સત્ય મેવ જયતે Shaimee oza Lafj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય મેવ જયતે

સત્યમેવ જયતે


એષણાનો ગોરો ભરાવદાર ચહેરો એક મધૂર સ્મિત જેને જોઇ પૂનમના સોળેકળાએ ખીલી ઉઠેલો ચંદ્ર પણ શરમાઈ જાય,તેવો ભાસ થતો હતો, તેની સુંદરતા હતી,આંખોને ઠારે તેવી મનમોહક હતી.તેની અણિયારી આંખોમાં રહેલી નાદાન મસ્તી મધ્યમ બાંધો,હવામાં લહેરાતા સોનેરી વાંકડીયા હવામાં લહેરાતા વાળ,તેના દાડમના દાણાની જેમ ક્રમબધ્ધ ગોઠવાયેલા દાંત આ કાચની પૂતળી સમી સ્ત્રીને બનાવવા કુદરતને પણ કઠોર પરિશ્રમ કરવો પડ્યો હશે તેવું એષણાને મળનાર લોકો માનતા હતાં.તે સાહસિક, મહેનતી, વિનમ્ર ,ઉચ્ચ વિચારો ધરાવતી સંસ્કારી,બીજા માટે પોતાની જાતને ઘસી નાંખવાવાળી યુવતી હતી.એષણા દરેકની મદદમાટે તત્પર રહેતી હતી,માટે દરેક પુરુષના સપનાંની જીવનસંગીની હતી.પણ એષણાને લગ્ન અને પ્રેમમાં કોઈજ રસ નહતો.તેને સફળતા અને ઉંચાઈના સોપાનો સર કરવા હતાં.

ભગવાને સુંદરતા ગુણોનો ખજાનો પણ ફૂટી ફૂટીને ભર્યા હતાં.તેના માતા-પિતાનું અભિમાન હતી.તેના માતા પિતા એષણાને દિકરીરુપમાં પામી પોતાને જાતને ભાગ્યશાળી સમજતાં હતાં.તેના પિતા તેને સાક્ષાતમાં જગતંબાનો અવતાર સમજતાં,પણ એમાં ખોટુંએ શુ હતું, દિકરી રુપવાન ,ગુણવાન ,સાહસિક ,દરેક કળા ઓમાં પણ તે પારંગત હતી અને જરુરિયાતમંદની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતી.

એષણા ભણવામાં પહેલેથી જ હોશિયાર હતી. તેની સાથે સારી એવી ગાયક અને પેઇન્ટર પણ હતી.એટલે એના પિતાને દિકરીની ચિંતા જેવું નહતું, નાની ઉંમર માંજ એષણાએ કમાવવાનું શરુ કર્યુ ,એટલે પિતા પર જવાબદારીનું ભારણ ઓછું થયું.

પણ સમયને પસાર થતાં ક્યાં વાર લાગે છે,દિકરી જોત જોતાં ઉંમર લાયક થઈ ગઈ,ને પરિવારની ચિંતા વધી ગઈ.સમાજના લોકોની ટીકાથી દબાણવશ થઇને તેના પિતાએ એષણાને કહ્યુંકે, "બેટા એષણા તારા માટે એક યુવકની વાત આવી છે, જો તારી મંજુરી હોયતોને તોજ આપણે આગળ વાત વધારીએ.છોકરો કમાઉ છે,સંસ્કારી છે,ખાનદાન પણ સારું છે,પણ દિકરા તારી મરજી વગર આપણે આગળ નહીં વધીએ.આ તને મારું વચન છે દિકરા.

એષણાએ કહ્યુંકે પપ્પા તમારી પસંદએ મારી પસંદ તમારું હું માન રાખું છું,પણ પપ્પા મારે હાલ લગ્ન નથી કરવાં. મારે સંગીત અને પેઇન્ટીંગમાં આગળ વધવું છે.
ઠીક છે દિકરા જેવી તારી મરજી.અગર તને કોઈ પસંદ હોય તો તુ મને બેફીકર થઈને કહી શકે છે.તારી મરજી વગર તારા ક્યાંય લગ્ન નહીં કરવામાં આવે.

ના પપ્પા હાલ હું પોતે લગ્ન માટે તૈયાર નથી.
તેના પિતા પ્રેમથી કહે છેકે બેટા જેવી તારી ઇચ્છા .

તુ મહેનત કરીને તે નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચે એવા તને મારા આશિષ છે,જા બેટા સદાય સફળ થાવ.જા બેટા વિજયી ભવઃદરેક કાર્યમાં તારો જય થાવ.
પરંતુ વિધાતાને કાંઈ બીજું જ મંજૂર હતું,એક અસામાજીક તત્વ તેનું નામ રઘુ હતું.જેને જોઈને પણ સૂગ વળે તેવો કદરુપો ભયંકર કાળો ચહેરો, મસાલો ખાઈને કોફી થઈ ગયા હોય તેવા દાંત તેને જોતાં જ ખોફ પેદા થાય,તેવા તેના રંગ રુપ હતાં તે એષણાની સુંદરતાનો દિવાનો બની ગયો,એષણાને કોઈ પણ હિસાબે પામવી તે તેનું લક્ષ્ય બની ગયું ,રઘુની ખોફ આખાય મુંબઇમાં હતી,તેના નામથી લોકો કાંપતા હતાં.તેની સાથે જીભાજોડી કરવાનું પરિણામ મોત હતું.એષણાના માતા-પિતા પણ એષણાને તેનાથી બચવાની અને તેની સાથે માથાકૂટમાં ન પડવાની સલાહ આપતાં.તે સામે આવેતો રસ્તો પણ બદલી નાંખવાનું જણાવતાં,પણ એષણાને આ બહુ અજુગતુ લાગતું પણ ખેર આ વાતનો કોઈ અર્થ નથી.

તે સતત એષણાનો પીછો રોજ એષણાનો પીછો કરતો હતો,પણ એષણા એને દાદ ન દેતી,પણ એકવાર તો તેને બદમાશીની તમામ હદ વટાવી નાંખી.એષણાનો હાથ પકડીને કહ્યું રાની,

"હમકો ભી લે જાવો અકેલે કો ન જાયા કરો,હમારી નજરસે તો બચ જાવોગી પર તુમે જમાનેસે કોનો બચાવેગા.... "

રાની હમારી નજર મેં આ ગઈ વો ફસ ગઈ હમારી નજરો સે બચના મુશ્કીલ હી નહીં નામ મુમકીન હૈ તુમ્હારી ભલાઇ ઇસ્મે હૈ,કી તુમ મેરા પ્રેમ પ્રસ્તાવ સ્વીકાર કરલો વરના મુઝે ભી બહુત તોર તરીકે આતે હૈ.તુમકો અપની બાત મનવાનેકે સમજી ક્યાં!

એષણા એનાથી પણ ત્રાડ નાંખી ને તેને વળતો જવાબ આપ્યો.ઓય રઘું મેં કોઈ ચીજ કો નાહીં કોઈ ભી મુજે ડરા ધમકા કર મુજે અપની બાત મનવાલે મેરી બુદ્ધિ બેર મારી ગઈ હૈ કી મેં તેરી એ તેરા પ્રેમ પ્રસ્તાવ સ્વીકાર કરું તુ હે ક્યા ચીજ બોલ તુજે જો કરના હૈ વો કર મેં તેરી ફાલતું ધમકી સે નહીં ડરને વાલી.તુજે જો ઉખાડના હૈ વો ઉખાડ લે મેં તૈરે સે નહીં ડરતી..રધુએ તેનો હાથ પકડીને તેની બાહોમાં ખેંચીને કહ્યું ઓ ....‌‌રાની અપને રુપ પર ઈતના ગુમાન અચ્છાકો નાંહી વરનાએ તેરા હુશ્નહી તેરા દુશ્મન બન જાવેગા.

