સવારના સાત વાગી ગયા હતાં. ઝલક તેના પિતા સાથે તેની ગામમાં આવેલી શાળામાં પ્રવેશ મેળવવા ગઈ હતી. પ્રવેશ મેળવ્યા ના બીજે જ દિવસે શાળા શરૂ થઈ હતી. ઝલક શાળાએ નિયમિત અને સમયસર જતી. અને તે ભણવામાં પણ ખૂબ હોંશિયાર હતી તેમજ તે ખૂબ જ શાંત હતી ઉપરાંત ખૂબ ડાય વિદ્યાર્થીની હતી. શરૂઆત ના દિવસો માં તો કોઈ એક -બીજા ને ઓળખતાં ન હતાં પરંતુ જેમ - જેમ દિવસ વીતતા ગયા તેમ-તેમ બધાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે મિત્ર અને બહેનપણીનો સંબંધ થવા લાગ્યો હતો. પરંતુ , આ ઝલક એક એવી વિદ્યાર્થીની હતી કે તેને કોઈ મિત્ર પણ ન હતા અને બહેનપણી પણ ન હતી. તેના ક્લાસ મેડમ હિનામેડમ આ વાતની નોંધ લેતા હતા કે, બધા વિદ્યાર્થીઓ એક - બીજાના મિત્ર છે અને બહેનપણી પણ છે. અમુક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી સાથે ક્યારેક-ક્યારેક ઝઘડો પણ કરે છે. પરંતુ, આ ઝલક જ એક એવી વિદ્યાર્થીની છે જેને કોઈ મિત્ર નથી, બહેનપણી નથી અને કોઈ સાથે શત્રુતાનો ભાવ પણ નથી અને ખાસ વાત તો એ કે હંમેશાં એકલી જ અને ખુશ હોય છે. શાળામાં પડતી રીસેસમા પણ તે એકલી જ હોય છે. આ વાતની નોંધ તેના હિના મેડમે લગભગ છેલ્લા છ મહિના સુધી લીધી. શાળાના છ મહિના થયા એટલે દિવાળીનું વેકેશન પડ્યું. શાળામાં વેકેશનની રજા હતી. રજા પૂરી થઈ એટલે બધા વિદ્યાર્થીઓ ફરીથી શાળાએ નિયમિત આવવા લાગ્યા.તેના હિના મેડમને ખૂબ જ નવાઈ લાગી કે શાળાના છ મહિના થઈ ગયા છતાં ઝલકને કોઈ મિત્ર કે બહેનપણીનો સંબંધ થયો નહીં. તે મનમાં ને મનમાં ખૂબ મનોમંથન કર્યું. કારણ કે તેના હિના મેડમને ઝલક પ્રત્યે ખૂબ જ લાગણી હતી. મેડમને થયું કે હું ઝલકને જ પૂછી લઉ. તે મને મારા પ્રશ્નનો તો જવાબ આપશે ને!! તે ખૂબ વિચારમાં પડી જાય છે. એક દિવસ મેડમે અચાનક ઝલકને બોલાવીને પૂછ્યું," બેટા ઝલક, તને એક પ્રશ્ન પૂછું ? " ઝલકે ખૂબ નમ્રતાથી અને શાંતિથી કહ્યું,"હા મેડમ જરૂર પૂછો તેનો જવાબ હું અવશ્ય આપીશ." મેડમ બોલ્યા,"તું જ્યારથી આ શાળામાં આવી છે ત્યારથી હું નોંધ લવ છું કે તારે કોઈ મિત્ર નથી, બહેનપણી નથી કે કોઈ શત્રુ નથી. અને તું હંમેશા એકલી જ હોય છે. છતાં પણ તું આટલી ખુશ કેમ હોય છે? બેટા!!" ઝલકે તેમના મેડમ તરફ હધ્યસ્પર્શી સ્મિત આપતાં કહ્યું," મેડમ, લોકો કહે છે કે હું ભગવાનની આટલી પૂજા, અર્ચના , સેવા કરું છુ. છતાં મને ભગવાન નથી મળતાં. મને ભગવાન પ્રસન્ન થવા જ જોઈએ, મને ભગવાન મળે, મને ભગવાનના દર્શન થાય, પરંતુ મને તો આ બધી જીવસૃષ્ટિમાં ભગવાન જ દેખાય છે. તો આ ભગવાન સાથે મિત્ર કે શત્રુનો ભાવ તો ના જ રખાય અને ભેદભાવ પણ નહીં. તેથી હુ હંમેશા એકલી જ રહું છું. મને તેમાં જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવાય છે. મારી દ્રષ્ટિએ તો બધાં જ પ્રભુ, ભગવાન, ઈશ્વર જ છો." આ વાત સાંભળી તેના હિનામેડમ ને પણ થયું કે આટલી નાની છોકરી છે પરંતુ તેના વિચાર તો ખૂબ જ ઊંચા છે. આ સાંભળી તેના હિના મેડમ ખુબ જ વિચારમાં પડી જાય છે. ત્યારબાદ હિના મેડમે આ વાત શાળા ના બધા વિદ્યાર્થીઓ તેમજ બધા શિક્ષકો અને સંચાલક ને આ વાત જણાવી. તેઓ પણ આ વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થયાં.
_" *સાચી દ્રષ્ટિથી જુઓ તો આ સૃષ્ટિમાં દરેક મનુષ્ય ભગવાન જ છે."*_
- _શિવાંગી સિકોત્રા_