સોલાંગવેલી પ્રકરણ - 5 (The End) Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોલાંગવેલી પ્રકરણ - 5 (The End)

5.

(આરવનાં સુપ્રિયાને શોધવા માટેનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયાં, આથી આરવ હતાશ અને નિરાશ થઈને પોતાનાં રૂમ પર જવાં માટે પરત ફરતો હોય છે, એવામાં તેને સુપ્રિયાનો અવાજ સંભળાય છે, પછી આરવ તે અવાજ જે દિશામાંથી આવી રહ્યો હતો, તે તરફ આગળ વધે છે, ત્યાં જઈને આરવ જોવે છે કે તેની સુપ્રિયા પર અન્ય કોઈ ખરાબ કે બુરી આત્માએ કબ્જો જમાવી લીધેલ હતો, આથી તે બધાની મદદ માંગે છે, અને હોટલથી પાંચ કિ.મી દુર આવેલ જુમ્મા મસ્જીદે જઈ ત્યાંના મૌલવીની મદદ મેળવવા માટે જુમ્મા મસ્જીદ જવાં માટે હોટલેથી રવાનાં થાય છે.)

સ્થળ - જુમ્મા મસ્જીદ
સમય - રાત્રીના 3 : 20 કલાક

આરવ, સિકંદર, સુનિલ ગુપ્તા, અને ટેક્ષી ડ્રાઈવર બધાં જ જુમ્મા મસ્જીદે પહોંચે છે, અને ત્યાં જઈને આરવ મૌલવીને આખી ઘટનાં વિગતવાર જણાવે છે, અને આ આફતમાંથી ઉગારવા માટે મદદની યાચના કરે છે...આરવની વાત સાંભળીને મૌલવી તેઓની સાથે હોટલે આવવાં માટે તૈયાર થઈ જાય છે, અને ત્યારબાદ બધાં ટેક્ષીમાં બેસે છે, અને થોડીવારમાં જ હોટલે પહોંચી જાય છે.

હોટલે પહોંચ્યા બાદ આરવ હોટલની પાછળ જે જગ્યાએ સુપ્રિયાને મળેલ હતો, તે જગ્યાએ બધાંને લઈને જાય છે, પરંતુ ત્યાં એક અલગ જ વળાંક જાણે આરવની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું….કારણ કે એ સ્થળ (ખંડેર) પર સુપ્રિયા હતી જ નહીં...આથી બધાંનાં જીવ તાળવે ચોંટી ગયાં… અચાનક પાછી સુપ્રિયા ક્યાં જતી રહી…? ફરી બધાંએ મળીને સુપ્રિયાને શોધવાની માટેનાં પ્રયત્નો શરૂ કરી દીધાં.

બધી જ જગ્યાએ શોધખોળ કરવાં છતાંપણ સુપ્રિયા કોઈને મળી નહીં આથી અંતે આરવને મનમાં વિચાર આવ્યો કે "કદાચ ! સુપ્રિયા હોટલમાં પોતાનો જે રૂમ હતો ત્યાં તો પછી નહીં જતી રહી હશે ને..?" - આ વિચાર આવતાની સાથે આરવ એકપણ ક્ષણનો વ્યય કર્યા વગર સીધો રૂમ તરફ ભાગ્યો...રૂમે પહોંચતાની સાથે જ આરવનાં જીવમાં જીવ આવ્યો, આરવનાં જીવને પરમ શાંતિ તો મળી પણ એની સાથે તેને ખુબજ આશ્ચર્ય પણ થયું કારણ કે સુપ્રિયા જાણે પોતાની સાથે કંઈ બન્યું જ ન હોય તેમ રૂમમાં બેડ પર નાઈટડ્રેસ પહેરીને સુતેલ હતી, જે નાઈટડ્રેસ પહેલાં રૂમનાં ફ્લોર પર વેર વિખેર હાલતમાં પડેલ હતો, જ્યારે સિકંદર, મૌલવી, સુનિલ ગુપ્તા રૂમની બહાર ઊભાં રહીને આ બધું જોઈ રહ્યાં હતાં.

આરવનાં રૂમમાં દાખલ થવાને લીધે થોડોક અવાજ થયો, આ અવાજ થવાને લીધે સુપ્રિયા ઊંઘમાંથી જાગી ગઈ, અને આરવને જોઈને સુપ્રિયા બોલી.

"આરવ ! આવી રીતે મને એકલી મૂકીને ક્યાં જતાં રહ્યાં હતાં…? કેમ તમે હજુસુધી આંટા મારો છો..? ઊંઘ નથી આવતી કે શું..? આ બધાં કેમ આપણાં રૂમની બહાર ઉભા છે? કંઈ થયું છે..? " - આમ સુપ્રિયાએ આરવને જાણે પોતાની સાથે કંઈ બન્યું ન હોય તેવી રીતે નિર્દોષભાવે એકસાથે ઘણાં બધાં પ્રશ્નો પૂછી લીધાં.

"ના ! કાંઈ જ નથી થયું...મારે થોડું કામ હોવાને લીધે હું નીચે રીસેપ્શન કાઉન્ટર પર જાવ છું, તું શાંતિથી ઊંઘી જા..!" - આટલું બોલી આરવ રૂમનો દરવાજો બંધ કરીને બહાર આવે છે.

ત્યારબાદ બધાં જ રીસેપ્શન કાઉન્ટરની સામે આવેલ સોફા પર બેસે છે, અને ચર્ચા કરે છે…

"આરવ ! તારી પત્ની હાલમાં તો પહેલાંની માફક નોર્મલ જ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો પેલી બુરી આત્મા થી છુટકારો થઈ ગયો છે, પેલી બુરી આત્મા હજુપણ સુપ્રિયાનાં શરીરમાં જ છે, અને તેને કોઈપણ સંજોગોમાં બહાર કાઢીને કાબુ કરવી જ પડશે…" - મૌલવી બધાંની સામે જોઇને બોલ્યાં.

"હા ! તો આપણે એ બુરી આત્માને કેવી રીતે કાબુમાં કરીશું…?" - આરવે ચિંતાતુર અવાજે પૂછ્યું.

આરવ હાલમાં અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયેલ હતો, જાણે ભગવાન કે ઈશ્વર તેની કોઈ મોટી કસોટી કે પરીક્ષા લઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું..તેમ છતાંપણ આરવ હૈયે હિંમત ઘરીને આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો, કારણ કે હાલમાં આરવનો પ્રેમ સુપ્રિયાની આખી જિંદગી દાવ પર લાગેલ હતી.

આ બાજુ મૌલવીએ તે હોટલનાં વેઇટરનાં કાનમાં કંઈક કહ્યું અને પછી ઊભાં થઈને બોલ્યાં.

"આરવ ! તું હૈયે હિંમત રાખજે...હવે આપણે સુપ્રિયાનાં શરીરમાં જે આત્મા છે તેને કાબુમાં કરવાં જઈ રહ્યાં છીએ...સુપ્રિયાની એ સમયે જે હાલત થશે એ કદાચ તું ના પણ જોઈ શકે...સુપ્રિયા તારી પાસે ગમે તેટલું કાલુઘેલું વર્તન કરે પરંતુ તું તેના ઝાંસામાં ના આવતો, કદાચ એક સમયે સુપ્રિયાનાં શરીરમાં અનહદ પીડા કે વેદના પણ થશે...પરંતુ જો તું ઈચ્છતો હોય કે સુપ્રિયાને તે બુરી આત્માથી કાયમિક માટે છુટકારો મળી જાય તો તારા હૈયામાં હિંમત રાખજે, તું કોઈપણ સંજોગોમાં હિંમત ના હારતો…!" - આટલું બોલી મૌલવી સોફા પરથી ઉભા થાય છે, અને બધાં જ સુપ્રિયા જે રૂમમાં સુતેલ હતી તે રૂમમાં જાય છે…

સુપ્રિયા રૂમમાં આ બધાં આવવાને લીધે જાગી ગઈ, અને ગભરાયને પથારીમાં બેઠી થઈ ગઈ...હાલમાં સુપ્રિયાનાં ચહેરા પર થાક સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. રૂમમાં પ્રવેશીને મૌલવી, આરવ, સિકંદર અને સુનિલ રૂમમાં રહેલ ખુરશી પર બેસે છે...અને મૌલવી સુપ્રિયાની બરાબર સામે જ ખૂરશી લઈને બેસે છે...થોડીવાર વાતચીતો કરે છે, આ સમય દરમ્યાન સુપ્રિયા એકદમ નોર્મલ હતી.

એવામાં હોટલનો વેઈટર મૌલવીએ તેને કંઈક લઈને આવવાં માટે કાનમાં જણાવ્યું હતું તે એક મોટી પ્લેટમાં લઈને આવ્યો, જે પ્લેટને એક કપડાં વડે ઢાંકેલ હતી...આ પ્લેટ મૌલવીએ પોતાનાં હાથમાં લીધી...અને એક જ ઝટકામાં એ પ્લેટને ઢાંકેલ કપડું દૂર કર્યુ...જેવું મૌલવીએ ઢાંકેલ પેલું કપડું દુર કર્યું ત્યાં તો સુપ્રિયાનાં શરીરમાં એકાએક ધ્રુજારી સાથે બદલાવો આવવાં માંડ્યા…તેની આંખો ડરામણી બની ગઈ, અવાજ પણ ભારે થઈ ગયો, ચહેરો પણ એકદમ ડરામણો લાગી રહ્યો હતો...કારણ કે એ પ્લેટમાં એક મહારાષ્ટ્રીયન સાડી, ઘરેણાં, લિપસ્ટિક, ચાંદલા અને બંગડીઓ વગેરે રાખેલ હતું.

એકાએક સુપ્રિયા બેકાબુ બની ગઈ, વાળ ખુલા થઈ ગયાં, અને બધી વસ્તુઓ આમતેમ ફેંકવા લાગી, રૂમની બારીઓ એની જાતે જ ખોલ - બંધ થવાં લાગી, રૂમની લાઈટો પણ તેની જાતે જ ચાલુ બંધ થવાં લાગી...એવામાં એકાએક રૂમમાં ધુમાડો થયો અને અંધકાર છવાય ગયો, એવામાં સુપ્રીયા હોટલની દીવાલ પર ચાલવા લાગી...અને મરાઠી ભાષામાં કંઈક જોર - જોરથી બોલવા લાગી...આ જોઈ બધાં ડરને લીધે ખુબ જ હેબતાઈ ગયાં, સુપ્રિયા શું બોલી રહી હતી તે કોઈને ખ્યાલ નહોતો આવી રહ્યો.

"સાહેબ ! તે ! શું કહેવા માંગે છે, એ મને સમજમાં આવે છે...કારણકે હું મૂળ મહારાષ્ટ્રનો જ છું અને મને મરાઠી આવડે છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી રોજગાર કે આજીવિકા માટે અહીં મનાલીમાં રહું છું…!" - પેલી પ્લેટ લઈને જે વેઈટર આવેલ હતો, તે આરવની સામે જોઈને બોલ્યો.

"હા ! તો ઝડપથી જણાવ ! તે શું કહેવા માંગે છે…!" - ગભરાયેલાં અને ડરેલાં અવાજમાં આરવ બોલ્યો.

"મારો અને મારી પુત્રીનો શું વાંક હતો…? મારી સાથે શાં માટે આવું કર્યું…? આ બધું કરીને તને શું મળ્યું…? હું કોઈને પણ નહીં છોડીશ…? તમારા બધાંનું મૃત્યુ પાક્કું જ છે…!" - પેલો વેઈટર મૌલવી અને આરવ સામે જોઈને બોલ્યો, એવામાં સુપ્રિયા બેડ પર પાછી આવે છે, અને મૌલવી સામે બેસી જાય છે.

"તુમ્હે ! જો કુછ ! તકલીફે હે તુમ મુજે બતાઓ..મેં તુમ્હારી મદદ કરુંગા.. લેકિન ઇસ માસૂમ બચી કો છોડ દે..જિસને અભિતક પુરી દુનિયા ભી ઠીક સે દેખી નહીં હે…!" - મૌલવી પોતાનાં હાથમાં રહેલ મોરપીંછ વાળી સાવરણી ઉંચી કરીને બોલ્યાં.

"જી ! નહિ ! મેં કિસી કો ભી નહીં છોડુંગી ! તુમ સબ મતલબી હો..!તુમ સબ કી મોત પકકી હે…!" - સુપ્રિયા જીદે ચડી હોય તેવી રીતે બોલી.

"ઠીક સે સોચ લે…! બરના મેં તુમ્હે ઇતનાં દર્દ દુનગા કી તુજે ખુદ પે તરસ આને લાગેગા…!" - મૌલવીએ લોબન ઉમેરીને ધુપેલીયાનઓ ધુમાડો વધુ તેજ કર્યો, અને મંત્ર બોલીને સુપ્રિયાનાં શરીર પર પાણીનો છંટકાવ કર્યો.

આ પાક (પવિત્ર) પાણી સુપ્રિયાનાં શરીર પર પડતાં જ જાણે તેનાં શરીર પર એસિડનો છંટકાવ થયો હોય તેમ તેનાં રોમે - રોમમાં પીડા થવાં માંડી, અસહય પીડાને લીધે સુપ્રિયાએ ચિચિયારીઓ કરીને આખેઆખો રૂમ ગજવી દીધો…થોડીવાર સુપ્રિયા તેનાં મૂળ રૂપમાં આવીને આરવને લલચાવવા માટે પણ પ્રયત્નો કર્યો, પરંતુ આરવ મૌલવીએ અગાવ આપેલ સૂચના પ્રમાણે સુપ્રિયાનાં શરીરમાં જે આત્મા હતી તેનાં ઝાંસામાં આવ્યો નહીં.

"ઠીક ! હે મેં આપ લોગો કો મેરી આપવીતી સુનાતી બતાતી હુ, ક્યાં આપ મુજે ઇન્સાફ દિલઓનગે ?" - સુપ્રિયા મૌલવીના તાબે થતાં બોલી.

"હા ! બિલકુલ ! હમ તુમ્હે મદદ કરેંગે…!" - મૌલવી સુપ્રિયાની સામે જોતાં બોલ્યાં.

"જી ! મેરા નામ સવિતા હે...ઓર મેરે પતિ કા નામ કલ્પેશ થા, ઓર હમારી એક ગુડિયા જેસી બચ્ચીથી જીસકા નામ પ્રિન્સી થા...એકબાર હમલોગ યહાં સોલાંગવેલીમેં ઘુમને કે લિયે આયે થે..ઓર સોલાંગવેલી મેં ઘુમતે વક્ત મેરા પેર ફિસલ ગયાં, મેં ઓર મેરી બચ્ચી ગહેરી ખાઈમે જાકે ગિરે...ઉસ વક્ત મુજે એસા લગ રહા થા કી વો મહજ એક ઇતફાક થા...લેકિન દરસલ વો મેરે પતિ કી એક સાજીષ્ટ થી મુજે ઓર મેરી બચ્ચી કો અપને આપ સે દૂર કરને કી… કયુકી મેરા પતિ કલ્પેશ કા અપની સેક્રેટરી માયા કે સાથ નાજાયાદ સંબધ થે...ઓર ઉન દોનોને મિલકર હમેં અપને રાસ્તે સે દૂર કરને કે લીયે યહાં ધૂમને લાને કા પ્લાન બનાયા થા...ઓર વો દોનો અપને પ્લાન કો સહી અંજામ દેને મેં સફલ રહે….મુજે જબ યે હકીકત માલુમ હુઈ તબ તક તો મેં ઓર મેરી બચ્ચી ઇસ મતલબી દુનિયા કો હંમેશા કે લિયે અલવિદા કર ચુકે થે…બસ મેં યહી ચાહતી હું કે મેરે પતિ કલ્પેશ કો ઉસકે ઇસ કિયે કરાયે કી સહી સજા મિલ જાયે…! મેરા પતિ ફિલહાલ મુંબઈમેં રોયલ ઈમ્પોર્ટ ઓર એક્સપોર્ટ કંપની કા મેનેજર બના બેઠા હુઆ હે ઓર ઉસકી સેક્રેટરી માયા આજ કંપની કી આધી માલકિન બની બેઠી હુયી હે…!" - સવિતાએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું.

"લેકિન ! તું ઇસ બચ્ચી કે શરીર મેં કેસે ઘુસી…?" - મૌલવી એ સવિતાને પૂછ્યું.

"જી ! યે લડકી સોલાંગવેલી મેં ધૂમતે - ધૂમતે ઠીક ઉસી જગહ આ ગઈ થી જહાં સે મેં ઓર મેરી બેટી ગીરે થે….ઉસી વખત મેરે ગલે કી ચેન વહા ગીર ગયી થી..ઓર મેરી બેટી કી બાર્બી ડોલ વહા પર પડી હુઈ થી...સુપ્રિયાને વો દોનો ચીજે સોલાંગવેલી સે ઉઠાયી...ઓર જીસકી હો ઉસકો મદદ કરને કી સોચ સે અપને પાસ રખ લી… ઠીક ઉસી વક્ત સે મેને સુપ્રિયા કો અપને વશમે કર લિયા…!" - સવિતા સાચે સાચી હકીકત જણાવતાં બોલી.

"દેખ ! મેં તુમ્હે ઇન્સાફ દિલાઉંગા લેકિન તું મુજસે યે વાદા કર કી તું બાદ મેં ઇસ બચ્ચી ઓર ઇસ દુનિયા કો હંમેશા કે લિયે છોડ કર ચલી જાયેંગી…!" - મૌલવીએ ભારે અવાજમાં સવિતાને કહ્યું.

"હા ! ઠીક હે..મેં બાદ મેં કભી ભી કિસી કો પરેશાન નહીં કરૂંગી, ઓર જેસે મુજે ઇન્સાફ મિલ જાયેંગા તો મેરી આત્મા કો મુક્તિ મીલ જાયેંગી… ઓર મેં યહ દુનિયા હંમેશા કે લિયે છોડકર ચલી જાઉંગી…!" - સવિતા મૌલવીની વાત સાથે સહમત થતાં બોલી.

આટલું બોલતાંની સાથે જ સુપ્રિયા એકદમ બેભાન થઈને બેડ પર ઢળી પડી...અને ત્યારબાદ મૌલવીએ સવિતાને કોઇપણ સંજોગોમાં ઇન્સાફ આપવજો...જેવો સવિતાને ન્યાય મળી જશે...એવું તરત જ સવિતાનાં આત્માને કાયમિક માટે શાંતિ મળી જવાથી સુપ્રિયાનાં શરીરને છોડીને જતી રહેશે...ત્યારબાદ આરવ અને સિકંદર મૌલવીને જુમ્મા મસ્જીદે મૂકી આવે છે...અને આ વિકટ પરિસ્થિતિમાં મદદ કરીને ઉગારવા બદલ મૌલવીનો ખુબ ખુબ આભાર માને છે.

બીજે દિવસે…

સુનિલનો એક મિત્ર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં હતો, તેને કોલ કરીને સુનિલ આખી વિગત જણાવે છે...અને સિકંદર અને આરવ તેની સાક્ષી પણ પુરાવે છે….અને આ ફરિયાદ અને નાર્કો ટેસ્ટને આધારે કલ્પેશ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કસૂરવાર પુરવાર થાય છે...અને તેને અને માયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે...આ સમયે કોર્ટમાં સવિતા પડછાયા રૂપે હાજર થાય છે...અને બે હાથ જોડીને જજ સાહેબનો આભાર માને છે...અને જોત જોતામાં તે ધુમાડા સ્વરૂપે અદ્રશ્ય થઈ જાય છે….આમ આ કેસમાં ખુદ સવિતાએ હાજરી આપી અને તેને ન્યાય મળી ગયો...આ કેસ વિશે જો કોઈ વ્યક્તિ કે જે ત્યાં હાજર ન હતો તે સાંભળે તો તેને વિશ્વાસ જ ન આવે કે એક આત્મા કેવી રીતે કોર્ટમાં હાજર થઈ શકે…! પરંતુ ત્યાં હાજર જેટલા લોકો હતાં તેની તો સગી આંખોએ આત્માને જોઈ હતી.