એષણાએ રઘુને લાફો ઝીંકી નાંખ્યો ઓય તુજે સમજ નહીં આતી સીધી તરહસે કહ રહીં હું છોડ મુજે મેં તેરે જેસેકો પગ કી જુતી તક ન બનાવુંતો તેરા પ્રેમ પ્રસ્તાવતો દુરકી બાતહૈ ચલો ફૂટો યહાઁસે મેં કહ રહીં હું જાવ યહાંસે .

રઘુએ દાંત ભીસતાં કહ્યુંકે ઓય અભી અભીતો મેં જા રહા હું તેરાએ તમાચા તુજે બહુત ભારી પડેગા,

એષણાએ તેને બીજો તમાચો મારતાં કહ્યુંકે ચલ તેરે જેસે બહુત દેખે મેને ચલ જા વરના તેરા ખુન હો જાયેગા મેરે હાથોસે ઓય ચલ ભાગ યહાંસે

રઘુઃ તુ.......જે...........એ.........તો મેં દેખ લુંગા.

એક દિવસ એવુ બન્યુંકે જેને એષણાને મનથી હચમચાવી નાંખી.એષણા નોકરી માટે નિકળતી હતી,
એષણા પર ઓચિંતો એસિડ હુમલો કર્યો એટલે થી ન રોકાતાં એષણા ઉપર તેના આદમીઓ સાથે મળી જાન લેવા હુમલો પણ કર્યો.એષણાએ એષણાએ તેનું મોઢા પરથી બુકાની હટાવવા પ્રયત્ન કર્યો,તે બીજો કોઈ નહીં મુંબઇનો મોટામાંમોટો ગુંડો રઘુ હતો.એષણા એ વખતે ગમ ખાઈ ગઈ કે કોઈ પુરુષ આટલી હલકાઈ પર ઉતરી આવેતે સપને પણ નહતું વિચાર્યું.એષણા તડપતી રહી મદદ માટે આજીજી કરતી રહી, લોકો તમાસો જોતાં રહ્યાં તો કોઈ વિડીયો ક્લીપ બનાવતા રહ્યાં પણ તેની મદદે કોઇ ન આવ્યું.એક ઝુંપડપટ્ટીમાં રહેનારી બાઇ મંજુ તેની મદદે આવી,તેણે એષણાને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી,તેની હાલત બહુ નાજુક હતી.પણ વડીલોના આશિર્વાદથી તે બચી ગઈ. ઝુંપડપટ્ટીની બાઈ મંજુ એષણાની પાસે જ્યાં તેનો પરિવાર ન પહોંચે ત્યાં સુધી ત્યાં સુધી મંજુ તેની પાસે જ રહી.તેના પિતા હોસ્પિટલમાં આવી પહોંચ્યા.એષણાની આવી હાલત જોઇ તેના પિતા પર આભ તૂટી પડ્યું, તેની માતાતો આઘાતથી સરી પડી.એષણાનો ચહેરો બળીને ફોગાઈ ગયેલો, પણ તેના પિતાએ આજીજી કરીકે ડોક્ટર જેટલા રુપિયા થાય એટલા હું આપવા તૈયાર છું પણ મારી દિકરી એષણાને ઠીક કરી દો પહેલાં જેવી સુંદર તમારે જેટલા રુપિયા જોઇએ એટલા લઈ લો.પણ સાહેબ..........મારી દિકરીના ભવિષ્યનો સવાલ છે.ડોક્ટરે કહ્યુંકે એક પિતા તરીકે તમારી આ ભાવનાને હું સમજી શકુ છું,પણ તમારી દિકરી બચી તો જશે પણ તેના ચહેરાને પહેલાં જેવો સુંદર અમે નહીં કરી શકાય ચહેરો 80℅બળી ગયો હોવાથી પ્લાસ્ટિક સર્જરી કરવી પણ અશક્ય છે,આઇ એમ સો સોરી રાકેશભાઇ.એષણાનો ચહેરો હવે કલંકીત ચંદ્ર બની ગયો.આ ચહેરા નાં કારણે મને કોઇ કામ આપવાય રાજી નથી. મ્યુઝિક પ્રોગ્રામ ફ્લોપ જવાના ડરમાં મને કોઈ ચાન્સ આપવા નથી માંગતું,એમાં લોકોઅને સમાજનું શું ગયું હું પોતાના હકની લડાઈ લડવા માંગુ છું,અને આજીવન લડીશ એષણાના પિતા રાકેશભાઈ પોતાની દિકરી ઉપર ગર્વ અનુભવતા બોલ્યા કે લડ દિકરી તુ તારા હકની લડાઇ અને હા તું ક્યારેય પોતાને એકલી ન સમજતી આ તારો બાપ તારી સાથે જ છે, તને ન્યાય અપાવા માટે મારી જાન પણ કેમ ન ચાલી જાય તેમ છતાંય બાપ તને સહકાર જરુર આપશે એ એષણાની મમ્મી તારે દિકરીને આશિર્વાદ આપવાના હોય નહીંકે એનું મનોબળ તોડવાનુ હોય જા દિકરા તમતારે જા હું પણ જોવું છું તને કોણ રોકે છે." વિજયી ભવ:"મારા આશિર્વાદ સદાય તારી સાથે છે.બેટા સત્ય માટે આજીવન લડવાનુ સત્યની રાહ કપરી હોય છે,પણ જીતતો હંમેશા સત્યની જ થાય છે.એથી જ તો આ ઉક્તિ ઘણી પ્રચલિત છે,સત્યમેવ જયતે.

એષણાની માતાએ કહ્યું જેવી તમારા બંન્નેની ઈચ્છા,એષણા વિજયી ભવઃ જા દિકરા મારા આશિષ પણ સદાય તારી સાથે જ છે.

એષણા હવે સામાજિક કાર્યકર્તા બની ગઈ.એષણાએ "અન્યાય ખિલાફ એક અવાજ" નામનું સંગઠન શરું કર્યું,તેના જેવી એસિડ અટેકના હૂમલાનો ભોગ બનેલી રેપનો ભોગ બનેલી ,દહેજના ત્રાસથી પીડાતી યુવતીઓ તેમાં જોડાઈ.

એષણાને એક તાકાત મળી તેને રઘુને પાઠ ભણાવવાનું મનોમન ઠાની લીધું,તેને પોલીસ સ્ટેશનમાં જઈને ન્યાય મેળવવા માટે અપીલ કરી,પણ અફસોસ કોઈ પોલીસ તેનો કેસ લેવા તૈયાર ન થયો.પણ એષણાના ચાહકોએ અને એસિડ હુમલોનો ભોગ બનેલી ,માનસિક ત્રાસ રેપનો ભોગ બનેલી યુવતીએ તેની હિંમત વધારી. "રઘુ આપટેને સજા કરો " એષણા મેડમ તમે સંઘર્ષ કરો,અમે તમારી સાથે છીએ,"રઘુ આપટે હાય !હાય !એવા નારા સાથે શોર મચાવીને હોબાળો મચાવીને પોલીસ સ્ટેશનને હચમચાવી નાંખ્યુ,કેતન નામનો શખ્સ મોટાઅવાજે કહેવા લાગ્યો "

ઓય પોલીસ તને આ વર્ધી નથી શોભતી તમે ચૂડીઓ પહેરીને બેસી જાવ તમે પોલીસ કહેવાવવાને લાયક નથી,પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે,તમે ગુંડાઓના પૈસા ખાઈને આ કેસ દબાવો છો,આ કરતાં તને હાથમાં કીડા કેમ ન પડયાં,તમારી ફરજ છે આ મેડમની ફરિયાદ નોંધી ગુનેગારને સજા આપવાની ,નહીં કે ગુંડાઓના પૈસા ખાઈ કોઈની ફરિયાદ ટાળવાની અમે તમારી ફરજ યાદ અપનાવવા આવ્યા છીએ. બીજા ચાર લોકોએ આમાં સાદ પુરાવતાં કહ્યુંકે,તમે આ મેડમની કમ્પ્લેઇન લઈ રહ્યાં છોકે પછી......
અમે જનતા આ કાયદો હાથમાં લઈએ,
તો જોવા જેવી થશે સમજ્યા તમે!

કોઈ સ્ત્રીને અબળા સમજવાની ભૂલ કદાપી ન કરતાં,જરુર પડશે ત્યારે માં કાલીનું રુપ ધરી વિનાશ પણ કરી શકેછે. સ્ત્રી અબળા નથી પણ અતિબળા છે.તમે મારી આવાત ગાંઠે બાંધી દેજો.

ધીરેધીરે લોકો એષણાની મદદે આવવા લાગ્યાં.પોલીસએ હોબાળો શાંત કરવા માટે લાઠીચાર્જ કર્યો પણ કોઈજ ફાયદો ન થયો. આ કેસે હવે મોટું સ્વરુપ લીધું, આ કેસ હાઇકોર્ટમાં ગયો ત્યાંથી ન્યાય ન મળતાં એષણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી.જર્જે સબૂતો અને સાક્ષી મંજુઅને નાના બાળક મનોજના બયાન ધ્યાન લઈને કહ્યું કે "રઘુ આપટે એ તેજાબ નો પ્રતિબંધ છતાં તેજાબ લાવીને કાયદાનો ભંગ કરવાબદલ એક સ્ત્રીનો પીછો કરવો પોતાની વાત મનાવા એસિડ છાંટવોએ એનાથી પણ ગંભીર અપરાધ છે,રઘુ આપટેને આઈ. પી.સી ની ધારા કલમ 326(એ)326બી મુજબ કોઇ સ્ત્રી પર એસિડ છાંટવા બદલ જાનલેવા હુમલો કરવા બદલ આઇ.પી.સી.ની ધારા કલમ 299 અને 300મુજબ આજીવન કારાવાસની સજા કરવામાં આવે છે,અને પી.એસ.આઇ.બી.આર.રાવને અને તેમના સ્ટાર્ફને 1988ના કાયદા મુજબ કલમ 7,13 (1)(ડી)(1)(2)(3) તથા 13 (2)મુજબની જોગવાઈ હેઠળ તેમને આ રઘુ આપટે પાસેથી લાંચ લેવા બદલ તેમને બેવર્ષની સજાને 50,000 દંડ અને સસ્પેન્ડ કરવામાં આવે છે.અને આ છોકરીની હિંમતને કોર્ટ સલામ કરે છે."

કોર્ટ એડજરન્ટ !
ધીસ કેસ ઇઝ ક્લોઝ

મિડિયા અને પિડિતા સ્ત્રીઓ તેમની લીડર એષણાને કેસ જીતવા બદલ ખરા દિલથી શુભેચ્છાઓ પાઠવે છે આજે તેના માતા-પિતા ખરા અર્થમાં ગૌરવ અનુભવે છે,કે એષણા તેમની દિકરી છે,એષણા તેના માતા પિતાના આશીર્વાદ લે છે.કેસ જીતવાની ક્રેડિટ તેના માતા પિતા અને મદદ કરનાર લોકોને આપે છે,તેના માતા પિતા તેને આશિર્વાદ આપતાં કહેછે,કે બેટા હંમેશા તારી યશ અને કિર્તિમાં વધારો થાય તેવા આશિષ.વધુ ઉમેરતાં કહેછેકે સત્યનો માર્ગ કપરો જરુર હોય છેપણ જીત હંમેશા સત્યની જ થાય છે,ધર્મ અને અધર્મની લડાઈમાં ધર્મની જ જીત થાય છે,એથી જ તો કહેવાય છે "સત્ય મેવ જયતે ".

શૈમી ઓઝા લફજ