How much does a person contribute to environmental degradation? books and stories free download online pdf in Gujarati

એક વ્યકિત નું પયાૅવરણ બગાડમાં કેટલું યોગદાન ?

આપણે કયારેય વિચાર્યુ છે કે આપણા જીવનમાં ઉપયોગ કરાતી દરેક નાના-મોટી અસંખ્ય વસ્તુ સવાર થી સાંજ સુધી ઉપયોગ કરીએ છીએ.શાક-ભાજી, દુધ-છાસ, અનાજ, ફાસ્ટ ફુડ, થંડ્ડા પીણા ,ફાકી માવા/મસાલા આ બધુ વાપરતા હોઇએ છીએ,પણ તેમાથી બચતુ વેસ્ટ/કચરો એનુ શુ ?
સરેરાશ દુનીયામાં દરેક ઘર રોજ નો અંદાજીત અેક થી બે કિલ્લો કચરો પૃથ્વી પર ઠલવે છે.એટલે કે 1000 ઘર વારા શહેર મા ખાલી 1800-2000 કિલ્લો રોજનો કચરો નીકળે છે જેમા અંદાજીત ઘરદીઠ 25 થી 30 કિલ્લો જેટલું પ્લાસ્ટીક કચરો હસે.આ ઉપરાંત ઓફીસ-કચેરી,સ્કુલ-કોલેજો, માવા-મસાલા-ફુડ ની દુકાનો,ખુલ્લી જગ્યા મા અઢળક કચરો ફેકવામા આવે છે. ફાસ્ટ ફુડના પેકેટસ ની વાત કરીએ તો એક નાના શહેર માં અંદાજીત નાસ્તા ખાધા પછી પેકેટો નો વેસ્ટ 1 દિવસ નો અંદાજીત 30-40 કિલ્લો પ્લાસ્ટીક/વેસ્ટ ફેકવામાં આવે છે,તે ઉપરાંત શાક-ભાજી અનાજ રાખવા/લઈ જવા માટે પ્લાસ્ટીક પોલીથીન બેગ /કોથળી,સેમ્પુ,હેર ઓઈલ અને અસંખ્ય કોષમેટીક ના પાઉચ, પાણી ના પાઉચ, થંડ્ડા પીણાની બોટલો ,અને અત્યારની યુવા પેઢી નો કોસ્મેટીક કચરો અન્ય એવી કેટલીયે વસ્તુ વાપરી ને ફેકી દઈ છે.
અત્યાર સુધીમાં જેટલું પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે, તેમાંથી ૭૦ ટકા પ્લાસ્ટિક તો કચરારૂપે જ આજે છે. . અમેરિકી વિજ્ઞાાનીઓ માને છે કે પૃથ્વી પર અત્યારે ૮.૩ અબજ ટન જેટલું પ્લાસ્ટિક છે.આપણા મહાસાગરોમાં આશરે 150 મિલિયન ટન પ્લાસ્ટિકનો કચરો છે.આજે એમ કહેવાય છે કે પ્લાસ્ટિક છેલ્લા ૬૫ વર્ષોમાં એટલું વપરાશમાં આવ્યું છે એક અંદાજ પ્રમાણે આજે પૃથ્વી ઉપર રહેલા પ્લાસ્ટિકના વેસ્ટનો ગઠ્ઠો બનાવવામાં આવે તો આપણી પૃથ્વી જેવડી બીજી ત્રણ પૃથ્વી બને!
પ્લાસ્ટિકનો નાશ થવામાં વર્ષો લાગી જતા હોવાને કારણે તેનો ઉપયોગ બહુઆયામી થયો હોવાથી વધી જ રહ્યો છે. આમ છતાં પ્લાસ્ટિક મૂંગા પ્રાણીઓ માટે પણ જોખમી છે, તેમ પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. એ સંજોગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે જ ઝુંબેશ શરૂ કરવી પડે એમ છે. જૈવિક ચીજોનું વિઘટન થઇ જવાને કારણે તે માટીમાં ભળી જાય છે, પરંતુ પ્લાસ્ટિક એવી ચીજ છે કે તેનું વિઘટન બહુ જ લાંબા ગાળે થતું હોવાને કારણે તેનો નાશ થતો નથી.
રંગદ્રવ્યો અને રંગકણો એ ઔદ્યોગિક રસાયણો છે જેનો ઉપયોગ વહન કરવાની પ્લાસ્ટીકની બેગોને તેજસ્વી રંગ આપવા માટે થાય છે. આમાંથી અમુક તો કર્કરોગજન્ય હોય છે અને સંભવત: ખાદ્ય પદાર્થોને પણ દૂષિત કરે છે, જો તેઓને આ વહનીય બેગોમાં પેક કરવામાં આવ્યા તો રંગકણોમાં રહેલી ભારે ધાતુઓ જેવી કે કેડીયમ પણ પહોંચી શકે છે અને તે પણ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે.
જો પ્લાસ્ટીક બેગોનો નિકાલ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે નિકાલ વ્યવસ્થામાં જઈ શકે છે જેના પરીણામે ગટરો બંદ થવી, બિનઆરોગ્ય પર્યાવરણનું નિર્માણ કરે છે અને પાણીજન્ય રોગો પેદા કરે છે. પુનરાવર્તિત /રંગીન પ્લાસ્ટીક બેગોમાં અમુક રસાયણો હોઈ શકે છે, જે જમીન સુધી પહોંચી શકે છે અને ભૂમિ અને ઉપભૂમિ પાણીને દૂષિત કરી શકે છે. પુનરાવર્તન માટે પર્યાવરણાત્મક રીતે ધ્વનિરોધક તંત્રો સાથે સુસજ્જ ન હોય તેવા એકમો પુન:પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતા ઝેરી ધુમાડાને કારણે પર્યાવરણાત્મક સમસ્યાઓ ઊભી કરી શકે છે. અમુક પ્લાસ્ટીક બેગો જેમાં ખોરાક બાકી રહેલો હોય અથવા જે બીજા કચરા સાથે મિશ્રિત હોય તે પ્રાણીઓ દ્વારા ખવાય છે જેના પરીણામે હાનિકારક અસરો થાય છે.પ્લાસ્ટીકના અવિઘટનક્ષમ અને અભેદ્ય સ્વભાવને કારણે, જો તેનો જમીનમાં નિકાલ કરવામાં આવે તો, તેઓ ભૂમિગત પાણીના જળવાહી સ્તરોને ફરીથી ભરતાં અટકાવી શકે છે. આગળ પ્લાસ્ટીક ઉત્પાદનોના ગુણધર્મો સુધારવા માટે અને મોટેભાગે ઉપયોગમાં આવતી વિઘટનની પ્રતિક્રિયાઓ, ઉમેરાઓ અને અભિઘટકો, પૂરકો, જ્વાળા મંદ બનાવવાવાળા ઘટકો અને રંગકણોના વપરાશને અટકાવવા માટે જેનાથી સ્વાસ્થય અસરો ઊભી થઈ શકે છે.
આજે આપણે ટેવાયેલ છેકે કોઈ પણ વસ્તુ નો ઉપયોગ થઈ ગયા પછી તે કયાં જાય છે નાશ થઈ જાય અને તે કોઈ ને કામ લાગ્યુ હસે કે નુકસાન પહોંચાડતું હસે.બસ આપણુ કામ છે ઘર ના ડસ્ટબીન સુઘી અથવા તો બાર સડક કે ખુલી જગ્યા એ ફેકી દે છે ત્યાથી કચરો ઉપાડવા વારા જાણે આપણે શું!
જો આવી જ પરીસ્થિતી તો જીવન જીવવુ અશકય થઈ જશે અને તેને ધ્યાન મા રાખી ને યોગ્ય પગલા ભરવા પડશે. દરેક વ્યકિત એ જાગૃત થવુ પડશે.
ટાઇપેઈમાં શહેરી સરકાર ઘર અને ઉદ્યોગોને તેઓ ઉત્પાદિત કરેલ કચરાના પ્રમાણે કિંમત વસૂલ કરે છે. જે કચરો સરકારે આપેલી કચરાની થેલીમાં ફેંકે છે, તેને માત્ર શહેરી કાઉન્સિલ સંગ્રહ કરે છે. આ નીતિ શહેર દ્વારા ઉત્પન્ન થતા કચરાના પ્રમાણને ઓછું કરવામાં અને પુન:નિર્માણ દર વધારવામાં સફળ થઈ છે.
ભારતમાં એક ગામ એવુ છે આખા એશીયામાં સૌથી સ્વચ્છ ગામ છે.જે મેઘાલય રાજય ના ખાસી હિલ્સ જીલ્લામાં આવ્યુ છે જેનુ નામ મોફલોંગ છે આ ગામ સ્વચ્છતા પાછળ નું કારણ એ છે કે ત્યાંના લોકોજ સ્વાથૅ વગર આખા ગામને સ્વચ્છ રાખે છે .અને ત્યાં પ્લાસ્ટીક પર સખત પ્રતીબંધ છે.આવા નાનકડા ગામ પાસે આપણે શીખવું જોઈએ.
આલેખન- રમેશ ભટ્ટ
જામ-ખંભાળીયા.

બીજા રસપ્રદ વિકલ્પો