લાગણી - 3 raval Namrata દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી - 3

આપણે આગળ ના અંક મા જોયુ તેમ નાથી બા અને ભોળા ભા જીગર ના વિશે ચિંતીત છે અને જણાવે છે કે જે કરવાનુ ઈ તમારે જ કરવાનુ, બસ મારો દિકરો બે ટંક નુ ભોજન ખુટે નઇ એનાથી વધારે કાઈ જોતુ જ નથી પરભુ ...... નાથી બા ની આંખો એકક્ષણ મા ભરાઈ ગઈ..... અને દાદા નો હાથ પકડતા બોલ્યાં તમે કરો ઈ ખરૂ ...

હા ... હા... તમે મારૂ ધ્યાન ભટકાવો ના , મને ઈ કો આ જીગા અને તમારા વચ્ચે શું ખુસપુસ થાય છે ,દાદા એ આંખો ઉંચી કરતા કહ્યું , જપ ખાઓ જપ ખાઓ જરીક હજીય આ સોય ત્યાં જ ચોંટેલી છે તમારી , નાથી બા એ ટોકતા કહ્યું,,
અલ્યા પણ સોય પરોવી દો ને ,,બોલો ચાલો બોલો ને કહી દો શું વાત થઇ અને જીગા ની આંખ મો મને ચિંતા દેખાઈ , દાદા એ લાગણી વ્યક્ત કરતા કહ્યું

અરે એ ય તમને શું આવડે આંખો વાંચતા જપો જરીક જપો અને વાત રઈ જીગા ની તો એને કશીય વાત નુ મેન્શન હોય જ નય ઈ મારો દિકરો છે,, બા એ જવાબ આપ્યો

દાદા બા ની વાત સાંભળી હસવા લાગ્યા , અલ્યા એને ટેન્શન કેવાય શું તમેય,, બા એ આંખો લાલ કરતા કહ્યું હા હવે તમોને અમારા અંગ્રેજી ની બવુ ચિંતા , મુકો ઈ બધુ ને આરામ કરો બસ , જપ તો છે જ નઈ તમને

દાદા એ મલકાઈ ને કહ્યું આ વાતો ને ફેરાવતા તમારા સીવાય કોઈ ને ય ના આવડે ગમેય એમ બસ કેવુ નથી તમારે ,સારૂ નઈ કો તમતમારે અમારી પારખી નજર હંધુય ઓળખી લે એવી છે .....

હા હવે હવાબાજી કરતા તો તમને ય સારૂ આવડે , હવે રેવા દો અને એ ....ય થોડો આરામ કરી લો તો આ દુખાવા માં આરામ મળે ,,અને દવા લઇ લો બા એ કહ્યું

હા આ વાત સાચી એય સારૂ યાદ કરાવ્યું ચાલો દવા લઈએ અને આ જીગો ક્યાં ગયો ?? જરીક કો મને ........

બા એ જવાબ આપતા કહ્યું , અરે આ આયો જુઓ જરીક , જીગર ખુરશી લઈ દાદા પાસે જાય છે અને કહ્યું અરે ભા તમને મારી ચિંતા શું કામ કરવી છે ? જરીક કે જો જરી આ જપ નો રૂપીયો ક્યાં મુકી આયા ...... કાં બા ?

આજે તો ભા ને કઈ જ દો આ શેતરો ના ઢોર વાલા કે પછી તમે ,,
ચમ કે જો આ બા વાલા હોય તો,, બા ને આ દવાખાના મો હેરાન ન કરો તમે ? કા બા હાચું કીધુ ને મી

બા એ જીગર ના કાન ખેંચતા કહ્યું અલ્યા જીગા આ હું , જીગા આ દવાખાને આવતા તો બહું કે તો તો બા ટાઢા થાઓ ટાઢા થાઓ , ભા ને સારૂ થય જશે અને અહીંયા ભા ની જ ખેચેં ,, લ્યા બહું જબરો તુ....

અરે બા ... હવે ઈ આ ખેતરો મા મજુર રાખી
લઈએ ..ત્યાં જ ભોળા ભા એ વચ્ચે બોલ્યા , અલ્યા કેટલા દિ નુ કહ્યું છે ને ના તો પાડી હતી કે ખેતર હૉં જ સંભાળીશ

ભા પણ હાલ નુ શું ? જીગર એ પુછ્યુ , હાલ નુ એટલે કેમ ? તને આ ખેતીવાડી શું કામ શીખવાડી , અહીંયા થી આજકાલ રજા મળી જશે , પછી તારે જ કરવાનુ છે બધુ...દાદા એ જીગર ને ટોકતા કહ્યું

અરે ભા તમે ટાઢા થાઓ ,, તમે કો એમ બસ
કાલે સવારે રજા આપી દે એટલે હું જઈશ ખેતરે પણ.એક શરત ઈ છે કે તમે ઘેર આરામ કરશો તો.... જ ..

દાદા એ વીલા મોઢે હા પાડતા કહ્યું અને ત્યાં જ ડોકટર આવ્યા બધી તપાસ કર્યા પછી કહ્યું , આજે તમે ઘરે જઈ શકશો અને મે કહેલી બધી જ વાતો નુ ધ્યાન રાખવાનું છે ,, અને આ પ્લાસ્ટર કઢાવવા માટે દવાખાના માંથી ફોન આવશે ત્યારે તમારે હાજર થવાનું છે ,

ત્યાં જ બા બોલ્યા અરે સાહેબ તમે ચિંતા ન કરો , હું હોય ને એ વળી ન સાંભળે એવુ તો બને ખરી. ? ડોકટરે પણ સુર માં સુર પુરાવતા કહ્યું હા .. હા .. માજી બરાબર વાત છે અમારે ય ઘરે એવુ જ છે , બધા ના ખડખડાટ હાસ્ય સાથે દાદા એ રજા લીધી

ત્યાં જ ફોન પર યસ સર , હા થઈ જશે, હું કાલે જ હાજર થઈશ, યસ સર તમારો ખુબ ખુબ આભાર સર ,
જીગર ફોન પર વાત કરી રહ્યો હતો અને ઓચિંતા નુ જ દાદા એ એનો સંવાદ સાંભળી લીધો

અને જીગર એ દાદા ની લાલ આંખ ભાખી દિધી અને ત્યાં જ નાથી બા બોલ્યાં ,, અલ્યા જીગા હાલ તો આ દવાખાના ના કાગળીયા નું કામ જટ પતાય , જટ કર હાલ ,, તમે એને ટાળવાનો પ્રયત્ન ન કરો ડાહ્યા ભા એ ટોકતા કહ્યું .......

ક્રમશઃ