Love you forever books and stories free download online pdf in Gujarati

લવ યુ ફોરએવર

લવ યુ ફોરએવર


સવારની પહેલી સોનેરી કિરણ પરીધીના ચહેરા પર પડે છે અને પરીધી બેડ પરથી ઉભી થાય છે.ચહેરા પર નિરાશા અને એક મોટા નીસાસા સાથે.પ્રિયમ તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચે છે.

" બસ પ્રિયમ હવે મને જવા દે.અને તું પણ ઉઠી જા.તારી ફ્લાઇટ છે.અઢી કલાક પછી.તારા યુ.એસની.તારા દેશની."

" પરી કેમ આવું બોલે છે.આપણો દેશ ભલે અલગ અલગ હોય.નાગરીકતા અલગ અલગ હોય પણ પ્રેમ એ તો એક જ છે ને?"

"પ્રેમ એક છે.આપણે પણ એક છીએ.બસ થોડીક જ વાર માટે.પછી તું પહેલાની જેમ હંમેશા માટે પાછો જતો રહીશ યુ.એસ.જેમ કોલેજમાં જતો રહ્યો હતો."

" મને યાદ છે એ દિવસ સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગામ હેઠળ હું અહીં તારી કોલેજમાં આવ્યો હતો.અને અહીંના સ્ટુડન્ટ હેઠળ યુ.એસ ગયાં હતાં.

કોલેજમાં પહેલી જ નજરે મને તારો દિવાનો બનાવી દીધો હતો.તારો ઘાટીલો ચહેરો,ખુલ્લા રેશમી વાળ, અને તારી કાજલવાળી મોટી ગોળ આંખો,કપાળ પર નાની બિંદી મે આજ સુધી આટલી સુંદર અને સિમ્પલ યુવતી નહોતી જોઇ જેણે પહેલી જ નજરમાં મને પાગલ કરી નાખ્યો."

" હા અને મારા શાસ્ત્રીય સંગીતના પ્રેમને કારણે તું મારા વધારે નજીક આવી ગયો."

" તારો અવાજ મને મંત્રમુગ્ધ કરી નાખતો હતો પરી."

"હા અને મને તારી બધી જ સ્ટાઇલ તને વધારે પ્રેમ કરવા મજબુર કરતી હતી."

" પરી તારા માતાપિતાને પણ હું પસંદ હતો.તો તે કેમ આવું કર્યું તું મારી બનીને મારી સાથે મારા દેશ કેમ ના આવી?"

પ્રિયમ પોતાની પકડ પરીધીને ફરતે વધારે મજબુત કરે છે.

" છોડ મને અને જવા દે.હવે આ બધું યાદ કરીને કોઇ ફાયદો નથી.તું તારી જીદ પર અને હું મારી જીદ પર અડી ગયા છીએ."

" પરી ચલને મારી સાથે તને ખબર છેને મારા પપ્પાનો રેસ્ટોરન્ટનો કેટલો મોટો બિઝનેસ છે.તું રાણીની જેમ રાજ કરીશ.ત્યાં બહુ બધી તક મળશે. તને તારા સંગીતને ઇન્ટરનેશનલ સ્ટેજ પર લઇ જવાનો મોકો મળશે.તને અહીં આ સમાન્ય સંગીત શિક્ષકની નોકરી કરવાની જરૂર નથી.

તારું સંગીત ઇન્ટરનેશનલ સ્ટેજ માટે છે.આપણે આટલા વર્ષ પછી પણ કોઇ અન્યને ના હું કે ના તું અપનાવી શક્યા."

" હું નહીં આવી શકું પ્રિયુ.મારો દેશ ,મારી ધરતી, આ માટી તેને મારાથી દુર કરવી મતલબ મારા શરીર માંથી આત્મા અલગ કરવી.એવું ના થઇ શકે કે તું ,હું ,પપ્પાજી અને મમ્મીજી આપણા ગામ આપણા ઘરે એકસાથે રહીએ માટીથી જોડાઇને.

હું માનું છું કે ત્યાં બધું જ છે.પણ અહીં જેવી શાંતિ અને આત્મીયતા કયાંય નહીં મળે.અેક સાદગી અને પ્રેમ ભરી જિંદગી જીવીએ.અને મને કયાંયની નહીં તારા હ્રદયની રાણી થઇને જીવન જીવવું છે પ્રિયુ.

" પરી પ્લીઝ.આ બધી વાતો તારી એ વખતે પણ એ જ હતી.અને અત્યારે પણ એ જ છે.તને ખબર છેને કે આ શક્ય નથી.આટલો મોટો બિઝનેસ એમ જ બંધ કરી દેવાનો કેમ? કેમ કે મેડમને પોતાનો દેશ અને માટી નથી છોડવી." હવે પ્રિયમ થોડો ગુસ્સે થાય છે.

