માયાવી જંગલ - 1 Desai Dilip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માયાવી જંગલ - 1

" ઓહ Shit આ ગાડી કેમ બંધ થઈ ગયી" ગાડી ને અચાનક બંધ થઈ જતી જોઈને રિયા આશ્ચર્ય થઈ બોલી.

"Wait Let Me Check" સમ્રાટ ગાડી ને નીચે ઉતરી બોલ્યો.

મને આ વિસ્તાર ઠીક નથી લાગતો અહીં કંઈક તો અલગ છે . ક્રીનલે આજુ બાજુ જોતા કહ્યું

Oh Just shut up ક્રીનલ એવું કશું જ નથી - કાર્તિકે કહયુ.

એક યુવાન હજુ સુધી પણ ગાડી માં જ બેસી રહ્યો હતો

કાર્તિક - શિવાય યાર શુ કરે છે ત્યાં અંદર બહાર આવ

શિવાય - ના! હું અંદર જ ઠીક છું ગાડી ઠીક થઈ સમ્રાટ

સમ્રાટ- ના !! ખબર નથી પડતી કે આમ અચાનક શુ થયું ગાડી ને એન્જીન અને ટાયર તો એકદમ ઠીક છે અને પેટ્રોલ પણ છે તો આમ અચાનક બંધ થવાનું કારણ શું હશે.

ક્રીનલ - Guys મેં સાંભળ્યું છે કે આ રસ્તા ઉપર કોઈક જંગલ છે જ્યાં જે કોઈ પણ જાય છે તે પાછું નથી આવી શકતું, મને બહુ ડર લાગે છે, એ જંગલ નું નામ લગભગ મ ઉપર થી જ હતું

"માયાવી જંગલ " સમ્રાટ રસ્તા ની ડાબી બાજુએ
લગાડેલા પાટિયા તરફ જોઈને બોલ્યો.

ક્રિનલ - હા આ જ નામ હતું

સમ્રાટ - જોવો Guys આ પાટિયા ઉપર લખ્યું છે કે અહીંયા થી 2 Km અંદર એક ગેરેજ છે જ્યાં આપણને ગાડી રીપેર કરાવવા મેકનીક મળી રહેશે

કાર્તિક - great તો હું અને શિવાય અંદર જઈને મેકનીક લાઇ આવીએ

શિવાય - અમમ.. ના હું નઈ આવું યાર અંદર કઈ પણ હોઈ શકે છે મને બીક લાગે છે હું તો નઈ આવુ

( શિવાય સ્વભાવે થોડો ડરપોક અને અંતર્મુખી હતો પણ તે પોતના માં રહેલી શક્તીઓથી તદ્દન અજાણ છે, રિયા અને કાર્તિક બંને મૉડર્ન વિચારોના લોકો હતા જે અંધવિશ્વાસ માં માનતા નથી જ્યારે ક્રિનલ એક સિમ્પલ અને ટ્રેડિશનલ વિચાર ધરાવતી યુવતી છે અને સમ્રાટ નીડર અને બાહોશ યુવાન છે)

કાર્તિક - અરે...

સમ્રાટ - શિવાય ના આવે તો હું આવું છું કાર્તિક તારી સાથે ચાલ

શિવાય - પછી અહી અમારી રક્ષા કોણ કરશે

કાર્તિક - યાર તારે પોતે નથી આવવું અને સમ્રાટ ને પણ રોકી રાખવો છે તો હવે તું જ કે શું કરીએ અમે, એક તો ભૂખ પણ લાગી છે .

શિવાય - આપડે બધા સાથે જઈએ જંગલ માં , તો ડર પણ નહીં લાગે અને એક બીજા ની ચિંતા પણ નહીં થાય.

રિયા : That Sounds Good આપણે આ જ કરવું જોઈએ

ક્રિનલ - અને ગાડી...

કાર્તિક - દેવી જી અડધા કલાક થી તમે શું નશા માં હતા ગાડી સ્ટાર્ટ જ નથી થતી અને તમને ગાડી ખાતર માં લાગે છે (કટાક્ષ માં કાર્તિક બોલ્યો)

ક્રિનલ - કાર્તિક તને નથી લાગતું તું વધારે પડતું બોલે છે (ગુસ્સા માં કહ્યું)

સમ્રાટ - હવે અહીંયા ઝગડો ના જોવે આપણે પાંચેય સાથે અંદર જઈશું ચાલો હું ગાડી ના કાચ અને દરવાજા બંધ કરી દઉ

( પાંચેય જણા પોતાની તરફ આવતી મુશ્કેલીઓ થી અજાણ જંગલ ની અંદર ચાલવા લાગ્યા)

ઘનઘોર અંધકાર માં બે આંખો ઝટકા સાથે ખુલી " કોણ છે.. કોણ છે એ મૂર્ખ લોકો જે મારા જંગલ માં મારી રાજા વગર ચાલ્યા આવે છે કોણ છે એ' ગુસ્સા માં તે બોલી ઉઠ્યો.

જેવી તે આંખો સુરજ ની કિરણો તરફ પડે છે ત્યારે તેનું આખું શરીર દેખાય છે જેને જોઈને ભલભલા ના જીવ કંપી ઉઠે તે બીજું કોઇ નહીં પણ માયાવી જંગલ નો અને જંગલ માં રહેલી બધી જ મેલી વિદ્યાઓનો અને દાનવીશક્તિઓ નો રાજા મહાબળશાળી મહાબલી હતો

"શાંત મહાબલી શાંત આ તો માત્ર પાંચ સામાન્ય માણસો છે આમના માટે તો જંગલ ની નાની મોટી શક્તિઓ જ કાફી છે આમની ચિંતા તમે ન કરી" મહાબલી નો જમણો હાથ અને ષડ્યંત્ર માં માહિર દુષ્યંત બોલ્યો.

મહાબલી - હમ્મ.. અમર ના કબીલા ( આ વિસ્તાર માં અમુક લોકો રહે છે અને ત્યાં કંઈક એવું રહસ્ય છે જેને પ્રાપ્ત કરવા મહાબલી અવાર નવાર પ્રયત્નો કરે છે પણ તેને સફળતા નથી મળી અને કબીલા નું નામ તેના સ્વર્ગવાસી સરદાર અમરસિંહ ના નામ પરથી રાખવામાં આવ્યું છે)

દુષ્યંત - આ વખત ફરીથી નિષ્ફળ રહી ગયા આપણે પણ હવે વધારે સમય મુખી અને બીજા કબીલા ના માણસો તે રહસ્ય ની રક્ષા નહીં કરી અને આપણે તે રહસ્ય આપણી મુઠ્ઠીમાં કરી લઈશું

મહાબલી અને દુષ્યંત બંને અટ્ટહાસ્ય કરવા લાગે છે

*** *** *** *** ***
સમ્રાટ ક્રિનલ શિવાય રિયા અને કાર્તિક ને જંગલ ની અંદર ચાલતા ચાલતા 1 કલાક થઈ ગયો પણ જંગલ નો કંઈ જ પત્તો ના મળ્યો

"ઉફ્ફ થાકી ગઈ યાર" Still કેટલું ચાલવું પડશે. રિયા થાકીને બોલી

સમ્રાટ - પેલા પાટિયા મુજબ તો જંગલ ની અંદર 2Km સીધા જવાથી ગેરેજ આવી જવું જોઈએ

કાર્તિક - 2 Km તો ક્યારના થઈ ગયા હશે
ક્રિનલ - મને લાગે છે આપણે અહિયાં થી જ પાછું વળી જવું જોઈએ

શિવાય - યાર ખબર નથી કેમ પણ મને અંદર થઈ લાગે છે કે હું અહી આવેલો છું

કાર્તિક - ચાલુ થઈ ગયા મહારાજ શિવાય સિંહ.. હવે ધડાધડ ફેંકા મારશે

પાંચેય ની આ બધી ખાટી મીઠી નોક ઝોક ચાલતી હતી ને ત્યારે એક વૃક્ષ માં થી નીકળતી લાંબી વેલ ધીમે ધીમે નીચે આવીને સમ્રાટ ને જકડી લે છે

કાર્તિક : Oh Shit આ શું છે

સમ્રાટ - આહ.. બચાવો મને

રિયા - અમે કંઈક કરીએ છીએ તું ચિંતા ના કરે

રિયા અને ક્રિનલ જેવા સમ્રાટ તરફ એની મદદ કરવા આગળ વધે છે તેમના પગ માં પણ એક વેલ વીંટાઈ જાય છે અને બંને જમીન પર પટકી જાય છે

શિવાય - ક્રિનલ... રિયા .....
જોત જોતા માં જ ત્યાં એક ધુળ થી એક વિશાળકાય 10 ફૂટ ની આકૃતિ રચાય છે જે શિવાય અને કાર્તિક ને પાછળ થી લાત મારે છે. એ આકૃતિ ની લાત માં ખૂબ જ શક્તિ હોવાને કારણે શિવાય અને કાર્તિક બંને 15 ફૂટ દૂર એક ઝાડ ને અથડાય છે

પાંચેય ને ખૂબ ઇજા પહોંચાડવા છતાં જંગલ ની શક્તિઓ હજુ પણ તેમને અલગ અલગ રીતે હાનિ પહોંચાડ્યા કરે છે

એવા માં એક 55-56 વર્ષ નો પુરુષ અને એક યુવાન ત્યાં આવીને બધું જોવે છે અને આ પાંચ ની મદદ કરે છે

પાંચેય બેહોશી ની હાલત માં ગંભીર રીતે ઘાયલ થઈને પડ્યા છે

"નિર્ભય તું આ બે યુવતીઓ ને આ જાદુઈ વેલમાં થી મુક્ત કર હું આ બે છોકરા ઓ ને ધૂળ માનવ ના ચંગુલ માંથી છોડાવું છુ" આધેડ વયનો પુરુષ એ યુવાન (નિર્ભય) ને કીધું

" ઠીક છે માલિક" યુવાને ઉત્તર આપ્યો

નિર્ભય વેલ ને જેવો પકડવા જાય છે વેલ તેને એક તમાચાની જેમ જોર થી ફટકાર લગાવે છે અને નિર્ભય પણ દૂર જઈને પડે છે

બીજી તરફ આધેડ વય નો પૂરુંષ ધૂળ માનવ ને પડકારે છે. એટલા માં જ ધૂળ માનવ એક ચક્રવાત ના રૂપ માં આવીને આધેડ વયના આદમી ને પોતાના આગોષ માં લઇ લે છે

પણ જેમ તેમ કરીને આધેડ વ્યક્તિ એક નાની બાટલી માં થી પાણી પોતાના હાથમાં લઈ ચક્રવાત માં છાંટે છે અને ચક્રવાત થોડીક જ ક્ષણો માં નાશ થઈ જાય છે અને કાર્તિક અને શિવાય નીચે પડે છે પણ બંને હજુ બેહોશ જ છે.

આધેડ વ્યક્તિ- નિર્ભય તે વેલ પર અદ્વિતીય તલવાર વડે વાર કર

નિર્ભય - પણ મલિક એ તલવાર તો...

આધેડ વ્યક્તિ - આ મારો આદેશ છે..

નિર્ભય- જી માલિક...

નિર્ભય અદ્વિતિય તલવાર વડે વેલને તોડીને ક્રિનલ અને રિયા ને મુક્ત કરે છે

સમ્રાટ ને પણ આધેડ વ્યક્તિ છોડાવે છે પણ પાંચેય જણા બેહોશ છે

To Be Continued...

( આગળ ના ભાગ માં જોવો ..
- કોણ છે શિવાય અને તેનામાં એવું શું છે જે તેને પણ ખબર નથી
- કબીલા માં કયું રહસ્ય છે જે મહાબળશાળી મહાબલી પણ પ્રાપ્ત નથી કરી શકતો
- અને કોણ છે આધેડ વય નો આ વ્યક્તિ અને નિર્ભય અને તે આ જંગલ માં કેવી રીતે રહે છે
- કબીલા માં કોણ કોણ રહે છે અને કોણ છે મુખી જે કબીલા નું રક્ષણ કરે છે
- આ બધા સવાલો ના ઉત્તર જાણવા માટે જોતા રહો માયાવી જંગલ......