( યુવતી પોતાની રોજીંદી લાઈફ માં બીઝી થઈ જાય છે અને યુવક પણ પોતાનો કારભાર સંભાળે છે.
હવે આગળ...
ફોન પણ ચાલું અવસ્થા માં મળી આવ્યો હતો . તપાસ કરતા ખબર પડી કે એમાં થી કોઈક ધરા નામની છોકરી લગભગ પચાસેક કોલ આવેલા હતા.તેણી ને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે એ કિશોરી નું ખુન થઈ ચુકયું હતું.
એ આખા એરીયા માં પોલીસ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પોલીસ એ તપાસ હાથ ધરી ત્યાં અચાનક પુરપાટે એક સફેદ રંગ ની કાર પુરપાટે ત્યાં આવી પહોંચી. અને તેમાંથી
એ જ યુવતી બહાર આવી. હા , એ જ ધરા.
પોલીસ ઈન્સ્પેકટર મિ. વેગડા ને તરત જ આભાસ થયો.ચહેરો જાણીતો હતો પણ રૂપરંગ તદન બદલાઈ ચુકયા હતા. દીમાગ પર જોર નાખતા યાદ આવ્યું કે મુલાકાત થઈ ચુકી હતી.
ધરા એ કિશોરી પાસે જતી જ હતી ત્યાં...
ઈ. વેગડા : ( અટકાવતા ) ઊભા રહો ત્યાં જ. એ વિસ્તાર
પોલીસ પ્રતિબંધીત છે. જ્યાં સુધી કોઈ પુરાવો નથી
મળતો ત્યાં સુધી કોઈ જ નહી જાય ત્યાં.
ધરા : ( હૈયાફાટ રુદન કરે છે. ) આ કેવી રીતે થઈ ગયું..?
હજાર વાર રોકી હતી એને કે આમ ના કર પણ એ
કોઈ પણ ભોગે સમજવા જ તૈયાર ના હતી...
ઈ. વેગડા : કેમ એવું તો કયું કારણ જવાબદાર હતું આ ઘટના
જ શેર કરે છે મને . પણ, આની તો કલ્પના પણ ન હતી.
( રડે છે.)
ઈ. વેગડા : હું તમારું દુખ સમજી શકું છું. ખુની ને પકડવા માં
આપની હર એક નાના માં નાની ડીટેઈલ અમને
હેલ્પફૂલ થશે . યુક્તિ નો પરીવાર ના આવ્યો
હજુ સુધી...?
ધરા : સર , એનો પરીવાર હું જ છું.
ઈ. વેગડા : મતલબ..?
ધરા : ધરા અનવોનટેડ ચાઈલ્ડ હતી એના મમ્મી પપ્પાની.
મમ્મી ના એકટર બનવાના સપના ને લીધે તેને તરછોડવામાં
આવી હતી અને પપ્પા ને અકસ્માત નડ્યો હતો .એ સાવ
એકલી થઈ ચુકી હતી . અભ્યાસ અને નોકરી પણ સાથે
સ્વીકારવા ને લીધે મિત્રતા ગાઢ હતી અમારી .
( યુક્તિ ની લાશ ને પોસ્ટ મોર્ટમ માટે ફોરેન્સીક લેબ માં મોકલવામાં આવે છે. )
ઈ. વેગડા: તમને શક છે કોઈ પર ..?
ધરા : હા, સર . એ નરાધમ કૃત્ય પેલા હરામખોર નું જ છે . પ્રેમ
ના નામે એ ધરા પાસે થી પૈસા પડાવતો હતો. અને જો ન
આપે તો મારી નાખવાની ધમકી આપતો હતો.
ઈ. વેગડા : એનું નામ ? તમે ઓળખો છો એને..?
ધરા : સારી રીતે. અપૂર્વ શાહ નામ છે એનું. અને ભક્તિનગર માં
રહે છે એ હરામખોર.
ઈ. વેગડા : ( અચરજ સાથે ) એક મીનીટ, વિચારી ને બોલો.
જરૂર આપની કંઈક ભુલ થાય છે .જે માણસે છોકરી
સામે આજ સુધી કયારેય ઊંચું ઊપાડી ને જોયુ ના
હોય એવા માણસ પર તમે કઈ રીતે આરોપ લગાવી
શકો..?
ધરા : સર , તમે આ શું બોલી રહયા છો? મે તમને સાચી હકીકત
જ કીધી છે. એ માણસ જ જવાબદાર છે આ બધા માટે.
ઈ. વેગડા : એ તો અમે શોધી જ લઈશું. હાલ તો તમે જઈ શકો
છો . પોસ્ટ મોર્ટમ ના થાય ત્યાં સુધી લાશ અમારા
કબજા માં જ રહેશે.
ધરા સાથે પુછપરછ કર્યા પછી આખો પોલીસ કાફલો ફોરેન્સીક લેબ આવી પહોંચે છે.
ઈ. વેગડા : કંઈ જાણવા મળ્યું કે ? હત્યા કઈ રીતે થઈ છે..?
ડૉ. શર્મા : બોસ, મારામારી પણ થઈ છે અને એના બોડી માંથી
પોઇઝન પણ મળી આવ્યું છે. આનો સાફ મતલબ
છે કે બે વ્યક્તિ સામેલ છે આમાં , પણ બંને નો ઉદેશ
એક જ છે આ છોકરી ને મારવાનો . અને આ કામ એક
જ સમયે બંને દ્વારા થયું છે.
ઈ. વેગડા: પણ આવુ કઈ રીતે શક્ય છે ? સારુ ત્યારે તમે તપાસ
જારી રાખો. બાકી કંઈ ઈન્ફોર્મેશન મળે તો જાણ
કરજો.
ડૉ.શર્મા : જરુર.
મામલો વધુ પેચીદો બનતો જાય છે . અપૂર્વ શાહ એ ઈ. વેગડા નો બાળપણ નો ભાઈબંધ છે. તેમને વિશ્વાસ નથી આવતો
આ બધી બાબત પર.
એકબાજુ એક માસુમ ની હત્યા થઈ છે તો બીજી તરફ
પોતાના જીગરજાન દોસ્ત ની ઈજજત નો સવાલ છે. ધર્મસંકટ થઈ ગયું છે ઈ. વેગડા માટે...
( અપૂર્વ ના ઘરે પહોંચી ને ડોરબેલ વગાડે છે ત્યાં જ એના
મમ્મી દરવાજો ખોલે છે. )
ઈ. વેગડા: જય માતાજી માસી. અપૂર્વ છે ઘરે ...?
અપૂર્વ ના મમ્મી : જય માતાજી બેટા. બધું બરાબર તો છે ને ...?
હવે ની સ્ટોરી આવતા અંકે ...
( ફ્રેન્ડસ, પ્રતિભાવ જરૂર થી આપજો . )
- Meera vala