આસ્તિક એટલે ભગવાન પર ની એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ કે જ્યારે તમારુ હૃદય માંથી એક આવતો અવાજ કે તમારા અંતર મન ને આત્માને ખુશી આપે છે. આજ થી થતો પવિત્ર શ્રાવણ માસ એટલે વર્ષ નો સૌથી ધાર્મિક મહિનો કે જેમાં લોકો કેટકેટલા ઉપવાસ કરશે, ભગવાન ને પ્રાર્થના કરશે, કેટલીય માનતા ઓના ભગવાન ને ક્વોટેશન આવશે, રિકવેસ્ટ આવશે, દાઢી-મૂછું નહિ કરાવે, નોનવેજ નહિ ખાય, દર સોમવાર ઉપવાસનો, દૂધના લોટા લઈને મંદિરોમાં દોડીને હડિયું કાઢશે વેગેરે વગેરે...
ઘણીવાર હું ક્યાંક ભજન સતસંગ ચાલતો હોય કે મંદિરમાં કોઈ આરતી ચાલતી હોય કે પછી કોઈ સાધુ મહારાજ ના મુખે થી ધાર્મિક વક્તવ્ય ચાલતું હોય ત્યારે મેં મોટાભાગે ઘરડા કે વૃદ્ધ માણસો ને એમાં લિન, મંત્રમુગ્ધ થતા જોયા છે. અમુક ટકામાં જુવાનિયા પણ હોય છે. આ બધું જોઈને એવો વિચાર આવે કે શું અત્યારની જનરેશન એટલે આપડી વાત કે જે વધુ પડતી સોસીયલ મીડિયામાં લિન છે, ફિલ્મો-વેબસિરિઝ-યુ ટ્યૂબ-ટિકટોક વગેરે એન્ટરટેઇનમેન્ટ થી ટેવાયેલી છે અને બાકી ની સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં પોતાના કામ માં પોરવાયેલી છે, કોઈક નવા બિઝનેશ શરૂ કરવાના કે કાંઈક નવું કરવાનના સતત પ્રયત્નશીલ રહેતા કે જેમને દિવસમાં એકાદવાર કદાચ ભગવાન ને પગે લાગવાનો પણ ટાઈમ નથી એ પણ આટલી આસ્તિક બની શકશે..??
સાલું મારા મા ક્યારેય આટલું આસ્તિક પણુ જાગશે કે નહીં..??
આટલી જ શ્રદ્ધા થી હું કોઈ બીજી વ્યક્તિને ભગવાન સ્વરૂપ ગણી ને હું ય મારા સપના સાકાર કરવા એ સપનાઓની ઇન્કવાયરી કરીને ક્વોટેશન એપ્રુવ કરાવી શકીશ કે નહીં..??
કે પછી મને ય ક્યારેય એવી ઇચ્છા થશે કે કોઈ ડાયરીમાં હું ય લાખો વખત કોઈ માનેલા ભગવાન નું નામ લખ્યા કરું, એના નામ નું રટણ કર્યા કરું, શરીર ને કષ્ટ પડે તેવી માનતાઓ માનીશ કે નહીં..?
કોઈ સંસ્થામાં બસ મારી ભગવાન પરની શ્રદ્ધા ના જોરે લાખો રૂપિયાનું દાન કરીશ કે નહીં..??
આટલા બધા અવિરત વિચારો આવ્યા કરે ને ત્યાં મગજ માં બીજી લાઈટ પ્રકાશ પાડે કે ભાઈ ભાવેશ વ્હોટ અબાઉટ સાયન્સ (વિજ્ઞાન) ?? આટલું બધું કર્યા પછી વૈજ્ઞાનિક સાબિતી કઇ રીતે આપી શકીશ તારા આસ્તિકપણા ની, તારા આસ્તિક હોવાની, તારી શ્રદ્ધા ની ?? કે પછી જ્યારે કોઈક તારા ભગવાન ઉપર સવાલ કરશે કે સાબિત કરીને બતાવ કે તારો ભગવાન જ સર્વોપરી છે અને એના થકી જ બધુ થાય છે.. ત્યારે શું કરીશ..?? સવાલ કરનાર વ્યક્તિને માત્ર સાબિતી આપવા ખાતર તું આગળ જણાવ્યા મુજબ ની ભક્તિ થી સાબિત કરીશ કે માનતા રાખીશ ? અને જો કોઈ સવાલ કરનાર નું મોં બન્ધ કરવા ભગવાનની સામે ભક્તિના નાટક કર્યા એવા તેના સામે કરીશ તો મારો ભગવાન નારાજ નહિ થાય કે આતો મારો હાળો ગમે એની સામે એકસરખા જ નાટક કરે છે તો શું એને તારા પર વિશ્વાસ આવશે કે નહીં કે આજ મારો સાચો ભક્ત છે...!!!
એટલે કહેવાનું એટલું કે, આસ્તિક હોવું ગુનો નથી પણ વધુ પડતું રહેવું કે જેના લીધે તમારા શરીર ને કષ્ટ પડે તેટલું સારું ય નથી. તકલીફ એ છે કે સાલી આસ્તિક કેટલી હયદે રહેવું એની કોઈ લિમિટ નથી બની. એ દરેક વ્યક્તિને પોતાની રીતે જ નક્કી કરવી પડે. કોઈના આંધળા અનુકરણથી ભક્તિ નો કરાય, ભક્તિ તો શ્રદ્ધાથી અને આત્મવિશ્વાસથી થવી જોઈએ. ઘરમાં ખાવાના ખૂટતા હોય અને મંદિરે દૂધ, ઘી, તેલ ચડાવવા જાવ તો ઇ ભક્તિ નકામી, એમાં તમારો ઇ ભગવાન પણ ખુશ નો થાય કે તમે ઘર બાળી ને તીર્થ કરો. એટલે ભગવાન પર ની શ્રધ્ધા માં અમુક લિમિટ રાખવી જરૂરી છે અને ભગવાન ને રીઝવવા ની પણ લિમિટ રાખવી જરૂરી છે. વધુ પડતુ ભાષણતો 'ઓહ માય ગોડ' માં પરેશ રાવલ એ આપેલું જ છે અને 'પીકે' માં પણ રાજકુમાર હીરાની એ થોડો પ્રકાશ આ વાત પર પાડેલો છે. પણ અહીંયા તો મેં મારા મગજ માં આવતા કનફ્યુઝડ વિચારો જે આકાર લે છે એ રજૂ કર્યા છે બાકી મને તો ખબર જ છે કે મારી દુનિયાના ભગવાન તો મારા માં-બાપ જ છે. એમના પર જ મને વિશ્વાસ છે, શ્રધ્ધા છે, વિશ્વાસ છે. અને આ એવા ભગવાન છે કે જેમના અસ્તિત્વ ની સાબિતી આપવા મારે કોઈ માનતા કે બાધા રાખવી નથી પડતી કે કોઈ કઠોર પરિશ્રમ કરવો નથી પડતો. અને સાયન્ટિફિક રીતે ય સાબિત કરવી હોય તો પેલો સવાલ કરનાર વ્યક્તિપાસે થી DNA ટેસ્ટ ના રૂપિયા લઈને મારા સેમ્પલ આપી શકું બીજી કોઈ એવી ભેજામારી પણ નહીં.. હાહાહાહાહ. બસ એક પોઝિટીવીટી મન માં અને હૃદયમાં છે કે ભગવાન કયા છે એની ખબર નથી પણ હા ભગવાનનું કદાચ અસ્તિત્વ તો છે જ તો જ આ દુનિયા વર્ષોથી ટકી રહેલી છે બાકી તો બધું કર્મોને આધીન છે...!!!
બીજાની ખબર નથી પણ હું બસ આટલો જ આસ્તિક છું..!!!
-ભાવેશ ભાવનગરી✍🏼