સોફા પર બેસેલો નિરવ વિચારમાં ગરકાર થઇ ગયો હતો. ચહેરા ઉપર ચિંતાની રેખા, લાલ-લાલ આંખો અને તેમાંથી વહેતા અશ્રુ પરિસ્થિતિની ગંભીરતા વ્યક્ત કરતા હતા. પત્ની મીરાના વાક્યો વારંવાર નિરવનાં કાનમા ગુંજતા હતા..... 'આખરે પસંદ ન હતી તો લગ્ન કેમ કર્યાં ? ' પતિ - પત્ની વચ્ચેતો આવું ચાલ્યાજ કરે ને! પણ આ પ્રથમ વારનો ઝઘડો ન હતો પણ છેલ્લા એક વર્ષથી આ સિલસિલો દરરોજનો થઇ ગયો હતો.
સોફા પર માથું ટેકવી શાંતિથી આંખો બંધ રાખી બેસેલા નિરવ ને વિચારો એ ઘેરી લીધો હતો. તેની આંખો સમક્ષ ફક્ત એકજ ચહેરો હતો "રાધિકા". M.Sc. નું સેકન્ડ સેમેસ્ટર અને પરીક્ષાની એ પુરજોશમાં ચાલતી તૈયારી, હું લાઈબ્રેરીમાં કલ્લાકો નાં કલ્લાકો બુક વાંચતો હતો ને અચાનક એક મધુર અવાજ કાને પડ્યો.....
એક્સક્યુઝ મી પ્લીઝ, હાઈ આઈ એમ રાધિકા ફ્રોમ Biochemistry. તમારી પાસે જે બુક છે એ જો વંચાઈ ગઈ હોઈ તો પ્લીઝ તમે સબમિટ કરાવી દેશો. બધી કોપી પતી ગઈ છે લાયબ્રેરીમાં અને મને જોઈએ છે! કોણ જાણે એ શું કહેતી હતી... મેતો બસ એની આંખોમાં જ ખોવાયેલો હતો. મોટા-મોટા ચશ્માનાં ગ્લાસ એના ગોરા-લાંબા ચહેરાને પરફેક્ટ બનાવતા હતા. મન થયું કે 'તમે ખુબજ સુંદર છો' એવું કહી દવ પણ ફોકસ તો એણે મને શુ કહ્યું હશે એના ઉપર કરવાનું હતું એટલે મેં સમજ્યા મુક્યા વિના માથું ધુણાવી દીધું.
કાશ મેં હકારો ના પૂર્યો હોત! એ "પ્લાન્ટ મોરફોલોજી" ની બુક એ મારા દિલના ગુલાબ-ગલગોટા ખીલવી દીધા. મારી બુક જયારે એને મળી, શુ ખુશી હતી એના ચહેરા પર, એની સ્માઈલ એ મને અર્ધમૂવો કરી દીધો. બુક થી શરૂ થયેલી વાત કેન્ટિન સુધી ચાલી અને ત્યાંથી સિનેમાધર તરફ ક્યારે વધી ગઈ કઈ ખબરજ ન પડી. બધું જાદુ જેવું લાગવા લાગ્યું. ફેરવેલ વખતે એણે કીધેલા એ શબ્દો આજે પણ કાનમાં ગુંજે છે...'I love you Niru'. એ શરમાતી છોકરી એ પ્રેમનો ઈઝહાર કરવાની મોટી હિમ્મત કરી હતી.
મારુ પ્રેમ પ્રકરણ એની સાથે શું રોમાંચક હતુ પણ કોણ જાણે કેમ એણે મને છોડીને પેલા મનોજ સાથે લગ્ન કરી લીધા... અરે મને તો જાણ પણ સુધ્ધા નતી કરી. હવે તો એને બે છોકરા પણ છે અને મને ભૂલીને એના સંસારમાં કેવી ખુશ છે અને મેં પાગલ એની રાહમાં આજદિન સુધી મારી પત્નીને પણ સ્વીકારી શક્યો નથી!
વિચારોનાં એક પછી એક ચાલતા આંદોલનમાં પત્નીને ન સ્વીકારી શકવાના વિચારે જોરદાર પ્રહાર કર્યો. નિરવ શર્મસાર થઇ ગયો. આંખો ખોલી ઉભો થઇ કિચન તરફ જવા લાગ્યો, જાણે કોઈ વાત મનમાં મક્કમ કરી લીધી હોઈ... મીરા કિચનમાં જ હતી. રડતી હતી, શૂપ બનાવતી હતી અને નિરવ ને આડુ-અવળું બોલતી હતી. નિરવ મીરાની નજીક જઈને બોલી ઉઠ્યો "આપડે વાત કરવી જોઈએ".
શુ સાંભળું તારી વાત-તારા બહાના, બોલ ને! એકની એક તારી લવ સ્ટોરીનાં રિપીટ ટેલિકાસ્ટથી કંટાળી ગઈ છું નિરવ. ચીસ પાડતી મીરા ને શાંતિ થી આજીજી કરતા નિરવ એ કહ્યું "પ્લીઝ". હાથ પકડી નિરવ મીરા ને વરંડામાં લઇ ગયો. બે ખુરસી સામે ખેશવી અને મીરા ને બેસવા જણાવ્યું.
સંભાળ મીરા, આપડા લગ્નને ભલે પાંચ વર્ષ થઇ ગયા હોઈ પણ...એટલેજ મીરા બોલી ઉઠી કે "જો તુ પેલી ડાકણની વાત કરવાનો હોઈ તો મારે નથી સાંભળવું કાંઈ..." અને નિરવે મીરા નો હાથ પકડી લીધો. બંન્ને ચૂપ થઇ ગયા. નિરવ બોલ્યો 'પસંદગી કે પ્રેમ એવી બાબત છે જે કોઈ-કોઈના પર થોપી ના શકે'.
સાચું કહુ તો હું આપડા લગ્નથી ખુશ ન હતો કે ન છું. નાછૂટકે પપ્પાની જિદને કારણે તારા જોડે પરણી ગયો અને તારા વિશે એક વાર વિચાર સુધ્ધા ન કર્યો. મેં તો તારું જીવન જ દાવે લગાવી દીધું છે. જો આપડા લગ્નજીવનમાં કોઈ ની ભૂલ હોઈ તો એ ફક્ત મારી છે "મીરા". તુ તો સાવ નિર્દોષ છે. અરે મેં તો તને સ્વીકારવાની કે પસંદ કરવાની પણ કોશિશ નઈ કરી, જયારે તે તો મને સમય જ સમય આપ્યો, પણ મને સમજાતા સમય લાગી ગયો. 'આઈ એમ સોરી'.
પ્રોમિસ નઈ કરું તને કે આવતી કાલથી કે આજથી જ આપડા વચ્ચે બધું સારું થઈ જ જશે પરંતુ વિશ્વાસ આપું છું તને કે મારા ભૂતકાળનો પડછાયો આપડા ભવિષ્યને હવેથી નઈ ઢાંકી શકે. તને સાચા અર્થમાં જીવન સંગીની ક્યારે બનાવી શકીશ એ તો ખબર નથી પણ ફ્રેન્ડ તો બનાવીજ શકું ને!
જાણું છું કે તુ પસંદ કરે છે મને, ચિંતા કરે છે મારી તો થોડો ભરોસો કરી સમજી પણ લે ને! આટલા વર્ષો મેં અસમંજસમાં કાઢી નાખ્યા, પણ હવે જીવવું છે, ખુબ આનંદિત રહેવું છે (અને બે-ત્રણ સેકન્ડ થોભીને) "તારા જોડે "...
ઉભો થઇને નિરવ કિચનમાં ગયો અને ઠંડુ પડી ગયેલું પેલું શૂપ લઈને આવ્યો. બંન્ને એ સાથે શૂપ પીધું (પેલ્લી વાર). મોઢું ફેરવીને સુવા વારો નિરવ આજે 'ગુડ નાઈટ' કહીને સૂઈ ગયો એ નિર્ણય કરીને કે આવતી કાલની સવાર બંન્ને નાં જીવન માં નવો સૂર્યોદય લઈને આવશે.....
આજે તો આ વાત ને ત્રણ વર્ષ પણ વીતી ગયા છે. મીરા કોફી નો મગ હાથમાં પકડી નિરવની રાહ જોતી હતી... કાંઈ વિચારી મનોમન ખુશ થતી હતી. 'સારું થયું કે એ રાતે એણે મને માનવી લીધી, કીધેલા શબ્દો એમણે સાચા કરી બતાવ્યા' અને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. નિરવ બેડરૂમમાંથી બહાર આવ્યો. ઓફીશ માટે રેડી થયેલા નિરવે મીરા ને કહ્યું ' લાગુ છું ને હેન્ડસમ... મારુ બેગ...' અને બહારના દરવાજા તરફ આગળ વધતા વધતા... "લવ યુ મીરા. મિસ મી..." અને દરવાજો ખોલીને પાછા ફરીને બોલ્યો, "લવ યુ સ્વીટુ "
હા, સ્વીટુ !. આ શબ્દ સાંભળતાજ ખુરશીમાં બેસેલી બે વર્ષની ઢીંગલી દોડતી દોડતી નિરવને ભેટી પડી અને ધીમેથી બોલી "લવ યુ પાપા".