vanita ni vedna - 1 books and stories free download online pdf in Gujarati

વનિતા ની વેદના - 1

પ્રૌઢ ઉંમર ના પડથારે પહોંચેલી વનિતા.ધર માં આના પહેલાં આટલી ખુશી ક્યારે છવાયેલી એ વાતો નેં વરસો નાં વહાણાં વાયી ગયા . પરિવાર નો નાનો એવો વિખરાતા-વિખરાતા વધેલો માળો પણ આજે દરેક નાં ‌ચહેરા પર પ્રસન્નતા સજ્જ સ્મીત ચમકી રહ્યું છે પણ વનિતા ધર ની ઓસરી નાં કોરે એકલી બેઠેલી ગાઢ વિચારો નાં વમળમાં વલોવાઈ રહી હતી.
કવિ અમૃત ધાયલ ની પંક્તિ ની જેમ

"દુઃખ વગર,દદૅ વગર, દુઃખ ના કારણ વગર
ક્યારેક મન વલોવાઈ છે, વલોપાત વગર.

મહેમાનો નો મેળાવડો જામેલ ઘર સાથે જાણે એકસાથે કાબરો ની ‌ વરસો પછી થયેલ મુલાકાત અને એમાંથી ઉદ્ભવતો કલબલાટ ,અતર ની મંદ મંદ હવાની ‌લહેરકી સાથે પ્રેમિકા બની ને વહેતી ફોરમ,
ઓરડે આસોપાલવ અને આંબા નાં બાંધેલા તોરણીયા નેં ફરતે મોર- પોપટ ચિતરી સૂતર નાં સતરંગી તાંતણે ભરેલ પડદા થી સુશોભિત બારસાખ, થોડાં દહાડા પહેલાં જ તાજી કરેલ ,હાથ ની આંગળીઓ ઉપસેલી લીલા ગોબર ની ગાર ની ઓસરી, ચારેક સિમેન્ટ નાં પગથિયાં અને પગથિયાં ઉતરતા જ આંગણે લીમડાના પાન અને રજકા ના વાઢેલ છોડ નાં શણગારેલા મંડપ , મધમધતા ગલગોટા થી આંગણું વધુ સુંદર બનાવવા બનાવેલી ફૂલો ની રંગોળી,
વસંત માં વૃક્ષો સજે તેમ સજેલા દરેક સ્વજનો,

આજે વનિતા ની નહીં પરંતુ બે_બે દિકરીઓ નાં લગ્ન નો પ્રસંગ છે, એ દિકરીઓ જેના જન્મ થી તેના જીવનમાં બહાર ખિલેલી અને તેના થકી જ તો પોતે સંપૂર્ણ સ્ત્રી બન્યા નું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકેલી ,આજે એ કાળજાં નાં કટકા એનાથી દૂર એનાં સોહામણા સ્વપ્ન લઈ સાસરે સિધાવવાની હતી . ડાહ્યું દિકરીઓને ધાર્યું હતું તેનાથીય વધુ સારું સાસરીયુ મળ્યું એનો હૈયે હરખ સમાતો નહોતો અને એક મા ને બીજું જોઈએ પણ શું?, પણ મન માં ખુશી નાં મોજાં ઉછાળા ભરતાં હતાં પણ ખબર નહીં કેમ ઊંડી ઉતરી ગયેલી આંખો માં ઉંડે ઉંડે ક્યાંક વેદના ભર્યો ખાલીપો પણ વર્તાતો હતો.

"મમ્મી, જો તો અમને કેવી તૈયાર કર્યું છે મસ્ત લાગીએ છીએ નેં અને તું અહીં એકલી કેમ બેઠી છે? તારે તૈયાર નથી થવું કે શું" સ્નેહા બોલી
"મારી મમ્મી તો વગર તૈયાર થયે પણ હિરોઈન જ લાગે છે , હે ને મારી હિરોઈન"પીઠ પાછળ થીં ભેટતા શ્રુતિ બોલી.
હા, મારી કબૂતરીયુ તમને બંને બસ મારૂં ધ્યાન રાખવા સિવાય કંઈ બીજું સૂજે છે ખરું, મારી દિકરીઓ આજે પરીલોક થીં ઉતરેલી પરીઓ ને પણ શરમાવે એવી સુંદર લાગે છે, મારી જ ક્યાંક નજર ન લાગી જાય મારાં બેય બાપલ્યા નેં" આંસુસજળ આંખે ઉભા થઇ હાથે થી ઓવારણાં લેતી રુંધાઈ ગયેલ અવાજે વનિતા બોલી.
"તમે બંને હવે તમારી બહેનપણીઓ પાસે જાઓ ક્યારની એ બધી તમારી રાહ જુએ છે, ક્યાં સુધી માં ના પાલવ નો છેડો પકડી રાખશો,જાઓ મારાં દિકા હું હમણાં જાન આવશે એ પહેલાં તૈયાર થઈ જઈશ, તમે મારી ચિંતા ન કરો.
દિકરીઓને માં ની ખુશી પાછળ છુપાવતી વેદના સમજતા વાર ના લાગી પણ શબ્દો ના મલમ લગાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને કદાચ એક સાથે બે દિકરીઓને સાસરે વિદાય કરવાની હતી તો એને ખુશી સાથે થોડી પિડા હોવી સ્વાભાવિક છે એમ સમજી પોતાની માં સામે પાછું વારાફરતી ફરી પોતાની સખીઓની તરફ મન માં ચિંતા સમાવી ચાલતી થયું.

બીજી બાજુ વનિતા દિકરીઓ ની સામે છુપાવેલા આંસુ ,એ આંસુ કે જેને દિકરીઓ સમક્ષ ભાગ્યે જ સારતી એ આંસુ ને આંખો નાં કાંઠે બાંધેલા બંધન થીં છાનાં ખૂણામાં મુક્ત કર્યા અને તે ધોધ બની વરસ્યાં , જેના સહારે પોતે આખી જિંદગી અડીખમ ઉભી આજે એ આધાર પણ પોતાના સુખ નાં સ્વપ્ન સેવી સાસરે સિધાવવાના છે

"હે મા અંબા મારી દિકરીઓના દરેક કોડ પૂરા કરજે, મારાં અપશુકનિયાળ ભાગ્ય ની પડછાયો પણ મારી દિકરીઓના જીવનમાં ના પડે એટલી કૃપા કરજે માં". આંસુ અને આશા ની મિશ્રીત લાગણીઓ સાથે હાથ જોડી ઈશ્વર ને વિનવતા પ્રાર્થના કરતી લગ્ન ની તૈયારી માં જોડાઈ પણ મન હજુ ક્યાંય વિચારો નાં વમળમાં વલોવાઈ રહ્યું હતું જાણે મન નાં સમુદ્ર માં ચક્રવાત ઊપડ્યું હોય, સુખદ પ્રસંગ માં પણ ભય વર્તાતો હતો અને પોતાના સમય ચક્ષુ સમક્ષ આવી સતત સતાવતો હતો.

પોતાને સોળ વર્ષની જ થતાં સાસરે વળાવી દિધી હતી અને પોતે પણ ક્યાં હરખ ઓછો હતો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED