ahaa jindagi - 2 books and stories free download online pdf in Gujarati

અહા !!! જિંદગી - 2

2.

અંકલ... બે ગોલ્ડફલેક અને બે કટિંગ..

બાજુ માં લટકેલા ટાઈટર થી સિગારેટ સળગાવી ત્યાં સુધી માં નિશાંત પણ આવી ગયો.. એને પણ બીજી સિગારેટ લઈ સળગાવી ત્યાં સુધી માં એક છોકરો બે કટિંગ લઈને આવી ગયો..

સળગતી સિગારેટ ના ધુમાડા કાઢતા બન્ને હાથ માં ચા લઈને બાજુ માં જઈ ઉભા રહ્યા..

આખી હોટલ કોલેજ ના સ્ટુડન્ટ થી ભરેલી હતી..ચારેબાજુ ધુમાડા ના ગોટા ની સાથે હસી મજાક ના ધડાકા પણ વાતાવરણ માં ભળી રહ્યા હતા..

યાર..રક્ષિત.. અહીં છોકરીઓ કેમ નહીં આવતી હોય.. જસ્ટ ફિલ્મો ની જેમ.. કેટલું મસ્ત એટમોસફિયર હોય ફિલ્મ ની કોલેજ માં..છોકરીઓ પણ સિગારેટ ફૂંકતી બોયઝ જોડે ઉભી હોય નહીં..

અબે ઘોંચુ.. ઇટ્સ એ ફૅન્ટેસી નોટ ફેક્ટ.. અને તું હવે આ ફિલ્મી દુનિયા માંથી બહાર આવ..

યાર કમ ઓન.. ઇટ્સ ઓકે યાર.. બટ યુ નો.. લાઈફ એવી જ હોવી જોઈએ ને.. નોટ લાઈક બોરિંગ વ્હોટ ઇસ ઇટ હિયર ઇન અવર કોલેજ.. ધ ફક..

ઓહ.. ફિલ્મી.. ધીસ ઇસ ધ રીઅલ લાઈફ ડુડ... એન્ડ ઇટ્સ નોટ ઇઝી લાઈક ફિલ્મ.. સો કમ આઉટ ફ્રોમ ઇટ..

એ વાતો જ કરતા હતા એટલા માં સ્કૂલ બસ આવી પહોંચી.. અને તરત જ હજુ અડધી ના થયેલી સિગારેટ ફેંકીને નિશાંત હોટલ થી થોડો બહાર આવ્યો અને બસ માંથી ઉતરતી ગર્લ્સ ને જોવા લાગ્યો..

ઠરકી સાલો.. 12 રૂપિયા ની સિગારેટ ની વોટ લગાવી દીધી.. રક્ષિત મનોમન બબડતો અને પછી થોડું હસ્યો..

હોટલ માં થતો ઘોઘાટ એકદમ જ શાંત થઈ ગયો હતો.. ધુમાડા ની તીવ્રતા પણ ઓછી થઈ ગઈ હતી.. કેટલીયે સિગારેટ અધૂરી ઉમર માં જ આત્મહત્યા કરી ચુકી હતી..

બે બોલ માં 6 રન ની જરૂર હોય જીતવા માટે અને ધોની ક્રિઝ પર હોય ત્યારે પ્રેક્ષકો જેમ શાંત થઈને એકચિત થઈને ક્રિઝ પર આંખ ના પાંપણ પટકાવ્યા વગર જોઈ રહે એમ અનેક આંખો બસ ના દરવાજ માથે મંડાઈ રહી હતી..

રક્ષિત હજુ પણ સિગારેટ સાથે ન્યાય કરી રહ્યો હતો અને અફકોર્સ ચા તો પુરી કરવી જ પડે.. એકવાર કદાચ યમરાજ આવી ચડે અને જો રક્ષિત ના હાથ માં ચા અને સિગારેટ હોય તો એમને પણ એ પુરી થાય ત્યાં સુધી રાહ જોવી પડે..

હી વોઝ ક્રેઝી ફોર ધેટ.. સો મછ..

3.

અષાઢ મહિના માં વરસાદ ની રાહ જોઇને આકાશ સામે મીટ માંડીને બેઠેલો ખેડૂત જેમ વરસાદ ના આગમન થી ખુશ થાય એમ જ બસ માંથી ગુલાબ ના પુષ્પ ની સોડમ પ્રસારાવતી તૃપ્તિ બહાર આવી કે બધા ના ચહેરા જાણે વસંત માં ખીલેલા ફૂલો ની જેમ ખીલી ગયા.... પહેલા વરસાદ માં નાહવા ગયેલા બાળકો જેમ આજુબાજુ નું ભાન ભૂલી ને નાવામાં મશગુલ બની જાય એમ હોટલ માં ઉભેલા લગભગ દુનિયાદારી ને ભૂલી ને બસ એની સામે જ જોઈ રહ્યા હતા..

નિશાંત તો જાણે સમાધિ માં લિન થઈ ગયો હોય એમ સ્થિર થઈ ગયો હતો.. પાણી માછલી ને પકડવા ની તક જોઈને ઉભેલો બગલો જેમ માછલી ની આગળ પાછળ આંખ પતાપટાવે એમ નિશાંત ની માત્ર આંખો હાલતી હતી અને એ પણ તૃપ્તિ ના પગલે પગલે.. મોકો મળે ને બગલો જેમ તરાપ મારી ને માછલી ને પકડી લે એવા જ કોઈ મોકા ની રાહ જોઇને સમાધિ લિન થઈ ગયેલા નિશાંત ને ત્યારે જ ભાન આવ્યું જ્યારે રક્ષિતે એની પીઠ પર લાત મારી..

તૃપ્તિ ક્યારનીય કોલેજ ના ગેટ ની અંદર પહોંચી ગઈ હતી પણ નિશાંત હજુય જાણે સામે ઉભેલી હોય એમ એ તરફ જોઈ જ રહ્યો હતો .. હોટલ માં એની પર હસવા લાગ્યા હતા અને એટલે જ હવે રક્ષિતે બાજી સંભળાવી પડી..

ગાઢ નિદ્રા માં સ્વપ્ન ની સૃષ્ટિ માં ખોવાયેલા વ્યક્તિ ની આંખ ખુલતા ની સાથે જ એ અલ્પ અને અકલ્પનિય દુનિયા અદ્રશ્ય થઈ જાય અને માત્ર અંધારું દેખાય એમ ભાન માં આવેલા નિશાંત ની સામે ખાલી રસ્તો અને એની પર હસતા યુવાનો ને જોઈને એ નીચું જોઈ ગયો..

બન્ને પાછા હોટલ પર આવ્યા અને બીજી બે ગોલ્ડફલેક લઈને ત્યાંથી નીકળી દૂર એક લીમડા ના ઝાડ નીચે ના બાંકડે જઈને બેઠા.. પહેલું લેકચર શરૂ થવા માં હવે ઝાઝી વાર નહોતી એટલે ફટાફટ એમને સિગારેટ જલાવી અને કસ પર કસ લેવા માંડ્યા..

યાર રક્ષિત.. તું કઈક કર યાર.. કોઈ તો ઉપાય બતાવ જેથી આ ખીલતું ગુલાબ આ કોટ ની શોભા બની જાય.. યાર સાચું કહું જીવન માં જો એ મળી જાય જે તો એની સામે ઇન્દ્રાસન પર ત્યાગી દેવું પડે તો આ નિશાંત એક ક્ષણ નો પણ વિલંબ ના કરે..

ઓહ.. જમીન પર રે.. ભાઈ.. ઇન્દ્રાસન બહુ દૂર છે.. નિશાંત ની આવી વાતો સાંભળી રક્ષિતે એને વાસ્તવિકતા નું ભાન કરાવતા બોલ્યો...

નિશાંત તું સાવ પાગલ જેવો થઈ ગયો છે યાર. છોડ ને એમા છે શું.. ભણવામાં ધ્યાન આપ.. સારી નોકરી હશે ને તો આવું એક નહીં પણ ગુલાબ નો આખો બગીચો તારી સામે હશે..

હશે.. કદાચ બગીચો.. અને એમાં ગુલાબ પણ હશે.. પણ મન ને ના ગમે એવા ગુલાબ ના ગુલદસ્તા પણ શું કામ ના યાર.. તને ખબર છે નિશું.. એકબાજુ દુનિયા ના શ્રેષ્ઠ ગુલાબ ના ગુલદસ્તા ની સુવાસ અને એકબાજુ આ ગુલાબ ની સુવાસ.. ઓહ.. યાર.. તને કેમ કાઈ થતું નથી... કહેવાય છે મેનકા ને જોયા પછી વિશ્વામિત્ર એ તપ છોડીને સંસાર માંડ્યો હતો.... યાર.. એ ગજબ છે.. સ્વપ્ન સૃષ્ટિ ની રાજકુંવરી જેવી કોમળ.. ઇન્દ્ર ના દરબાર ની અપ્સરાઓ પણ જેની ઈર્ષા કરે એવી સુંદર.. શુ વખાણ કરું યાર..

નિશાંત ની વાતો સાંભળતો રક્ષિત મનોમન હસી રહ્યો હતો..

ચાલ હવે લેકચર નો સમય થઇ ગયો છે.. આમેય માંડ એકાદ બે લેકચર જ ભરીયે છીએ અને જો મોડું થશે તો એ ભી છૂટી જશે..

ફટાફટ ઉપરા ઉપરી કસ મારી નિશાંતે સિગારેટ પુરી કરી અને બન્ને કોલેજ માં પ્રવેશી પોતાના વર્ગખંડ તરફ રવાના થયા..

ક્રમશઃ

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED