માયાવી જંગલ - 2 Desai Dilip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માયાવી જંગલ - 2

આગળ ના ભાગમાં આપણે જોયું કે સમ્રાટ શિવાય ક્રિનલ કાર્તિક અને રિયા પાંચેય જણ પીકનીક કરવા જતાં હોય છે અને વચ્ચે તેમની કાર બંધ થઇ જાય છે ત્યાં જ તેમને 1 બોર્ડ દેખાય છે જેમાં જંગલ માં આવેલા ગેરેજ નો માર્ગ હોય છે જેવા તે પાંચેય જંગલ માં પ્રવેશે છે જંગલ ના રાજા મહાબલી ને ખબર પડી જાય છે. જંગલ ની ગૂઢ શક્તિઓ પાંચેય ને ઇજા પહોંચાડે છે અને બેહોશ કરે છે તે જ સમયે ત્યાં એક આધેડ વય ની વ્યક્તિ અને એક યુવાન તેમનો જીવ જોખમમાં નાખીને ક્રિનલ રિયા કાર્તિક શિવાય અને સમ્રાટ ને બચાવે છે હવે આગળ.....


"માલીક આ બધા ને તો ખૂબ ઇજા થઈ છે આપણે આમનેે કબીલા માં લઇ જવા જોઇએ" નિર્ભય

"પણ આ પાંચ ને બેહોશી ની હાલત માં આપણે બે કેવી રીતે લઈ જશુ, એક કામ કર તું કબીલા માં જઇ આ બધાને ત્યાં લઇ જવાનો પ્રબંધ કર ત્યાં સુધી હું અહી આમની રક્ષા નું ધ્યાન રાખીશ" આધેડ વયના વ્યક્તિએ નિર્ભય ને કીધું


"સારું માલિક" કહીને નિર્ભય ત્યાંથી નીકળે છે

---- ---- ------ ------

"સરકાર તમારા માટે એક જરૂરી ખબર છે" મહાબલી ની ગુફામાં બે માણસો પ્રવેશ કરે છે તેમાંથી એક આદમી કે દાનવ કહી શકાય તે કહે છે

"આવો ભયકાલ, બીચ્છુકી આવો શુ ખબર લાવ્યા છ" મહાબલી કહે છે

(ભયકાલ પણ મહાબલીસેના નો સેનાપતિ છે જેના પાસે પણ અનેક શક્તિઓ છે અને બીચ્છુકી એક વીંછીકન્યા છે જેનામાં વીંછી ની શક્તિઓ અને બાકી પણ અનેક ગૂઢ શક્તિઓ રહેલી છે)

"જે પાંચ તુચ્છ માણસો જંગલમાં આવ્યા હતા તે બધા બચી ગયા છે અને હાલ તેઓ કબીલા માં છે" ભયકાલ કહે છે

બીચ્છુકી - અને તમને આ વાતનો જરાય આશ્ચર્ય નહિ થાય કે એમને બચાવનાર બીજું કોઈ નહીં પણ મુખી અને નિર્ભય જ હતા

આ સાંભળી ને જ મહાબલી જોરથી ચીસ પાડે છે અને કહે છે "મુખી મુખી મુખી !! એક સામાન્ય માણસ મારા આ મહાશક્તિશાળી જંગલ ને વારંવાર પરાજય આપે છે અને હું કઈ જ નથી કરી શકતો , પણ માત્ર 1 મહિનો, 1 મહિનો જ બાકી છે હવે પછી મને મારી બધી જ શક્તિઓને બે ઘણી કરવાથી કોઈ નહીં રોકી શકે કોઈ નહીં પછી હું આ દુનિયા નો સૌથી વધારે શક્તિશાળી દાનવ બની જઈશ" આટલું જ કહીને મહાબલી ભયાનક અટ્ટહાસ્ય કરે છે

----- ----- ------ ----- ----- -----

"આહહ.. ક્યાં છું હું અને તમે બધા કોણ છો"સમ્રાટ હોશમાં આવીને આજુબાજી જોઈને કહે છે

"બેટા તું અને તારા સાથીઓ બેહોશ થઈ ગયા હતા અને તમને અહીંયા કબીલા ના મુખી અને નિર્ભય જ લાવ્યા છે" એક 44-45 વર્ષ ની સ્ત્રી બોલી

"પણ તમે કોણ છો અને મારા સાથીઓ ક્યાં છે" સમ્રાટ બોલ્યો

"મારુ નામ અંબા છે અને આ બધા કબીલા ના જ લોકો છે અને તારા મિત્રો પણ આજુ બાજુુુુના ઘરમાં જ છે જ્યાં તેમની સારવાર થઇ રહી છે" અંબાએ સમ્રાટ ને જવાબ આપતા કહ્યું

કબીલા ના બાજુના જ ઘર માં શિવાય અને રિયા ની સારવાર ચાલુ છે

"લ્યો ઉર્મિલા કાકી આ મા એ મલમ મોકલાવ્યો છે" એક યુવાન છોકરી જે કબીલા ની સૌથી સુંદર યુવતી છે અને જેને જોઈ કોઈ પણ ભાન ભૂલી જાય તેવી અંબા ની દીકરી પારુલ બોલી

"લાવ પારુલ" ઉર્મિલા એ જવાબ આપ્યો

"અરે વાહ આ અપ્સરા કોણ છે અને આમ બેહોશ કોણ છે " ઉર્મિલા નો દીકરો યુવરાજ રિયા ને જોઈને બોલ્યો

( યુવરાજ નો સ્વભાવ થોડો દિલ ફેંક હતો)

યુવરાજ ની આ વાત સાંભળી ત્યાં જ ઉભા રહેલા તેના પિતા અખિલેશ ખૂંખારો કરીને તેમના ત્યાં હોવાનો અહેસાસ કરાવે છે

"ઓહ તમે અહીંયા જ હતા પપ્પા, માફ કરજો તમને જોયા નહીં" યુવરાજે કહ્યું

"જો આ બંને ને થોડો થોડો હોશ આવે છે" અખિલેશે શિવાય અને રિયા ની હાલત માં સુધાર જોતા કહ્યું

શિવાય અને રિયા બંને પણ એ જ પ્રશ્ન કરે છે જે સમ્રાટ એ કર્યા હોય છે તેના જવાબ માં અખિલેશ કહે છે કે "તમે હાલ અહીં જીવિત છો એ જ બહુ મોટી વાત છે તમારા માટે અને હવે તમે અહીંયા સુરક્ષિત છો હાલ તમે આરામ કરો "

આ જ રીતે ત્રીજા ઘરમાં મુખી અને નિર્ભય બન્ને કાર્તિક અને ક્રિનલ ને પણ હોશ માં લાવે છે અને બધાને મુખી રાતના ભોજન માટે એક સાથે જમા થવા કહે છે.

ક્રિનલ રિયા સમ્રાટ શિવાય અને કાર્તિક પાંચેય એક સાથે બેઠા છે


"Guys મને કઈ જ સમજાતું નથી શુ થઈ રહ્યું છે આપણી સાથે" રિયા એ ચુપ્પી તોડતા કહ્યું

"મેં તો પહેલા જ કીધું હતું કે આ જંગલ મને ઠીક નથી લાગતું અને...." ક્રિનલ બોલી

"હવે આ બધું વિચારવાનો સમય નથી હવે એ વિચારો કે અહીંયા થી બહાર કેવી રીતે નીકળવું " સમ્રાટ એ કીધું

"મને તો હજુ સુધી એ બધું દિમાગ માં ફર્યા કરે છે અને આ લોકો ની વિશે પણ આપણને ખબર નથી આમની સાથે રહેવું આપણા માટે હાનિકારક તો નહીં હોય" શિવાય બોલ્યો

આ બધું સાંભળીને પારુલ અને યુવરાજ અંદર આવે છે

"ના! આ કબીલો જ આખા માયાવી જંગલ માં એક માત્ર સ્થાન છે જ્યાં તમે સુરક્ષિત રહી શકો છો" પારુલ બોલી

પારુલ જેવી અંદર આવે છે શિવાય ની આંખો તેના પર પડે છે અને તે જોતો જ રહી જાય છે તેને એક એવો આહલાદક અનુભવ થાય છે જે આજ પહેલા કદી નથી થયો

યુવરાજ- અને હવે તમારું ભવિષ્ય માત્ર ને માત્ર મુખી ના જ હાથ માં છે કારણ કે તે આ કબીલા ના રાજા... નહીં નહીં ભગવાન છે કેમ કે આ ભયાનક અને જ્યાં પળેપળ મોત નો અહેસાસ થાય છે એવા જંગલ માં અમારું આટલા વર્ષો થી સુરક્ષિત રહેવું મુખી ના જ ઉપકાર છે

કાર્તિક - તો શું હવે અમે ક્યારેય અહીં થી નહિ નીકળી શકીએ

પારુલ - હાલ પૂરતું કહું તો મુશ્કેલ છે પણ નામુંકીન નહિ

.
.

આગળ ના ભાગમાં જોવો કે

શુ શિવાય અને તેના સાથીઓ આ જંગલ માંથી સુરક્ષિત બહાર નીકળી શકશે?

અને મહાબલી થઈ રહ્યો છે દિન પર દિન વધારે શક્તિશાળી કોણ રોકશે તેને?

અને શું છે આખા જંગલ નું ભવિષ્ય

જાણવા માટે જોતા રહો માયાવી જંગલ