riddhi tu ane taru naam books and stories free download online pdf in Gujarati

રિધ્ધી તું અને તારું નામ

રિધ્ધી - 13

અસ્તિત્વની લડાઈ નું કારણ તું
ગરુડપુત્રી ની લડાઈ નું કારણ તું

કલીઅંત શરૂઆત નું કારણ તું
અંતપ્રિયની શરૂઆત કરનાર તું

વિધાધર ને અવતરિત કરનાર તું
આર્ય-અવિ સંઘર્ષ નું કારણ તું

શક્તિસેના નું સર્જન કરનાર તું
વર્ધમાનના જન્મ નું કારણ તું

આર્યવર્ત-ભારતવર્ષ-ભારત તું
સર્વ ની સામ્રાગની છે તું

અંતિમ યુદ્ધ ની નિર્ણાયક તું
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું


રિધ્ધી - 14

કર્યું કુરબાન ખુદ નું જીવન તે
આપી કુરબાની ખુદના સમય ની તે

મેળવ્યું ઊંચું સ્થાન સર્વમાં તે
પ્રાપ્ત કરી દેવપ્રશંશા તે

સાથ આપ્યો આર્યવર્ધન નો તે
અંતિમ ક્ષણ સુધી સાથે રહી તું

કર્મયુદ્ધના અંતને બનાવ્યો ખુદનો અંત તે
આર્યરિધ્ધી માં ફરી જન્મ લીધો તે

શક્તિપીઠ ની સેવક બની તું
માટે રુદ્રપ્રિયે બની તું

કર્મયુદ્ધ ની શાંતિદાતા બની તું
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું


રિધ્ધી - 15

ત્યાગ કર્યો ખુદનો વિશ્વ માટે તે
ત્યાગ તારો કરવા મજબૂર કર્યો તે

આભારી છું તારો વિરહ ની વેદના આપી તે
ન માત્ર મેં , સાથે માણી વિરહની વેદના તે

હતી જુદાઈ જરૂરી માટે આપી અપુર્ણ જુદાઈ તે
વિરલ જુદાઈ સહી આપણા ખાતર તે

શ્રેષ્ઠતમ દ્રઢતા વીરતા આપી તે
કરુણતા દયાળુતા ઉદારતા અર્પી તે

બલિદાન આપ્યું ઇતિ થી અતિ તે
ઇતિ જીવન થી અતિ જીવન સુધી તે

રાજધર્મ ને રાજશ્રીદેવીકા સાથે જોડ્યા તે
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું


રિધ્ધી - 16

જલાવી ખુદને જ્યોત બની તું
અસીમ પ્રકાશ બની જીવનમાં તું

અંધકાર ને હણ્યો ઉજાસ બની તે
સુવર્ણ કેડી રચી જીવન ની તે

હાથ પકડીને મારી રાહદારી બની તું
ઇચ્છા છે બને એવી જ જીવનસાથી તું

બદલું વિશ્વ ભવિષ્ય જ્યારે મળે તું
અંતિમ ક્ષણે રહું તારી સાથે

સ્વીકાર્ય નથી સામાન્ય તું
કેમકે છે આર્યવર્ધન પ્રેમિકા તું


રિધ્ધી - 17

છું પરિપૂર્ણ પણ અધુરો વિના તારા
છે મધુર યાદો પણ અધૂરી વિના તારા

જીવી રહ્યો છું અંતિમ રાખી વિના તારા
માની લીધો છે સાથ વિના તારા

કોશિશ કરી છે જીવવાની વિના તારા
ઘણા પ્રયત્નો કર્યા છે વિના તારા

હાર નથી માની વિના તારા
સ્વીકાર્ય નથી પરમ સત્ય વિના તારા

વિધાતા બદલશે લેખ તેના
નહિ રાખે મને અધુરો વિના તારા

છે પરમ સત્ય મારા માટે તું
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું


રિધ્ધી - 18

સાંભળ્યો છે પ્રત્યેક શબ્દ તારો
પ્રેમ અનુભવ્યો પ્રત્યેક શબ્દમાં તારો

સાંભળી છે દિલથી વાત તારી
સાંભળવા માગું હજી વાત તારી

શરૂઆત કરું લખવા ની કવિતા તારી
રચના કરું ચહેરા રૂપી કવિતા તારી

શ્રીઅંશ રૂપી કંડારૂ મૂર્તિ તારી
વિષ્ણુપ્રિય રૂપી શક્તિ બનું તારી

જન્મ લે રુદ્રવિષ્ણુ રૂપે અંશ તારો
બનું રક્ષક-પ્રેમી-પતિ તારો
માટે રાખું ઈચ્છા બને પ્રેમિકા આર્યવર્ધન ની તું


રિધ્ધી - 19

બન્યો છું હું રાહી તારો
અંતિમસત્ય ની શોધમાં સાથી તારો

છે શ્રી પ્રતિનિધિ તું, માટે શ્રી અંશ તારો
છું વેદ પ્રતિનિધિ હું, માટે વેદાંશ તારો

રુદ્રરાહી ની શિષ્યા બની રુદ્રપ્રિયા તું
અંશવિષ્ણુ તરીકે જન્મી બન્યો શિવાય હું

અંતિમસત્ય ની શોધ પરમલાક્ષ છે તારું
બનું તારો હમસફર અંતિમલક્ષ છે મારું

વિશ્વકલ્યાણ ખાતર રુદ્રવિષ્ણુ નો જન્મ
એ અંતિમસત્ય સહિયારું લક્ષ આપણું

માટે બનાવું તને મારી સાથી પ્રેમિકા
સ્વીકાર કર તું છે આર્યવર્ધન ની પ્રેમિકા


રિધ્ધી - 20

મળ્યું હતું સુંદર એક નામ
આશા નું કિરણ હતું એ નામ

ઊંડી નિરાશા માં આશા જગાવી એ નામે
મુશ્કેલી નો સામનો કરવાની હિંમત આપી એ નામે

અદભુત ભાવ નું હતું એ નામ
લાગણી નું રૂપ હતું એ નામ

પવિત્રતા ગંગા જેવી એ નામ માં
નિર્મળતા શ્રી જેવી એ નામ માં

ખૂબ જ કમાલ નું હતું એ નામ
માટે આર્યવર્ધન નો પ્રેમ હતું એ નામ
રિધ્ધી હતું એ નામ


રિધ્ધી - 21

અંતિમ પડાવ પાર કર્યો તારી સાથે
શોધ કરી પરમ સત્ય ની તારી સાથે

પવિત્ર બંધન માં બંધાયો તારી સાથે
પ્રેમ કર્યો ફક્ત તારી સાથે

શ્રી બનાવી આર્ય બન્યો તારી સાથે
વીરવર્ધન ને બનાવ્યો તારી સાથે

વિશ્વ કલ્યાણ કાર્યમાં જોડાયા એકસાથે
તું અને હું મટી બન્યા અંશ શ્રીવિષ્ણુ એકસાથે

જીવન નો અંતિમ પડાવ પાર કર્યો એકસાથે
યમ ના આવતા શ્રી અને વિષ્ણુ આવ્યા એકસાથે

ભીન્ન આત્મા નું મિલન થતાં એક થયા સાથે
આર્યવર્ધન રિધ્ધી ભિન્ન ના રહેતા એક થયા સાથે
મિલન થતાં બની ગયા આર્યરિધ્ધી એકસાથે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED