અહા !!! જિંદગી - 3 વીર વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહા !!! જિંદગી - 3

નિશાંત અને રક્ષિત નો કલાસ રૂમ કોલેજ ના ગેટ થી રાઈટ સાઈડ માં હતો અને લેકચર શરૂ થવાની તૈયારી મા જ હતું.. એન્ડ ધેય ગોટ ઇન ટુ કોલેજ ગેટ..

મેઈન દરવાજા થી અંદર ઘૂસતા જ નિશાંત લેફ્ટ સાઈડ માં ચાલવા માંડ્યો..

હેય.. આ બાજુ ડુડ.. આ બાજુ છે આપણો કલાસ.. સાલા સિગારેટ નો નશો વધુ થઈ ગયો છે કે શું ??

એય કમ ઓન રક્ષિત.. તું ચાલ ને તને નવો રસ્તો બતાવું.. એમ કહી નિશાંતે રક્ષિત નો હાથ પકડી પોતે જઇ રહ્યો હતો એ રસ્તે લઈ ને ચાલતો થયો.. રક્ષિત પણ ચૂપચાપ એની પાછળ ચાલવા માંડ્યો.. જો કે નિશાંત કેમ એ બાજુ લઈ જાય છે એ હજુ એની સમજ ની બહાર હતું પણ .. દોસ્તી.. યસ.. ઇટ્સ અ ઓન્લી રિલેશન જ્યાં ક્વેસચન માર્ક નથી હોતા.. જસ્ટ ફોલો જ હોય છે..

થોડું ચાલ્યા પછી નિશાંત પ્રથમ વર્ષ કોમર્સ ના કલાસ રૂમ તરફ વળ્યો અને એ તરફ ચાલવા માંડ્યો..

ડેમ ઇટ.. નિશું..તું પાગલ થઈ ગયો છે કે શું યાર.. નાઉ રક્ષિત સમજી ગયો એ રસ્તે આવવાનું કારણ.. યાર.. ધીસ ઇસ ટુ મચ નિશાંત.. યાર કોઈ જોઈ જશે તો નાહક માં સાંભળવાનું થશે.. ચાલ યાર એ તરફ નથી જવું.. પાછા ચાલ અને કલાસ રૂમ માં પહોંચીએ.. એકાઉન્ટ નું ફર્સ્ટ લેકચર છે યાર.. મિસ થઈ જશે..

અબે..તું ચૂપ રે..અને ચૂપચાપ ચાલ્યો આવ મારી પાછળ.. એમ કહી નિશાંત લગભગ ફર્સ્ટ યર ના કલાસ રૂમ નજીક પહોંચી ગયો.. ત્યાંથી લોબી માં પડતી બારી થી થોડોક દૂર ઉભો રહી ને બારી ની અંદર થી કોઈને જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો..

રક્ષિત મૂંઝવણ માં હતો.. એ થોડો દૂર ઉભો હતો.. શુ કરવું એ સમજાતું નહોતું.. વારંવાર આજુબાજુ જોઈ ને ખાતરી કરી રહ્યો હતો કે કોઈ એમને જોઈ તો નથી રહ્યું ને.. એક છૂપો ડર એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો.. એ નિશાંત ને ઈશારા કરીને પાછો બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કારણ કે ડર ના કારણે એના મોઢા માંથી અવાજ પણ બહાર નહોતો નીકળી રહ્યો..

એની નજર એના કલાસ રૂમ બાજુ પડી ત્યારે એ વધુ ગભરાઈ ગયો કારણ કે ફર્સ્ટ લેકચર લેવાવાળા પ્રોફેસર આવતા દેખાઈ રહ્યા હતા..

એ સતત નિશાંત ને ઈશારા કરી રહ્યો હતો પણ નિશાંત નું ધ્યાન બારી ની પેલે પાર કઈક શોધવામાં જ હતું અને એટલે જ રક્ષિત ના ઈશારા તરફ બે ધ્યાન હતો..

છેવટે રક્ષિત ભાગ્યો અને નિશાંત નો હાથ પકડીને એમના કલાસ રૂમ તરફ ખેંચી ગયો..

યાર જસ્ટ અ મિનિટ.. થોડીવાર ઉભો રે યાર.. બસ યાર એકવાર જોઈ લેવા દે.. નિશાંત બોલી રહ્યો હતો પરંતુ એની વાતો તરફ ધ્યાન આપવાની જગ્યાએ રક્ષિત એને જોર થી હાથ પકડીને ખેંચીને લઇ જઇ રહ્યો હતો.. અને અચાનક નિશાંત ની આંખ સામે કોઈ દેખાયું..

યસ.. ધેટ્સ ઇટ.. ખુશ થઈને નિશાંત રક્ષિત ની સાથે પોતાના કલાસ રૂમ તરફ ભાગ્યો અને પ્રોફેસર પહોંચે એ પહેલાં બન્ને કલાસ માં પહોંચી ગયા..


રક્ષિત હજુ હાંફી રહ્યો હતો.... દોડવાના કારણે પરંતુ સાથે બચી ગયા ની ખુશી પણ હતી.. એને બેઠા બેઠા જ નિશાંત ને બે ફેટ મારી દીધી..

નિશાંત થી રાડ પડાઈ ગઈ.. આ બાજુ પ્રોફેસર અંદર પ્રવેશ્યા એટલે નિશાંત તો બચી ગયો પણ રક્ષિત એને ઈશારા થી ધમકી આપી રહ્યો હતો..

વેલ.. રક્ષિત ને પછી જ સમજાયું કે એ ગેટ થી જમણી બાજુ ની જગ્યાએ ડાબી બાજુ કેમ ગયો હતો.. જો કે લાબું અંતર ફરી ને કલાસ રૂમ માં પહોંચવાનું તો રક્ષિત ને પણ ગમતું પણ આજે નિશાંત જે રીતે ફર્સ્ટ યર ના કલાસ રૂમ આગળ ભવાળા કરવા ઉભો રહ્યો ને એનો એને ગુસ્સો હતો... જો કે અમસ્તો જ .. મીઠો મસ્તી ભર્યો ગુસ્સો..

રક્ષિત અને નિશાંત સેકન્ડ યર કોમર્સ માં હતા.. બન્ને ની મિત્રતા કોલેજ માં જ થઈ હતી અને એક વર્ષ માં એક બહુ જ પાક્કા મિત્ર બની ગયા હતા...

રક્ષિત ને એ દિવસ યાદ આવી ગયો જ્યારે કોલેજ ચાલુ થઈ અને નવા નવા વિદ્યાર્થીઓ એડમિશન માટે આવતા હતા.. રક્ષિત નિશાંત અને બીજા ચાર પાંચ મિત્રો સાથે ગાર્ડન માં બેઠો હતો ત્યાં જ અચાનક નિશાંત ઉભો થયો અને એડમિશન માટે ના ફોર્મ મળતા હતા એ તરફ ગયો..
આમ અચાનક જ કઇ કહ્યા વગર એ ગયો એટલે બધા ને આશ્ચર્ય થયું પણ ત્યારે તો કોઈને ખબર પણ નહોતી.. હકીકત માં ગાર્ડન મેં બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે નિશાંત ની નજર મેઈન ગેટ પર પડી અને એ જ સમયે તૃપ્તિ પોતાની સખીઓ સાથે અંદર પ્રવેશ કર્યો.. તૃપ્તિ જે જોતા જ નિશાંત આજુબાજુ બધું ભૂલી ને મિત્રો ને કહ્યા વગર જ એ તરફ પહોંચી ગયો..

પાછા આવીને બહાનું બતાવી દિધુ.. આવું નિશાંત ભાગ્યે જ કરે એટલે કોઈને શંકા ના ગયેલી પરંતુ એડમિશન પૂરું થયા પછી રેગ્યુલર કોલેજ ચાલુ થઈ એના બે જ દિવસ પછી..
આમ તો કોલેજ છૂટ્યા પછી પણ બહાર હોટલ માં બેસીને ચા અને સિગારેટ સાથે મિત્રો જોડે ગપ્પા મારવામાં જ અડધો દિવસ કાઢી નાખતા અને પછી જ મને ફાવે ત્યારે ઘરે જવાનુ.. પરંતુ એ દિવસે.. કોલેજ છૂટતા જ એને પોતાનું બાઈક કાઢ્યું અને રક્ષિત ને બેસાડી જે બાઈક પર જ કોલેજ ના મેઈન ગેટ બહાર ઉભો રહ્યો..

રક્ષિત ને પણ બીજો કોઈ વિચાર આવેલો નહિં .. કદાચ કઈક કામ હશે એટલે આજે વહેલા જવાનું હશે એટલે એ પણ ચૂપચાપ બાઈક પર બેસી ગયો..

બાઈક પર બેઠા બેઠા એ વારંવાર મેઈન ગેટ બાજુ જોતો હતો.. જાણે કે કોઈના આવવાની રાહ જોતો હોય..
રક્ષિત માટે આ નવું નહોતું.. ઘણીવાર મિત્રો સાથે બહાર ફરવા નીકળી જતા કોલેજ થી સીધા જ એટલે આજે પણ એવો જ કોઈ પ્લાન હશે એમ વિચારી એ ત્યાં જ ઉભો હતો..

નિશાંત બેબાકળો બની રહ્યો હતો.. ક્યારેક ઘડિયાળ માં તો ક્યારેક ગેટ બાજુ સતત જોયા કરતો હતો.. એક બે વાર તો એ પોતે ગેટ સુધી જઈને જોઈ આવ્યો..
અને પછી અચાનક એને રક્ષિત ને બુમ મારી.. ચાલ જલ્દી બેસી જા અને એને બાઈક હંકારી મૂક્યું..


પ્રોફેસર કલાસ માં આવી ને બોલવાનું ચાલુ કર્યું ત્યારે અચાનક રક્ષિત વિચારો માંથી બહાર આવી ગયો.. જાણે કોઈ લાંબી ઊંઘ માંથી જાગ્યો હોય અને હજુ પણ હજુ ઊંઘ આંખો માં હોય અને આંખો ઘેરાયેલી હોય એમ જ રક્ષિત વિચારો માંથી બહાર તો આવી ગયો હતો પણ એનું મન લેકચર માં લાગતું નહોતું..

અડધું મન લેકચર માં ને અડધું વિચારો વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું.. એ કન્ફ્યુઝન માં હતો. કાઈ નક્કી નહોતો કરી સકતો.. ઘણીવાર જીવન માં આવો સમય આવે છે જ્યારે આપણે જેને ત્યાગવાની કોશિશ કરીએ છીએ એ વિચારો મગજ ના સીમાડા માં ઘુમરાયા કરે છે અને જેના વિશે આપણે વિચારવા માંગતા હોય એ વિચારો નો રસ્તો રોકીને ઉભા રહે છે.. ના તો એ પોતે અંદર સંપૂર્ણ રીતે આવે છે ના અન્ય ને આવવા દે છે.. આવી પરિસ્થિતિમાં માં મગજ થાકી જાય છે કારણ કે બન્ને વચ્ચે બેલેન્સ બનાવવામાં એને વધુ મહેનત કરવી પડે છે જેનું પરિણામ છેવટે તો નિષ્ફળતા જ હોય છે..
લેકચર અડધું પૂરું થયું હતું પરંતુ હજુ સુધી રક્ષિતે કોઈ પ્રશ્ન નહોતો કર્યો.. નિશાંત માટે અને કદાચ કલાસ માટે પણ આ નવું હતું.. રક્ષિત ભણવામાં હોશિયાર હતો અને એટલે જ લેકચર માં વારંવાર પ્રોફેસરો ને પ્રશ્ન પૂછ્યા કરતો.. લેકચરર ના જવાબ ખૂટી જતા પરંતુ એના પ્રશ્નો નહિ.. ઘણા પ્રોફેસરો ને રક્ષિત ના આ વ્યવહાર થી તકલીફ તો ઉભી થતી પરંતુ એ દેખાડી ના શકતા.. ઘણીવાર તો એવું બને કે લેકચરર લિટરલી એના પ્રશ્નો ને ઇગ્નોર કરી ને જલ્દી જલ્દી પોતાનું લેકચર પૂરું કરી ને નીકળી જતા.. જયારે જયારે આવું થતું ત્યારે કલાસ માટે એક નાનું એવું મનોરંજન થઈ જતું.. વિદ્યાર્થીઓ ની હસી લેકચરરો ને શરમ માં નાખી દેતી..

