yuddh - 2 books and stories free download online pdf in Gujarati

યુદ્ધ - 2

ફ્રેન્ડસ, આપ સૌ એ યુદ્ધ ને આપેલા અનન્ય પ્રતિભાવ બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.

આગળ ની સ્ટોરી માં કાંઈક નવો ઓપ આપવાની કોશિશ કરી છે. પ્રતિભાવ જરૂર થી આપજો મિત્રો.

આભાર.

યુદ્ધ ( પાર્ટ-2 )


ઔપચારિક વાતો ની શરૂઆત થઇ.
યુવતી : આપ કોન છો ? અને હું અહીંયા કયાંથી ..?
( હંમેશા લેડીઝ ફર્સ્ટ હોય તેમ યુવતી દ્વારા સવાલ ની પહેલ થઈ. )
યુવક : હું કોન છું, એ જરૂરી નથી અત્યારે આપના માટે. આપ ની તબિયત ગંભીર હતી અને જીવ બચાવવો એ મારો ધર્મ. બસ એક મિત્ર જ સમજી લો.
( અચરજ સાથે ... )
યુવતી : નામ તો જાણી શકું ને આપનું...?
( પોતાનો હાથ આગળ કરી ને મિત્રતા માટે હાથ લંબાવતો હોય એમ...)
યુવક : અચ્છા. એ સવાલ તો મારે આપને પૂછવો જોઈએ.
યુવતી : હું અજનબીઓ સાથે વાત નથી કરતી.
યુવક : જો હું પણ અજાણ્યો રહયો હોત ને આપ ની જેમ, તો આજ તમે પણ અહીંયા ન હોત. મિત્ર ભાવે જ મદદ કરી આપની. નામ વગર નો સંબંધ પણ કયારેક જીંદગી ભર સચવાય છે.
યુવતી : તો તમે નામ નહીં જ કહો એમ ને...
યુવક : તમે જાતે જ શોધી લેજો. ( મલકાય છે. )
યુવતી : અચ્છા. મિ. ફીલોસોફર , મને હોસ્પિટલ નું બિલ કહો કેટલું આવ્યું છે? એન્ડ બાય ધ વે થેન્કસ અ લોટ. મારો જીવ બચાવવા માટે.
યુવક : આભાર પણ માનો છો અને બિલ ચુકવી ને મને શરમાવો પણ છો. એની ચીંતા કરવાની જરૂર નથી તમારે...
યુવતી : ( થોડું મલકાતા) આત્મનિર્ભર બનવું જોઈએ. મોદીજી ના કહેવા પ્રમાણે...
યુવક : તમે બેરોજગાર તો નથી જ , અત્યારે મે આપની મદદ કરી , ફરી કયારેક તમે એ ચાન્સ લઈ લેજો. એમાં શું હવે.
યુવતી : જરૂર. ( તે આમતેમ નજરો કરીને પોતાના પેટ તરફ જુએ છે. )
( ઈશારો સમજી ગયો હોય એમ .. )
યુવક : આ બાજૂ માં પડેલી મોસંબી કાંઈ શોખ ની નહી રાખી હોં.
( કાઠીયાવાડી લહેકો ) તમે ખાઈ શકો છો.
યુવતી : અરે ના હવે.જરૂર નથી . આઈ એમ ગુડ.
યુવક : મારી મોસંબી ઉધાર રહેશે, બસ. એમાં શું હવે...

યુવતી : ના ના , અમે ઉધાર નથી રાખતા , પરંતુ કોઈ ના આગ્રહ

નો અસ્વીકાર પણ નથી કરતા. ( મોસંબી ખાય છે. )

યુવક : મહેરબાની રહેશે આપની.. ( મલકે છે. )

( ત્યાં જ થોડી વાર માં ડૉક્ટર નો રાઉન્ડ આવે છે. અને તબીયત માં સુધારો હોવાથી તેણી ના ડિસ્ચાર્જ પેપર તૈયાર કરવામાં આવે છે. અને તેણી ને થોડી વાર માં ડિસ્ચાર્જ અપાય છે. )

યુવક : બાય ધ વે , નામ ના જણાવ્યું આપે..!
યુવતી : ડોન્ટ વરી , મારી તબીયત સારી છે હવે. હું જતી રહીશ
ઘરે. એન્ડ થેન્ક યુ, વન્સ અગેઈન.
યુવક : તમે જવાબ ના આપ્યો...!
યુવતી : મને લાગે છે જરૂર નથી જવાબ ની..
યુવક : સારૂં, તો એમ રાખો. રાહ રહેશે આપના પ્રતિભાવ ની..
અને કાંઈ પણ જરૂર પડે તો જરુર યાદ કરજો અમને..
યુવતી: જરૂર , જીંદગી બચાવવા ના બદલા માં મદદ કરવા નો
મોકો જરૂર આપજો.

( ફરી એકવાર બંને ની આંખો મળે છે. કયાંક દુ:ખ છે છુટા પડવાનું તો કયાંક તરસ છે એકબીજાને જાણવાની...

આખરે બંને છુટ્ટા પડે છે. )

( યુવતી પોતાની રોજીંદી લાઈફ માં બીઝી થઈ જાય છે અને યુવક પણ પોતાનો કારભાર સંભાળે છે.

એ જ અરસા માં એકવાર એક કિશોરી ની શંકાશીલ હત્યા
થઈ. એક શિવાલય પાસે થી એની લાશ મળી આવી. હત્યા શંકાસ્પદ હતી , કોઈ જ પુરાવો નહોતો , કહેવું મુશ્કેલ હતું કે કયું એવું તો કારણ જવાબદાર હતું હત્યા માટે...?

- Meera Vala

હવે ની સ્ટોરી આવતા અંકે...

(ફ્રેન્ડસ, પ્રતિભાવ જરૂર થી આપજો.)

બીજા રસપ્રદ વિકલ્પો