મોનાલિસા - ધી મિસ્ટ્રીયસ પેઇન્ટિંગ HARVISHA SIRJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોનાલિસા - ધી મિસ્ટ્રીયસ પેઇન્ટિંગ

મોનાલિસા... હું ધારુ છું કે તમે આ નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે કારણ કે... આજે કોઈક જ વ્યક્તિ હશે જે આ નામ થી અજાણ હોય.મોનાલિસા ખરેખર ખુબ જ પ્રખ્યાત ચિત્ર છે. ઈટલી નાં મહાન ચિત્રકાર "લિયોનાર્ડો - દિ - વિન્ચી" દ્બારા બનાવવા માં આવેલું હતું.પણ આ ચિત્ર આટલું પ્રખ્યાત કેમ છે????તેની સાથે ઘણા કારણો જોડાયેલા છે...

મોનાલિસા ....ખરેખર તેનો અર્થ થાય છે "મારી સ્ત્રી". ઈટાલિયન ભાષા માં તેને ખરેખર આવી રીતે લખાય છે -"monna lisa" અને તેને "મોન્ના લિઝા"એમ વાંચવા માં આવે છે.પણ સામાન્ય રીતે અંગ્રેજી માં "mona lisa" લખાવા માં આવે છે,અને આપણે મોનાલિસા તરીકે ઉચ્ચારણ કરીએ છીએ.

મોનાલિસા નામના આ ચિત્ર નું કદ જાણી તમે આશ્ચર્યમાં મૂકાઈ જશો.આ ચિત્ર 30×21 ઈંચ નું જ છે. આ ચિત્ર નું વજન આશરે 8કિલોગ્રામ જેટલું છે.કારણ કે... લિયોનાર્ડો - દિ - વિન્ચી એ આ પોપલર નામના વૃક્ષોના પાટીયા પર બનાવ્યુ હતું.વિન્ચી એ આ ચિત્ર ખુબ બારીકાઈથી બનાવ્યું હતું અને તેનાં લીધે જ બ્રશ ના નિશાન આ ચિત્ર માં જોઈ શકાતાં નથી.જોકે ત્યારે કેનવાસ અને પેપર ઉપલબ્ધ હતા પણ ત્યારના ચિત્રકારો નું એવું માનવું હતું કે નાના ચિત્ર માટે લાકડાં નાં પાટીયાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ છે.આ ચિત્ર વિન્ચી એ 1503 થી 1517 સુધી બનાવ્યું હતું અને બાર વરસ સુધી તો ફક્ત હોઠ બનાવેલા.લિયોનાર્ડો એ આ ચિત્ર બનાવવા માં આશરે 30 જેટલા સ્તરો વાપર્યા હતા.જે પૈકીના અમુક તો વાળ કરતાં પણ વધુ પાતળા હતા.


અત્યારે વિન્ચી નું આ ચિત્ર પેરિસમાં લુર્વ મ્યુઝિયમ માં સચવાયેલું છે.મોનાલિસા શરૂઆત થી જ ખૂબ પ્રખ્યાત ચિત્ર હતું કારણ કે તે સમય નાં પ્રખ્યાત એવા ચિત્રકાર લિયોનાર્ડો એ બનાવેલ હતું.પણ ખરી રીતે તો તે ત્યારે પ્રખ્યાત થયું જયારે લુર્વ મ્યુઝિયમ માંથી તેની ચોરી થઇ.દુનિયા ની સૌથી સુંદર કલાકૃતિ ને દુનિયા ના સૌથી પ્રખ્યાત મ્યુઝિયમ માંથી ચોરી લાવવી એ ખૂબ અઘરું હતું,અને નવાઈ ની વાત તો એ હતી કે આ ચોરી નો આરોપ તે જ સમય ના આપણા બીજા પ્રખ્યાત ચિત્રકાર" પાબ્લો પિકાસો"પર લગાવવામાં આવ્યો!!! આ ચિત્ર ની ચોરી 21 ઓગસ્ટ,1911ના રોજ થઇ હતી.જે દિવસે ચોરી થઈ એ દિવસે કોઈનું ધ્યાન આ બાબત પર ગયું નહિ.પણ બીજા દિવસે ખબર પડી.ચિત્ર ને શોધવા માટે આશરે એક અઠવાડિયા સુધી મ્યુઝિયમ બંધ રાખવામાં આવ્યું એમ વિચારીને કે કદાચ એ ચિત્ર મ્યુઝિયમ ના જ કોઈ રૂમમાં પડયું નથી રહ્યું ને!!!ઘણી શોધખોળ બાદ સામે આવ્યું કે આ ચોરી બીજા કોઈએ નહિ પણ ત્યાંજ કામ કરતા એક વર્કર vincenzo peruggia (વિન્સેન્ઝો પેરુગ્ગિયા) એ કરી હતી.તે મૂળ ઈટલી નો દેશભક્ત નાગરિક હતો.તેના મત મુજબ આ કલાકૃતિ ઈટલી નાં ચિત્રકાર ની છે તો ઈટલી માં જ હોવી જોઈએ.આ વાત ની ખબર ત્યારે પડી જયારે તે આ ચિત્ર ઈટલી નાં ફ્લોરેન્સ શહેરમાં આવેલા આર્ટ મ્યુઝિયમ ના ડાઇરેક્ટર ને વેચવા જતો હતો. ગુનો કરવા બદલ તેને 6મહિના ની જેલ થઇ.મોનાલિસા બે અઠવાડિયા સુધી મ્યુઝિયમ માં રખાઇ હતી અને પછી ફરી પેરિસ લાવવા માં આવી.

મોનાલિસા નું જુડવા તે જ સમય માં એક ચિત્રકાર ફ્રાન્સિસ્કો મેલ્ઝી એ બનાવ્યું હતી.જે હાલમાં ફ્રેન્ચ ની રાજધાની મેડ્રીડ ના ફરાદો મ્યુઝિયમ માં સચવાયેલું છે.આ ઉપરાંત મોનાલિસાની નગ્ન તસવીર 1514-1519 દરમિયાન લિયોનાર્ડો ના એક વિદ્યાર્થી દ્વારા બનાવવામાં આવી હતી. જે મોનાવેના (monna vanna) તરીકે ઓળખાય છે.અમુક માન્યતા મુજબ આ ચિત્ર વિન્ચી એ જ બનાવ્યું હતું.હાલ માં તે પેરિસમાં કોન્ડે મ્યુઝિયમ માં રખાઇ છે.

એક ચિત્રકારે 23 જુન,1852 ના રોજ પેરિસમાં એક હોટેલના ચોથાં માળે થી કૂદીને આપઘાત કર્યો હતો.તેને એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે ,

" તે મોનાલિસા નાં સૌંદર્ય પર મોહિત છે.તે વર્ષો થી મોનાલિસા નો ઈંતજાર કરી રહ્યો છે પણ હવે તે મોનાલિસા વગર નહીં જીવી શકે".

આ ઉપરાંત મહાન શાસક નેપોલિયન એ પણ આ ચિત્ર પોતાના શાસનકાળ દરમિયાન પોતાના શયનખંડ માં રખાવ્યું હતું.હાલ માં પણ મ્યુઝિયમ માં મુલાકાતી દ્વારા ઘણા પ્રેમપત્રો,ફુલો,તોફાઓ,વગેરે મળે છે.


મોનાલિસાની આકર્ષકતા નું કારણ તેનાહોઠ છે.પહેલી નજર એ જોતા તે મુસ્કુરાતી હોય એવું લાગે છે પણ ધીમે ધીમે તે ફિક્કી પડી જાય છે અને અંતે ગાયબ થઇ જાય છે.2000 માં હાવર્ડ યુનિવર્સિટી ના એક ન્યુરો સાઇન્ટીસ્ટ માર્ગરેટ એ એવું સંશોધન પ્રકાશિત કર્યું કે મોનાલિસા નું સ્મિત નથી બદલાતું પણ એ લિયોનાર્ડો દ્વારા સાયકોલોજીકલી એવી રીતે બનાવેલી છે કે માણસ નાં મૂડ પર આધાર રાખે છે કે તે કેવી દેખાય.

આટલું જાણ્યા બાદ આપણા મન માં સવાલ થાય કે ખરેખર "મોનાલિસા હતી કોણ?????" લિયોનાર્ડો એક લેખક પણ હતા.પરંતુ તેઓએ મોનાલિસા કોણ છે એ પોતાના કોઈ પણ સાહિત્ય મા જણાવ્યું નથી!!!! ઘણા સંશોધનકારો નું માનવું છે " કે તે ફ્લોરેન્સ ની એક ઈટાલિયન સ્ત્રી "મોનઘીરાર્દ" નું ચિત્ર છે. જયારે ઘણી માન્યતાઓ એવી પણ છે કે લિયોનાર્ડો ની ખુદ ની જ તસવીર છે જેમાં તેને પોતાને એક સ્ત્રી તરીકે કલ્પિત કરેલ છે.

મોનાલિસા ગિનિસ વિશ્વ રેકોર્ડ મુજબ હાલ ની સૌથી ઊંચી રકમની કલાકૃતિઓ માં ની એક છે.1962 માં તેની કિંમત $100 millions હતી જે હાલ માં વધી ને $700 millions એટલે કે સાત ગણી થઈ ગઈ છે.પરંતુ ફ્રેન્ચ હેરિટેજ લા' મુજબ તે વેચી કે ખરીદી શકાય નહિ.તે પબ્લિક માટે છે. ઘણા લોકો દ્વારા તેને નુકસાન પહોંચવા માટે ઘણા પ્રયાસ કરવામાં આવેલા છે.એક બોલિવિયાના મુલાકાતી એ તેના પર પત્થર ફેંકી તેને નુકસાન કરવાની કોશિશ કરેલી જેના લીધે તેની ડાબી કોણી પાસે એક નિશાન પડી ગયું. એક વ્યક્તિ એ એસિડ ફેંકેલું ત્યારબાદ તેને બુલેટપ્રુફ કાચ માં રાખવા માં આવેલી છે.તેમ છતાં અવારનવાર મુલાકાતી દ્વારા એવી હરકતો થતી જ રહે છે.બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન આશરે છ વખત તેનું સ્થાન બદલવા માં આવ્યું હતું જેથી તે જર્મન નાઝીઓ ના હાથ માં ન જાય.

એક પેરાનોર્મલ ક્રુસીબલ (paranormal crucible)વેબસાઇટ અનુસાર મોનાલિસા ના ચિત્ર મ એક એલિયન ની તસવીર છુપાયેલ છે.ડાબી બાજુ ને અરીસા સાથે જોડતા એક એલિયન ની આકૃતિ બને છે. ઘણા સંશોધકો માને છે કે" લિયોનાર્ડો એ ડાબી બાજુ એક સંદેશ છુપાવેલો છે." ખરેખર તેઓ એ ડાબી બાજુ ઈટાલિયન ભાષા માં લખ્યું છે કે"la risposta si trova qui"(લા રિસ્પોસ્તા સિ ત્રોવા ક્વી).જેનો અર્થ થાય છે કે ઉત્તર અહીં છે".


આટલા રહસ્યો ઉકેલાયેલા હોવા છતાં આજે પણ મોનાલિસા એક રહસ્યમયી ચિત્ર જ છે. અને હજુ પણ સંશોધન ચાલુ જ છે............