દિકરી એટલે શું??
દિ - દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ,
ક - કસ્તુરી ની જેમ સદાય મહેકતી અને મહેકાવતી,
રી - રિદ્ધિ સિધ્ધિ આપનાર અને પરિવાર ને ઊજળો કરે એવી એક પરી..
કેટલી નાજુક હોય છે છોકરીઓ
બંગડી તુટી જાય તો રડી રડી ને આખુ ઘર માથે લે છે ,
અને દિલ તૂટી જાય તો સામે બેઠેલી મમ્મી ને પણ ખબર નથી પડવા દેતી,
સહેજ હાથ કપાય તો આખા ઘરને પોતાની સેવા માટે ઊભુ કરી દે છે,
અને
આત્મા દુઃખો થી ચારણી બની જાય તો'ય ઊફ સુધ્ધા નથી કરતી,
પોતાની પસંદગીનો એક ડ્રેસ ન મળે તો એ તહેવાર પણ નથી મનાવતી
પણ એક નાપસંદ વ્યક્તિ સાથે પોતાના માતા-પિતા ની ખુશી માટે આખી જીંદગી કાઢી નાખે છે.
આ મારા વિચારો નથી પણ હું સહમત જરુર એટલું હું પણ મારા વિચારો રજૂ કરી, પહેેલીવાર મારી કવિતાઓ રજૂ કરી રહી છું આશા છે કે મારી વાર્તા ની જેમ આ પણ તમને લોકોને ગમશે,
સારો કે ખરાબ પ્રતિભાવ જરૂરથી આપજો
1) માં ના ગર્ભમા છુ...
હું જીવ એક જોખમમાં છું,
કારણ કે હું દર કરતાં પણ નાના ઉદરમાં છું.
પોતાાનાએ જ માંડયા છે કાવાદાવા ,
એટલે દ્રૌપદી બની હું દાવ પર છું.
કૃષ્ણ ને જનમ આપવા ખાતર,
હું દેવકી બની કંસ ના કારાવાસ મા છું.
કોઈએ રાવણ બની કર્યુ છે હરણ મારુુ,
છતાં સંંસ્કારો ના વેશમાં હું સીતા છું .
પૂર્ણ માને છે પુુુુુરુષો નેે આ દુનિયા એટલે,
એમની નજરમાં હું પુતના છું.
કયારેક માા, બહેન અને કયારેક દિકરી,
તો કયારેક વહુ ના રૂપમાં હુું વિલક્ષણા છું.
લાગે છે કે આંખ નહીં ખોલી શકુ હું આ દુનિયામાં,
કારણ કે એક દિકરી બનીને માના ગર્ભમાં છું..
2) બાળપણ...
ભવ્યાતિભવ્ય, બચપન મારુ ભવ્ય
દાદાની વહાલી ને દાદિની લાડકવાયી ,
મમ્મીની ઢીંગલી ને પાપાની રાજકુમારી,
ભયલાની ભાગીદાર ને બહેનની સખી,
ના કોઈ ચિંતા કે ના કોઈ દુઃખ ,
બસ હેત ની સરવાણી એવું,
બચપન મારુ ભવ્ય.
3) જિજ્ઞાસુ ..
માં ના ગર્ભમાં દીકરી ઉછરે કેવી રે જિજ્ઞાસુ !!
બહાર ની દુનિયા કેવી હશે એ જાણવા ની જિજ્ઞાસુ !!
ગર્ભમાં એ સાંભળી રહી એને મારવાની તૈયારી,
એનો શું વાંક છે એ જાણવા ની જિજ્ઞાસુ !!
માં ના અથાગ પ્રયત્નથી દુનિયા જોઇ એ દીકરીએ,
પેંડાના બદલે જલેબી કેમ એ જાણવા ની જિજ્ઞાસુ !!
નિશાળે ગઈ, રમવા ગઈ રોકટોક લગાવાઈ,
ભાઈ બહેન વચ્ચે ભેદ કેમ એ જાણવા ની જિજ્ઞાસુ !!
આમ બેસવાનુ, આમ બોલવાનું, આમ નય ચાલવાનું,
એવી તે શું ભૂલ એની એ જાણવા ની જિજ્ઞાસુ !!
દિકરી માટે માગુ આવ્યુ ,ઘરના બધા ખુશ થયા,
એવુ તે શું છે એમાં એ જાણવા ની જિજ્ઞાસુ !!
માં એ આપી શિખામણ અને આપ્યા બોધપાઠ,
કેવી રીતે પાલન કરશે એ જાણવા ની જિજ્ઞાસુ !!
લગ્ન થયા સાસરે ગઈ, અરમાનો ઘણા દિલ મા,
સપના કેવા પૂરા થશે, એ જાણવા ની જિજ્ઞાસુ !!
માં એ કીધું સાસરે ઘર છે, સાસરીમાં પારકી જણી,
પોતાનુ ઘર કયાં એ જાણવા ની જિજ્ઞાસુ !!
માનવાનુ પતિનુ, સાસુ-સસરાનુ, ને દિયર ને નણંદનુ,
દિલની વાત કોને કરે એ જાણવા ની જિજ્ઞાસુ !!
ફરી એ ચક્ર ફરયુ ને કર્યુ એને ગર્ભ ધારણ,
દીકરી આવશે તો શું ફરી એ ચક્ર એ જાણવા નીજિજ્ઞાસુ !!
પોતાની જિગ્નાસા મટી નહીં, ન મળ્યા કોઈ જવાબ,
શું આ જ દીકરી ની જિંદગી એ જાણવા ની જિજ્ઞાસુ !!
Kajal Rathod RV..
Thank you 😊