ભુત સ્ટેશન Keyur Pansara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભુત સ્ટેશન

સામેની દીવાલ પર રાખેલ ઘડીયાલ પર વારંવાર અનાયાસે ઇન્સ્પેક્ટર નિસર્ગની નજર ફરી રહી હતી.

ગજરજપુરના પોલીસ હેડ ક્વાર્ટરના વેઇટિંગ રૂમમાં છેલ્લી પિસ્તાલીસ મિનિટથી તે બેઠો હતો.

"આ ઉચ્ચ અધિકારીઓને ઈમરજન્સીનો મતલબ પણ નઈ સમજાતો હોય કે શું!" મનોમન તે આવું કોસી રહ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી બનનારી ધટનાઓ ના CCTV ફૂટેજ તથા ફોટોગ્રાફસ અને ધટનાસ્થળ પરની ગવાહી એક ફાઇલ સાથે તે હેડ ક્વાર્ટર આવ્યો હતો.

તેના જમણા હાથની આંગળીઓ તેની પાસે રહેલી ફાઇલ પર ક્રમશઃ થપકરાતી હતી.

"સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે." પ્યુને આવીને માહિતી આપી.

એક ઊંડો શ્વાસ અંદર ભરીને તે ઝડપથી ઊભો થયો અને ડીઆઇજી ઓફિસ તરફ આગળ વધ્યો.

ડીઆઇજી ની ઑફિસનું બારણું સહેજ ખેંચીને તેણે ખોલ્યું અને "મે આઈ કમ ઈન" બોલ્યો.

ડીઆઇજી અનિરૂદ્ધ તેમની સામે જોઇને "કમ ઈન" બોલ્યા.

"ગુડ મોર્નિંગ સર" કહીને તેણે સેલ્યુટ કરી.

"ગુડ મોર્નિંગ " કહીને અનિરૂદ્ધે બેસવાનો ઈશારો કર્યો.

ઇન્સ્પેક્ટર નિસર્ગ પાસે પડેલી ચેર પર બેઠો.

"બોલો શું તકલીફ છે!"

"સર તમને કદાચ ખબર જ હશે."

"હા, મારા કાને પણ આ વાત પડી છે પણ તારા પાસેથી સત્ય જાણવું છે."

"સર તમને તો ખબર જ છે કે સંતોષનગર સ્થિત આપણા પોલીસ સ્ટેશનમાં જે ધટનાઓ થઈ રહી હતી તેને લીધે આપણે તે પોલીસ સ્ટેશનની પૂરેપૂરી તલાશી લીધી હતી."

"હા, આપણે ત્યાં લગભગ એક અઠવાડિયું બગાડ્યુ હતું બધીજ જાતની તપાસ કરી હતી અંદર બહાર બધેજ એક પણ ખૂણો બાકી રાખ્યો નહોતો."

"હા, તો પણ આપણા હાથમાં કંઇજ આવ્યુ નહોતું અને આપણે લોકોએ તે પોલીસ સ્ટેશન બીજે શિફ્ટ કરવા માટે વિચાર્યું હતું અને તેના પર અમલ પણ કર્યો હતો."

"હા તો હવે શું પરેશાની છે તે જણાવ."

ઇન્સ્પેક્ટરે પોતાની પાસે રહેલ ફાઇલ અનિરૂદ્ધ ને આપી.

અનિરૂદ્ધે તે ફાઇલ હાથમાં લીધી અને તેમાં રહેલ ફોટોગ્રાફસનું નિરીક્ષણ કર્યું તેમાં રહેલ લખાણ વાચ્યું તથા તેમાં રહેલ CCTV ફૂટેજ પોતાના કમ્પ્યુટર પર ચલાવ્યું.

એરકન્ડીશનરની ઠંડી હવામાં પણ તેના કપાળ પર પરસેવો વળી ગયો તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો.

કપાળ પરનો પરસેવો લૂછીને તેણે નિસર્ગ સામે નજર કરી અને પૂછ્યું "શું આ બધું સાચું છે?"

"વિશ્વાસ તો મને પણ નથી આવતો સર પણ આ જ હકીકત છે."

"તો હવે આનો ઉપાય શું છે!"

"એના માટે તો હું તમારી પાસે આવ્યો છું."

"તારી આ ફાઇલ પ્રમાણે તો આપણે ફરીથી આપણું પોલીસ સ્ટેશન મુળ જગ્યાએ જ લઈ જવું પડશે."

"એ જ તો તકલીફ છે સર સ્ટેશન ફરીથી એ જગ્યાએ લઈ જશું તો જે ધટનાઓથી આપણે ભાગી રહ્યા છીએ તેનો સામનો કરવો પડશે."

"સારું ચાલ એના વિશે તો હું કંઇક વિચારીશ."

"તો સર હું હું રજા લઉં?"

"હા પણ આ ફાઇલ અહી રાખતો જા અને કોઈ ઓર્ડર ના મળે ત્યાં સુધી ડયુટી પર ના જતો."

"ભલે સર પણ બને એટલું જલ્દીથી આનું નિરાકરણ લાવજો." આટલું કહીને તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને સેલ્યૂટ કરી.

"જય હિન્દ સર"

"જય હિન્દ"

નિસર્ગ બહાર ચાલ્યો ગયો ત્યારબાદ અનિરૂદ્ધે પોતાના ટેબલનુ ડ્રોઅર ઓપન કર્યું તેમાં રહેલ સિગારેટનું પાકીટ કાઢ્યું તેમાંથી એક સિગાર લઈને તેને સળગાવી અને તેના કસ ખેંચવા લાગ્યો.

નિસર્ગ હેડ ક્વાર્ટરની બહાર નીકળ્યો અને જીપમાં બેઠો અને ડ્રાઇવરને ઘરે લઈ જવા સુચના આપી.

જીપ ઘર તરફ જઈ રહી હતી પણ નિસર્ગની નજર સમક્ષ પોલીસ સ્ટેશનમાં બનેલી ધટના જાણે કે કોઈ ફિલ્મની માફક દેખાઈ રહી હતી.

અચાનક ડ્રાઇવર દ્વારા જોરદાર બ્રેક લાગી અને તેના કારણે નિસર્ગની તંદ્રા તૂટી.

"શું થયું? કેમ આવી રીતે ગાડી રોકી!" ગુસ્સાથી તેણે પૂછ્યું.

"ત્યાં જોવો સાહેબ."

(ક્રમશઃ)