લક્ષ્મી Eina Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લક્ષ્મી

લક્ષ્મી ના નામ જેવા જ ગુણ .
તેનો જન્મ થયો ત્યારે તેની મા પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માનતી હતી .પ્રથમવાર લક્ષ્મીને જોઈને તેની મા એ 'લક્ષ્મી' તરીકે બોલાવી હતી .એના પિતા પણ ખુશ થયા હતા. હા ,લક્ષ્મીના દાદી થોડાક નારાજ હતા ,એને પ્રથમ સંતાન દીકરો જોઈતો હતો .નાનકડા એવા ગામમાં આ પરિવાર સુખેથી એકબીજાની સાથે રહેતો હતો .નાનો ખોરડો ધરાવતું લક્ષ્મી નું ઘર . તૂટેલા-ફૂટેલા ખાટલામાં રંગબેરંગી સાડી માંથી બનેલી ગોદડીમાં લક્ષ્મીજીને પ્રથમવાર બિરાજાયા હતા. આમ તો ધન લઈને નહોતી આવી, પણ જ્યારે તે મોઢામાં આંગળી રાખી હસતી હતી ત્યારે મોતીના દાણા વેરતી ચોમેર સુંદરતા ફેલાવતી હતી. એ સુંદરતાનો પ્રકાશ એની મા સિવાય બીજું કોઈ જોઈન શકતું .લક્ષ્મી નો જન્મ લક્ષ્મીની મા માટે એના નવા જન્મથી વિશેષ ન હતો .
કોઈ ખાસ પ્રસન્નતા એના ઘરમાં જોવા મળી ન હતી. સુયાણી ને જેમ તેમ કરી વળાવ્યા બાદ ,બધા પોતપોતાના કામે લાગી ગયા. દિલાસા રૂપે લક્ષ્મી ના પિતાને લોકો કહેતા તારા ઘરે લક્ષ્મીજી આવ્યા છે. છતાં બધા પ્રપંચો થી દુર લક્ષ્મી અને એની મા નો મૌન પ્રેમ ખુબજ આનંદ માણી રહ્યૉ હતો.

સમયનાં વહેણની સાથે લક્ષ્મી પણ મોટી થઈ. લક્ષ્મીના આવ્યા બાદ તેના પિતા ની ખેતી દિવસેને દિવસે વધવા લાગી. ૨ વર્ષ બાદ લક્ષ્મી ના ઘરે લક્ષ્મી ના નાનાભાઈ ના જન્મ ના સમાચાર મળ્યા .નિરાશ ,હતાશ લક્ષ્મીના દાદીના માટે તો આ અતિ ,અતિ આનંદ સમાચાર હતા .આનંદ લહેરાઈ ગયો બધી બાજુ વધામણી ...વધામણી ચારેકોર ઉલ્લાસનું વાતાવરણ, બધા ખુશ થઈ ગયા. ખુબ ,ખુશ થઇ ગયા .લક્ષ્મી ના પિતા તો ખુશીના માર્યા નાચવા લાગ્યા. આખા ગામમાં મીઠાઈઓ વેચવામાં આવી .બ્રાહ્મણોને જમાડવામાં આવ્યા .ખુબજ જાહોજલાલી થઈ ,આવતા જતા લોકો લક્ષ્મીની માને કહેતા "અરે ,ભાઈ તારે લક્ષ્મી ઢંકાઇ ગઇ હો ."તારું જીવન સફળ થયું, "વાહ "દીકરા દીકરી મા કેટલો ભેદ છે, આ જગતમાં .લક્ષ્મીની માંથી મનોમન કહેવાય ગયું. આ હર્ષ ઉલ્લાસ માં બધા એવા તો મગ્ન થઈ ગયા કે લક્ષ્મી ને બોલાવતા પણ નહિ.બે વર્ષ અને પાંચ મહિનાની આ નાનકડી લક્ષ્મી એકલી રહેવા લાગી .લક્ષ્મીને થયું મારી મા મને ભૂલી ગઈ .લક્ષ્મી દોડીને મા ને વળગવા જાય ,એની પાસે સુવાની જીદ કરે .તો એની દાદી એને ઝાટકો મારીને દૂર ખસેડી દે. લક્ષ્મી રડે જાય તો તેને કોઈ વ્હાલ કરે નહીં. લક્ષ્મીની માં બધું ચૂપચાપ સહન કરે અનેેે પછી જ્યારે લક્ષ્મી સુઈ જાય ત્યારે માં તેના માથે પ્રેમથી હાથ ફેરવે ,એના કપાળ પર ચુંબન કરે મન ભરીને વહાલ કરે .લક્ષ્મીની માં ક્યારેક તો ભીંજાયેલી આંખ થી લક્ષ્મીના ગાલ ને ભીંજવી નાખતી .એકવાર ખિજાઈ લક્ષ્મી કહેવા લાગી." માં ભાઈ આવ્યો જ ન હોત તો સારું થાત નહીંને" .આવા શબ્દો સાંભળતા જ દાદીમા એ લક્ષ્મી ને બે લપડાક મારી દીધી, ને કામે વળગ્યા .લક્ષ્મી તે દિવસે ખૂબ રડી ,માના ખોળામાં માથું મૂકીને, મા પણ મૌન રૂદન કરતી બસ લક્ષ્મીને છાની રાખવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી .
લક્ષ્મી તેની મા વગર પરાણે રહેવા લાગી .લક્ષ્મીના સહન કરવાના દિવસો હવે થી શરૂ થયા હતા .

બે જ વષૅ નું નાનપણ હતું લક્ષ્મી પાસે. ધીરે ધીરે ઘરકામમાં હાથ વળવા લાગ્યો. લક્ષ્મી ની મા હવે બહુ બીમાર રહેવા લાગી હતી. જેથી લક્ષ્મી ઘરકામ હવે શીખવા જ લાગી હતી. પાંચેક વરસની આ લક્ષ્મી ઢીંગલા ઢીંગલી ને ભુલી જ જતી રમાડવાનો સમય જ કયા હતો. દાદી તેને નવરી પડવા જ ન દેતા .ત્યાં તો એક દિવસ લક્ષ્મીના જીવનમાં આફત નો પહાડ તૂટી પડ્યો .લક્ષ્મીની માનુ અકાળ મૃત્યુ થઈ ગયું

..ઢીંગલી ઢીંગલા ને રમાડવા ના સમયમાં લક્ષ્મીના હાથમાં મોટો બોજો આવી પડ્યો. લક્ષ્મી માતાનું થયેલું અકાળ અવસાન લક્ષ્મી ના જીવન માં પડેલું ભારેથી ભારેખમ દુઃખ હતું .લક્ષ્મીની સખી સમાન મા હવે તેનાથી દૂર ચાલી ગઈ હતી.
વગર કહે વગર સમજાવે લક્ષ્મી ને મોટી કરી ગઈ હતી.ઘરના સભ્યોમાં હવે લક્ષ્મી ,લક્ષ્મી નો ભાઈ, લક્ષ્મી ના પિતા, લક્ષ્મીની દાદી અને લક્ષ્મીના કાકા હતા.
લક્ષ્મી ઘરડા બા લક્ષ્મી ને ઘરકામમાં વાળવા લાગ્યા.શાળાનો ઘંટ વાગી જાય પણ કાચા રોટલા ને શેક્યા વગર ઘંટને ન સાંભળી શકાય ,ભાઈ ને જમાડયા વગર ક્યારેય ન જમતી લક્ષ્મી ભુખી-દુઃખી નિશાળ માં પહોંચતી, થોડા ટંકમાં ભણાય એટલું ભણી ,ભાઈ ને જમાડવા ઘરે પહોંચી જતી.ભાઈને માની મમતા થી એક ક્ષણ પણ દૂર ન રાખતી લક્ષ્મી, તેના ભાઈ પ્રકાશની માં ક્યારે બની ગઇ તે ખબર જ ન રહી.
લક્ષ્મીતેની માં ની છાયા બની ઘર મા બધા ને હસતી હસાવતી.
ઘરને એવું જ સંભાળી લીધું હતું કે જાણે લક્ષ્મી ની માં જ હોય .હવે લક્ષ્મી આઠ વરસની થઈ ગઈ હતી .બાપુ ના સુના ભટ્ટ જીવન માં લક્ષ્મી બાપુને મીઠા વેણ બોલી પરાણે પરાણે જમાડતી .હે ..બાપુ ,બાપુ કહેતી એની જીભ સુકાતી . લક્ષ્મીના બાપુ પણ બીજા લગ્ન કરવા ન માન્યતા તે ન જ માન્યા.
લગ્ન કર્યા બાદ તેને તેના દીકરા પ્રકાશ માટે સાવકી માં લાવી ન હતી. બે ઘડી લગ્નનું વિચારી પણ લેતા પણ, લક્ષ્મી ભાઈ ને ખોળા માં બેસાડી વહાલ કરતાં જોઈ એને મમતાની અધૂરપ તેમને ક્યારેય ન દેખાતી.
પ્રકાશને રમાડનારા ની ખપ ન હતી ઘર મા.
દાદીમાનો તોય લાડકવાયો હતો. દોટ મુકી ને ઘર ની બહાર જતો દાદી એને પકડવા જાય તો અથડાઇ પડતાં ,ત્યાં તો કાકા આવીને રમતિયાળ ને તેડી લેતા .
હવે દાદીમાં ના કર રહી ગયા હતા. બંને દીકરાને ખિજાઈને ઘરમાં વહુ લાવવાની જીદે વળગ્યા હતા.
દાદીમાનુ મન હવે એના નાના દીકરાને પરણાવવા તૈયાર થયુ. .
નાનો દીકરો સુંદર મજાની કન્યા પરણીને લાવ્યો .જેના મા સુંદરતાની સાથે સાથે પ્રેમ અને નિખાલસ પણ હતી .આ બંને બાળકોની આંખો એ જાણે એની માને જોઈ લીધી.
સદ્નસીબે લક્ષ્મીની માનુ અને આવનાર કાકીનું નામ એક જ હતુ ઉમા .
ઘરના ઉંબરે પગ મૂકતાં જ પ્રકાશ દોડી કાકી ના ઘર ચોળ।ને ખેંચીને બોલી પડ્યો, મા ...મા ..ખબર નહીં કેમ કાકી ના મુખમાં આ બાળકે મા ને જોઈ લીધી .થાંભલાને અડીને ઉભી લક્ષ્મી એના કાકી ના મુખ મા એની માં નુ મુખ જોવા લાગી .
આંખોમાંથી વહેતા ચોધાર આંસુ એને કાકી ના મુખ માં એની માને શોધવામાં રોકી રહ્યા હતા .
લક્ષ્મી સ્તબ્ધ ઊભી હતી.
ત્યાં તો સુંદર મજાની નવવધુ ઓઢેલા ઘુઘટ ને ઉંચો કરી ને બોલી "આવ મારી લક્ષ્મી મારી પાસે આવ" ,આવનાર ઉમા બાળકોની આંખમાં ચમકતા ભાવને સમજી ગઈ .પ્રકાશ ને તેડી બથ મા લઈ લીધો .આવ દીકરા લક્ષ્મી, આવ મારી પાસે, ત્યાં તો આભ ફાટે તેમ લક્ષ્મીના આંખમાં આંસુ ફૂટ્યા.
ને આંખોથી આંખ મળતા જ માના દર્શન કરનારી લક્ષ્મી ભાંગી પડી એની કાકી ના ખોળા માં
આખો પરિવાર સુખ દુઃખના આંસુથી ભીંજાઈ ગયો.
દુઃખના દિવસો ને જાણે વિદાય અપાઇ ગઇ હતી ,સુખ નો કરિયાવર લઈને પધારેલી ઉમા આખા ઘરને આનંદના રસમાં ડુબાડી દીધો હતો. લક્ષ્મીના જીવનમાં મા નો ફરી ભેટો થયો.
લક્ષ્મી થોડી મોટી હતી એટલે ઉમાને કાકી કહેતી પણ મમતાભર્યા સ્નેહને કારણે હવે કાકી મા કહેવાય જતૂ .
પ્રકાશ તો હવે ઉમા થી એક પણ ક્ષણદૂર ન જતો .
ઉમા પણ નવ વધુ હોવા છતાં પ્રકાશ અને લક્ષ્મીને ક્યારેય ધિક્કારતી નહીં .
પ્રકાશ અને લક્ષ્મીની હાજરીથી તેના વૈવાહિક જીવનમાં પણ ઘણા હસ્તક્ષેપ થવા લાગ્યા છતાં પણ તે સહર્ષ સ્વીકારી લેતી.
ઘરના દરેક સભ્યોની સભ્યોની પસંદ-નાપસંદ જાણી ઉમા જાત જાતના પકવાન બનાવતી.
કાચુ, કોરું ,બળેલું ખાતા સભ્યો હવે પેટ ભરી સ્વાદિષ્ટ ભોજન ખાવા લાગ્યા .
લક્ષ્મીના દાદીમા હવે નિરાંતનો શ્વાસ લીધો .
લક્ષ્મીના પિતાને પણ પુનઃ લગ્ન કરવાના મેણા-ટોણા માંથી હવે છુટકારો મળ્યો .



ખરેખર ,એક સ્ત્રીનું ઘરમાં હોવું ન હોવું કેટલું બધું મહત્ત્વ ધરાવે છે." સ્ત્રી વગરનું ઘર નર્ક ,સ્ત્રી સંગ ઘર સ્વર્ગ બની જાય છે. "એમ કહેવામાં સહેજે અતિરેક નથી . સ્ત્રી ઘરનો એક એવો મજબૂત સ્તંભ જેને હલવા ,થી તૂટવાથી ,પડી જવાથી, સંસાર ચલાવવો ઘણો કઠણ થઈ જાય છે.