંથી વહેલા છુટી ગયા હતા.આજે તે ત્યાંથી નીકળીને સ્ટોપ આગળ ગયો.તે છોકરી આજે પણ ઉભી હતી.આને થયું આજે તો ગમે તે થાય , તેને બોલાવી છે.તે છોકરીની નજીક ગયો.તેની નજીક જઇને કહયું કે " તમે ખુબ જ સુંદર છો " આ સાંભળી છોકરી પ્રત્યુતર આપ્યો કે .ભગવાને જેવી બનાવી છે તેવી છું.તમારે શું કામ છે ?


મારે તમારી સાથે ફેન્ડશીપ કરવી છે, એટલા માટે .
તમે દરરોજ અહીંયા કેમ ઉભા હોવ છો ?
મારે અહીંયા મારી બહેનપણી ની રાહ જોઇને ઉભી હોવ છું.
તમારુ નામ શું છે ?
મારુ નામ સીમા છે.
મારુ નામ તો જાણી લીધું હવે તમારુ નામ જણાવશો ?
મારુ નામ રોહિત છે.
ઘોરણ 11 માં અભ્યાસ કરુ છું , તમે ભણો છો કે નહી ?
હા હું 12 ઘોરણમાં આવી છું.
ઓહ તમે મારા થી એક ધોરણ આગળ ?
હા.

રોહિત કહે છે કાલે તમે અહીંયા ઉભા હશો કે નહી ? હા હું દરરોજ અહી હોવ છું.પણ હું કાલ થી આ ટાઇમ નહી છુટું
શનિવાર વહેલા છુટીશ. તે ત્યાંથી ચાલ્યો જાય છે.

હવે તો રોહિત ને શનિવારની રાહ હતી.સ્કુલે જાય પછી તે દરરોજ ત્યાંથી પસાર થાય, એટલે તેને પહેલો બીજો દિવસ યાદ આવી જાય.શનિવાર આવ્યો.આ વખતે રોહિત ખુબ ખુશ હતો.તે સ્કુલ થી છુટી ગયો.તે સ્ટોપ પર ગયો.તે જઇને સીમા સાથે વાતો કરવા લાગ્યો.વાત વાત માં તેની માહિતી પણ આપી દીધી.હવે તેને કહયું કે તમારી સાથે વાત કરવા માટે મોબાઇલ છે , સીમા કહયું કે ના મારા મમ્મી નો ફોન છે.તો તમે તેમનો નંબર આપો.તેમાં સાંજના સમય દરમિયાન ફોન કરીશ.

હવે આગળની વાત.....