મૂછાળા ની મનોવ્યથા - 1 Alpa Maniar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૂછાળા ની મનોવ્યથા - 1

મિત્રો ધણી વખત સાંભળીએ છીએ કે પુરુષ થઈ ને રડી પડ્યો કે મર્દ થઈ ને આવુ વર્તન વગેરે વગેરે. તો ધણી વખત સ્ત્રી માટે બોલાતુ હોય કે સો ભાયડા ભાંગી ને ભગવાને આ એક સ્ત્રી બનાવી છે
તો મારે વાત કરવી છેે મૂૂૂૂછાળા મર્દો કે કેટલુુુય મન મા ભરી ને મર્દ હોવા ની કિંમત ચૂકવે છે
ક્યાય પણ મશ્કરી કરવાની કે દયા
ખાવા નો મારો કોઇ જ આશય નથી છતા પણ કોઈ નેે એવુુ લાગે તો ક્ષમા કરવા વિનંતી


મૂછાળા ની મનોવ્યથા
બાળક જન્મી ને પ્રથમ રૂૂૂૂદન કરે તે સાથે જ કોઈ કોઈ મોટી ઉંમર ની વ્યક્તિ બોલી ઉઠે ભરાડી અવાજ છે ચોક્કસ
બાબો જ હશે. જન્મની સાથે જ ભરાડી અવાજ એ
મર્દાનગી ની નીશાની બની જાય છે
બસ। આવા જ કંઇક વિચારો એટલેે મૂછાળા ની મનોવ્યથા




મારો જન્મ થયો એક સાધારણ મધ્યમ વર્ગના કુટુંબ મા અને એક 3 વર્ષ ની નાનકડી ઢીંગલી નો બની ગયો હું ભાઇ
માતા ના પેટ માંજ મે કેટલીય વખત સાંભળ્યું હશે કે ભાઇ તારુ રક્ષણ કરશે ધ્યાન રાખશે વગેરે વગેરે
સાલુ જનમ પહેલા જ બીક લાગતી હતી કે કોનુ રક્ષણ કોનાથી કરવા નુ? મારુ ચાલતુ તો જનમ જ ના લેતાં
પણ ખેર આવી ગયા આ દુનિયામાં. વસ્તુઓ પકડતા શીખ્યો ત્યારે આજુબાજુ કાર ના રમકડાં અને બહેન ની ઢીંગલીઓ .કાર મોટાભાગની લાલ કાળી કે વાદળી જ્યારે ઢીંગલી તો એક માંય કેટલા રંગો. મને ઢીગલી બહુ આકર્ષિત કરતી પણ જેવી ઢીંગલી પકડુ માંડમાંડ નજીક લાવુ ત્યા તો કોઇ ને કોઇ મારા હાથમાં થી ઢીંગલી લઇ લે અને કાર પકડાવી દે। અરે ભાઇ રમવા તો દો! પણ ના બાબાભાઇ થી ઢીંગલી થોડી રમાય એમણે તો કાર જ ચલાવવાની! પાછા કોઈ કોઈ તો 6 થી7 મહિના ની ઉમંર ના બાબાભાઇ નુ કેરેક્ટર સર્ટિફિકેટ પણ આપી દે। " જો અત્યાર થી જ ઢીંગલી રમે છે મોટો થઈ ને તો કેટલી ફેરવશે? "નથી ફેરવવી મારે બાપ પણ કંઇક રંગબેરંગી રમકડાં તો લાવો! આ એક જ રંગ ની કાર નથી ગમતી મને.
બે થી ત્રણ વર્ષની ઉમંર થઈ ત્યારે મારામાટે ઈલેક્ટ્રોનિક કાર અને નાના નાના ક્રિકેટ ના બેટબોલ આવ્યા.
તકલીફ તો મને તેમાય પડી. ઘર નાનું એટલે ધર ની અંદર કાર ચલાવવાની જગ્યા નહિ અનેક એકલા એકલા તો ક્રિકેટ પણ રમાય નહિ. ઘર ની બહાર એકલા જવાના તો વિચાર જ ના કરાય.
દીદી મારી મજાની એના ઢીંગલીઘર મા ધૂસી ને ઘરઘર રમ્યા કરે. હું પણ એમા ભરાઇ ને દીદી જોડે રમવા મંડુ. સાચે બહુ મજા આવતી વળી દીદી પણ ખુશ થઈ રમાડતી મને. મમ્મી પણ મારા થી કંટાળીને રમવા દેતી પણ જ્યારે દાદા દાદી કે નાના નાની આવે ત્યારે પતી જતુ! છોકરો થઈ છોકરી ના રમકડા રમવાનનો ગુનો? ત્યારે મારા થી ના થઈ શકતો અને હું કંટાળીને કજીયા કરતો ત્યારે મમ્મી નુ આવી બનતુ ."તેજ એને છોકરીઓ સાથે રમવા દઇ છોકરીઓ જેવો રોતલ બનાવી દીધો છે " અને મમ્મી ચૂપચાપ સાંભળી લેતી.
ત્રણ વર્ષ થતા પ્લેહાઉસ મા મૂકવામાં આવ્યો, મને થોડા દિવસો નવુ લાગ્યું પણ પછી તો બહુ મજા આવતી ,પણ અંહિ પણ છોકરા છોકરીઓ ના રમકડાં તો જુદાજ
પણ હું ગમેતેમ કરી ઢીંગલી થી રમી જ લેતો.
એક દિવસ રમતા રમતા પડી ગયો અને રડવા નુ ચાલુ, લે અંહિ પણ એ જ વાત છોકરો થઈ રડે છે તુ તો બહુ બહાદુર છોકરીઓ જ રડે વગેરે વગેરે
ભાઇસાહેબ ક્યાનો આ નિયમ છે કે છોકરાઓ ના રડે કે બહાદુર બચ્ચા ને વાગે નહિ?
બસ આમ જ મોટો થતો ગયો અને સેકંડરી સ્કૂલ મા આવી ગયો. ત્યાર પછીના મારા અનુભવો આવતા અઠવાડિયે
ચલો મળીએ ત્યારે...