હોરર એક્સપ્રેસ - 35 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

હોરર એક્સપ્રેસ - 35

તેના ગળામાં ડૂમો ભરાઇ આવ્યો આખું વાતાવરણ બદલવા લાગ્યું ત્યારે કશું અજુગતું થઈ રહયું હતું.પાછો બદલાવ થઈ રહ્યો હતો અને તે તો અજનબી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો.
કશુંક નવું કરવા જઈ રહ્યો હતો તે રેલવેના પાટાની આગળ દુઃખ ભરી નજરે જોઈ રહ્યો હતો. વિજય રેલવેના પાટા જોઈ રહ્યો હતો થોડી ક્ષણો બાદ જ્યારે વિજય તેની આ અદભૂત શક્તિમાંથી ભાનમાં આવ્યો ત્યારે તેને તે રેલવેના પાટા યાદ આવે છે કે તેની સામે હોવા છતાં થોડી વાર માટે સભાનતા થી દૂર ચાલ્યો ગયો હતો.
હવે તે ભાન મા આવ્યો હતો અને આગળ વધવા માટે તત્પર... રેલવેના પાટા સુધી પહોંચવું એક અશક્ય લાગ્યું પણ તેને મનમાં આ રેલવેના પાટા પાસે જવું જરૂરી લાગતું હતું.
વિજય રેલવેના પાટા તરફ આગળ વધતો ગયો અને તેને કશું જ યાદ આવતું ન હતું. તેના મા-બાપ નો કોઇ પરિચિત તેનો મિત્ર પણ તેને યાદ ન આવ્યો તે બસ એ દુનિયામાં ખોવાઈ ગયો હતો.
તેની સ્મૃતિમાં ઘણું બધું આ સમય માટે બંધ થઈ ચૂક્યું હતું. પેલી ભૂતાવળ જાણે તેને પોતાનો કરી લેવા માંગતી હતી. વિજય સામે ચાર હાથ નું અંતર હતું અને તે બાદ પેલો કાળો ભમ્મર રેલવેના પાટા જોઈ રહ્યો હતો. વિજય આગળ વધ્યો તેના પગમાં જોર આવ્યું હતું. તે જગ્યાએ થોડીવાર માટે બંધાયેલો અને તે ઉપરથી છૂટ્યો ત્યારે ઘણું ઘેલું લાગ્યું.
તે જાણવા માગતો હતો કે પેલા રેલવેના પાટા માં એવું શું છે અને શું છુપાયેલું છે તે જોવા કદાચ તે ત્યાં જઈ રહ્યો હતો. મનજીતની વાત યાદ આવી જાય છે અને તે કેસરી વિશે વિચારવા લાગે છે.
વિજયે નાનપણમાં રમત રમત કશુંક પી નાંખેલું પણ તેને યાદ આવે છે,અને તેઓને માર પડેલું તે કૃત્ય તે તોફાન માટે તેઓને સજા મળી આ ઘટના વિજય ની વચ્ચે યાદ આવી જાય છે.
મનમાં વિચારો ઘુમરાતા ગયા વિજય જાણે દોષિત અનુભવવા લાગ્યો. પહેલીવાર કશાક માટે તેનું હૃદય વિચિત્ર અનુભવવા લાગ્યું તેનું મન ભારે હતું
"શું પેલી ભૂતાવળ તેને યાદ કરાવી રહી હતી."
કેટલીય વાર પાણી પીધું હતું પણ વારેઘડીએ તરસ તેને હાલ લાગી રહી હતી.
તેને જીવનમાં ક્યારેય ન લાગી હોય તેવી તરસ હતી અને એટલે જ વારે ઘડીએ તેનું મન પેલા ઘરની નજીક આવેલા કૂવા તરફ ખેંચાઈ રહ્યું હતું.પાણી પીવા માટે વિજય તરફડીયા મારી રહ્યો હતો. પાણી પીવા માટે તો વળી કોઈ દિવસ નહીં લાગી હોય એવી તરસ આજે......
વિજયને પાણી પીવા માટે ભૂતાવળ ખેચી રહી હતી. કુવો ત્યાં નજીક જ હતો અને કુવાની બરોબર સામે ઊભો રહીને તેણે મનમાં વિચાર્યું કે આવી જગ્યાએ અડવું એટલે મોતને દાવત દેવા જેવું હતું.
થોડીવાર ઊભા રહ્યા બાદ વિજય આમતેમ જોતો ગયો. દૂર દૂર સુધી તે ઘર વગર બીજું કશું નજરે ચડતું નહોતું અને અને જેમ પાનખરની ઋતુ ચાલતી હોય તેમ પાંદડા દેખવા લાગ્યા. પાંદડાની ચાદર પર વિજય ઉભેલો હતો તે પાંદડા પણ અનોખા રંગના હતા.
અને આખા વાતાવરણએ જાણે વિજય ને એકલો ના કયું હોય... ઘણો ભેકરો આપી રહ્યા હતા. બીજું કશું નથી કહેવું આકાશ દેખાતું ન હતું તે કદાચ આ વાતનો સંકેત નહીં હોય ને.... સામે ફક્ત રેલવેના પાટાઓ જ અને તેની નજીક એક કૂવો.
વિજય પણ ઉપર જોવાની તસ્દી લીધી ન હતી તે બીજીવાર આવ્યો હોવા છતાં પણ તેની નજર ક્યારેય ઉપર ગઈ નહોતી. તે તો મૂંઝવણ થી જ ગભરાય નહી બસ આમતેમ જોયા કરતો અને હવે પોતાની તરસ છીપાવવા માટે કૂવા પાસે જાય છે
"પાણી પીવા માટે વિચારે છે."
વધુ આવતા અંકે....