Hostel Boyz - 13 books and stories free download online pdf in Gujarati

Hostel Boyz - 13

પ્રસંગ 17 : Paper Briefing Work

મારુ post graduation નું એજ્યુકેશન ચાલતું હતું. અમારી બધાની pocket money બહુ ઓછી હતી તેથી મેં નક્કી કર્યું કે પોતાના ખર્ચા part-time job કરીને કાઢવા. તેથી હું જૂદીજૂદી કંપનીમાં interview આપવા માંડ્યો. એક કંપનીના interview માં હું પાસ થઈ ગયો. કંપનીમાંથી Paper Briefing નું કામ મળ્યું. પહેલા તો હું કંપનીમાં જઈને પેપર વર્ક કરતો હતો પરંતુ મારી કાર્ય કરવાની પદ્ધતિને લીધે વધારેમાં વધારે કામ મને મળવા માંડ્યું. Part-time ને લીધે વધારે કાર્ય કરવું મારા માટે સરળ ન હતું તેથી હું હોસ્ટેલમાં પણ Paper Briefing નું કામ લઈ આવતો. અમારા ગ્રુપએ પણ Paper Briefing નું કામ કરવામાં interest બતાવ્યો અને તે લોકો પણ કામ કરવા માંડ્યા જેને લીધે મને વધારેમાં વધારે કામ મળવા માંડ્યું. પછી તો રોજ રાત્રે અમે એક વાગ્યા સુધી Paper Briefing નું કામ કરતા.

હોસ્ટેલ ગ્રુપને લીધે paper briefing નું કામ સારી રીતે કરવાથી મારા સિનિયરો પણ મારાથી ખુબ ખુશ રહેતા હતા. મારી કંપનીનો staff ઘણો મોટો હતો તેમાંથી કેટલાક લોકો મારા મિત્રો બની ગયા હતા. Paper briefing નું કામ ઘણું અઘરું અને lengthy હતું પરંતુ અમારા ગ્રુપને લીધે તે ઘણું સરળ થઇ ગયું હતું અમે રમત-રમતમાં અને વાતો કરતા કરતા તે કામ કરી નાખતા હતા.

Paper Briefing ના કામને કારણે અમને વાપરવા માટે થોડા થોડા રૂપિયા મળવા લાગ્યા અને અમે લોકો ફરવાના અને મોજ-મસ્તી કરવા બહાર જવા માંડ્યા. આ અમારું ટીમ વર્ક હતું.

પ્રસંગ 18 : રેસકોર્સ ગાર્ડનની મોજ

Part-time કામ કરીને મેળવેલા પૈસાની ઉજવણી કરવા અમે લોકો ફરવા ઉપડી જતા અને તે સમયે રાજકોટમાં ફરવા અને મોજ-મસ્તી કરવા માટેનું એક જ સ્થળ એટલે રેસકોર્સ ગાર્ડન.

અમે રેસકોર્સ ગાર્ડનમાં ચક્કર મારતા, ફરતા સાથે સીંગ-ચણા, દાળિયા, ઠંડા ટમેટા, ice-cream cone ની જયાફત ઉડાવતા. ક્યારેક લવ ગાર્ડનમાં બેસેલા પ્રેમી પંખીડાઓને અમે હેરાન-પરેશાન પણ કરતા હતા. ક્યારેક ક્યારેક અમે વહેલી સવારે પણ રેસકોર્સ ગાર્ડનમાં વોકિંગ અને કસરત કરવા માટે જતા હતા.

રેસકોર્સ ગાર્ડનમાં ક્રિકેટનું સ્ટેડિયમ, લવ ગાર્ડન, ઇન્ડોર સ્ટેડિયમ, amusement park, walking તથા running way આવેલા છે. રેસકોર્સ ગાર્ડનમાં ફૂટબોલનું, હોકીનું તથા પોલો ગ્રાઉન્ડ પણ આવેલા છે. કસરત કરવા માટેનું બેસ્ટ સ્થળ હોવાથી રેસકોર્ષ રીંગ રોડ ઉપર વહેલી સવારમાં હજારો લોકો morning walk અને કસરત કરવા માટે નીકળતા હોય છે. ઇન્ડોર રમતો રમવા માટે અથવા સ્પર્ધા માટે ઇન્ડોર સ્ટેડિયમ છે તેમાં ઘણા ફિલ્મોના શૂટિંગ પણ થતા હોય છે. amusement park ખાસ તો બાળકો માટે બનેલો છે ત્યાં બાળકો ની જુદી-જુદી rides, play ground, car fighting, 3d theatre, toy train પણ આવેલા છે ત્યાં બાળકો સાથે મોટેરાઓ પણ પરિવાર સાથે આનંદ માણે છે. ક્રિકેટના મેદાનમાં ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક મેચો રમાતી હોય છે. ફૂટબોલ અને હોકીના મેદાનમાં ટીમો practise કરતી હોય છે અને લોકલ મેચો રમાતી હોય છે. રાજકોટના પોલો ગ્રાઉન્ડમાં સાતમ-આઠમનો રાજકોટનો પ્રખ્યાત મેળો ભરાતો હોય છે જેમાં પાંચ દિવસના મેળામાં દરમિયાન 5-6 લાખ લોકો ઉમટી પડતા હોય છે. રાજકોટવાસીઓ હંમેશા રાત્રિના મેળામાં જોવા મળે છે અમે પણ રાત્રે મેળાની મોજ માણવા જતા હતા.

રેસકોર્સ ગાર્ડનની સામે ગેલેકસી થીયેટર આવેલું છે. અમે લોકો ક્યારેક રવિવારના દિવસે સવારે ફર્સ્ટ શોમાં પિક્ચર જોવા પણ જતા હતા કારણકે તે સમયે ટિકિટનો ભાવ ફક્ત 5 રૂપિયા હતો. નવરાત્રી દરમિયાન પોલો ગ્રાઉન્ડમાં અર્વાચીન ગરબા પણ થતા હોય છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED