છેલાજી Eina Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલાજી

છેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળ। મોઘા લાવજો
એમા રૂડા રે મોરલિયા ચિતરાવજો,
પાટણ થી પટોળ। મોઘા લાવજો
રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછવજો રે
પાટણ થી પટોળા ....
ઓલા પાટણ શહેરની રે મારે થાવું પદમણી નાર
ઓઢી અંગ પટોળું રે એની રેલાવું રંગધાર
હીરલે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે
પાટણથી પટોળા
એવી રંગ નીતરતી રે મને પામરી ગમતી રે
એને પગમાં પહેરતા રે પાયલ છમછમતી રે
નથણી લવિંગિયા ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે પાટણથી પટોળા મોંઘા લાવજો
છેલાજીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો
(આ લોકગીત પર મારૂ અંગત દશૅન)

એક સ્ત્રી ,પત્ની, પ્રેમથી ભરેલા હૃદયે પોતાના પરદેશ ગયેલા પ્રિયતમ ને પત્ર લખે છે.પત્ર માં અમુક માગણી કરે છે. જે લાવવાની માગ છે. તે પ્રસ્તુત ગીત મા છે. પણ પરદેશ કમાવા પામવા ,પ્રગટવા ગયેલા પતિ પાસે એક પત્ની ખરેખર શું માંગે આ વાત સમજવા જેવી છે.
છેલાજી ,હુલામણું નામ છે ,પોતાના પિયુને નામથી ન બોલાવતી પત્ની તેને મીઠા સ્વરે છેલાજી કહે છે .
જે છેલછોગાળા છે ,એટલે કે હસી અને હસાવી શકે તેવા થોડા મસ્તીખોર થોડા જિદ્દી ,થોડા રમતિયાળ છે.
જે પોતાના પતિ પાસે પટોળા ની માંગણી કરે છે જે કિંમતમાં તો ખૂબ મોંઘા છે. પત્ની કહે છે "મારી માટે મોંઘા સોનાના તારથી વણેલા હોય તેવા, અને જેમાં મોરલિયા ચીતરેલા હોય તેવા પટોળા લેતા આવજો"

આનો મારા મતે અર્થ કંઈક એવો છે કે જે પતિ નામના પ્રસિદ્ધિ મેળવવા ગયા છે તે મેળવી લે .
પતિની પ્રસિદ્ધિ, કીર્તિ તેની પત્ની માટે ખૂબ મોંઘી અમૂલ્ય અને ગૌરવવંતી હશે .
એ કંઈક એવું રૂડું કર્મ કરે ,જેથી તેનું આખું ય જીવન ખીલે ખુલે અને મોરની જેમ કળા કરે.

મોરલિયા ચિતરાવવા એટલે કળા કરતા મોરના પ્રતીક ને દર્શાવી પોતાના પતિની પણ એવી જ કળા વિકશે અને સૌને તેના દર્શન કરતા આનંદ અપાવે. એ કળ।વગર જીવન શુષ્ક હતું પતિની એ જ કળા એની આવડત તેની આંતરિક શક્તિ એના જીવનમાં પ્રગટે અને તે પ્રસિદ્ધિ સાથે કળાના રંગે રંગાયેલ પટોળું પહેરવા પત્ની અધીરી છે.

પાલવમાં પ્રાણ ભરવા કહે છે .
આ જરા અંગત બાબત છે .ગુજરાતી સાડી પરિધાન મુજબ પાલવ આગળ આવે પાલવ પ્રાણ પૂરવા એટલે પત્ની માટે પતિ જ પાલવ છે .
જીવનના દરેક પળમાં ,ખુશીમાં પતિ જ તેનો પ્રાણ છે. તેના પતિનો સ્વભાવ રંગીન અને કસુંબી એટલે કે શોર્યવાન અને આનંદ વાળો છે. આવા ખુશમિજાજી પતિ સાથે વિતાવેલા સમયને યાદ કરી પત્ની ખૂબ હરખાઇ છે .
પત્ની ઈચ્છે છે કે પતિ ઝટ ઘરે આવે ,તેના હૃદય સાથે પાલવની જેમ લાગી જાય. પાલવ જેમ તેની શોભા વધારે તેમ પતિ પણ તેના તન મનને સ્પર્શી ધડકતા હ્રદયે પોતાને આલિંગનમાં લે.

હીરે મઢેલા ચૂડલા એટલે હાથનું ઘરેણું લેતા આવજો
જે ઘરેણું તેને હાથમાં પહેરવાનું છે, જે તેના પતિ તેના માટે લેતા આવે
પ્રેમથી તેના હાથ નો સ્પર્શ કરી તેને પહેરાવે.
તે હાથ ના ઘરેણા ને પહેરાવતા અનુભવેલા પ્રેમના, લાગણીના ,વહાલના સ્પંદનો હીરાની જેમ તેમાં સદાય મઢેલા રહેશે .
જ્યારે જ્યારે પત્ની એ હીરે મઢેલા એટલે કે મીઠી યાદો થી મઢેલા કડલા પહેરી અન્ય કામ કરશે ,ત્યારે ત્યારે તેને તેના પતિ ની યાદ આવશે ,તેના સ્પર્શનો, તેની હાજરીનો અનુભવ પણ તે જ ક્ષણે તેને થયા કરશે.

પાયલ એટલે પગ નું ઘરેણું
પાયલ સાથે ઘણી બધી ઘૂઘરીઓ ગુંથેલી હોય છે. ઘૂઘરીઓ જ્યારે રણકે ઝણકે ત્યારે તેમાંથી મીઠું સંગીત રેલાય કરે, જે તેના પતિને પત્નીની હાજરીની ,તેની નજીક કે દૂર હોવાની બાતમી પહેલેથી જ આપી દે .
ઝણકારો જો વધુ નજીકથી સંભળાય તો પતી પત્નીને ઝડપથી બોલાવી પ્રેમ ભરી હળવી શરારત કરી શકે.
તે શરારત ગમતી હોવા છતાં તેનાથી નાટ્યાત્મક બચાવ કરી દૂર જતી પત્ની ની ઝાંઝર નો દૂર જતો ઝણકાર પત્નીને પતિની ગેરહાજરીમાં પણ આવા ઘણા સંસ્મરણો યાદ કરાવે છે .
પત્ની જ્યારે જ્યારે પોતાના ઓરડા તરફ જાય છે ,ત્યારે ત્યારે ઝાંઝરના ઝણકાર સાથે પતિ સાથે વિતાવેલ મધુર પળોની ની યાદ અપાવે છે.

અંતે નથણી અને ઝુમકા એટલે કાન નાક નું ઘરેણું મંગાવે છે

નથણી એટલે નાક
ઈજ્જત ,આબરૂ પતિ કંઈ કેવું કામ કરે જેથી તેની આબરૂ ઈજ્જત ખૂબ જ વધેલી હોય, એની પ્રસંશા, કાર્યની ઉપજ બાદ મળે .
પતિ ને મળેલા અભી વાદનો ,અભિનંદન ના શબ્દો પત્નીને સાચા મોતી જેવા લાગે છે .
જે કાનને ખુબ જ પ્રિય લાગ્યા છે ,જે હંમેશા તેને કાનનું ઘરેણું બનાવી સાચવી રાખશે .
એવા ઈજ્જતદાર કર્મ કરી તેની આબરૂ માવૃદ્ધિ કરે અને આ માન ની નથ પત્ની પાસેથીજીવન પર્યંત દૂર ન થાય .
જે મોંઘા મોતીની જેમ તેની આવનાર પેઢીને પણ ગૌરવ અને આબરૂદાર જીવન જીવવા પ્રેરે.


પ્રેમ ,પ્રતીક્ષા સમર્પણ ,વિશ્વાસ અને સાહસથી ભરેલી પત્ની તેના પતિને જીવનના દરેક ક્ષેત્રમાં સ્વમાન અને આત્મગૌરવ વધારવા હંમેશા પ્રેરણાબળ પૂરું પાડે છે.