દરેક ક્ષેત્રમાં સફળતા - 21 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દરેક ક્ષેત્રમાં સફળતા - 21

ભાગ 21
પ્રકરણ 8
અનુશાસીત કે શીસ્તબદ્ધ રહો



ગાંધીજીના સમયની આ વાત છે. ગાંધીજી પોતાના જે આશ્રમમા રહેતા હતા તે આશ્રમના ભોજનાલયનો એક એવો નિયમ હતો કે જ્યારે પણ જમવાનો સમય થાય અને બધા ભોજન શરુ કરે કે તરતજ ભોજનાલયના દરવાજા બંધ કરી દેવામા આવતા અને મોડા આવનાર વ્યક્તીએ ત્યાં બહારજ લોકો જમી લે ત્યાં સુધી ઉભા રહી પોતાના વારાની પ્રતીક્ષા કરવી પડતી. એટલેકે જમવાના સમયે મોળા આવનાર વ્યક્તીને ભોજનાલયમા પ્રવેશ કરી બધા સાથે ભોજન લેવાની મંજુરી મળતી નહી. આ નિયમનુ બધા ચુસ્તપણે પાલન કરતા.
એક દિવસ થયુ એવુ કે ગાંધીજીને કોઈ કારણસર મોડુ થઈ ગયુ અને તેઓ જમવાના સમયે મોડા પહોચ્યા. નિયમાનુસાર ભોજનાલયના દરવાજા બંધ કરી દેવામા આવ્યા હતા એટલે ગાંધીજી કોઈ પણ પ્રકારની આનાકાની કે લાગવક કર્યા વગર બહારજ ઉભા રહી પ્રતીક્ષા કરવા લાગ્યા. તેઓ બહાર ઉભા હતા ત્યાં અચાનક તેમના કોઈ મીત્ર આવી પહોચ્યા. તેમણે જોયુ કે ગાંધીજી ભોજનાલયની બહાર ઉભા છે એટલે તેમની પાસે જઈ મજાકમા વાત કરતા કહ્યુ કે કેમ ગાંધીજી આજે તમે પણ ગુનેગારોના લીસ્ટમા આવી ગયા? ત્યારે ગાંધીજી બોલ્યા કે એમા ગુનેગાર શેના? અનુશાસનનુ પાલન તો દરેક વ્યક્તીએ સ્વૈચ્છાએ કરવુજ જોઈએ. તેમા નાનપ અનુભવવાનો કોઈ પ્રશ્નજ આવતો નથી. ગાંધીજીની આવી વાત સાંભળી તેમના મીત્રએ પ્રશ્ન પુચ્છ્યો કે શું હું તમારા માટે એક ખુરશી લેતો આવુ હજુ લોકોને જમવામા થોડો સમય લાગશે. આ સાંભળી ગાંધીજી તરત બોલ્યા કે મોડા આવનાર દરેક વ્યક્તી અહિ નિયમ મુજબ ઉભા રહી પોતાના વારાની પ્રતીક્ષા કરતા હોય છે તો પછી હું તે નિયમ કેવી રીતે તોડી શકુ ? હું પણ અહિજ ઉભો રહિશ અને નિયમોનુ પાલન કરીશ. ગાંધીજીનો અનુશાસન પ્રત્યેનો આગ્રહ જોઈ પેલા મિત્રના દિલમા ગાંધીજી પ્રત્યે સમ્માન ખુબ વધી ગયુ અને તેઓ પણ ત્યાં ગાંધીજી સાથેજ ઉભા રહી ગયા.

આ વાત પરથી આપણે સમજવાનુ માત્ર એટલુજ છે કે અનુશાસનના સ્વૈચ્છીક પાલનથીજ જીવનને ઉત્ક્રૃષ્ટ, વ્યવસ્થીત અને આદરણીય બનાવી શકાતુ હોય છે. જીવનના દરેક ક્ષેત્ર જેમકે ધર્મ, શાળા, કોલેજ, સમાજ, ટ્રાફીક એમ વગેરેને લગતા નિયમોનુ પાલન આપણે કરવુજ પડતુ હોય છે. હવે એ આપણા પર નિર્ભર કરે છે કે કોઈ આપણને ટોકે અને પછી નિયમોનુ પાલન કરવુ કે સ્વૈચ્છાએજ નિયમોનુ પાલન કરવુ. ટ્રાફીક પોલીસ આપણને દંડ કરે કે અકસ્માત થાય અને ત્યાર પછી આપણે ટ્રાફીકના નિયમોનુ પાલન કરીએ તેના કરતા આપણે જાતેજ નિયમોનુ પાલન કરીએ તે વધારે સારો અને ફાયદાકારક વિકલ્પ છે. નિયમોનુ પાલનતો આપણે કરવાનુજ છે તો પછી નુક્શાની સહન કર્યા પછી સમજણ આવે તેના કરતા પહેલેથીજ સ્વૈચ્છીક રીતે અનુશાસન રાખવામા આવે તો જીવનને ઉત્કૃષ્ટ બનાવી શકાતુ હોય છે. આમ દરેક વ્યક્તીએ પોતાના દ્વારા, પોતાના માટે, પોતાના પર અનુશાસન રાખતા શીખવુ જોઈએ.

જીવનના કોઈ પણ ક્ષેત્રમા સફળ થવા માટે સ્વયંમ શીસ્તમા રહેવુ ખુબ જરુરી બનતુ હોય છે કારણકે આ શીસ્તજ છે કે જે વ્યક્તીને ભેડ ચાલથી અલગ પાળે છે, તેને નિયમિત બનાવે છે અને તમામ નીતિ નિયમોનુ પાલન કરાવી સીધી દિશા પ્રદાન કરે છે. અનુશાસન વગરનો વ્યક્તી જીવનમા આમ તેમ ફંગોળાયા કરતો હોય છે કારણકે તેના દરેક કામ કાળજી વગરના અને અનિયમિત હોય છે જ્યારે અનુશાસન ધરાવતી વ્યક્તી સચોટતાથી બાજી જીતી જતા હોય છે કારણકે તેના દરેક કામ એટલા કાળજી પુર્વકના અને સચોટ હોય છે કે જેનો કોઇ જોટોજ ન જળે. આમ અનુશાસન વ્યક્તીના વિચારો, લાગણીઓ અને પ્રયત્નોને એટલા મજબુત બનાવી દેતા હોય છે, એટલા ચોટદાર બનવી દેતા હોય છે કે જેની ધાર્યા પ્રમાણેની અસરો થઇનેજ રહેતી હોય છે.
અનુશાસન વ્યક્તીને એવા કાર્યો કરવાથી દુર રહેવાની પ્રેરણા આપતુ હોય છે કે જે ખરેખર તેના માટે નુક્શાનકારક હોય, દા.ત. સફળતા મેળવવા માટે ખુબ મહેનત કરવી પળતી હોય છે એ વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ આવી મહેનત કરતી વખતે ઘણી વખત વ્યક્તી અનેક પ્રકારના લોભ–લાલચ અને મોજ શોખની પ્રવૃતીઓ પાછળ લલચાઇ જતો હોય છે, તેને ઘડીએ ઘડીએ આરામ કરવાનુ કે કામને મુલતવી રાખવાનુ મન થતુ હોય છે, કોઇ શોર્ટકટ લેવાનો, અનીતિ કે ભ્રષ્ટાચાર કરવાનુ મન થતુ હોય છે અને આ રીતે તેઓ ઓછી મહેનતે વધુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા પ્રેરાતા હોય છે. તો આ બધા એવા કારણો છે કે જે વ્યક્તીના કાર્યને બગાળવા માટે, તેને નિષ્ફળ બનાવવા કે કોઇ ગંભીર સમસ્યા ઉત્પન કરવા માટે પુરતા છે. આવા પરીબળોથી વ્યક્તી લલચાઇ કે તેમા ફસાઇ ન જાય તેના માટે અનુશાસન ૧૦૦ % મદદ રુપ થઇ શકે તેમ છે કારણકે અનુશાશન વ્યક્તીના જીવનમા એક એવી પ્રેરણા કે સમજ ઉત્પન કરતુ હોય છે કે જેથી વ્યક્તી પોતાના વિચારો અને લાગણીઓ પર કાબુ રાખી નકામી–નુક્શાનકારક પ્રવૃતીઓથી બચી જતા હોય છે તેમજ પોતાના કાર્યને નિયમિતતા અને મક્કમતાથી વળગી રહી શકતા હોય છે. તમે અનુશાશન ધરાવતી વ્યક્તીનો અભ્યાસ કરશો તો જણાશે કે તેઓ એવી કોઇ પણ પ્રકારની પ્રવૃતી નહી કરતા હોય કે જેનાથી લોકોને, સમાજને કે પછી પોતાને નુક્શાની થતી હોય, તેઓ જાતેજ સમજી જતા હોય છે કે કેવા કાર્ય કરવાથી નુક્શાની થાય અને કેવા કાર્યથી ફાયદો. આમ અનુશાસન એ એક એવી બ્રેક છે કે જે વ્યક્તીના જીવનને નકામી બાબતોમા આમ તેમ ફંગોળાઇ જતા કે અથળાઇ જતા બચાવતી હોય છે અને ચોક્કસ દિશામા ચોક્કસ ગતી જાળવી રાખવા મદદ રૂપ પણ થતી હોય છે. ટુંકમા અનુશાસન એ બદ્દીઓને દુર રાખવાની અને તોફાનોમા પણ મક્કમ ગતીએ આગળ વધતા રહી કાર્યમા એક્સુત્રતા લાવવાની ચાવી છે.

તમે દુનિયાના કોઇ પણ સફળ વ્યક્તીને તેઓની સફળતાનુ રહસ્ય પુછશો તો તેઓ હંમેશા કહેશે કે સફળતા માટે અનુશાસન હોવુ ખુબ જરુરી છે, તેના વગર ક્યારેય કોઇ વ્યક્તી એક દિશામા ટકી શકે નહી. જ્યારે લોકો પોતાના મન, વિચાર, વાણી અને વર્તન પર કાબુ મેળવી લે છે ત્યારેજ તેઓ વિશ્વને જીતવાનુ બળ પ્રાપ્ત કરી શકતા હોય છે, એટલે કે જે માણસ પોતાને કાબુમા રાખી શકે છે એ વ્યક્તીજ વિશ્વને કાબુમા રાખવાનુ સામર્થ્ય પ્રાપ્ત કરી શકતા હોય છે.

ઘણા લોકો પોતાના કામમા નિષ્ફળ જતા હોય છે તો તેનુ કારણ તેઓ પોતાની લાગણીઓ, આવેગો અને વિચારો પર કાબુ રાખી તેને એક જગ્યાએ કેન્દ્રીત ન કરી શકવાની અણઆવળત એટલેકે આત્મસંયમનો અભાવજ હોય છે. વ્યક્તી ગમે તેટલો ગીફ્ટેડ હોય, સુખી સંપન્ન હોય પણ જો તે પોતાની ધન સંપત્તી, કળા કૌશલ્યનો નિયમિત રીતે ઉપયોગ ના કરે તો તેને મળેલી સાધન સુવિધાઓનો કશોજ લાભ મળતો હોતો નથી જ્યારે સમાન્ય એવા ગરીબ પરીવારમાથી આવતો વ્યક્તી શીસ્તબધ્ધ પ્રયત્નો કરીને શુન્યમાથી પણ મોટા સામ્રાજ્યનુ સર્જન કરી બતાવતા હોય છે.

આ અનુશાસન શું છે ?

“નકામી, નુક્શાનકારક કે નકારાત્મક બાબતોથી દુર રહી નિયમો, સિદ્ધાંતો કે નિતિમત્તાનુ પાલન કરી એકસુત્રતા, નિયમિતતા અને સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત રાખીને નકકી કરેલી દિશામા કરવામા આવતા સતત અને સ્વૈચ્છીક પ્રયત્નોને અનુશાસન કહી શકાય “

અનુશાસન એટલે કોઇ પણ પ્રકારની બહાનાબાજી કે બાંધછોળ કર્યા વગર સ્થાપીત નિયમો, સિદ્ધાંતો, પદ્ધતીઓ કે પ્રક્રીયાનો અમલ કરવો તે છે.

જ્યારે વ્યક્તી તમામ પ્રકારની બહાનાબાજી બંધ કરી, પોતાના કર્તવ્યોમાથી છટકવાનુ બંધ કરી તેને સમર્પીત થઇ જતો હોય છે ત્યારે તેને સફળતા અચુક પ્રાપ્ત થતી હોય છે એજ અનુશાસનનો સૌથી મોટો સંદેશ છે.

અનુશાસનમા રહેવા માટે દરેક કાર્યને તેના નીતિ નિયમો મુજબ નિયમિત રીતે પુર્ણ કરતા રહેવુ જોઈએ અને તેનાથી વિચલીત કરી શકે તેવા પરીબળોથી જાતેજ દુર રહેવુ જોઈએ.

અનુશાસનનુ જો સૌથી મોટુ કોઇ ઉદહારણ હોય તો તે છે સેના. સેનાના જવાનોમા એટલુ બધુ અનુશાસન હોય છે, એટલી બધી એક્સુત્રતા હોય છે કે એક વખત ઉપરથી આદેશ અપાય જાય તો પછી તેઓ મરતે દમ સુધી તેને કોઇ પણ ભોગે નીભાવી બતાવતા હોય છે. તેઓ ક્યારેય આવા આદેશો, પોતાના સિદ્ધાંતો કે નિયમોનુ પાલન કરવાથી ચુકતા હોતા નથી. આવા અનુશાસનને કારણેજ તેઓ ગોળીઓ કે તોપ ગોળાનો વરસાદ થતો હોય તેવા ભયાનક યુદ્ધમેદાનમા પણ ટકી રહેતા હોય છે અને પોતે શહીદ થઇને પણ અનેક દુશ્મનોને મારી દેશને જીત અપાવી બતાવતા હોય છે. તો હવે તમેજ કહો જોઇએ કે આવુ ડિસપ્લીન ધરાવતી વ્યક્તી કે જેને પોતાના હેતુઓ સીવાય બીજુ કશુજ દેખાતુ નથી, જેઓ હેતુને પ્રાપ્ત કરવા કટીબદ્ધ છે તેઓને કોઇ હરાવી શકે? શુ તેઓના ઇરાદાઓ નિષ્ફળ જઇ શકે? હજુ વધારે ઉંડાણથી અનુશાસનને તમારે અનુભવવુ હોય તો સેનાના જવાનો જે પરેડ કરતા હોય છે તેનો અભ્યાસ કરી જુઓ. તમે તેઓની લયબદ્ધતા, એકસુત્રતા અને તેઓના જુસ્સાથી એટલા બધા પ્રભાવીત થઇ જશો કે તમારા રૂવાંટાજ ઉભા થઇ જશે અને અનુશાસનનુ જીવનમા શું મહત્વ છે તે આપોઆપ સમજાઈ જશે.
જો તમારા જીવનમા કોઇ હેતુ હોય કે કોઇ કાર્યમા સફળ થવુ હોય તો તમારે તેમા અનુશાસન તો રાખવુજ પડશે, તેના વગરતો તેમા સફળતા નહીજ મળે. દા.ત. તમે ડાયેટ પર હોવ કે વજન ઉતારવા માગતા હોવ તો તમે ખાણીપીણીમા ડિસપ્લીન રાખો તોજ તમે વજન ઉતારવામા કે સ્વાસ્થ્ય જાળવવામા સફળ થઇ શકતા હોવ છો. તમારે શરીર સુદ્રઢ બનાવવુ હોય તો નિયમિત પણે તમારે કસરત કરવીજ પડે, તેવીજ રીતે તમારે અભ્યાસમા સફળ થવુ હોય તો ડિસપ્લીનથી નિયમિત રીતે તમારે અભ્યાસ કરવો પડે તોજ તમે સમય રહેતા જ્ઞાન મેળવી શકતા હોવ છો. આમ અનુશાસન એ કાર્યને તેની નિર્ધારિત દિશા અને ગતી જાળવી રાખવાનુ કામ કરતુ હોવાથી તેને અનીવાર્યપણે જીવનમા સ્થાન આપવુ જોઇએ.

તમે જરા વિચારો જોઇએ કે રસ્તા પર ચાલતા વાહનો ટ્રાફિક સિગ્નલ (ડિસપ્લીન)નો ભંગ કરીને મન ફાવે તેમ આડા અવળા ગમે તે જડપે ચાલવા લાગે તો શું થાય ? સમાજના બધા લોકો સામાજીક શીસ્તનો ભંગ કરીને જયાં મન પડે ત્યા થુંકવા લાગે, કચરો ફેલાવા લાગે કે ચોરી લુંટ ફાટ કરવા લાગે તો શું થાય? વિદ્યાર્થીઓ ક્લાસમા લેક્ચર ચાલુ હોય ત્યારેજ જોર જોરથી વાતો કરવા લાગે, નિયમિત રીતે અભ્યાસ ના કરે કે મન પડે ત્યારે આવ જા કરે તો કેવુ વાતાવરણ સર્જાય? તમે અનુમાન લગાવીજ શકતા હશો. આમ ડિસપ્લીનનો અભાવ ગેરવ્યવસ્થા સર્જતો હોય છે જેના પરીણામ આખરેતો તે વ્યક્તીએજ ભોગવવા પડતા હોય છે. જે વ્યક્તી, સમાજ કે રાષ્ટ્રના લોકોમા ડિસપ્લીન કે એક્સુત્રતા નથી હોતી તે સામાજ ક્યારેય પ્રગતી કરી શકતો નથી કારણકે પ્રગતી કરવા માટે કોઇ નિશ્ચિત દિશામા, નિયમિતપણે એક્સુત્રતાથી પ્રયત્નો કરવા જરુરી બનતા હોય છે જે ડિસપ્લીનના અભાવને લીધે ક્યારેય શક્ય બનતા હોતા નથી. આ વાતને સમજવા માટે તમે કોઇ કારખાનાનુજ ઉદાહરણ લઇ જુઓ, કોઇ કારખાનાનો મેનેજર ગમ્મે તેટલો હોશીયાર અને શીક્ષીત હોય પણ તે કારખાનાના કર્મચારીઓ સ્થાપીત નિયમો અને સિદ્ધાંતોનુ પાલન કરવાને બદલે પોતાને જેમ મન પડે તેવુ વર્તન કરતા હોય, જ્યારે મન પડે ત્યારે કારખાનામા આવે અને થોડુ કામ કરીને પુરો પગાર લઇને જતા રહે અથવાતો કારખાનામા ટાંટીયા ખેંચની પ્રવૃતી શરુ કરે, એક બીજાને સહકાર ન આપે, એક બીજાને માન ન આપે, પોતાના ઉપરી અધીકારીઓનુ કશુ માને નહી તો આવા કારખાનાઓ ક્યારેય લાંબા સમય સુધી ચાલી શકે નહી. આવા કારખનાઓ ક્યારેય સફળ થઇ શકે નહી તે દેખીતુજ છે. હવે જરા તમે એવા કારખાનાનુ ઉદાહરણ લઇ જુઓ કે જ્યાંના કર્મચારીઓ પોતાના ઉપરી અધીકારીઓનુ ખુબજ માન જાળવતા હોય, તેઓના એકે એક શબ્દનુ, કંપનીના નીતિ નિયમો અને સિદ્ધાંતોનુ ચુસ્ત પણે નિષ્ઠાથી પાલન કરતા હોય, એક બીજા કર્મચારીઓનુ હીત જાળવતા હોય અને હળી મળીને કામ કરતા હોય તો આવા વાતાવરણમા કામગીરી કેટલી જળપી બની જાય !! શું આવા કારખાનાને કોઇ હરાવી શકે? જવાબ તમને ખબરજ છે. હવે ઉપરના ઉદાહરણમા જયાં કારખાનુ છે ત્યાં કોઇ દેશ–પ્રદેશ કે રાજ્યને મુકી જુઓ, મેનેજરને સ્થાને સમાજ સુધારકને મુકી દો અને કર્ચારીઓની જગ્યાએ તે પ્રદેશના લોકોને મુકી એક વખત વિચારી જુઓ કે કોઇ પ્રદેશના લોકોમા ડિસપ્લીન હોય તો શું થાય અને ના હોય તો શું થાય?

આમ અનુશાસન એ નિયંત્રીત બળ ઉત્પન કરી વ્યક્તીને ધાર્યા પ્રમાણેની દિશામા લઇ જતુ હોય છે જ્યારે ડિસપ્લીન વગરનુ જીવન એ એવા રથને બરાબર હોય છે કે જેનો એક ઘોળો જમણી બાજુ જવા દોટ મુકે છે તો બીજો ઘોળો ડાબી બાજુ. આમ કોઇ પણ કાર્યમા સફળતા મેળવવા માટે તેમા અનુશાસનતો જોઇશે જોઇશે અને જોઇશેજ, તેના વગરતો તે કાર્ય ક્યારેય યોગ્ય રીતે પુર્ણ નહીજ થઇ શકે, પછી તે રમત ગમત હોય, સંબંધો, કાર્ય કે અભ્યાસ એમ ગમે તે હોય.
અનુશાસનથી સફળતા કેવી રીતે મળે ?

અનુશાસનથી કેવી રીતે સફળતા મળે છે તે સમજવા માટે જેઓ મહાન સફળતા મેળવી ચુક્યા છે, જેઓ અનેક વખત ઓલમ્પિક મેડલ જીતી ચુક્યા છે તેવા સફળ વ્યક્તીઓનો અભ્યાસ કરવો જોઇએ. આવા લોકોનો અભ્યાસ કરશો તો જણાશે કે તેઓએ પહેલેથીજ નકામી, નુક્શાનકારક બાબતો પર કાબુ મેળવી લીધો હોય છે, તેઓને નકામી ગપ્પાબાજી કે ખાવા પીવા કરતા પોતાનુ કામ વધારે વ્હાલુ લાગતુ હોય છે, તેઓને ગમ્મે તેટલી વાર નિષ્ફળતા મળે તો પણ પોતાના મનમા નકારાત્મક વિચારો આવવા દેતા હોતા નથી, ઉલટાના તેઓતો વધુ હકારાત્મકતા શીસ્તબધદ્ધતા અને જુસ્સાથી પ્રયત્નો કરવા લાગતા હોય છે. આવા લોકો સવારે ૪ વાગ્યે વહેલા ઉઠી દિવસના ૧૨-૧૨-૧૫-૧૫ કલાક પ્રેક્ટીસ કરી ખાવા પીવા પર કાબુ અનેક કડક નિયમોનુ પાલન કરી માસ્ટર બનવા દિવસ રાત એક કરી દેતા હોય છે. આવા લોકોને ગમે તેટલી લાલચ આપવામા આવે, ગમે તેટલી સુખ સુવિધાઓ ભોગવવા મળે તો પણ તેઓ પોતાના મુળ ઉદ્દેશથી ક્યારેય વિચલીત થતા હોતા નથી. આ રીતે તેઓ છેવટ સુધી એકે એક બાબતનુ ગંભીરતાથી ધ્યાન રાખતા હોવાથી પોતાના કાર્ય પર એટલી બધી માસ્ટરી મેળવી લેતા હોય છે કે પછીતો તે કામ તેઓ માટે ડાબા હાથનો ખેલ બની જતો હોય છે, પછી તેઓને જીતતા કોઇ રોકી શકતુ હોતુ નથી.

આમ લોકો સફળતા મેળવવાની મુસાફરી દરમિયાન અનેક પ્રકારની તકલીફો, અવરોધો કે સમસ્યાઓનો સામનો કરી પોતાના મનને મજબુત બનાવી સતત પ્રયત્નો કર્યે જતા હોવાથીજ તેઓ સફળતા પ્રાપ્ત કરતા હોય છે.

અહી એક વાત ખાસ યાદ રાખજો કે અનુશાસનમા રહેવુ એટલે પોતાની જાત પર જુલમો કરવા, તેને પ્રતાડીત કરવુ કે સુખ સુવીધાઓથી વંચીત રાખવુ એવો અર્થ ક્યારેય થતો નથી, પણ આનુશાસન એ હેતુ પ્રાપ્ત કરવા નડતરરૂપ થતી બાબતોથી દુર રહી પોતાની જાતને સાચા રસ્તા પર રાખી સતત પ્રયત્નો કરતા રહેવાની પ્રક્રીયા છે.

