મૂંછાળા ની મનોવ્યથા - 3 Alpa Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૂંછાળા ની મનોવ્યથા - 3

આગળ ના ભાગ મા આપણે વાંચી મારી સ્કૂલ ના વરસો દરમિયાન ની વ્યથા .

------------@@@@------@@@---@@@


આજ ઉંમરે અમારી સૌથી મોટી તકલીફ એટલે નવા નવા દાઢી મૂંછ અને અમારો અવાજ, અચાનક જ બધુ બદલાઇ જાય, અમારી ક્લાસ ના ઓહ સોરી ઉંમર ના કેટલાંક છોકરાઓ ને દાઢી અને મૂંછ ઉગવાના શરૂ થઈ જાય અને અમુક ના એક બે વાળ આવે તો કોઈ નુ મેદાન સાવ સફાચટ!
જેના દાઢીમૂંછ આવી ગયા, એ બિચારા દાઢીમૂંછ સેટ કરતાં કરતાં રેઝર વગાડી બેસે, અને તોય સંતોષ તો નાજ હોય, એક બે વાળ ઉગ્યા હોય એમને તો ખુશ થવું કે દુખી એજ સમજ ના પડે, ના બતાવી શકે સ્માર્ટ લાગવાની લાય મા અને જલદી વધુ ઉગે તે માટે દિવસ મા દસ વાર ચોરી છૂપી થી રેઝર ફેરવ્યા કરે!!સૌથી ખરાબ હાલત જેને દાઢીમૂંછ આવ્યા જ નથી એમની હોય, મન માં સતત એક ડર ઉભો જ હોય, આવશે કે નહીં, ક્યારે આવશે, જલદી આવે તો સારું, વગેરે વગેરે. સાચું કહું દુનિયાના દરેકેદરેક મૂંછાળા એ દાઢીમૂંછ ની જેટલી બેચેની થી રાહ જોઈ હશે એટલી તો આખી જિંદગી માં કશા ની નહીં જોઇ હોય.
એવી જ તકલીફ અવાજ બદલાયો ત્યારે થઇ, રાતે સૂતા અને સવારે ઉઠીએ ત્યારે અવાજ ઘૂંટાએલ હોય એવું તો થાય નહીં, કેટલાય મહિનાઓ સુધી તમને રોજ સવારે તમારો જ અવાજ અજાણ્યો લાગે અને જેટલા મળે એ બધા અવાજ બદલાયો અને દાઢીમૂંછ આવ્યા ની કોમેન્ટ કરે જ કરે. અને પછી ઘરે આવી હું મારી જાતને અરીસામાં અડધી કલાક જોયા કરુ, કેટલુ સ્ટુપીડ !!
આવી તો કંઈ કેટલી અસમજણ અને મૂંઝવણમાં કેટલા દિવસો વિતાવ્યા એનો તો કંઈ હિસાબ જ નથી.
જાણો છો, સૌથી મોટી તકલીફ શું છે? દિકરીઓ અને બહેનો ના આ ઉંમરે થતા પ્રોબ્લેમ માટે ઘણું લખાય છે, સમાજ હવે એમને ખૂબ મદદ કરે છે, કયાક તો તેના વિશે સેમિનાર પણ થતા હોય છે, પણ પુરુષ ને પણ તકલીફ પડે એવું તો માનવાજ બહુ ઓછા તૈયાર થાય!
શારિરીક સાથે જ માનસિક પરિવર્તન તો છોકરાઓ મા પણ થતુ હોય છે તો તેમને પણ આ સમયે એક સાથી એક પરિપક્વ મિત્ર ની જરૂરિયાત હોય છે, પણ અફસોસ અમે અમારી જ ઉંમર ના અમારા જેવા જ કાચાપાકા મિત્રો સાથે મૂંઝવણ વંહેચીએ છે અને સમજણ કરતા વધુ ભ્રામક વાતો મા ફસાતા જઇએ છે!
ઉંમર ના આ પરિવર્તન ની સાથે જ સ્કૂલ ની અનુશાસિત જીંદગી પૂરી થઈ જાય છે અને શરૂ થઈ જાય છે કોલેજ ની નિર્બંધ આઝાદી.
વિચાર્યું પણ ના હોય એવા પરિવર્તન અને જવાબદારી ની શરૂઆત, નવી કોલેજ નવા મિત્રો અને નવુંજ વાતાવરણ.
શરૂઆત મા ખૂબ જ ઉત્સાહ અને સાથે થોડો ડર રહેતો હતો પણ મિત્રો બનતા ગયા અને ડર ઘટતો ગયો.
કોલેજ એટલે ક્લાસ ભરો કે ના ભરો કોઇ પૂછવાવાળુ નહિ એટલે અભ્યાસ તો જાણે જાતેજ કરવાનો.કોલેજ ના સૌથી યાદ આવે એવા દિવસો એટલે girlfriend બનાવવા માટે મારેલા હવાતિયાં! મણિબેન ગમે નહીં અને બહુ મોર્ડન માટે બજેટ ટૂંકુ પડે.કેટલુ વિચારી કોઈ એક ને પસંદ કરીએ ત્યારે ખબર પડે કે એતો કોઇ સીનીયર ની પસંદ છે કે બીજે ક્યાંય સેટિંગ છે, એટલે ફરી નવેસરથી ચારે તરફ નજર ફેરવવાની ચાલુ. Girl friend ના મળે અને બીજા મિત્રો ગોઠવઇ જાય ને ત્યારે સાલી કેટલી તકલીફ પડે અને એમા પાછી તમારીજ પસંદ સાથે ગોઠવાઈ જાય!!
આવી તો કેટલીય માથાકૂટ પછી માંડમાંડ ઠેકાણું પડે ત્યારે જાણે આકાશમાં ઊડતાં હોય તેમ લાગે, આખી દુનિયા જાણે મુઠ્ઠીમા .આ બધુ સેટ થાય ત્યાં સુધીમાં તો પરીક્ષાની તારીખ જાહેર થઈ જાય અને ખબર પડે કે કોલેજમાં ભણવાનું પણ હોય છે!
કોલેજની પરીક્ષા સાથે સાથે જાણે જીંદગીની પણ પરીક્ષા!

આ પરીક્ષા કેવી રીતે પાસ થયા હતા તે હવે પછી!