યાદો ની ફિલ્મ Richa Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદો ની ફિલ્મ

" યાદો ની ફિલ્મ "

આ ખુબ જુની વાત છે .કંઈક નવું નથી પણ હું કહેવા માગું છું .એક પરિવારના સભ્યો ની ગામ ના ઘર સાથે જોડાયેલી યાદો ને એક વાર્તા માં સમાવવાનો કોશિશ કરી છે

(એક સમયે જયારે લોકો પોતે કંઇક વધારે કમાણી કરવા ગામ ના મકાન ખાલી રાખી ને પોતે શહેરમાં વસવાટ કરવા લાગે. પણ ઘર ના વૃધ્ધ વ્યકિત નૂ તો જીવ જરાય ન ચાલે કે પોતા નું ઘર છોડે પણ દિકરા ખાતર જાય. તેવા જ એક સ્ત્રી હતા જેઓ પોતે ખૂબ મજબૂત પણ તેમનાં પતિ થોડા બિમાર જ રહેતા તેઓ ને શ્વાસ ની બિમારી હતી. તેઓ નો છોકરો આનંદ લગ્ન કર્યા બાદ શહેર તરફ વળ્યા. પણ આનંદ ના મમ્મી અને પપ્પા બંને ભુરી બેન અને રાજેન્દ્ર ભાઈ તેઓ ગામડાં માં જ રહ્યા પણ થોડા દિવસો માં રાજેન્દ્ર ભાઈ ની તબિયત લથડી જવા લાગી એટલે આનંદ શહેર માં લઇ ગયો ,ત્યા તેઓ પાંચ-છ વર્ષ રહ્યા પણ તેઓ માટે શહેર માં રહેવુ ખૂબ અઘરું પડતું હતું પણ દિકરા ખાતર રહેતા હતા તેઓ થોડા થોડા દિવસો એ ગામ માં આવતા હતા પણ આનંદ અને તેની વહુ અને દિકરો ક્યારે નથી આવ્યા અચાનક એક દિવસ ભુરી બેન ને ગામ ના ઘર ની ખૂબ યાદ આવવા લાગી અને તેઓ એ આનંદ ને વાત કરી અને તેઓ બધા ગામ ગયા એમ તો આનંદ ખૂબ સારો દીકરો હતા .મમ્મી અને પપ્પા ની ખુશી માટે બધુ જ કરતો હતો. બઘા એક સાથે ભેગા મળીને થોડા સમય માટે ગામ માં ગયા. તેઓ રવિવારે રાત્રે આઠ વાગ્યે નિકળ્યા થોડુ દૂર હતુ ગામ એટલે સોમવારે પહોચ્યા. )

(ત્યા પહોંચતા પહેલાં તેઓ ની બસ ગામ નજીક એક દુકાન પર ઊભી રહી . )

ત્યા આંનદ ના દિકરા અભિષેક તેના દાદા ને પુછે છે:" દાદા દાદા અહી તો કેટલા બઘા એનિમલ છે જે મને ભણવા માં આવે છે પણ શહેર માં તે જોવા મળતા જ નથી.

( પછી દાદા અને અભિષેક ફરવા લાગ્યા અને બસ ની નજીક એક વાડી હતી ત્યા ખૂબ સરસ મજા ના ફળ ના ઝાડ હતા એટલે ત્યા ગયા ત્યાં જમરૂખ, ચીકુ, કેરી જેવા અનેક ફળ હતા. તે જોઈ ને અભિષેક ખૂબ ખુશ થઈ ગયો અને ઘણા બઘા ફળ લઇ લીધા પણ દાદા એ કહ્યુ તેમ પહેલાં વાડી ના માલિક ને પહેલા પૂછયું હતું. પછી તેઓ બસ માં બેસી ને ગામ નજીક પહોંચી જાય છે અને ત્યારે અચાનક એક ધોધ વહેતો દેખાય છે તે જોઈ ને અભિષેક ખૂબ જ ખુશ થઈ જાય છે .ગામ નો એ ઊભો પાક અને તેની નજીક ચાડિયો અને કલરવ કરતા પંખી ઓ અવાજ આ બઘું જોઈ ને અભિષેક તો ગાડો ઘેલો થઈ ગયો. અને બસ માં ને બસ માં ખુબ તાળી ઓ પાડે છે)

(જોત જોતામાં તો બસ સ્ટેન્ડ આવી ગયુ. અને પછી બસ ની નીચે ઉતરી ને બધા એ રીક્ષા પકડી ને સીધા ગામ ના પોતા ના જૂના મકાન માં ગયા. )

("ઘર જોતા જ બોલ્યો અભિષેક દાદા ઘર ખુબ મોટું છે. ")

અભિષેક :"Wow દાદા, શું ઘર છે."

રાજેન્દ્ર ભાઈ :" હા તુ તો પહેલી વાર આવ્યો ,"

અભિષેક :"હા દાદા ,દાદા દાદા આ ફળ આપણે ઝાડ પર થી ઉતારેલા તે ખાવા છે "

રાજેન્દ્ર ભાઈ :" હા ચાલ અહી આપણો કુવો છે ત્યા પાણી હશે ધોઈ ને ખા "

અભિષેક: "wow,કૂવો ચાલો દાદા "

ભુરી બેન, તેમનો દીકરો અને વહુ બઘા ઘર ખોલતા હતા અને ત્યારે તેઓ ના ચેહરા પર જે ખુશી હતી તે તો તસવીર માં કેડ કરાય તેવી હતી . ઘીરે ઘીરે એક પછી એક કદમ ઘર માં પડવા લાગ્યા અને યાદો તાજી થઈ ગઈ

આનંદ તો કહે જાણે :" મારી વરસો જુની યાદો ની ફિલ્મ મારી આંખો પર આવી હોય તેમ લાગે છે દરરોજ હજારો લોકોની ભીડ માં આપણે શહેર માં રહીએ પણ શાંતિ તો ગામ ના ઘર માં આવી ને જ મળે.

રેવતી (વહુ): " હા સાંભળો છો એટલે જ તમને કહ્યુ હતું કે મમ્મી અને પપ્પા બંને શહેર આવી ને ગામ ને ખૂબ યાદ કરે છે.

આનંદ: " હા પણ મારી આંખો આ શહેર ની રોશની માં કેદ થઈ ગયેલી

ભુરી બેન :" અરે આનંદ, રેવતી વહુ અહી આવો જલ્દી આવો,
(મમ્મી ની બુમ પડતા જ બંને રસોઈ તરફ ભાગ્યા અને જોયુ તો આશ્ચર્ય ચકિત થઇ ગયા)

આનંદ " મમ્મી આ શું થયું તને ?

ભુરી બેન :" આ જે આપણી તસવીર તારા લગ્ન વખત ની?

આનંદ :" અરે હા આજ તસવીર મે ખૂબ શોધી હતી

અભિષેક :" અરે બા તમારા ચહેરા પર આ શું છે

( અને એ જેઈ બઘા ખૂબ હસવા લાગ્યા)

ભુરી બેન :" અરે ચુપ રહો આતો તસવીર પર ખૂબ કચરો હતો અને તેને સાફ કરવા માં લાગ્યુ

રેવતી વહુ :" અરે મમ્મી તમે નાહી લાવ્યો ,અને મે બાથરૂમ સાફ કરી નાખ્યું છે, ચિંતા ના કરો અહી અમે સાફ કરી એ છીએ

(એક પછી એક રુમ લઇ સફાઇ કરવા લાગ્યા અને પહેલા આનંદ અને રેવતી એ રસોઈ ઘર પછી પુજા રુમ સાફ કર્યો અને ત્યા સુધી માં દાદા અને અભિષેક ફરતા ફરતા બજાર માંથી શાકભાજી, થોડા પુજા માટે ફૂલ અને ગરમ ગરમ સમોસા લઇ ને ઘરે આવ્યા)

રાજેન્દ્ર ભાઈ :" રેવતી વહુ બઘા ને બુમ પાડો સફાઈ થઈ ગઈ હોય તો ચાલો ગરમ ગરમ સમોસા ખાઈ લઈએ .

રેવતી વહુ :" હા પપ્પા આવીએ હવે તમારો રુમ કરી એ છીએ પછી પુરુ થઇ જાય કામ

( પછી બઘા નાહી ધોઈ ને સમોસા ખાવા બેઠા પણ બધા ખુબ થાકી ગયા હતા અને સમોસા ખાઈ ને પછી ભુખ પણ ન લીગી અેટલે બઘા આરામ કરવા માટે પોત પોતાના રૂમમાં ગયા)

( સાંજે ચાર વાગ્યે દાદા અને અભિષેક હિચકો છુલતા હતા અને દાદા સાથે અભિષેક ખૂબ ખુશ હતો "

( ઝુલતા ઝુલતા અચાનક ઘર માંથી અવાજ આવ્યો અને તરત દાદા અને અભિષેક ભાગતા ભાગતા ગયા અને જોયુ તો એક સાપ ઘર માં ફરતો હતો અને બુમા બુમ કરતા હતા )

("અભિષેક અને તેના દાદા એક સાપ પકડવા વાળા ને જાણતા હતા અને પછી તેને બંને બોલાવા ગયા અને તરત સાપ પકડાયો એટલા માં તો એક કોટ દાદા નો હતો તે હાથે જડયો ,પણ એ કોટ ખૂબ ગંદો હતો પણ તરત તેમની વહુ એ ધોઈ ને સૂકવવા મૂકયો. કારણ કે એ કોટ માં રાજેન્દ્ર ભાઈ ને જોવા માટે બઘા ખૂબ ઉત્સાહિત હતા. ")

( રાત્રે એ કોટ માં રાજેન્દ્ર ભાઈ ને જેઈ બધા ખૂબ હસવા લાગ્યા કારણકે તેઓ ને એ કોટ ખૂબ જ ફીટ પડતો હતો અને રાજેન્દ્ર ભાઈ ખૂબ વિચિત્ર લગતા હતા "

( આમ ઘીરે ઘીરે સમય વીતવા લાવ્યો થોડા દિવસો રહી ને એક દિવસ રેવતી વહુ બોલ્યા,
" પપ્પા એક વાત કહું તમને? "

રાજેન્દ્ર ભાઈ :" હા બોલ બેટા "

રેવતી વહુ :" પપ્પા મે સાંભળું છે તમે ખુબ મોટા ગુલાબ ના ફૂલો ના વેપારી હતા, તો આપણે આ વેપાર પાછો ચાલુ કરીએ

રાજેન્દ્ર ભાઈ :" પણ બેટા આ ઘર ની બાજુ માં જે જગ્યા છે તે હવે ખરાબ થઈ ગઈ છે વારસો કોઈ દેખરેખ હેઠળ નોહતી

રેવતી વહુ :" હા મને ખબર છે પણ મને ગાડૅન નો ખૂબ શોખ છે અને મને ખબર છે આ જમીન પાછી કંઈ રીતે મેળવવી "

(અને તે દિવસ પછી તેઓ નો ગુલાબ ના ફુલો નો વેપાર ખૂબ વધ્યો થોડા સમય ને બદલે તેઓ બે મહિના રહ્યા પણ આનંદ તો નોકરી માટે ચાલ્યો ગયો પછ અભિષેક ની સ્કુલ ખુલવા નો સમય થઈ ગયો હતો અને વેકેશન પણ પુરુ થવા આવ્યું હતુ તેથી આનંદ પાછો આવ્યો બઘા ને લેવા માટે)

રેવતી વહુ :" અરે પણ આપણો આ વેપાર નું શું કરીએ?
એવા માં એક વ્યકિત ત્યા આવ્યો અને કહે છે કંઈ કામ હોય તો આપો મને ખૂબ જરુર છે .

રાજેન્દ્ર ભાઈ :" અરે ભાવેશ તું? તને શું થયું અને તારી નોકરી નૂ શું થયું?

ભાવેશ : " અરે શું કહુ તમને પપ્પા ને કેન્સરની બિમારી થઇ ગઇ છે અને તેઓ નું ઇલાજ શહેર ની હોસ્પિટલમાં થતુ હતુ પણ ત્યા મને ખૂબ ખર્ચો થયો અને મારા માઠા પર ખૂબ દેવુ થઈ ગયુ.

રાજેન્દ્ર ભાઈ :" અરે તું એ કહ્યુ પણ નહીં અમે તો ઘણા સમયથી અહીં છીએ હવે કેવુ છે મહેશ ને( ભાવેશ ના પપ્પા )

ભાવેશ :" અરે કાકા સારુ છે એક દિવસ મે ઓફિસમાં ખૂબ હતાશ બેથો હતો ત્યારે જ આપણા ગામ ના સરપંચ નો ફોન આવ્યો અને કહ્યુ કે હવે ખુબ મોટી મોટી બિમારી ના ઈલાજ માટે ખૂબ મોટી હોસ્પિટલ આપણી ગામ માં જ શરુ થઇ ગઈ છે તે પણ ખૂબ સસ્તા રુપિયા માં એટલે મે તરત શહેર છોડી અહી આવી ગયો અને આજે પપ્પા સારા છે અને તેઓ નું ઇલાજ ચાલુ જ છે . પણ મને બરાબર કામ મળતું નથી શું કરુ કાકા ?

રેવતી વહુ :" પપ્પા જરા આવો ને તમને કંઈ કહેવુ છે

રાજેન્દ્ર ભાઈ :" હા બોલો

રેવતી વહુ :" પપ્પા આપણે આ જમીન આ ભાવેશ ભાઈ ને સોપી દંઈ એ તો કેવુ? આપણી જમીન પર સારી રહેશે અને આમણી મદદ પણ થઈ જશે? અને કોઈ સારા વ્યકિત પાસે આ જમીન જશે

રાજેન્દ્ર ભાઈ :" તમારો વિચાર સારો છે .

આનંદ ભાઈ :" અને પપ્પા હું થોડા રુપિયા પણ તેઓ ને આપુ જેથી તેઓ ની મદદ થઈ શકે .

રાજેન્દ્ર ભાઈ :" અરે હુ તને આ અમારી વાડી થોડા દિવસ આપુ છુ તુ આ વાડી માં ફુલ નો ધંધો આગળ ચાલુ રાખ અને જે કમાણી થાય તે તુ રાખજે અને અમે જઈએ છીએ શહેરમાં એટલે તું સાચવ આ વાડી "

ભાવેશ ભાઇ :" અરે કાકા ના ના ,હોય કંઈ આમ તમારી વાડી ના લેવાય.

આનંદ ભાઈ :" કેમ ના લેવાય અને આ રુપિયા લઇ લે કામ આવશે અને તુ ભુલી ગયો આ વાડી ખરીદવા તારા પપ્પા એ જ મદદ કરી હતી તેઓ ખૂબ સરસ માણસ છે

ભાવેશ ભાઈ :" હા સારુ , આનંદ પણ તારા પપ્પા ની જેમ હું પણ કંઈ ગિરવી મુકુ છુ. જ્યારે તેઓ એ વાડી માટે રુપિયા લીઘા હતા ત્યારે તેઓ એ આ ઘર ગિરવી મુકયુ હતુ એટલે હું પણ મારુ ઘર ગીરવી મુકુ છું. ના નય પાડતા પ્લીઝ કાકા ?

રાજેન્દ્ર ભાઈ :" સારુ બેટા, તને જયા સુધી સારું કામ ન મળે ત્યાં સુધી આ વાડી માં કામ કરી શકે છે .

રેવતી વહુ :" ભાવેશ ભાઈ ચા અને નાસ્તો કરો .

ભાવેશ ભાઈ :" હા ભાભી!

( થોડા દિવસો પછી એ દિવસ પણ આવી જાય છે જયારે આ યાદો ને સમેતવી પડે અને આ ઘર ને તારુ મારવુ પડ્યુ આ ઘર ના તારા ની સાથે બઘા ના દિલો ને પણ તારા વાગી જાય છે ,તેઓ ની આંખ માં આંસુ આવી જાય. પણ શહેરમાં તો જવુ જ પડશે. આ યાદો ની ફિલ્મ અહી જ થંભી જશે .આ સમય આ પરિવાર ખૂબ યાદ રાખશે અને ઘર નો દરવાજો બંધ કર્યા )

આનંદ ભાઈ :" અરે આમ દુ:ખી ના થાવ આજે જ મારા બોસ નો ફોન આવ્યો હતો અહી આ ગામમાં અમારી કંપની એક નવો પ્લાન્ટ શરૂ કરવા ની છે અને રોજગાર ના અર્થે અહી નવી હાયસ્કુલ, હોસ્પિટલ અને હોટલો ખુલવા ની છે અને પછી આપણે અહીં આવી જઈશું. આપણી યાદો ની ફિલ્મ પછી બનશે, પહેલાં આપણે શહેરમાં યાદો ને એકઠી કરી એ "

(આ વાત સાંભળી ને બઘા ખૂબ હસતા હસતાં શહેરમાં ગયા અને ત્યા તેઓ એ એકબીજા ને સમય આપી યાદો ની ફિલ્મ બનાવી આ ઘટના બાદ હવે ઘર ના સભ્યો વચ્ચે પ્રેમ વધતો જાય છે એક બીજા ની દેખભાળ અને સમય બરાબર કાળજી આપે છે અને સાથોસાથ ગામ માં પણ દર મહિને બે-ત્રણ દિવસ આવતા જતા રહે છે )









"