રોમાંચક સફર મુકેશ વાડિલે દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

રોમાંચક સફર

થોડી વાર પછી બોલ્યો "ચલે જાવ યાહાસે વરના બે મોત મારે જાવોગે."
આ જોઈ શુંભમ્ ગુસ્સો થઈ ને બોલ્યો "આપકો હમારી મદદ કરની હો તો કરો વરના હમ ખુદ અપની મદદ કર લેંગે.
શુંભમ્ ની આંખો માં એક ચમક દેખાઈ તાંત્રિક ને એટલે તેણે કહયું "જો મરને વાલા હે ઉસે કોન રોક સકતા હે."
યાહાસે આગે થોડે હી દુર એક નદી પડેગી ઉસ નદી કે ઉસ પાર એક ખંડેર હે ઉસ ખંડેર કે અંદર ગુફાઓ કા જાલ હે વાહા તુમકો એક સિદ્ધ અઘોરી નાગા બાવા મિલેંગે ઉનશે જા કે પુછો વો બહોત જ્ઞાની હે તુમકો વહાં તુમ્હારે જવાબ મિલેંગે. તાંત્રિક અને પેલો વલજી ડોશા પોતાની ધુન માં અને ચિલમ પીવામાં મશગુલ થઈ ગયા.....!!
અંકલ, શુભમ્ અને ઉમંગ નદી ની દિશામાં ચાલવા લાગ્યા ચાલતા ચાલતા થોડે દુર એક નદી દેખાઈ.
નદી માં બધે અર્ધ સળગેલ લાકળા ઓ પડેલા હતા. કોઈક કોઈક જગ્યાએ પથ્થર પર રાખના ઢગલાં દેખાતા હતા. ગરમી ની સિઝન હોવાથી પાણી બધું શુકાય ગયું હતું પણ કયાંક કયાંક થી કયારી ઓ માં થી થોડુંક પાણી વહી રહ્યું હતું. ખળ ખળ કરતું પાણી એક વિચિત્ર પ્રકાર નું સંગીત રેલાય રહ્યુ હતું. નદી ની પેલી પાર ખડકો ના નીચે કોઈક જુનું પુરાણું દ્વાર જેવું દેખાય રહયું હતું એ દ્વાર પર જુના સમય ના કેટલાક શિલ્પો કંડારાયેલા હતાં એ શિલ્પો કંઈક ઈશારો કરી રહયાં હતાં કંઈક અજુગતું સમજાવી રહ્યાં હતા.
થોડેક અંદર જતાં કાળું ધોર અંધારું વધવા લાગ્યું.
અંકલ એ અંદરથી એક મશાલ ઉપાડી અને તે સળગાવી હજુયે તે મશાલ માં સળગવા જેટલું થોડુક ઈંધણ હતું અને તે લઈ ત્રણે આગળ વધવા લાગ્યાં.
અંદર થી તિક્ષ્ણ મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો તે દિશામાં ગયાં અચાનક જોર માં કયાંક થી પવન નો જોખો આવ્યો અને અમારા સાથે ટકરાયો એટલો જોરમાં આવ્યો હતો કે અમારી મશાલ પણ હોલવાઈ ગઈ. બે મીનીટ તો શરીર ના રૂવાટા ઉભા થઈ ગયાં. તિક્ષ્ણ મંત્રોચ્ચાર થી વાતાવરણ માં કોઈક વિચિત્ર પ્રકાર ની ડરાવની ધ્વની ઉર્જા ફેલાવવા લાગી એ ધ્વની ઉર્જા થી દિમાગ શુન્ન થઈ રહ્યુ હતું.
આ મંત્રોચ્ચાર અઘોરી નાગાબાવા કરી રહ્યાં હતાં.
આખા શરીરે સંપૂર્ણ રીતે રાખ લગાવેલી હતી વાળ જોવ તો એકદમ લાંબા લાંબા હતા. વાળ માં લઠ નો ગઠ્ઠો થઈ ગયેલો હતો દાઢી પણ મોટી થઈ ગયેલી હતી ગળામાં નાની હાડકા ઓની માળા પહેરેલી હતી. સંપુર્ણપણે નગ્ન અવસ્થા માં નાગાબાવા ધ્યાન માં લીન હતાં. સામે બે ત્રણ ખોપરી ઓ પડેલી હતી. તેના આજુબાજુ બે ત્રણ હાડકા ઓ પડેલા હતાં નાની હાડકી ઓના ઢગ હતાં એટલા અંધારા માં પણ નાગાબાવા નો ચહેરો
સ્પષ્ટ અને તેજસ્વી દેખાતો હતો.
"હમે આપકી મદદ કી જરૂર હે" મંણી અંકલ બોલ્યા
પણ અઘોરી નાગાબાવા તેમની સાધના માં લીન હતા.
ફરીથી અંકલ બોલ્યા..અને બાવાજી એ આંખ ખોલી એક ચમકતો પ્રકાશ તેમની આંખો માં દેખાતો હતો.
કયાં કામ હે બેટા...! નાગાબાવા એ પુછ્યું
હમે શાપિત ખજાને ઓર વો શાપિત આત્મા કે બારે મે જાનના હે આપ હમારી મદદ કિજીયે...
અચાનક નાગાબાવા ખુબ ગુસ્સો થઈ ગયો લાલચોળ થઈ ગયો અને પછી થોડીવાર પછી જોર જોરમાં હસવા લાગ્યો.
અને બોલ્યો "ઉસ ખજાને કો વહી પા સકેગા જો લાલચ સે મુકત હો જો દુસરો કા ભલા કરતા હો, જો નીડર હો જો સાહસી હો, જો બુધ્ધિમાન હો "
અને કંઈક વિચારતા વિચારતા આંખો પહોળી કરીને બોલ્યા જો અપની જાન દાવ પર લગા શકે જો અપને આપ કો બચા શકે. થોડીવાર પછી એક યંત્ર હાથમાં મુક્તા બોલ્યા. "યે યંત્ર ઉસકો દિખાના જીસને તુમ્હે યાહા ભેજા હે"
મે સ્વયં વહાં આવુંગા.....!
અને ફરીથી ધ્યાન માં લીન થઈ ગયાં...!
એ કંઈક ધાતુ નું સિક્કા જેવું કંઈક હતું તેના પર કુતરા જેવી આક્રુતિ દેખાતી હતી. તેની ગોળ ફરતે દેવનાગરી લીપી માં કંઈક લખ્યું હતું.
અમે તે લઈને પાછા પેલા ઢોસા અને તાંત્રિક પાસે ગયાં બન્ને ત્યાં જ ગાંજો પી ને પડેલા હતાં. એટલે અમે ત્યાંજ બેસીને એ લોકો થોડા હોશમાં આવે તેની રાહ જોવા લાગ્યા.
ઘડીયાળ માં જોયું તો બપોર ના સાડા ત્રણ થવા આવેલા હતાં.
પવન પણ રહી રહીને વ્હાઈ રહયો હતો. અંકલ ને ઉમંગ કંઈક વાતો કરી રહયાં હતાં..
પેલા તાંત્રિક ને થોડો હોશ આવ્યો પણ વલજી ડોશા એમજ પડયા હતાં. હું તાંત્રિક પાસે ગયો અને બોલ્યો "મહારાજ યે વો નદી વાલે નાગાબાવા ને દિયા હે ઓર ઉન્હોને કહા હૈ યે આપકો દિખા દેના. અને મે હાથમાં આપ્યું
હાથમાં આપતાં જ અધોરા તાંત્રિક આશ્ચર્ય થી જોવા લાગ્યા. એમના મુખ ની રેખાઓ અચાનક બદલાવવા લાગી અને હવે એમની આંખો માંથી ધણો એવો નશો આ જોઈ ગાયબ થઈ ગયો.
બોલ્યા યે મેરે અકેલે કા કામ નહીં હે... ઉન્હોને કહા હે કિ વે ખુદ વહાં હાજીર હો જાયેંગે. શુભમ્ તાંત્રિક ને અટકાવતાં બોલ્યો.
બાવાજી કયાં મે આપશે કુછ પુંછ શકતા હું...??
"હા કયો નહીં બેટા " બીજી ચીલમ સળગાવતાં બોલ્યો
યે યંત્ર કયાં હે ઓર આપ કિસ ચીજ કી બાત કર રહે થે.
યે તારા યંત્ર હે બેટા યે તુમ્હારે શરીર કી ભુત,પ્રેત,ચંડાલ ઓર બુરી આત્મા ઓ સે રક્ષા કરેગા. ઓર યે યંત્ર દેનેકા અર્થ હે કી તુમ્હે માહાઉગ્ર તારા સાધના ઓર મસાણ જાગરણ સાધના કરની હોગી...!
પરંતુ બાબા યે સાધના હે કયાં?? ઓર ઈસસે કયાં હોગા.??
યે દોનો સાધનાયે એક શકિત કે લીયે કી જાતી હે ઓર દુસરી મસાણ કી આત્મા ઓર ભુતો કો જગાને કે લિયે કિ જાતી હે. ઈસસે મરી હુવી શવ કી આત્મા યહાં ખીચી ચલી આયેગી.
તાંરા સાધના સે મનુષ્ય કી આત્મા કો સવ વાહક આત્મા કે સાથ નર્ક લોગ ભેજા જાતા હે. મુઝે લગતાં હે તુમ્હારે પ્રશ્નો કે ઉતર વહી દે શકતાં હે જીસે ખુદ યે શ્રાપ મિલા હે ઈસ લિયે તુમ મે સે કિસી એક કો નર્ક લોગ જાકર અપને પ્રશ્રો કા ઉતર લાના હોગા. પરંતું યે સાધના બહોત હી ભયંકર ઓર જાન લેવા હોતી હે ઈસ સાધના સે મનુષ્ય મર ભી શકતા હે.
ઈસ લિયે તુમ મે સે કિસીકો ઈસ મે બેઠના હે યે તય કરલો.
ત્રણે જણ એક બીજાના ચહેરા ભય થી જોવા લાગ્યાં.
યે સાધના પરશો રાત કો હોગી ઉસ દિન અમાવસ્યા હે ઈસ લિયે તુમ જો સામાન બોલા જાયે ઉસે લેકર પરશો રાત કો આ જાના ઉસ નદી કે પાસ જાહા સે તુમ આયે હો.
પરંતુ એ ખરેખર નદી માં મસાણ હતું જયાં ગામનાં લોકો મળદા ઓ ને સળગાવતાં હતાં અને તેની બાજુમાં જે જંગલ હતું ત્યાં ની માટી માં લોકો ને દાટતા હતાં.
આ બધું પતાવી ને ત્રણે ફોરેસ્ટ રૂમ પર ગયાં અને ચિંતા માં પડી ગયાં કે કોણ જશે નરક માં ત્રણે ના ચહેરા ની રેખાઓ પર વિચિત્ર ભય અને ઘ્રાસકો દેખાતો હતો. પણ આ વાત થી શુભમ્ થોડો ઓછો ચિંતિત હતો. એની આંખોમાં થોડે અંશે ભય અને વધારે અંશે રોમાંચ દેખાતો હતો.
ત્યાં જ શુભમ્ બોલ્યો.. મણી અંકલ મારે જવું છે નર્ક લોક માં મારે પણ જોવું છે કે નર્ક કેવું હોય છે.
હું સમજી શકું છું કે તું બહું હિમ્મત વાલો છે. પણ આ જીંદગી નો સવાલ છે બેટા તને કંઈ થઈ જાય તો હું તારા માં-બાપ ને શું જવાબ આપીશ....... ના હું જઈશ.....!
અરે કાકા મારે જાણવું છે મારે જોવું છે. હુ અનુભવ કરવાં માગું છું કે મુંત્યું શું હોય?? મરવા પછી માણસ કયાં જાય છે. શું કરે છે કંઈ દુનિયા માં જાય છે કંઈ દુનિયા માં ફરે છે મારે બધુંજ જાણવું છે હવે મને પૈસા ની નઈ પણ આવા ગુઢ રહસ્યોને જાણવાની તીવ્ર ઈચ્છા થઈ છે.
અરે બકા પણ આ એટલું સહેલું નહીં કે તું જશે અને તને કંઈ નહી થાય.... ઉમંગ બોલ્યો
આ સહેલું નહી એટલે તો હું જાવ છું.. મરી જઈશ તો તમે તમે આ કામ આગળ વધાવજો નહી તો હું જ ધણા બધાં રહસ્યો ને ઉજાગર કરીશ....!!
હવે તય થઈ ગયું કે હુજ જઈશ.. પણ તમે બંને મને પ્રોમિસ કરો કે હું જયાં સુધી પાછો ના આવું ત્યાં સુધી તમે મારા પાસે જ રહેશો.
અને ત્રણે ભેટી પડયાં. થોડીવાર પછી કોઈક માણસ નો અવાજ આવ્યો બારણું ખટખટાવીયુ.
બારણું ખોલતાં જોયું તો...
સામે જોયું તો એક માણસ કોઈક લીસ્ટ લઈને આવ્યો હતો.
"આ લો પેલા લવજી ભાઈ એ મોકલાવ્યું છે " એમ કહી ત્યાં થી નીકળી ગયો.
આ બાજુ ત્રણે બોવ થાકી ગયા હોવાથી ત્રણે શુઈ ગયાં..!
=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×
અમાસ ના દિવસે......!
સાંજે ચાર વાગ્યા હતા સુર્ય ની લાલ કિરણો આખા જંગલમાં પ્રસરાયેલી હતી. લાગે આજે આખું વાતાવરણ લાલ રંગો થી સોભતું હતું પંખીઓ પણ પોતાના માળામાં આવવાં માંડ્યાં હતા. એમની ચી..ચી..ની કલકલાહઠ આખા વાતાવરણમાં પ્રાણ પુરી રહયાં હતાં. હવે ધીમે ધીમે લાલ રંગો ને કાળી ચાદર પોતાનામાં સમાવવા લાગી હતી. હવે કાળી ચાદર ધીમે ધીમે કાળી ડીબાંગ ભયાવહ રાત નું રુપ લઈ લીધું હતું..!
ફરી એક વાર જંગલ જીવંત થવા લાગ્યું હતું. વિચિત્ર અવાજોથી જંગલ જાગી રહયું હતું.
ઘડીયાળ માં રાતના સાડા દસ થવા આવ્યા હતા.
લીસ્ટ પ્રમાણે નું બધુંજ સામાન તૈયાર હતું. ત્રણે જણ નદી પર જવા નીકળ્યા કાળા અંધારા ને ચીરતા ચીરતા ત્રણે જણ નદી પાસે પોહોચ્યા.
ત્યાં તાંત્રિક, લવજી ભાઈ અને પેલા નાગાબાવા હાજીર જ હતાં. ઉમંગ ના હાથમાં થી સામાન લઈ તાંત્રિક બાવા વિધિ ની તૈયારી કરવા લાગ્યા.
ત્યાંજ નાગાબાવા એ ઈશારો કરી શુભમ્ ને બોલાવ્યો અને કહયું "વો યંત્ર લાયે હો" હા બાવાજી યે રહા....શુભમ્ એ નાગાબાવા ના હાથ માં આપતાં કહ્યું....!!
મેં જો બોલ રહા હું વો ધ્યાન સે સુનો.. તુમ જાહા જા રહે હો વહાં આજ તક કોઈ સામાન્ય ઈન્સાન નહી ગયાં..
વો આત્મા ઓ કા શહેર હે વહાં અચ્છી આત્મા ઓ કે સાથ બુરી ઓર ખતરનાક આત્મા ભી વાશ કરતી હે. તુમ ઉનકે કસી ભી છલાવે મે મત આના,, વો તુમ્હારા ધ્યાન ભંગ કરને કે લીયે રોયેગી, ગીળગીળાયેગી,, ડરાયેગી, તુમ્હે અપની ઓર આકર્ષિત કરેગી,, વિચિત્ર રૂપ ધારણ કરકે તુમ્હે બહેલાયેગી પર તુમ્હે અપને લક્ષ્ય પે ધ્યાન કેન્દ્રિત કરના હોગા ઓર સોચો કિ તુમપે કોઈ મુશીબત આ જાયે તો વો યંત્ર અપની બંધ મુઠ્ઠી સે ખુલા કર દેના,, હમ સમજ જાયેંગે કી તુમ મુશિબત મે હો ઓર તુમ્હે વહાં સે સીધા યહાં બુલા લેંગે...!!
શુભમ્ ધ્યાન થી નાગાબાવા ને શાંભળતો હતો...
"પર બાવા મે ઉસ માયાવી સાધુ કો કેસે ખોજુગા" શુભમ્ બોલ્યો.
યે વો રૂદ્રાક્ષ કી માલા કા મણકા હે જો ઉસ માયાવી સાધુ કા ગલા કાટતે વકત ઉસકે ગલે સે નીચે ગીર ગયાં થા.
યે રૂદ્રાક્ષ તુમ અપને સાથ લે જાના યે વહાં તુમ્હારે સાથ આયેગા વહાં પહોચતે હી,,ઉસ રૂદ્રાક્ષ કો હવા મે ઉછાલના યેહી મણકા તુમ્હે ઉસકે અસલી માલીક તક પહોચાયેગા.
યે જહાં જાયે તુમ ઉસકે પીછે જાના..!!
સામે અંધારા માંથી ત્રણેક પડછાયા અમારી તરફ આવી રહયાં હતાં. જેમ જેમ સામે આવતા ગયાં તેમ તેમ ખબર પડતી ગઈ.
એ ત્રણે નાગાબાવા હતા એ જંગલમાંથી મળદું લાવી રહ્યાં હતાં.
સામે આવીને બાવાઓ એ મળદા ને એક ગોલ કુંડાળા માં મુકયું તેના પરથી ચાદર હટાવી તો મારી આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ ત્યાં એક સત્તર-આઢાર વરસ ની એક નાજુક છોકરી નું નગ્ન મળદુ હતું. હજુ તો એ યે યોવન માં પગ મુક્યો જ હતો.
એના નાજુક શમણાં હોટ,,એનો ગોરો વર્ણ,થોડું લાબું અને ગોળ નાક એક અપ્સરા ને પણ શરમાવે તેવી એ ગામડાં ની છોકરી નું સોદર્ય હતું. જણે હમણાંજ એ છોકરી બોલશે એવી એની મુખાવુતિ હતી.
નાગાબાવા એ એની જગ્યા એ સાધના માં બેસી ગયાં.
તાંત્રિક એ એક ગોળ કુંડાળું પાડયું હતું ત્યાં અંકલ અને ઉમંગ ને ઉભાં રહેવા કહેવામાં આવ્યું. અને કહયું કે જયાં સુધી મે ના કહું ત્યાં સુધી કોઇપણ આ કુંડાળા ના બહાર આવશે નહી.
શુભમ્ ને નગ્ન થવાનું સુચન કરવામાં આવ્યું. શુભમ્ નગ્ન થઈ જયાં કહયું તેમ છોકરી ના મળદા ના જમણી બાજુએ શુઈ ગયો. મનમાં ડર,,રોમાંચ,, અને આશ્ચર્ય ત્રણે ભાવ આવી રહયાં હતાં.....!!
તાંત્રિક ઉઠયો અને શુભમ્ નો હાથ પેલી નગ્ન છોકરી ના હાથમાં મુક્યો બન્ને ની બે... બે આંગળી ઓ તાર સાથે બાંધી.
નીચે પગ પણ છોકરી સાથે અડાડયો બંન્ને ના એક એક અંગુઠા તાર સાથે બાંધ્યો..
હવે એક પાત્રા માં માસ જેવું કંઈક ત્યાં ધરાવ્યું... અને શુભમ્ ના હાથમાં પેલું તારા યંત્ર અને રૂદ્રાક્ષ મુકયું.....!
હવે તાંત્રિક ની વીધી ચાલું થઈ બધાં મસાણ ના દેવો ને આમંત્રિત કરવામાં આવ્યા.
તાંત્રિક અને નાગાબાવા ના ઉગ્ર મંત્રોચ્ચાર થવા લાગ્યાં. એ મંત્રોચ્ચાર એક વિચિત્ર ઉર્જા માં પરિવર્તિત થવાં લાગ્યો. હવે એક ડરાવની અને વિચિત્ર ભાવ પ્રગટ થવાં લાગ્યો.. શુભમ્ ની આંખો બંધ થઈ.. અને અચાનક એ મુર્ત છોકરી માં જીવ આવ્યો હોય તેમ તે છોકરી કંબરે થી ઉઠી પણ તાંત્રિક એ જોરમાં મંત્રોચ્ચાર કર્યો અને એક ગુલાલ ફેકયો છોકરી નું મળદું થોડું શાંત પડયું..છતાં એનામાં ચેતના આવી ગઈ હોય એવું લાગ્યું......!
હવે આંખી મસાણ જાગરણ થઈ રહી હતી. મસાણ ના પરછાયા ઓ વિચિત્ર અવાજ કરી રહયાં હતાં ચિચિયારીઓ આખાં વાતાવરણ ને ભયાવહ અને ભયાનક બનાવી રહયાં હતાં. વાતાવરણ માં થોડો થોડો પ્રકાશ અને ઉર્જા ફેલાઈ રહી હતી.
શુભમ્ ની આંખો બંધ થઈ અને સામેથી એક તીવ્ર પ્રકાશ ની કિરણો દેખાઈ રહી હતી.
એક છોકરી મારો હાથ પકડીને પ્રકાશ ની તીવ્ર કિરણો તરફ વધી રહી હતી.

અમે બન્ને એ પ્રકાશ ના અંદર પ્રવેશી ગયાં હતા. આજુબાજુ ગાઢ અંધારું ફેલાયેલ હતું. ગાઢ અંધારામાં દુર થી એક બોવ મોટું દ્વાર દેખાઈ રહયું હતું. થોડા જ ખુલ્લાં દ્વાર એક અલગ પ્રકાર નો પ્રકાશ બાહાર આવી રહયો હતો.
એ દ્વાર ની સામે ગયાં ત્યાં જોયું તો એ મસાણ જેવું જ લાગ્યું ત્યાં ઠેર ઠેર મનુષ્ય હાડકા ઓના ઢગલાં પડેલાં હતાં બે ત્રણ જગ્યા એ કંઈક મનુષ્ય દેહ જેવી ચીતા ઓ સળગી રહી હતી.
કાળા પડછાયા ઓ ચિચિયારીઓ પાડી રહયાં હતાં.
લાલ શળગતાં પ્રકાશ માં હવે દ્વાર સ્પષ્ટ દેખાય રહયું હતું. હાડકાં ઓ અને ખોપરી ઓના ઢાચા થી બનેલું એ દ્વાર ભયાનક લાગતું હતું વિચિત્ર રાક્ષસો અને પ્રાણીઓ ની આક્રુતિ એ દ્વાર ને ઓર ભયાવહ ડરવાનું બનાવી રહી હતી...!!