Lagni - 8 books and stories free download online pdf in Gujarati

લાગણી - 8

ચોર.... ચોર...... પકડો આને પકડો.... આ જ ચોર છે.... ,, મારા રૂપીયા ઓ સાહેબ... મારા રૂપીયા પાછા અપાવો ... , આને પોલીસ સ્ટેશન ભેગો કરો..., ના હું ચોર નથી ... , ના હું ચોર નથી ...અરે કવ છું હું ચોર નથી ....

આટલુ બોલતા બાપા સફાળા જાગી ગયાં બા અંદર થી દોડતા દોડતા અવાજ સાંભળી બાર આવી ગયાં .... , અરે તમે તો પરસેવે રેબઝેબ થઈ ગયાં છો , ખમો પાણી લઈ આવું , પાણી પીતા પીતા બાપા એ પુછ્યું આ જીગો ક્યાં ?..... અડધી રાત માં ક્યાં રખડવા ગયો આ.... , બા બોલ્યા ગયો હશે અહીં કઈ ... , તમે આરામ કરો ... ને સુઈ જાવ .. સવાર લગી આઈ જશે .. એ... , બાપા બોલ્યા એ ભલે .... , ....

સવાર નો સુરજ .. , ટાઢો પવન ને ખાટલા ની નીંદર .. , ત્યાં બા બોલ્યા .. , આ તઈ સાંભળો છો... , આ જીગો ક્યાં ગયો ક્યાંય દેખાતો જ નથી ... , ભા કહે શું કામ તમે અધીરા થાઓ છો... , એ નાનો કિકલો છે ?તો ખોવાય જાય ,મારી કાં સાંભળે એ... , આ એની આજે મેચ હતી વયો ગયો હશે ... , અને મને તો કવુ પુરો વિશ્વવાહ આ ગામડા ની હવા કાંઈ માફક નથ આવવાની એને એ મેચ જીતી આપણને મુંકી ને વયો ગયો હશે , હવે આશ ન રાખો ... ,,


ત્યાં જ બા બોલ્યા કેટલુ સીધેસીધુ આ વાત કરી લીધી તમે ... , મને મારા દિકરા પર પુરેપુરો વિશ્વાહ આ શેતરો એ જ ગયો હશે એ .. , તમારી મરજી વિરૂધ્ધ મારો દિકરો ન જાય તમે જોઈ લેજો

કેમ આમ આશા રાખી ને બેઠા છો ... , જરીક જોઈ આવો એના કપડા એના ખોના માં છે કે નઈ..બા તરત જ જોવા ગયાં ખોનુ ખોલી ને જોયુ કપડા હતા નહી .... ,, બા એ કહ્યું આ ખાનુ ખાલી છે... , ભા કહે સમજો એ વયો ગયો , એને આપડુ ભાન ન હોય... અને આજે આ ભારે વરસાદ ની આગાહી છે પાક ને નુકસાન થશે , જીગો આવવાનો નઈ તમારે એકલા એ જ દોડવાનું છે ... , જ્યાં લગી મારો પગ હાજો ન થાય ત્યાં લગી આ ચારો ને ઈ બધુ ઠેકાણુ પાડી દેજો , ઢોર ઢાંખર ખેતરે છે એમને હવે લઈ આવજો , હવે અમારા એવા ક્યાં દી ? કે શેતરે પડી રઈએ , અમે હવે ખાટલા વશ થઈ ગયા છીએ ..., હાલો આ મજુરો ને રાખવા મને નઈ પોહાય .... , જટ કરજો ...

બા તો એકીધારૂ જોઈ જ રહ્યાં, ત્યાં જ બા બોલ્યા તમે મારા જીગા ને હમજો સો હું , મારા જીગા એ ઢોર અહીં લાઈવી દિધા , ચારો ને બધું હગેવગે કરી નાખ્યું છે , ભા બોલ્યા હાં તો હેડો એટલી તો ચિંતા છે એને હારુ કર્યુ હેડો હવે આ મને ટેકો આપો હું નાહી લવ ,

બા એ ટેકો આપતા થોડા હાંફી ગયા પણ જેમતેમ કરી ટેકો આપી બાપા એ નાહી લીધું , ભારે વાવાઝોડુ અને વરસાદ ... , વરસાદ બંધ થતા પ્રક્રૃતી ની સોળે કળાઓ ખીલી હતી , મેઘધનુષ્ય ના સાત રંગ મા આકાશ અતરંગી લાગતુ હતુંં, પણ ઘરડા જીવ ની આજે આંખો ભરેલી હતી કોઈ સથવારો ન હતો ... , બા એ સાંત્વના આપતા બાપા ને કહ્યું તમે આમ આશ ન મુકો જીગો એના સપના દખી આપણને અડધે રસ્તે મુકી જાય એવો નથી ... , મને વિશ્વાહ છે ... એ નથી ગયો ક્યાંય ... ,

ત્યાં જ દોડતા દોડતા હાંફી ગયેલો એક માણસ આવ્યો અને કહ્યું બાપા... જીગો બા...પા... જીગો ત્યાં જ ભા બોલ્યા ક્યાં ક્યાં... જીગો ક્યાં છે મારો જીગો .... , બાપા એ કોઈને લઈ ને આયો છે કોઈ મોટા સાહેબ છે.. , અને આખુ ગામ એ ગાડીવાળા સાહેબ ને જોવા ટોળે વળ્યું છે ... , બાપા ની આંખો મા આશ્ચયઁ સમાતુ ન હતું અને આજે એમને પગ ભાંગવાનો અફસોસ દેખાઈ રહ્યો હતો .. , ત્યાં જ બુમ પાડતા ભા બોલ્યા ... અરે જીગા ની બા સાંભળો છો.... , આ શુ કે છે સાભળો છો.... , અને અંદર થી અવાજ આયો એ ... આવું છું ... , ટાઢા પડો જરીક ... આવું..... છું...


ક્રમશ:


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED