Hostel Boyz - 15 Kamal Patadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Hostel Boyz - 15

પ્રસંગ 21 : P.G.D.A.C.A. College નું ગ્રુપ

મારા કોલેજના pgdaca ગ્રુપ વિશે થોડી વાતો કરવી છે. અમારા નસીબ એટલા સારા હતા કે હોસ્ટેલના ગ્રુપ જેવું જ અમને અમારું pgdaca કોલેજનું ગ્રુપ મળ્યુ હતું. અમે સાથે ખૂબ જ યાદગાર પળો માણી હતી. અમારા ક્લાસમાં 30 થી 32 boys અને 8 થી 10 girls હતી. અમારા ગ્રુપમાં એકતા ખૂબ જ સારી હતી. ગ્રુપમાં કોઈ એકને તકલીફ થતી તો બધા એક થઈને તે તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરતાં. ગ્રુપમાં મુખ્યત્વે સૂર્યો ટકો, ધમો, પંકલો, આશિષ, ગોટી, ભટ્ટી, મિલિંદ, અમરીષ, મૂસ્તાન શીર અને કાકા ચાલે વાંકા વગેરે મુખ્ય હતા.

સૂર્યો ટકો : સૂર્યો ટકો પાલનપુરનું પ્રાણી હતું. પાલનપુરવાળા જન્મથી જ લીડરશીપના ગુણો ધરાવે છે કારણ કે અમારા હોસ્ટેલનો મોનિટર પણ પાલનપુરનો હતો. તેનું સાચું નામ તો સુરેશ હતું પણ english movie માં હીરોને જેમ ટકા હોય જેમ કે vine diseale. તેવો તેને ચમકતો ટકો રાખ્યો હતો તેથી અમે તેનું નામ સૂર્યો ટકો રાખ્યું હતું. લીડરશીપ ગુણો ધરાવતો, સ્પષ્ટ વક્તા, નિખાલસ, ચહેરા પર હંમેશા smile, ઉત્સાહ અને ઉર્જાથી ભરપુર. સૂર્યો ટકો ગમે તે કામ કરવામાં હંમેશાં આગળ, તે અમારું એન્જિન હતું અને અમે બધા તેના ડબ્બા હતા.

ધમો : ચહેરા પર હંમેશા smile અને attitude થી ભરપૂર ધમાનું વ્યક્તિત્વ. ધમાની ફેવરિટ રમત વોલીબોલ હતી.

આશિષ : આશિષનું વ્યક્તિત્વ એકદમ સૌમ્ય, સરળ અને સમજદાર. ધમો, આશિષ, પંકલો અને મિલિન્દ જ્યારે પણ ફ્રી ટાઈમ મળે ત્યારે વોલીબોલ રમતાં.

પંકજ : હોશિયાર, નટખટ અને ચહેરાની મુસ્કાન આજ પંકજની પહેચાન. અમે બધા તેને પંકલો કહીને બોલાવતા હતા.

ગોટી, ભટ્ટી, અમરીશ અને મુસ્તાન શીર સરળ અને સમજદાર વ્યક્તિઓ. તેઓ હંમેશા ગ્રુપમાં જ ફરતા.

કોલેજમાં બધા 3-3 4-4 ના ગ્રુપમાં વહેંચાયેલા હતા.

અમારા ગ્રુપમાં ધર્મ, જાતિ, ભાષા, ઉમર વગેરેનો ક્યારે પણ ભેદભાવ જોવા મળતો ન હતો. ગુજરાતના જુદા જુદા સ્થળોએથી બધા આવેલા હોવા છતાં દૂધમાં સાકર જેમ ભળી જાય તેમ અમે એકબીજા સાથે ભળેલા હતા છોકરાઓ અને છોકરીઓ પણ સાથે હળી-મળીને રહેતા હતા અને એક બીજાના સાચા ફ્રેન્ડ તરીકે ખ્યાલ રાખતા હતા.

અમારા ગ્રુપમાં ક્યારેય પણ અંદરોઅંદર લડાઈ-ઝઘડા થયા ન હતા. અમારા જે પણ લડાઈ-ઝઘડા થયા હતા તે મુખ્યત્વે કોલેજ પ્રશાસન સામે થયા હતા. મારા ગ્રૂપમાં મોટેભાગે વિદ્યાર્થિઓ સરળ, સમજદાર અને mature હતા.

પ્રસંગ 22 : કોલેજની શરૂઆતના દિવસો

ખરેખર તો કોલેજના શરૂઆતના દિવસો એટલે આનંદના દિવસો હોવા જોઈએ પરંતુ અમારા શરૂઆતના દિવસો આંદોલનના દિવસો હતા.

અમે જ્યારે ધોરાજી કોલેજમાં B.com કરતા હતા ત્યારે અમે ગ્રેજ્યુએશન કરતા હોય તેવું લાગતું જ ન હતું કારણ કે અમારી કોલેજના ગ્રાઉન્ડમાં ભેંસો બંધાતી હતી. વિદ્યાર્થીઓને કોલેજમાં પિરિયડમાં જવું હોય તો જવાનું, નહીં તો તેની હાજરી પુરાઈ જતી. કોઈને કોલેજમાં આવવું હોય કે ન આવવું હોય એ તેની મરજી, કોઈ વસ્તુ ફરજિયાત હતી નહીં. જાણે કે અમે 6th કે 7th ધોરણમાં ભણતા હોય તે રીતે અમારું ગ્રેજ્યુએશન ભણતા હતા. notes કે assignment લખવાની કોઈ ઝંઝટ નહીં. ના કોઈ સમજાવવાળું કે ના કોઈ તપાસ કરવાવાળું. બસ, અમે ગ્રેજ્યુએશન કરીએ છીએ તેમ ખાલી કહી શકતા. હા પણ, અમારા કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરો ખૂબ જ સારા હતા એટલે બીજો કોઈ પ્રોબ્લેમ થતો નહીં. ક્યારેક તો અમારો class કયો છે એ પણ અમારે શોધવું પડતું. આ રીતે અમારું ગ્રેજ્યુએશન complete થયું હતું પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએશનની અમને અલગ અપેક્ષા હતી કે કમ સે કમ કોલેજ જેવું environment અમને જોવા મળશે પરંતુ અમારી અપેક્ષા બહુ ફળી ન હતી.

અમારો જ્યારે pgdaca class માટે કોલેજમાં શરૂઆત થઈ ત્યારે કોલેજનું નવું બિલ્ડીંગ બનતું હતું. જેથી કરીને અમારા ક્લાસમાં બેંચ સિવાય બીજી કોઇ પાયાની સુવિધા નહોતી જે અન્ય કોલેજમાં હોય છે.

અમારા ક્લાસમાં પંખા નહોતા, tubelight નહોતી અને પ્રોફેસર પણ નહોતા. અમે કોલેજ પ્રશાસનને આ બાબતે વારંવાર અરજીઓ કરી હતી. તેઓને રૂબરૂ પણ મળવા ગયા હતા પરંતુ તે લોકો પર અમારી અરજીઓની કંઈ અસર પડી નહોતી.

પછી તો શિવજી જેમ ત્રીજું નેત્ર ખોલે તેમ અમે અમારું ત્રીજુ નેત્ર ખોલ્યું કારણકે અમારા ગુસ્સાનો જવાળામુખી છલકીને બહાર આવવા માંડયો હતો. અમારા કોલેજના અજગર જેવા પ્રશાસનને જગાડવા માટે, અમે કોલેજના બારી બારણાના કાચ તોડ્યા, નોટીસ બોર્ડના કાચ તોડ્યા, કોલેજમાં ધમાલ શરૂ કરી દીધી અને પ્રોફેસરની નિયુક્તિ માટે આંદોલન શરૂ કરી દીધું હતું. કોલેજ પ્રશાસન તરફથી અમારામાંથી ઘણાને ધમકીઓ પણ મળી પરંતુ તે સમયે અમારા બધામાં જુસ્સો એવો હતો કે અમે પાછા હટવા માટે તૈયાર નહોતા. પછી કોલેજના પ્રશાસને અમારા ક્લાસમાં પ્રોફેસરની નિયુક્તિ કરી હતી પરંતુ તે પ્રોફેસરો પણ mca ભણતા હતા તેથી અમારા સવાલોના તે ઉત્તર આપી શકતા નહોતા. અમારા ક્લાસમાં મારા સહિત બે ત્રણ જણાને પહેલેથી જ કોમ્પ્યુટરના પ્રોગ્રામ વિશે થોડી ઘણી માહિતી હતી કારણકે અમે પહેલેથી જ પ્રાઇવેટ ક્લાસમાં પ્રોગ્રામિંગના કોર્સ કરીને આવ્યા હતા. ઘણીવાર તો પ્રોફેસરને અમે લોકો પ્રોગ્રામ કરીને શીખવતા હતા. પછી તો જ્યાં સુધી experience પ્રોફેસર આવે નહીં ત્યાં સુધી અમે બધાએ ક્લાસનો બહિષ્કાર કર્યો અને અમે અંદરો-અંદર એકબીજાને પ્રોગ્રામ શીખવતા. અમારામાંથી જેને પ્રોગ્રામ આવડતા હોય તે લોકોએ એકબીજાને શીખવવાની જવાબદારી લીધી. કોલેજ પ્રશાસને અમને સમજાવવાની ઘણી કોશિશો કરી પરંતુ અમે ટસના મસ ન થયા તેથી નાછૂટકે પ્રશાસને નવા experience પ્રોફેસરની નિયુક્તિ કરવી પડી હતી.

ક્રમશ: