vanita ni vedna - 2 books and stories free download online pdf in Gujarati

વનિતા ની વેદના - 2

મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં પાંચ બહેનો અને કેટલીય માનતા અને ટેક રાખ્યાં બાદ જન્મેલ ખોટ નો ભાઈ એમાં સૌથી મોટી વનિતા.

ખેડૂત પુત્રી હોવાથી ભરપૂર માત્રામાં મહેનત, પ્રામાણિકતા અને ધૈર્ય તેને લોહી નાં વારસામાં જ મળેલાં. ઢીંગલા-પોતિયા થીં રમવાની ઉંમરે જ પોતાના નાનાં ભાઈ-બહેન નેં રમાડવાની જવાબદારી શિરે હતી, ખુબ જ હોંશે ‌પોતાના બા વાડીએ થી ના આવે ત્યાં સુધી ભાઈ બહેનો ને સાચવતી એની ભણવાની ઉંમર માં ભાત બનાવી તે બનાવેલ ભાત આપવા ખેતરે દેવાં જવામાં જ જતી રહી.
સમય સાથે બાર વરસ પુરા કરી દેવદિવાળી ના દિવસે તેરમાં વરસમાં બેઠી.
"સાંભળે છો વનિતા ની મા ,આજે મે'માન આવવાનાં છે તો વાડીએ મોડાં જાશું" ધર ની ડેલી માંથી જ ધેરા અવાજ સાથે વનિતા નાં બાપુ મનજી પટેલ બોલ્યા.
"કેમ કોણ આવાનું છે, તમે તો કાંઈ વા‌ત નહોતાં કરતા" વારે-તહેવારે પણ એક ટંક માંડ માંડ ધરે રહેતા,મેમાન નેં પણ મળવા વાડીએ આવવું પડે એ ખેડૂ નાં મોંઢે મોડું જવાની વાત સાંભળી નવાઈ પામતા પટલાણી એ પૂછ્યું.

"અરે , તું પણ ધેલી જ છો, મેમાન કહીને થોડાં આવે, આપડા શિવાકાકા નાં માસિયાઈ આવ્યાં છે ભગવાન પટેલ"
"સારૂં"મોં મરોડી,સાડલા નાં છેડાં થીં લાજ કાઢતાં પટલાણી કામ કરવા ચાલતા થયાં.
સાત ઓસરી નું મોટું ફળિયું , નાળીયેરી નાં સુકાયેલા પાંદડા ની સળીયુ થી બનાવેલો સાવરણો અને એ સાવરણા થીં પડેલ ફળિયામાં ભાત.
સામ સામે ઢોલીયા ઢાળ્યા એની ઉપર ભાતીગળ ચાદર પાથર્યા અને રંગોળી ભરેલ તકીયા નંખાયા.
ધર માં બાળકો સહિત બધાં મહેમાન ની રાહ જોવા લાગ્યાં
"રામ રામ મનજી પટેલ રામ રામ!"
"રામ રામ ભગવાન પટેલ ! આવો આવો,બેસો"
જેની લીધે છોકરાંવ નાં બા બાપુજી. આજે ધરે રોકાયા એ મેમાન આવી ગયા,ભારે બે ચાર જણા ગામના પણ હતાં,એ લોકો ખેતર મોલાત ની વાતો કરતાં હતાં આ બાજુ ચૂલે વનિતા નાં બા ચા ઉકાળી મેહમાન નેં પાયો
અલક મલકની વાતો કયૉ પછી ભવાન પટેલ ખોંખારો ખાઈને બોલ્યા,
" આજે હું શિવાભાઈ નાં ધરે નહીં પણ તમારા ધરે આવવા જ આવ્યો છું, મારાં ‌વચલા દિકરા નું માગું તમારી દિકરી માટે લઈને" પોતાના ગામમાં ધણા સમયથી મુખી બનીને પોતાના ગામમાં સારું એવું નામ અને નાણું કમાયેલા ભવાન પટેલે ઘણી સરળતાથી પોતાની વાત મનજી પટેલ આગળ મુકી દીધી.
"અને મનજી મારાં માસિયાઈ છે ખોરડું ‌ખેતર બધું જ જાણીતું જ છે અને ભવાનભાઈ નો વચલો જુવાન તો આપણે લગ્ન માં જોયેલો જ ને અમારે ત્યાં,અને બીજી તારે ક્યાં ફિકર છે હું તો છું જ વચ્ચે"ભવાનભાઈ ની વાત નેં ટેકો અને અને આશ્વાસન આપતાં બોલ્યા.
વાસીદું કરતી વનિતા નેં એનાં બાપુએ બોલાવી, મેલાં ઘેલા બુશકટ અને ચણીયો , છાણ વાળા હાથ ધોયા ના ધોયા સગપણ નું રૂપિયો શ્રીફળ સહ્રદય સ્વીકાર કર્યો .
સાંસારિક જીવન ની દરેક કસોટી પર પાર ઊતરવાના નિશ્ચય ‌‌‌‌મન માં રાખી પોતાના માવતર ની આજ્ઞા પર એક ક્ષણનો પણ વિચાર કરી વિલંબ ના કરી પોતાનું પ્રારબ્ધ ભગવાનની ભરોસે છોડી ક્યારેય નહીં જોયેલ એકદમ અજાણ્યા વ્યક્તિ નેં પોતાનો થનારા ભરથાર માની મન ની નજર થી એમને કલ્પના કરવા અને આંખો નેં તેનાં જ સ્વપ્ન જોવાં નો જાણે આદેશ આપ્યો હોય એમજ વનિતા અને વનિતા ની લાગણીઓ આદેશાત્મક રીતે વહેતી જતી હતી.
પોતાની કોરી પાનાં જેવા જીવનમાં હવે ચિત્રો દોરવાની શરૂઆત થઈ ગઈ હતી પણ ક્યાં કલર થી ક્યાં ચિત્ર માં ચિત્રકાર ક્યો કલર‌ પુરાવાનો હતો તે તો ક્યાં કોઈને કંઈ ખબર હોય છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED