manvi thau to ghanu books and stories free download online pdf in Gujarati

માનવી થાઉં તો ઘણું.....

હું માનવી માનવી થાઉં તો ઘણું.....
કવિ સુન્દરમ ની આ પંક્તિ ઘણું બધું કહી જાય છે.

માનવી માત્ર જન્મ ધરીને કંઈક થવા ઈચ્છે છે. ક્યાં ને ક્યારે જન્મ લેવો એ ભલે માનવીના હાથની વાત ના હોય પણ શું "થવું "ને" કેવા" થવું એ તો માણસના હાથની વાત છે.
કેરાલાના મલ્લપુરામમાં એક ગર્ભવતી હાથણીએ ફટાકડા ભરેલાં અનાનસ ખાવાથી મોં માં ફટાકડા ફૂટતા
જડબું અને દાંત તૂટી જાય છે.અને પાણી માટે આજુબાજુ ભટકે છે પેટ માં આગ ભળે છે છતાં પણ કોઈ ને નુકસાન નથી પહોંચાડતી.કેવી માનવતા ..
અને છેલ્લે નદીમાં પાણી પીને હંમેશા માટે આંખો મીંચાઈ જાય છે..પશુ ચિકિત્સકોએ તપાસ કરતા માલુમ પડે છે કે હાથણી ગર્ભવતી હતી અને પેટના બચ્ચાં સાથે પોતે પણ મૃત્યુ પામે છે.
આ માનવીને મૂંગા પ્રાણીઓને પ્રત્યે આવું કૃત્ય કરતા જરા પણ શરમ ના આવી ? આટલી હદે એની માનવતા મરી પરવારી હશે ? ખરેખર, આજે આવા માનવીએ ખરેખર પોતાની માણસાઈ ગુમાવવી દીધી છે ?

વિચારવા જેવી બાબત છે કોઈ ની ટીખળી કે મશ્કરી
કોઈ મૂંગા પ્રાણીના બે-બે જીવનો ભોગ બને.અનાનસની અંદર ફટાકડા ભરવા અને બીજાને હાનિ પહોંચાડવીએ એકદમ પાશવી અને ઘોર કૃત્ય છે.
જે માનવીની હલકી અને નીચ માનસિકતા તરફ દોરે છે.
✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
તા.વ્યારા જિ.તાપી

હીરા કરતા ચડિયાતા અને સોના કરતા મોંઘા માણસો......

જિંદગીની સફરમાં આવા માણસો બહુ ઓછા જોવા મળે.જે આપણને જિંદગીભર યાદ રહી જાય છે.
ઓળખતા માણસો તો જરૂર પડે તો મદદ કરશે પણ ઓળખામણ વગર આપણી વહારે આવશે તો એને તમે શું કહેશો ?
એવા માણસો ક્યારેક તેના ચહેરા અને તેના કામ પરથી ઓળખાય આવે છે..આજે મારા જીવનમાં ડગલેને પગલે અનુભવેલા એવા બે વ્યક્તિઓની આજે વાત કરવી છે.જે આજે મારા હૃદયના એક ખુણામાં મૂકી દીધા છે.
વિલાસભાઈ ગામીત અને પ્રવીણભાઈ બારીઆ જેમને કરેલી મદદ આજે પણ યાદ કરું છું તો તેમના પ્રત્યે માન વધી જાય છે.

એ દિવસો બરાબર યાદ છે મને જ્યારે નોકરીનો લેટર પરબીડીયામાં આવ્યો. હું અને મારો મોટો ભાઈ દાહોદ આવવા માટેની તૈયારી કરી લીધી. 23 એપ્રિલ 2010 ની એ સાલ એક ઘનઘોર કાળી રાતમાં રાતે લગભગ અમે મારી પાલસ્ટિક ટુર્નામેન્ટ ની સેમિફાઇનલ રમી લગભગ રાતે 8 વાગ્યાની આજુબાજુ ઘરેથી વ્યારા આવી સુરતની બસ પકડી.ગામથી સુરત 60 કિ.મી અંતર.સુરત આવી દાહોદની બસમાં બેઠા.સુરત થી દાહોદ લગભગ 6 કલાકનો રસ્તો.થોડી વાર પછી ટીકીટ કડાવી અને પછી હું ઉંઘી ગયો.અને ક્યારે દાહોદ આવ્યું મને ખબર ના પડી...
મળસ્કે સવારે 5 વાગ્યાની આજુબાજુ દાહોદના બસ સ્ટેશનમાં આવી પહોંચીયા..ત્યાં થોડો આરામ કરી દાંતણ પાણી કરી ચા ની ચૂસકી લીધી..અને તેની સાથે શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી. હવે જવાનું હતું મુવાલીયા ભીલ સેન્ટર શાળામાં....
સમયસર પહોંચી ગયા અને લગભગ 3 વાગ્યાની આજુ બાજુ નોકરીનો હૂકમ મળ્યો અને એ દિવસ
હનુમાન દાદાનો દિવસ શનિવાર.અને સોમવારે શાળામાં હાજર થવાનું હતું અને વચ્ચે રવિવાર એટલે વચ્ચે એક દિવસની ગેપ.હવે આટલી દૂર ઘરે પણ ના જવાય..
હવે શરૂઆત મારા મુદ્દાની.....હવે હીરા કરતા ચડિયાતા માણસની.......
ભાગ -1

હું અને મારો ભાઈ મુંજવણ હતા .હવે શું કરવું એક દિવસની ગેપની,રવિવારની...એ ઘડીની અવડવઃ માં કેમ્પમાં આવેલા એક સજ્જન માણસની મુલાકાત થઈ એ ભાઈ હતા..વિલાસ ગામીત.તેમણે માંડીને વાત કરી કે,
તેઓ ઉચ્છલ તાલુકાના વતની છે અને અહીં ગરબાડામાં નોકરી કરે છે.અમે પણ પરિચય આપ્યો.અને તેઓ અમને તેમના રૂમે લઈ ગયા.ત્યાં નાહી ધોહીં અમે જમી આરામ કર્યો.વિલાસભાઈનું વ્યક્તિત્વ બધાને ગમી જાય એવું.એમની બોલવાની છટા જોરદાર અને ધારધાર.
ઉચ્ચાર સ્પષ્ટ અને માતૃભાષા પર પ્રભુત્વ અને પેઈન્ટર.
હવે બીજા દિવસે રવિવારે મને જે શાળામાં ઓર્ડર મળ્યો હતો ત્યાં જોવા માટે લાવ્યા.અને હું,મારો ભાઈ અને વિલાસભાઈ બાઈક લઈને છેક ઝાલોદ તાલુકાના નાની સાબલી પ્રાથમિકશાળામાં આવ્યા.લગભગ ભર બપોરે તાપ ખૂબ લાગતો હતો.લીમડી બજારથી શાળા લગભગ 12 k.m હતી.પાછા વળતા સમયે બાઈકનું પંચર થયું અને કોઈ પંચરની દુકાન ન મળી અને છેવટે વરદી ની ગાડીમાં ભરી બજાર લાવી પંચર કડાવી ને પછી પાછા વિલાસભાઈના રૂમ પર ગરબાડા જવા રવાના થયા.
અને બીજી સવારે ભાઈ સાથે ફરી ઝાલોદના નાની સાબલી પ્રાથમિક શાળામાં હાજર થવા આવ્યા અને હાજર થઈ સાંજે લીમડીમાં મિત્રના રૂમ પર રોકાયા.
વિલાસભાઈ એ અમને જે મદદ કરી જે અમારાં દિલના એક ખૂણામાં યાદ કરી રહી ગઈ છે .વિલાસભાઈનો ચહેરો આજે પણ મારી આસપાસ મંડરાયા કરે છે.લાંબી બીમારીને લીધે વિલાસભાઈ સ્વર્ગવાસ થયા.જયારે મને ખબર પડી તો પગ નીચે જમીન સરકી ગઈ.આટલા સારા માણસ એટલી જલ્દી વિધાય લીધી એવું મન માં થાય. મન માનવા તૈયાર ના થાય.અજાણ્યાં વિસ્તારમાં અને ઓળખાણ વિના વિલાસભાઈ એ અમને જે મદદ કરી હતી તે ભૂલી શકાય એવી નથી.આજે પણ પ્રાર્થના કરું છું વિલાસભાઈ જ્યાં પણ હોય ત્યાં પ્રભુ !એમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ......
ભાગ - 2
ત્યાર બાદ પ્રવિણભાઈ બારીઆના ગુણો વિશે જણાવું તો શાંત સ્વભાવ,ધીરજવાન અને ઉદારદીલના.

જ્યારે નોકરીનો પહેલા દિવસે શાળામાં ભર્યો અને સાંજે શાળામાંથી છૂટ્યા બાદ ભાઈ સાથે લીમડી આવ્યો અને ભાઈએ એમની સાથે પી.ટી.સી. કરતા અમુક મિત્રોનો કોન્ટેક્ટ કરવા પ્રયાસ કર્યો પણ કોઈએ ફોન રિસીવ ના કર્યો
એટલે છેલ્લે મિત્ર એક જ નામ પ્રવિણભાઈ બારીઆ..
મોટાભાઈએ પ્રવિણભાઈને ફોન કર્યો.પ્રવિણભાઈએ ફોન રિસીવ કર્યો.
પ્રવિણભાઈ ત્યારે ઝાલોદ તાલુકાના લીમડી ગામની આજુબાજુ નોકરી કરે.આમ વતની પંચમહાલ જિલ્લાના. ભાઈએ પ્રવિણભાઈને બધી વાત કરી આ પરિસ્થિતિ છે અને થોડા દિવસ તમારી જોડે રાખજો.કોઈ બીજો રૂમપાટનર ના મળે ત્યાં સુધી.પ્રવિણભાઈ એ કોઈ પણ સંકોચ વગર હા માં હા મિલાવી.ત્યારે મારી જોડે એક બેગ , બે જોડી કપડાં ,એક રૂમાલ,એક ટૂથપેસ્ટ અને જરૂરી કાગળિયા અને મારું પાકીટ.એના સિવાય વિશેષ નહોતું.
હવે પ્રવિણભાઈ અમને લેવા માટે આવ્યા.હું અને મોટાભાઈ એમના રૂમ પર ગયા.ત્યાં પ્રવીણભાઈ જોડે બીજા પાર્ટનર પણ હતા.તેમણે પણ અમને આવકાર આપ્યો.તેના પરથી લાગ્યું કે તે પણ સારા છે.
હવે મોટાભાઈ મને જરૂરી સલાહ સુચન આપી મને પ્રવિણભાઈ ના રૂમ પર મૂકી આવા નીકળ્યા.કેમ કે ભાઈ ની પણ નોકરી ચાલુ વતનમાં....ધીરે ધીરે ભાઈ રૂમ છોડીને જતા હતા ત્યારે એવું લાગ્યું , -"પોતાનો આધાર પડછાયો છોડીને જતો હતો એવું લાગ્યું".જોતજોતામાં એ રૂમથી દૂર નીકળી ગયા વતન જવા માટે.હું પહેલી વાર બહાર નીકળ્યો હતો એટલે સેટલ થતા વાર લાગે. પ્રવિણભાઈનો સ્વભાવ કોઈને પણ સ્પર્શી જાય એવો.બીજા દિવસથી જાણે ઘરના કોઈ જવાબદાર નાગરિક હોય એ રીતે મારી જોડે પ્રેમથી વર્તતા. અને મને કોઈ પણ કામ ન કરવા દે તેઓ અને એમનો રૂમ પાર્ટનર બધું કામ કરી લે.થોડા દિવસોમાં મારી જોડે ફ્રેન્કલી રહેતા.અને જ્યારે હું કંઈ કામ કરવા પ્રયાસ કરતો ત્યારે મને કહે ," અમે કરી લઈશું ,તમે બેસો." અને જરૂરી પ્રેમથી શાળામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એનું માર્ગદર્શન પણ આપે.
એક...બે ..ત્રણ...એમ આખો એક મહિનો પસાર થઈ ગયો.સ્ટાફનો જ શિક્ષક ,મને રૂમ પાર્ટનર તરીકે મળતા અમેઅલગ રૂમ લીધો અને ત્યાં રહેવા જવા તૈયારી
કરી દીધી. હવે ના છૂટકે જવું તો પડશે.જ્યારે જવાનું થયું ત્યારે મેં ભાડું આપવા પ્રવિણભાઈને પ્રયાસ કર્યો પણ એ જ ક્ષણ તેઓ મનની ભાષા સમજી ગયા અને સીધી "ના" પાડી.મેં બહુ કોશિશ કરી પણ તેઓ ન જ માન્યા. અને મને કહ્યું ,"ક્યારે કંઈ પણ જરૂર પડે તો કહેજો" કેવા ઉદારદીલ ના પ્રવીણભાઈ. આજે પણ ત તેમને યાદ કરું છું
તેમના ગુણોમાં, શાંત સ્વભાવ અને ઉદારતા એ તેમની ખાસ વિશેષતા હતી.આજે તેઓ પંચમહાલનાજિલ્લાના હાલોલ મુકામે નોકરી કરી રહ્યાં છે.ક્યારેક ફોન કરું ત્યારે મને બોલાવે છે અને કહે ," ઘરે ફરવા આવજો ".તેમની વાણી માં આજે પણ પહેલા જેવો પ્રેમ આજે પણ છલકાય છે.

✍🏼" સુરેન્દ્ર ગામીત(સૂરી) "✍🏼
તા.વ્યારા જિ.તાપી


બીજા રસપ્રદ વિકલ્પો