THE WAY SHE NEVER LOSE HIM... HARVISHA SIRJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

THE WAY SHE NEVER LOSE HIM...

રાત્રી નાં બાર વાગવા આવ્યા હશે,

મુરાત સર મિટિંગ સ્ટાર્ટ થશે હમણાં ....એક લેડિઝ એમ્પ્લોય મુરાતની ઓફિસ માં દાખલ થઇ અને આટલું કહીને હા કે ના નો ઈંતજાર કર્યાં વગર જતી રહી.

મુરાત ઓફિસ માં રહેલી એક મોટી બારી માંથી શાંતિ થી રાત્રી નું આકાશ નિહાળી રહ્યો હતો,એમ્પ્લોયનો અવાજ સાંભળી તેની શાંતિ માં ભંગ થયો.તે ફટાફટ પોતાની ખુરશી પરથી ઉભો થયો.પુરી છ ફૂટ જેટલી હાઈટ,જીમ માં જઈને કસાયેલ શરીર,ઉજળો વાન અને એક બિઝનેસમેન ને શોભે તેવી ટ્રીમ કરેલ દાઢી,બ્લેક એન્ડ વ્હાઇટ સુટ,લાલ રેશમી ટાઇ અને આ બધાં માં સૌથી આકર્ષક તેની સમુદ્ર જેવી નીલી આંખ..!!

તે ફટાફટ ઓફિસ માંથી બહાર નીકળ્યો અને મીટીંગરૂમ તરફ જવા લાગ્યો રાત્રે બાર વાગ્યા હોવા છતાં તે ખુબજ ઉત્સાહભેર જઇ રહ્યો હતો અને એકદમ ફ્રેશ હતો.તે મીટીંગરૂમ માં દાખલ થયો બધા ઉભા થયા બેસવાનો ઇશારો કરતા તેણે પોતાના પ્રોજેક્ટ પર વાતો ચાલુ કરી અને બધું સમજવવા લાગ્યા.....


****


હયાત હજી હમણાં જ બસ માંથી ઉતરી હતી,તેણે કોલેજ પૂર્ણ કરી હતી અને અહીંયા નોકરી ની શોધ માં આવી હતી. અહીં તે પોતાના આંટી ના ઘરે રહેવાની હતી. તેણે સ્ટેશન પર ઉભા રહી આંટી ને કોલ કર્યો પણ કોલ કોઈ ઉપાડ્યો નહીં, તે ફરી ટ્રાય કરવા લાગી પણ સામે કોઈ જવાબ મળતો નહોતો .થોડી વાર પછી ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો!! હયાત ડરી જાય છે,રાત્રિનો એક વાગવા આવ્યો હતો.સ્ટેશન પર માણસોની અવરજવર ઓછી થઈ રહી હતી તેને કંઈ સમજાતું નથી એક આધેડ વયની મહિલા એ તેને સ્ટેશન પર એકલી ઉભેલી જોઈ,તે ક્યારની હયાત નું નિરિક્ષણ કરી રહી હતી. થોડીવાર પછી તે હયાતની નજીક આવે છે, અને તેને કોઈ લેવા આવવાનું છે કે નહી એમ પૂછે છે. માસુમ હયાત આખી ઘટના સંભળાવે છે .આંટી ને હયાત પર દયા આવે છે. તે પોતાનો પરિચય આપતા કહે છે કે મારુ નામ મેરી છે, અને તેને પોતાની સાથે પોતાના ચર્ચ પર આવવા માટે પુછે છે. તે આંટી ચર્ચ ની દેખભાળ રાખતા હતા અને ત્યાં જ રહેતા હતા જો હયાત ને કોઈ પ્રોબ્લેમ ના હોય તો પોતાની સાથે આવવા જણાવે છે. રાત્રિના દોઢ વાગવા ની તૈયારી હતી હયાત પાસે બીજો કોઈ રસ્તો નહોતો તે આંટી સાથે જવા માટે તૈયાર થાય છે,અને બીજા દિવસે સવારે પોતાના આંટી ની શોધખોળ ચાલુ કરશે એમ વિચારે છે. બંને એક ઓટો ઉભી રાખે છે અને ચર્ચ તરફ જવા માટે નીકળે છે,રસ્તામાં આંટી અને હયાત વચ્ચે ઔપચારિક વાતો થાય છે, હયાત ક્યાંથી છે? શું કરવા માટે અહીં આવી છે? કેટલું ભણી? વગેરે વગેરે.....

****


મુરાતની મીટીંગ પુરા થાય છે, અને તે ઓફિસે થી ઘરે જવા માટે નીકળે છે .રાત્રિના પોણા બે વાગવા આવ્યા હતા. રસ્તો સૂમસામ હતો ઠંડી હવા વહી રહી હતી. મુરાત ધીમુ ધીમું સંગીત સાંભળતા સાંભળતા ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. મેઇન હાઈવે પર તેની ગાડી પૂર ઝડપે દોડી રહી હતી. અચાનક, કોઈ આધેડ વયની મહિલા તેની ગાડી સામે આવે છે! તે મહીલા હૂબહૂ મુરાતના મમ્મી જેવી જ દેખાતી હતી.મુરાત ગાડી અટકાવે છે અને ગાડીનો દરવાજો ખોલી બહાર નીકળી તે મહિલાનો હાથ પકડીને તોતા તોતા એમ ચિલ્લાવવા લાગે છે. તે મહિલા મુરાતને ઓળખતી નથી ,આથી તે ડરી જાય છે અને તમે કોણ છો એમ કહે છે .મુરાત ડઘાઈ જાય છે, અને મોટેથી તેને કેવા લાગે છે કે તમે મને નથી ઓળખતા હું મુરાત છું. આવો મારી સાથે મારી કારમાં બેસી જાઓ. પણ પહેલી મહિલા ના પાડે છે તે લોકો વચ્ચે તકરાર ચાલતી હતી. ત્યાં જ હયાત ની ઓટો આ રસ્તે થઈને નીકળે છે તે દૂરથી આ જોઈ રહી હતી નજીક આવતા તેઓ ઊભી રખાવે છે, અને બહાર નીકળી મુરાત ને મારવા લાગે છે અને કહેવા લાગે છે કે," આમ અડધી રાત્રિએ સુમસામ રસ્તા ઉપર તમે તમારી માતા જેટલી ઉંમરની મહિલાઓ સાથે છે જબરદસ્તી કરો છો તમને શરમ નથી આવતી?", દેખાવ માટે શરીફ ઘરનાં લાગો છો. શરીફ લોકો તો તમારી લીધે જ બદનામ છે
આટલી વારમાં પેલી મહિલા જતી રહે છે .આંટી ઓટો માંથી નીચે ઉતરે છે અને હયાત ને અટકાવે છે, પણ ત્યાં સુધીમાં હયાતે મુરાતની ઘણું મારી લીધું હતું મુરાત હયાતથી પીછો છોડાવી જોવે છે કે પેલી મહિલા જતી રહી હતી. તે ઉદાસ થઈ જાય છે અને હયાતને વળતો જવાબ આપ્યા વગર જ પોતાની ગાડીમાં બેસીને નીકળી પડે છે ......



****
બીજા દિવસે સવારની વાત છે હયાત તૈયાર થઈને ચર્ચમાં મેરી પાસે આવે છે,બરાબર એ જ સમયે મુરાત ચર્ચમાં દાખલ થાય છે. તે હયાત ને ઓળખી જાય છે તેને ગઈ રાત્રે બનેલી બધી ઘટનાઓ યાદ આવે છે, અને તે હયાત પર ગુસ્સે થાય છે .જેવો તે હયાત પાસે જાય છે કે તરત જ હયાત પણ તેને ઓળખી જાય છે ,અને કંઈ પણ જોયા જાણ્યા વગર મુરાતને કહેવા લાગી કે તમને ચર્ચમાં આવવાનો કોઈ અધિકાર નથી પહેલા ભૂલ કરવી અને પછી તેનું કન્ફેશન ચર્ચના પાદરી આગળ કરી તમે એ ભૂલમાંથી મુક્ત ના થઇ શકો. મુરાતને હવે ખરેખર હયાત પર ગુસ્સો આવી રહ્યો હતો, તે હયાત ને સીધી સન્ન્ન કરતી એક ઝાપટ ચડાવી દે છે. આંટી મેરી દોડતા દોડતા આવે છે અને શું થયું?, એમ પૂછે છે આજે રવિવાર હતો મુરાતને ઓફિસ ની રજા હોય. આથી તે દર રવિવારે ચર્ચ આવતો અને પોતાના મમ્મી મળી જાય એવી ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરતો. તે હયાત અને આંટી મેરીને આખી હકીકત જણાવે છે કે," મારા પિતાજીએ હું નાનો હતો ત્યારે જ મારા મમ્મી ને છોડી દીધા હતા. મારા મમ્મીએ મને એકલા હાથે પાળીપોષીને મોટો કર્યો હતો."

હમણાં ઘણા સમયથી તે માનસિક સંતુલન ખોઇ બેઠી હતી ,અને આથી તે મારી ગેરહાજરીમાં મને શોધવા માટે ઘર છોડીને બહાર નીકળી આવી પરંતુ ખોવાઈ ગઈ !!!

આ વાતને આશરે ત્રણ-ચાર મહિના વીતી ચુક્યા છે .હજી સુધી મારા મમ્મીની કોઈ જાણકારી મળી નથી. કાલે રાત્રે તે મને દેખાયા તો, આ પાગલ છોકરી એ બધું જ બગાડી નાખ્યું. હયાત તેની વાત શાંતિથી સાંભળી રહી હતી તેને મુરાત માટે સહાનુભૂતિ થાય છે. તે પોતાની ભુલ માટે માફી માંગે છે મુરાત તેને માફ કરી દે છે. આંટી તેને લંચ કરીને જવાનું કહે છે, થોડી આનાકાની પછી તે રોકાવા માટે રાજી થાય છે. આંટી રસોડામાં લંચની તૈયારી માટે જાય છે. મુરાત અને હયાત ચર્ચના ગાર્ડનમાં ફરી રહ્યા હતા. હયાત પોતાની કહાની મુરાતને સંભળાવે છે કે, કઈ રીતે તેના આંટી અજાણ્યા બનવાનો ઢોંગ કરીને તેને સાચવી નહીં અને તે આ ચર્ચમાં રહેવા આવી.મુરાત ને પણ હયાત પર થોડી દયા આવે છે. બંને ઓફિસની અને અન્ય વાતો કરી રહ્યા હતા ત્યાંજ આંટી બંનેને લંચ માટે બોલાવે છે .આશરે એક બે કોળિયા મુરાત એ ખાધા હશે ત્યાં જ તેનો ફોન રણકે છે, તે જુએ છે ફોન પોલીસ સ્ટેશનમાંથી આવેલો હતો. તે પોતાના મમ્મી મળી ગયા હશે તેવી આશાએ ફોન ઉપાડે છે. સામે છેડે પોલીસ અફસર બોલે છે કે ,

"અમને રેલવે સ્ટેશન પાસેથી એક લાશ મળી આવી છે, અમને શંકા છે કે આ તમારા મમ્મી છે.તમે ફટાફટ પોલીસ સ્ટેશન આવી જાઓ."

આટલું બોલી તે ફોન કાપી નાખે છે. મુરાતના હાથમાં રહેલ કોળિયો પાછો થાળીમાં પડી જાય છે, આંટી મેરી તેને પૂછે છે શું થયું બેટા? કોનો ફોન હતો? મુરાત રડમસ અવાજમાં આખી વાત કહે છે. મેરી મુરાતને એકલા જવાની ના પાડે છે ,અને હયાત ને સાથે જવા કહે છે. હયાત હતો પહેલેથી જ તૈયાર હતી! તે અને મુરાત ફટાફટ પોલીસ સ્ટેશન પહોંચે છે.પેલી લાશ ખરેખર મુરાતના મમ્મીની હતી.મુરાત ભાંગી પડે છે, અને રડવા લાગે છે .તેને જોઈને હયાત ને પણ રડવું આવી જાય છે, તે મુરાતને શાંત પાડે છે.

****

આજે મુરાતના મમ્મીના અવસાન ને આશરે એક વર્ષ વીતવા આવ્યું હતું. મુરાત ને ઓફિસમાં ઓછું મન લાગતું આથી તે હયાત ને મળવા વારંવાર આવતો.તે બંને હંમેશાની જેમ ગાર્ડનમાં ફરી રહ્યા હતા. હયાતના આંટીનો પણ કોઈ પત્તો લાગ્યો નહોતો, પણ હવે તે મુરાતને પસંદ કરવા લાગી હતી અને ભૂતકાળને ભૂલીને પોતાના વર્તમાનમાં જીવી રહી હતી. બંને વાતો કરી રહ્યા હતા અચાનક મુરાત દોડીને થોડો આગળ જાય છે અને હયાત નજીક આવે તેનો ઇન્તજાર કરે છે.જેવી એ નજીક આવે કે તરત જ તે પોતાના ઘૂંટણ પર બેસી જાય છે અને પોતાના ખિસ્સામાં રહેલી વીટી કાઢીને હયાત સામે ધરે છે.તે કહે છે કે ,"આજથી એક વર્ષ પહેલા મેં આજના દિવસે મારા મમ્મીને ખોઈ દીધા હતા, પણ એ દિવસ વધુ ભયંકર નહોતો લાગ્યો કારણકે ...એ દિવસે મારી જિંદગીમાં બીજી વ્યક્તિનું પણ આગમન થયું હતું અને એ તુ હતી .જેણે મને આધાર આપ્યો અને હું એવા દુઃખ ભર્યા દિવસોમાં જીવી શક્યો. હું તને ખૂબ જ પસંદ કરું છું અને મારું આખું જીવન તારી સાથે વિતાવવા માંગું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ??"

હયાત તો પથ્થરની મૂર્તિની જેમ જડ બની ગઈ હતી અને મુરાતની વાત સાંભળી રહી હતી. કઈ જ બોલ્યા વગર તે પોતાનો હાથ આગળ ધરે છે અને મુરાત તેને વીટી પહેરાવી દે છે!! પાછળ ઉભેલા આંટી તાળીઓ પાડવા લાગે છે. તેને જોઈને બંને શરમાઈ જાય છે અને મુરાત ઉભો થઈ જાય છે. આંટી મેરી નજીક આવે છે બંનેને ગળે લગાવે છે અને અભિનંદન પાઠવે છે, તથા કહે છે કે," આજનો દિવસ મારા માટે પણ ખૂબ જ મહત્વનો હતો .મારી પાસે બાળકોનો પણ આજના દિવસે એણે મને બબ્બે બાળકોને મળાવી. હવે જો મોત આવે તોપણ મને કોઈ પ્રોબ્લેમ નથી, કારણકે મારી સૌથી મોટી ઈચ્છા તો તમે બંને એ પૂરી કરી દીધી છે."

હયાત તેના મોં પર હાથ મૂકીને તેને આવું બોલતા અટકાવે છે. બધા ઘરમાં જાય છે અને નાનકડુ સેલિબ્રેશન કરવાનું વિચારે છે.આંટી મેરી અને હયાત રસોડામાં કેક બનાવવા માટે જાય છે. મુરાત હોલ માં ડેકોરેશન કરી રહ્યો હતો. અચાનક હયાતને ખાંસી આવે છે અને શ્વાસ રુંધાવવા લાગે છે. આંટી મેરી ડરી જાય છે તે મુરાતને બોલાવે છે મુરત હાંફળો ફાંફળો ગાડી કાઢે છે અને હયાતને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.સીટી સ્કેન, એમ.આર.આઈ, એક્સ રે.... બીજી ઘણી ટેસ્ટ કરાવવામાં આવે છે. આશરે એક અઠવાડિયા પછી ખબર પડે છે કે ,"હયાત ને હૃદયમાં કેન્સર હતું અને તે ત્રીજા તબક્કા સુધી પહોંચી ગયું હતું!"

હવે કોઇ ઇલાજ શક્ય નહોતો સિવાય કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. ડોક્ટર ફટાફટ એક હાર્ટ ડોનર ની શોધ કરવા લાગે છે, પરંતુ હયાત માટે કોઈ યોગ્ય દાતા મળતો નથી. આ દરમિયાન મુરાત ની તબિયત પણ બગડે છે. હયાત ને આ આ બાબતે કોઈ જાણ કરવામાં આવી નહોતી. દુર્ભાગ્ય વશાત્ મુરાતને બ્રેઈન ટ્યુમર ડાયગ્નોસ થાય છે. હવે તેની પાસે થોડા જ દિવસો રહ્યા હતા આ વાતની જાણ થતા આંટી ખૂબ જ રડે છે.આ દિવસો ખૂબ જ કઠિનાઈ થી પસાર થઇ રહ્યા હતા. હયાત હોસ્પિટલમાં એડમીટ કરી હતી, મુરાત ની તબિયત પણ ખરાબ હતી,પણ છતાય મુરાત હિંમત હારતો નથી અને હયાત માટે હાર્ટ ડોનર શોધતો રહે છે. અલગ-અલગ ચેરિટી માં અલગ-અલગ વેબસાઇટ પર બધી જગ્યાએ આ માટે શોધખોળ કરે છે. પરંતુ કોઈ ફાયદો થતો નથી. એક દિવસ અચાનક મુરાતને માથામાં દુખાવો ઉપડે છે અને કાન નાક તથા મોં માંથી લોહી વહેવા લાગે છે.આંટી મેરી ડરી જાય છે, તે ફટાફટ એમ્બ્યુલન્સને બોલાવે છે. મુરાતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ડોક્ટર જણાવે છે કે,
" હવે મુરાત પાસે જરાય સમય રહ્યો નથી ,ગમે ત્યારે તેનું મગજ કામ કરવાનું બંધ કરી શકે છે."

આ સાંભળી મુરાત જરાય ડરતો નથી અને પોતાના હાર્ટ ને ડોનેટ કરવાનું વિચારે છે,ટેસ્ટ કરાવવા માટે લેબમાં મોકલવામાં આવે છે અને ભારે આશ્ચર્ય સાથે તેનું હાર્ટ હયાત ના હાર્ટને મેચ થઈ જાય છે!! તે પોતાનું હાર્ટ હયાત ને આપવાનું નક્કી કરે છે પછી પોતાનું લેપટોપ લે છે અને હયાત માટે એક આખરી મેસેજ રેકોર્ડ કરે છે....

****

હયાત હોસ્પિટલ માં એક બેડ પર સુતેલી હતી. આંટી મેરી તેની બાજુમાં બેઠા હતા થોડીવાર પછી હયાત પોતાની આંખો ખોલે છે અને આજુબાજુ જુવે છે તેનો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું હતું. તે ધીમે રહીને ઊભી થવા જાય છે ,આંટી મેરી તેને મદદ કરે છે. તેની પીઠ પાછળ ઓશીકું રાખી તેને બેસાડે છે. હયાત આજુબાજુ મુરાતને શોધી રહી હતી. આંટી મેરી ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા, પણ તેની કંઈ પણ બોલવાની હિંમત નથી થતી. અંતે હયાત આંટી ને પૂછે છે કે ,

"આંટી મુરાત ક્યાં છે??"

તરત આંટી મેરીનીઆંખમાંથી દડદડ કરતા આંસુઓ વહી પડે છે. તે કંઈ જ બોલી શકતા નથી. ફક્ત મુરાત નું લેપટોપ હયાત આગળ ધરે છે, હયાત એ લેપટોપ ખોલે છે.

શું હતું તેમાં?
મુરાત હોસ્પિટલમાં બેડ પર દર્દીના કપડામાં બેઠેલો હતો અને મુસ્કુરાઈ રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે,

" હયાત જ્યારે તારી આંખો ખૂલશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહિ રહ્યો હોય, મારી જિંદગીની સૌથી આનંદદાયક પળો મે તારી સાથે વિતાવી છે. તે કોઈ દિવસ મને પરિવાર ની કમી મહેસુસ નથી થવા દીધી. પણ કદાચ આપણા નસીબમાં વિરહ લખેલો છે. તું જ્યારે મને યાદ કરે ત્યારે આંખો બંધ કરીને તારી છાતી માં રહેલા મારા હૃદયની ધડકન સાંભળજે"my heart is with you this is the way I'm always with you" , હું ક્યાંય નથી જતો તારી સાથે જ છું એ ધડકન સ્વરૂપે......... આટલું બોલતાં જ મુરાત ની આંખો બંધ થઇ જાય છે."

આ સાંભળતા જ હયાત ચોધાર આંસુએ રડી પડે છે તે આંટી મેરીને ફક્ત એક જ સવાલ પૂછે છે કે આ તે વળી કેવો વિરહ જેમાં હયાત ના નસીબ માં જ હયાત રહેવાનું આવ્યું!!!..........