ડ્રાઇવરે બતાવેલ દિશા તરફ નિસર્ગે નજર કરી અને તેની આખો ફાટી ગઈ, તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો.
“હવે શું થશે સાહેબ?” ડ્રાઇવરે ડર મિશ્રિત અવાજમાં પૂછ્યું.
“જે થવાનું હતું એ તો થઈ ગયું હવે પૂછવાનો શું મતલબ” આવું કહીને નિસર્ગ ગાડીમથી નીચે ઉતર્યો.
“સારું થયું સાહેબ આપણે લોકોએ પહેલેથી જ અગત્યની ફાઈલો અને બીજા ડોક્યુમેંટ્સ અહીથી કાઢી લીધા હતા.”
“એ તો છે પણ હવે આગળની માહિતી આપવા વાળો આપની વચ્ચે નથી, આના CCTV ફૂટેજ લઈને હેડ ક્વાટરે પહોચાડી દેજે.”
“ભલે સાહેબ.”
“તો ચાલો હવે આપણાથી તો કઈ થવાનું નથી તો પછી અહી રોકવાનો કોઈ મતલબ નથી ગાડી ને ઘર તરફ લઈ લે.”
ગાડી ફરીથી તેના ઘર તરફ જય રહી હતી.
ફરીથી નિસર્ગની આંખ સામે એક પછી એક ધટના ચલચિત્રની જેમ પસાર થઈ રહી હતી જેમાં આજની ધટના પણ હતી.
ગાડી તેના ઘર પાસે આવીને ઊભી રહી અને નિસર્ગ તેમાથી ઉતરીને ઘરની અંદર ચાલ્યો ગયો.
તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું અને તેની માથું ચકરાઈ રાયું હતું, બધા જ દુ:ખ-દર્દ ભૂલવા માટે તેણે ગ્લાસ લીધો અને તેમાં દારૂ ભર્યો અને સોફા પર બેસીને ધીમા ઘુંટ ભરવા લાગ્યો.
ગ્લાસ પૂરો કરીને તે થોડોક આડો પડ્યો અને ક્યારે તેણે ઉંધ આવી ગઈ એની ખબર જ ના પડી.
@@@@@@@@@@@@
ડીઆઇજી અનિરુદ્ધ અત્યારે ગઇકાલની CCTV ફૂટેજ તપાસી રહ્યા હતા, જેમ જેમ તેઓ આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેઓનો પરસેવો વધતો જતો હતો.
તેઓએ ફોન હાથમાં લીધો અને નિસર્ગને જોડ્યો.
“જય હિન્દ સર”
“જય-હિન્દ”
“તે ગઈકાલ બનેલી ઘટનાના ફૂટેજ જોયા?”
“ફૂટેજ નહીં મે તો ગઇકાલની ઘટના જ મારી નજર સમક્ષ જોઈ.”
“તો શું લાગે છે તને હવે આગળ શું થશે?”
“મને તો આમાં કોઈ પણ જાતની ખબર જ નથી પડતી.”
“એક કામ કાર મારી ઓફિસે આવ અને તારા સ્ટાફને પણ સાથે ઓળવી લેજે”
“ઑ.કે. સર”
કૉલ કટ થયો એટ્લે નિસર્ગે પોતાના પોલીસ-સ્ટેશનમાં ફોન કરીને મિટિંગની જાણ કરી અને બધાને હજાર રહેવાની સૂચના આપી.
@@@@@@@@@@@
“તને શું લાગે છે આવા બધા ખેલ કરવાથી તને ન્યાય મળી જશે એમ?” વિશાલે રોહિતને પ્રશ્ન કર્યો.
“ન્યાય તો મને મળી જ ગયો છે, પણ રોહિત સાથે અન્યાય કરવાથી શું થાય એ મારે બતાવવું છે.”
“પણ આવી રીતે તો એ લોકો ક્યારેય તારી વાત નહીં સાંભડે”
“તું ખાલી શાંતિથી બધો ખેલ જો, એ લોકો મારી વાત પણ સાંભળસે અને હું કહીશ એમ પણ કરશે.”
“પણ એવું તે તું શું કરવાનો છો?”
“તું ખાલી ખેલ જોયા કર સમય આવ્યે તને બધી ખબર પડી જશે.”
“સારું ચલ તો હું હવે નિકળીશ.”
“ભલે અને જોજે હો ભૂલ થી આ વાતનો ક્યાય ઉલેખ્ખ ના થાય.”
“ઉલેખ્ખ કરવો જ હોત ને તો આજથી પાંચ વર્ષ પહેલાનો જ કરી દીધો હોત અને તું મારી સામે નહીં પણ યમરાજના દરબારમાં ચિત્રગુપ્તની સામે બેઠો હોત.”
“આને તો આટલી વાતમાં પણ ગુસ્સો આવી ગયો.”
“ગુસ્સો આવે એવી વાત કર તો ગુસ્સો નહીં તો શું તારા પર પ્રેમ આવે!”
“હવે નહીં કરું આવી વાત તું જ ભાઈ.”
વિશાલ ત્યાથી નીકળીને પોતાની કાર માં બેસી ગયો અને કાર ત્યાથી નિકડી ગઈ.
તેના ગયા પછી રોહિતે T.V. શરૂ કરી અને ન્યુઝ ચેનલ જોવા લાગ્યો.
ન્યુઝ માં ગઇકાલે બનેલી ઘટના વિશે દર્શાવાઈ રહ્યું હતું, સંપૂર્ણ ન્યૂઝ જોયા બાદ એક હળવું સ્મિત તેના ચહેરા પર આવી ગયું.
(ક્રમશ:)