લાગણી - 2 raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી - 2

આગળ ના અંક મા જોયૂ કે નાથી બા હોસ્પીટલ મા દાખલ કરેલા તેમના પતિ ભોળાભાઈ વિશે ચિંતાગ્રસ્ત છે અને તેમની વ્યથા જીગર ને જણાવી અને મન હલકુ કરે છે
આગળ ના અંક મા જણાવ્યુ એ પ્રમાણે જીગર નુ પાત્ર મહત્વ નો ભાગ છે , એ કોણ છે ? અને નાથી બા અને ભોળાભાઈ સાથે શું સબંધ ધરાવે છે ,

વાઁતા લાગણી ભાગ 1 થી આગળ વધે છે, નાથી બા એ મન ને હિંમત આપતા , ધીમે રહી દરવાજો ખોલ્યો અને
જોયુ કે મશીન સાથે વાયરો જોડાયેલા છે અને ઓઢેલી ચાદર ધીમે રહી દુર કરી , અને ચાદર દુર કરતા જ જોર થી બુમ પાડી એ જીગલા.......

જીગર બા ની બુમ સાંભળી ગભરાઈ ગયો અને દોડતો દોડતો બા ની પાસે આવી પહોચ્યો , અને કહ્યુ બા આ દવાખાનુ હ....... થોડા ટાઢા પડો આમ રાડો ન નખાય , અલ્યા એ બધુ મુક પહેલા આ તારા દાદા ના ખાટલા પર આ નળી ઓ નાખેલી , આવો માણહ અહી કેમ ... મારો તો જીવ અધ્ધર થય ગ્યો , મન થયુ આ તારા દાદા ને આ બધુ શુ ?

અરે બા માણહ તો જોવો આ આપળા ભોળા ભા નથી , તમે નકામ નુ આખુ ય દવાખાનુ ગજવી મારો છો , હવે મુ બીજી વિધી પછી જ પતાઈશ પેલા દાદા ના રૂમ માં મુકી આવુ તમને , પછી બીજી વાત ......

અને હવે બા ની ધીરજ ખુટી રહી હતી , બા મન ચિંતિત અને હાંફળુ થઈ રહ્યુ હતુ , અને ધીમે રહી જીગર એ કાન મા કંઈ કહ્યુ અને બા એ માથુ હલાવતા હા પાડી. અને ધીમે રહી જીગર એ બારણુ ખોલ્યુ .... , અને ઈશારો કરી દાદા તરફ આંગળી ચીંધી ત્યારે એ બેબાકળુ મન ભરેલી આંખો અને હિંમત લઈ બા એ દાદા તરફ જોયુ ,

ત્યાં સામેના ખાટલા પર ઓશીકા પર માથુ રાખી પડખુ વાળી સફેદ ધોતી અને કેડીયુ પહેરી કોઈ સુતુ હતુ , ધીમા પગલે હ્દય ના વધેલા ધબકારા સાથે નાથી બા ધીમા પગલે ખાટલા તરફ આગળ વધ્યા ......

હાશ , ચાલો તમે આવી ગયા , મારો જીવ ટાઢો પડ્યો , દાદા આડા પડખે નીચી નજર સાથે જ બબડ્યા , હા હવે તો આ ઘસાયેલા ચંપલ પણ તમને અમારા હોવાનુ ભાન કરે છે ....... બા એ દાદા ની વાત મા સુર પુરાવતા કહ્યુંં ....
ધીમે રહી ને દાદા બેઠા થવા ગયા , અને ત્યાંં જ અચાનક આવેલા શરીર ના ધક્કા ને લીધે ખાંસી શરૂ થઈ ગઇ અને ત્યાં જ નાથી બા એ પાછળ થી હાથ ધરી સુવડાવી દિધા ...... ,

જરાય જપ જ નથી , થોડી વાર તો આડા પડો ,નાથી બા એ ટોકતા કહ્યું ત્યાંજ ડોકટર આવ્યા, અને બધી તપાસ કરાવ્યા પછી કહ્યુ તમારા રીપોટૅ આવી ગયા છે અને પગમાં ફ્રેકચર થયુ છે , અને ત્રણ દિવસ દવાખાના મા રાખવાના છે , અને પગ મા હલનચલન ન થાય એ માટે પાટો બાંધી દઈ અને પુરતો આરામ કરવાનો છે , જુઓ આ ભાઈ હાલ પાટો બાંધી દેશે અને પુરતી દવાઓ ટાઈમસર લેવાની છે ....
ત્યાં થી ચિંતાસભર અવાજ આવ્યો , એ અમારે ઠીક થાય જશે ને સાહેબ , ગમેય કરો પણ જલદી સાજા થઇ જાય એવુ કંઈક કરો , અરે માજી શુ કામ ચિંતા કરો છો , અમે બેઠા છીએ ને ...., પણ મે જણાવ્યુ એમ બધી જ બાબતો નુ ધ્યાન રાખવુ પડશે , તો એ જલદી સાજા થઈ જશે , ડોકટરે દિલાસો આપતા કહ્યું ..

ડોકટર ના ગયા પછી, અરે તુ નકામી બીવે છે , હજી તો આ શરીર ખડતલ છે , હજીય આખુ ખેતર મજુર વગર જોતી નાખુ એટલી તાકાત છે , તારે અને શેનો ડર ?

અરે આ ઘડપણ મા જવાની નો જુસ્સો લઈ ચાલો ને એમાજ આ પગ ભાંગ્યા , મારૂ તો કદી કઈ સાંભળતા જ નહીં તમે ! બા એ ગુસ્સો કરતા કહ્યું એ ઘરડા જીવ માં લાખ ગણી લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી ....

ટાઢા પડો હવે તમે , અને આ જીગલો અને તમે શું વાત કરો છો છાનામાના, જરીક મનેય કઈ દો ?દાદા એ આશ્ચયૅ સાથે પુછ્યું ,

અરે ઈ બધુ મુકો ને તમે ? પણ ઈ કઈ દો તો આ જીગલા ની મને હવે ચિંંતા થાય ,આટલા ઉંમર મા કેટલુ જોય લીધુ એને , એમાય એના મા -બાપ પછી તો બધી જ જવાબદારી આપણી, અને આ જીંદગી નો શુ ભરોસો, ...... કંઈ પણ થાય એની જવાબદારી ઓ એ સંભાળી લે એવો છે , પણ લાગણીશીલ બહું છે .... એના સુખ ના દિ આખી જિંદગી રે.... એનુ ભવિષ્ય સારૂ રે એ માટે હવે જે કરવાનુ ઈ તમારે જ કરવાનુ, બસ મારો દિકરો બે ટંક નુ ભોજન ખુટે નઇ એનાથી વધારે કાઈ જોતુ જ નથી પરભુ ...... નાથી બા ની આંખો એકક્ષણ મા ભરાઈ ગઈ..... અને દાદા નો હાથ પકડતા બોલ્યાં તમે કરો ઈ ખરૂ ...

ક્રમશઃ