પરીધીની આંખમાં આંસુ આવે છે.તે જોઇને પ્રિયમ પિગળી જાય છે.તેને ગળે લગાવે છે.

" સોરી હું તને રડાવવા નથી માંગતો.એ પણ જતાં જતાં સોરી."

" એટલે જવું જ છે એમ ને.મને હતું આટલા વર્ષની દુરી આપણને આ વખતે હંમેશા માટે સાથે લાવી દેશે." પરીધી ઉદાસ થઇ જાય છે.

" તારી સાથે લગ્ન કરવા એ મારા જીવનનું સૌથી સૌભાગ્ય હશે.પણ કિસ્મત આપણને એક નથી થવા દેવા માંગતી.મમ્મી પપ્પા પણ તને જ તેમની વહુ તરીકે જોવા માંગે છે.પણ હવે તે લોકો પણ મજબુર છે.તેઓ મારા માટે છોકરી શોધે છે." પરીધી પ્રિયમની વાત સાંભળીને આધાત પામે છે.આંસુની ધાર તેની આંખમાંથી વહે છે.પ્રિયમ તેને સાંત્વના આપે છે.

" કિસ્મત કે તારો યુ.એસ પ્રત્યેનો પ્રેમ લગાવ આપણને એક નથી થવા દેતા.હું એમ નથી કહેતી કે તે દેશ સારો નથી.તે પણ તેની રીતે બેસ્ટ જ છે.ત્યાં પણ બધું સારું છે.પણ આપણો ભારત દેશ સર્વ શ્રેષ્ઠ છે.છોડ એ બધી વાતને હું ફ્રેશ થઇને આવું છું.પછી સાથે બ્રેકફાસ્ટ કરીશું અને એકબીજાની યાદ લઇને હંમેશા માટે અલગ થઇ જઇશું."

પરીધી ફ્રેશ થવા જાય છે. થોડીવાર પછી તે બહાર આવે છે.પ્રિયમની બેગ તૈયાર હોય છે.તે પોતે પણ રેડી થઇ ગયેલો છે.તેનો ચહેરો ભારે દેખાય છે.પરીધી આધાત પામે છે.

" શું થયું પ્રિયમ?"
"મમ્મી પપ્પાને મારા માટે છોકરી મળી ગઇ છે.તેઓ આજે સાંજની ફ્લાઇટથી ઇન્ડિયા આવે છે.જલ્દી જ મારા લગ્ન લેવાઇ જશે તે છોકરી સાથે.તેના માતાપિતા પણ માની ગયાં છે."

" અને તે છોકરી?"

" તે પણ માની જ જશે."

"કોણ છે તે? શું નામ છે તેનું?" પરીધી રડું રડું થાય છે.

" ફોટો જ બતાવી દઉં." પ્રિયમ પોતાનો મોબાઇલ કાઢીને ફોટો બતાવે છે.પરીધી તેને મારે છે.

" પ્રિયમ તે મારો જીવ ઉંચો કરી નાખ્યો." તે ફોટો પરીધીનો જ છે.

" હું કઇ સમજી નહી."

"તારા અને મારા મમ્મી પપ્પા આપણા બે દેશ વચ્ચે અટવાયેલા પ્રેમને,આપણી જુદાઇ અને દુખ જોઇના શક્યા.અંતે તો તે બન્ને પોતાના બાળકની ખુશી જ ચાહે છે.તો મારા અને તારા મમ્મી પપ્પાએ એવો નિર્ણય લીધો છે કે તે બન્ને પોતાની એકમાત્ર સંતાનની ખુશી માટે તેમનો તમામ બિઝનેસ ,પ્રોપર્ટી વેંચીને એક જ ગામમાં વસવાટ કરશે.અને આપણો આ બે દેશ વચ્ચે કયાંક ખોવાઇ ગયેલો પ્રેમ આપણને પાછો અપાવશે?"

પરીધીને તેના કાન પર વિશ્વાસ નથી થતો.

"સાચે હું કોઇ સપનુ જોવું છું?"

" ના મારી પરી આ સાચું છે.આપણા બન્નેના દેશ બેસ્ટ છે અને આપણો પ્રેમ પણ બેસ્ટ છે."

પરીધીને પ્રિયમ ઉંચકીને ગળે લગાવી દે છે.તેમનો પ્રેમ આજે લાંબા સમયની રાહ પછી જીતી ગયો છે.બે દેશના બે પ્રેમીઓ હવે હંમેશા માટે એક થઇ ગયાં છે.

ધન્યવાદ.


બીજા રસપ્રદ વિકલ્પો