ઘણા લોકો અનુશાસનને બહુ મોટુ દર્દ સમજતા હોય છે પણ તેઓ એટલુ સમજતા હોતા નથી કે આ રીતે પોતાની આત્મશક્તીમા વધારો કરી સફળતા મેળવી કાયમને માટે સમાજમા સુખ સમ્માન પ્રાપ્ત કરી શકાતા હોય છે. કાયમને માટે અફસોસ કરવાને બદલે થોડુક નિયમોથી જીવન જીવવાની થોડીક તકલીફ ભોગવી લેવામા આવે તો જીવનની તમામ આદર્શ સુખ સુવીધાઓ પ્રાપ્ત કરી શકાતી હોય છે. જો લોકો આટલુ ગણીત સમજી લે તો પછી તેઓ ક્યારેય અનુશાસનથી ભાગવાનો પ્રયત્ન કરી શકે નહી.

અનુશાસન એક એવુ બળ છે જે વ્યક્તીને તેના મુળીયા કે ધરી સાથે જકળી રાખે છે. જો આ બળ કામ ન કરતુ હોય તો વ્યક્તી અનેક પ્રકારની લાલચો, દુષ્ટતાઓ કે અનીતિઓમા ફસાઇ જતો હોય છે, જો તમે પણ તમારા માર્ગ પરથી ફંગોળાતા બચવા માગતા હોવ તો તમારે આ અનુશાસન નામના બળને એટલુ મજબુત બનાવવુ જોઇએ કે પછી દુનિયાની કોઇ તાકાત તમને તમારા માર્ગ પરથી વીચલીત કરી શકે નહી.

અનુશાસનમા રહેવાના ફાયદા જોઈએ તો...

- અનુશાસનમા રહેવાથી બુદ્ધીનો વિકાસ થતો હોય છે, વચ્ચેનો રસ્તો શોધવાની પ્રેક્ટીસ પડતી હોય છે જેથી નવા નવા માર્ગ શોધી શકાતા હોય છે.
- દરેક પરીબળને તેના યોગ્ય પ્રમાણમા કે બેલેન્સમા રાખી શકાતા હોય છે.
- નિયમોમા રહેનાર વ્યક્તી કોઇ ખોટા કે નકામા કાર્યમા ફસાતા નથી જેથી તેઓ લાંબા સમય સુધી યોગ્ય માર્ગ પર ટકી શકતા હોય છે અને ધારેલા કામ કોઈ પણ ભોગે પાર પાળી શકતા હોય છે.
- નિયમો, અનુશાસન કાર્યને સફળ બનાવવા વધારે મદદરુપ થતા હોય છે. દા.ત. અહીંસા અને લોકોની લાગણીઓ ન દુભાવવાનો નિયમ રાખ્યો હોય તો વ્યક્તી દરેક બાબતમા કોઇને નુક્શાની ન થાય તેનો વિચાર કરવા પ્રેરાતો હોય છે જેથી તે સારા સારા નવા રસ્તાઓ શોધી શકતો હોય છે, તેની બુદ્ધી તે દિશામા દોડવા લાગતી હોય છે ઉપરાંત કોઇને પણ નુક્શાની ન થતા દુશ્મનાવટથી પણ બચી જતા હોય છે અને વિશાળ પ્રમાણમા લોકોના સાથ સહકાર મળતા જડપથી કામ પુર્ણ થતા હોય છે. આમ નિયમો વ્યક્તીની કાર્ય કુશળતા, બુદ્ધી ક્ષમતા, વિચારક્ષમતા, ક્રીએટીવીટીમા વધારો કરે છે જેથી વિપુલમાત્રામા સહકાર મળતા કાર્યમા સફળતા મેળવી શકાતી હોય છે.
અનુશાસનમા રહેવા માટે નીચે પ્રામાણેના નિયમોનુ પાલન કરવુ જોઇએ.

૧) સવારે વહેલા ઉઠો.
૨) દરેક કામ તેના યોગ્ય સમયે પુરા કરો.
૩) આપણા હેતુને મદદરૂપ ન થાય તેવી નકામી, નકારાત્માક બાબતોથી દુર રહો, તેમા પોતાનો સમય બર્બાદ ના કરો.
૪) પોતાની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફને ક્યારેય મીક્ષ ના કરો.
૫) દરેકનુ સમ્માન, મહત્વ અને મર્યાદા જળવાઇ રહે એ રીતે વર્તન કરો.
૬) પોતાને મન પળે એ રીતે વર્તવા કરતા સમાજમા યોગ્ય લાગે એ રીતે વર્તન કરો.
૭) પોતે નક્કી કરેલા કે સામાજીક, આર્થીક કે કાયદાકીય બાબતોનુ કડકાઇથી પાલન કરો.
૮) નિયમિત વાંચન, લેખન, મનન, અભ્યાસ, રીયાઝ, પ્રેક્ટીસ કે પ્રયત્નો કરવાનુ રાખો.
૯) આળસ, મુલતવીપણાથી દુર રહો.
૧૦) નક્કી કરેલા હેતુઓને કોઇ પણ ભોગે વળગી રહો.
૧૧) વાતચીત, ખાવા પીવાના તમામ શીષ્ટાચારનુ પાલન કરો.
૧૨) સમય, શક્તી, નાણા, ભાષાનો હંમેશા વિવેકથી ઉપયોગ કરો.
૧૩) દરેક કાર્યમા નિયમિત રીતે પ્રયત્ન કરો, તેને નિર્ધારિત સમયે પુર્ણ કરવાનો પ્રયત્ન કરો.
૧૪) પોતાના વચનો, કમીટમેન્ટને કોઇ પણ ભોગે પુર્ણ કરો.
૧૫) દરેક બાબતો, ઘટનાઓ અને વિચારોને બેલેન્સમા રાખવાનો પ્રયત્ન કરો.
૧૬) પોતાના હેતુઓ, સિદ્ધાંતોતો પર કેન્દ્રીત રહો, નકામી, લલચામણી બાબતોથી વિચલિત ન થાઓ.
૧૭) પોતાની તમામ બાબતોને વ્યવસ્થી, ઓર્ગેનાઇઝ્ડ, નીટ & ક્લીન રાખો.
૧૮) તમારે ક્યાં અટકવાનુ છે, શું નથી કરવાનુ, શું નથી થવા દેવાનુ તે બાબતમા હંમેશા સ્પષ્ટ રહો.
૧૯) કોઇનુ બુરૂ ન ઇચ્છો, કોઇને શારીરિક, આર્થીક કે માનસીક રીતે નુક્શાની ન થાય તેનુ ખાસ ધ્યાન રાખો. હંમેશા લોકોનુ ભલુ કરવાના કામ કરો. આવી સ્વચ્છ નિયત તમને ક્યારેય ખોટા માર્ગે ભટકવા નહી દે.
૨૦) હંમેશા ન્યાય, નીતિ, ધર્મ અને ધીરજથી કામ કરો. જયાં સુધી તમે આટલી બાબતોનુ ધ્યાન રાખશો ત્યાં સુધી તમે વિચલિત નહી થઇ શકો.
૨૧)લોકોને ઇર્ષા થાય એ રીતે કામ કરવાને બદલે લોકો આપણને માન આપે એ રીતે કામ કરો.
૨૨) દેખાળાઓ કરવા, લોકોને નીચા પાળવા, તેઓનુ અપમાન કરવુ એ બધુ સામાજીક શીસ્તનો ભંગ કહેવાય છે માટે આવુ ન થાય તેનુ હંમેશા ધ્યાન રાખો.
૨૩) બધાજ નિયમોનુ ચુસ્તપણે પાલન કરો
છેવટેતો એટલુજ કહીશ કે કોઈ પણ વ્યક્તીએ આ અનુશાસનની બાબતમા ક્યારેય પણ છુટછાટ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહી કારણકે તેમ કરવુ એ પાણીથી ભરેલા પાત્રમા છિદ્ર પાડવા સમાન છે. આ છીદ્ર ગમે તેટલુ નાનુ હોય તો પણ સમય જતા તે પાત્રમાથી પાણી ખાલી થઈજ જતુ હોય છે. માટે અનુશાસનની બાબતમા ૧૦૦ % ચોક્કસાઈ રાખવી જોઈએ.