આમ આવી રીતે આરવ સુપ્રિયા પ્રત્યે પોતાનો જે અનહદ અને અપાર સાચો પ્રેમ હતો તે સાબિત કરવામાં સફળ રહ્યો, એને તેણે એ વાત સાબિત કરી દીધી કે,"તમે જેને સાચા હૃદયથી પ્રેમ કરો છો એનો હાથ જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી ના છોડવો જોઈએ..જો તમે તમારા પ્રેમીપાત્રનો હાથ નહીં છોડો..તો મુસીબતો કે આફતો પણ પોતાની હાર માનીને પોતાનો રસ્તો બદલી લેશે...પછી એ મુસીબતો કે આફતો ભલે ગમે તેટલી મોટી કે વિકટ જ કેમ ના હોય…!

આ બાજુ સુપ્રિયાને પોતાની સાથે કાંઈ બન્યું છે, તેનો જરાપણ અણસાર હતો જ નહીં...જાણે પોતાની સાથે કાંઈ બન્યું જ ન હોય તેવું સુપ્રિયાને લાગી રહયું હતું...બસ તે માત્ર આરવને એક જ ફરિયાદ કરતી રહી...કે, " મારું શરીર ખુબ જ દુઃખી રહ્યું છે, સાથે સાથે સખત માથું પણ દુઃખી રહ્યું છે, અને આંખો પણ ભારે ભારે લાગી રહી છે…!"

"એ તો આપણે આટલું બધું ટ્રાવેલિંગ કર્યું, પુરી ઊંઘ ના થઇ હોય, ઉજાગરા થયાં હોય...એટલે એવી થોડીક તો તકલીફ રહેશે...એમાં ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી….પૂરતો આરામ થઈ જશે એટલે બધું આપમેળે જ સરખું થઈ જશે….!" - આરવ આ રહસ્ય કાયમિક માટે તેનાં માનસપટ્ટનાં કોઈ એકખૂણામાં દબાવતાં - દવાવતાં પોતાનો અને પોતાના પ્રેમ, ઈશ્વર કે અલ્લાહ પર રાખેલ અતૂટ શ્રદ્ધાનો જાણે વિજય થયો હોય હળવું સ્મિત આપતાં બોલ્યો.

ત્યારબાદ આરવ અને સુપ્રિયા ફરી પાછા પોતાની ટુરનો આનંદ લૂંટાવામાં વ્યસ્ત બની ગયાં, અને આ બાબત ટુરમાં તેમની સાથે આવેલ એકપણ કપલને ખ્યાલ ના આવે તેની આરવ, સુનિલ અને સિકંદરે ખાસ તકેદારી રાખી હતી...જેમાં તેઓ સફળ રહ્યાં, અને જોત - જોતામાં ટુર પણ અમુક સારી અને અમુક ડરામણી અને ભયંકર ઘટનાં કે પરિસ્થિતિની યાદો આપીને પુરી પણ થઈ ગઈ….અને સુપ્રિયા હાલમાં પણ પોતાની સાથે જે કંઈ પણ બનેલ હતું તેનાથી એકદમ અજાણ જ હતી.


◆◆◆◆◆◆◆◆◆◆◆ સમાપ્ત ◆◆◆◆◆◆◆◆◆

મિત્રો, જો તમે આ શોર્ટ સ્ટોરી ગમી હોય તો આપનો કિંમતી રીવ્યુ કે પ્રતિભાવ ચોક્કસપણે જણાવવાં માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com