લેકચરર ની નજર ચુકાવી ને નિશાંતે એક ધબ્બો મારીને જાણે રક્ષિત ને ઊંઘ માંથી ઉથડાવાનો પ્રયત્ન કર્યો.. એની સામે ઈશારા માં જ પ્રશ્ન કરી લીધો કે આજે એ છે ક્યાં .. ક્યાં વિચારો માં ખોવાયેલો છે... ધ્યાન ક્યાં છે એનું..
કઇ નહીં બસ એમ જ.. ઈશારા થી જ શોર્ટ માં જવાબ આપી રક્ષિત જાણે એનું પૂરું ધ્યાન લેકચર માં હોય એવી એક્ટિંગ કરવા લાગ્યો..

નિશાંત બિન્દાસ્ત હતો અને લાબું ના વિચારતો એટલે એને વધુ ધ્યાન આપ્યું નહીં એ તરફ અને બસ લેકચર પૂરું થવાની રાહ જોવા લાગ્યો.. એને તો બસ ફર્સ્ટ યર ના કલાસ રૂમ ની એ બારી જ દેખાતી હતી.. ક્યારે લેકચર પૂરું થાય અને ક્યારે એ ભાગે બસ એ જ વિચાર માં હતો..

એવું નહોતું કે માત્ર નિશાંત જ ફર્સ્ટ યર ના કલાસ તરફ જોવાવાળો હતો.. તૃપ્તિ ને જોયા પછી ઘણા બધા સીધા છોકરાઓ એ પોતાના સિદ્ધાંત બદલીને.. સારા હોવાના કપડાં ઉતારી નાખ્યા હતા.. જેને મોકો મળે એ એ તરફ જોઈ જ આવતા.. બીજા વર્ષ ના છોકરાઓ ની આ હાલત હતી તો સામે એ જ કલાસ માં ભણતા છોકરાઓ ની હાલત તો એનાથી પણ વધુ ખરાબ હતી..

બહુ તરસ લાગી હોય અને સમુંદર ના કિનારે ઉભા હોઈએ ત્યારે જે પરિસ્થિતિ સર્જાય એવી પરિસ્થિતિ જીવન માં બહુ ઓછી આવતી હોય છે.. એ સમયે મન ની સ્થિતિ અજીબ પ્રકાર ની હોય છે..

તૃપ્તિ આ વર્ષે જ એડમિશન લીધું હતું કોમર્સ માં.. ભણવામાં હોશિયાર હતી એના કરતાં સૌંદર્ય ની સામ્રાઞી કહીએ તો વધુ નહીં હોય.. ભરાવદાર ચહેરો.. કાળા ડિબાંગ લાંબા વાળા.. સુઘડ અને કસાયેલું શરીર.. જાણે કે પરમાત્મા એ લાંબી છુટ્ટી લઈને સ્પેશ્યલ એનું જ ઘડતર કર્યું હોય..

લેકચર પૂરું થવા આવ્યું હતું અને રક્ષિત બસ મોઢા પર સામાન્ય કુત્રિમ સ્મિત સાથે એની સાથે તાદાત્મ્ય સાધવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો.. એનો પસંદ નો વિષય હોવા છતાં એનું મન ક્યાંક ઊંડે ઊંડે થી પોકારી રહ્યું હતું અને ઇચ્છતું હતું કે જલ્દી લેકચર પૂરું થાય..