Vivah Ek Abhishap - 22 books and stories free download online pdf in Gujarati

વિવાહ એક અભિશાપ - ૨૨

આગળ આપણે જોયુ કે અદિતિ વશીકરણ ની શક્તિ થી ઉંઘમાં ચાલતા ચાલતા હવેલી પાસે આવી જાય છે .કોઈ અગમ્ય શક્તિ એને હવેલી તરફ ખેંચી લાવે છે .એ એની ઇચ્છા ના હોવા છતા ય હવેલી ની અંદર ખેંચાઇ ને ચાલી જાય છે .કોઈ સ્ત્રી ની ચીસો સંભળાય છે .હવેલી ની અંદર જતા જ દરવાજો બંધ થઇ જાય છે .અદિતિ ના ખાસા પ્રયત્ન પછી ય ખુલતો નથી .જ્યારે એ રડતી હોય છે ત્યારે લાઇટ પણ બંધ થઇ જાય છે થોડી વાર પછી ઉપર ના માળે એક રુમ માં ઝાંખો પ્રકાશ થાય છે અને અવાજ આવે છે કે ત્યાં બંધ દરવાજા ની ચાવી છે જઇ ને લઇ આવ અને હવેલી માં થી ભાગી જા . બહુ વિચાર્યા પછી અદિતિ એરુમ તરફ જાય છે .જ્યા એક સ્ત્રી આરામ ખુરશી પર બેસી મોઢું સંતાડી ને રડતી હોય છે .એ પહેલા કે અદિતિ એ સ્ત્રી ની પાસે જાય એના સપના માં આવતો એજ પિશાચ સામે આવી જાય છે .એનું ગળુ દબાવે છે પણ કોઈક નો અવાજ આવે છે એને લઇ આવવાનો તેથી અદિતિ ને બેહોશ કરી ને લઇ જાય છે .ખુરશી પર બેઠેલી સ્ત્રી જે હીર હોય છે બહુ પ્રયત્ન કરે છે પિશાચ ને ચંદર કહીને બોલાવે છે એને એનો જુનો પ્રેમ યાદ દેવડાવે છે પણ ચંદર હીર ને ધક્કો મારી આગળ વધી જાય છે અને હીર રોતી જ રહી જાય છે.
**********************************************
આ બાજુ વિક્રમ ઇનસ્પેક્ટર અમર ને સમજાવવા નો પ્રયત્ન કરે છે કે અદિતિ ના ગુમ થવામાં એનો હાથ નથી પણ ઇનસ્પેક્ટર અમર એની વાત માનવા તૈયાર નથી .એથી વિક્રમે શરુઆત થી લઇ ને અંત સુધી ની બધી વાત કરી.અઘોરી વિષાનંદ નો અંત કરવા માટે નો ઉપાય પણ કહી દીધો.
"તને શું લાગે છે તારી આવી ફિલ્મી વાર્તા પર હું વિશ્વાસ કરી લઇશ.?મારા મોઢા પર થી લખ્યું છે કે હું બેવકુફ છુ?"
"તમને મારી વાત પર વિશ્વાસ ના આવતો હોય તો તમે દુર્ગા દેવીને પુછી જુઓ કે શું એમના પરિવાર પર કોઇ શ્રાપ છે કે નહિ ?.હું તમને નંબર આપુ છું."
ઇનસ્પેક્ટર અમરે દુર્ગાદેવી ના ઘરે ફોન લગાડ્યો.રિંગ વાગ્યા પછી પહેલા તો નોકર સાથે વાત કરી અને પછી દુર્ગા દેવી સાથે વાત કરી એમને શ્રાપ વિશે વાત કરી .ખુબ લાંબી વાત કર્યા પછી ઇનસ્પેક્ટર અમર વિક્રમ પાસે આવ્યા અને કહ્યું ,"આમ તો હું તારી ધડ માથા વગર ની વાત પર બિલકુલ વિશ્વાસ ના કરત.પણ હું જ્યાર થી આ ગામ માં આવ્યો છું ત્યાર થી મને આ ગામ માં અજીબ તો લાગ્યુ છે સાથે સાથે એ પણ નોટિસ કરું છું રાત પડતા પહેલા ગામલોકો બધા પોતપોતાના ઘર ના દરવાજા ઼બંધ કરી ને બેસી જાય છે .જાણે કોઈ વાત થી ડર લાગે છે બધાને .એ રહસ્ય નો ઉકેલ લાવવો જ પડશે.ચાલ, હું પણ તારી સાથે આવું છુ તારે જે પણ જોઈએ છીએ એ મેળવવા માં હું પણ તારી મદદ કરીશ."
*********************************************
ઇનસ્પેક્ટર અમર અને વિક્રમ સવાર ના ચાર વાગ્યે નીકળી જાય છે.ચાર વાગ્યા ની સફર પછી એ બંન્ને સુંદરપુર ગામ ની હદ માં આવી જાય છે ત્યાં એક માણસ ને મહાદેવ ના મંદિર વિશે પુછે છે તો એણે કહ્યું ગામ ખતમ થતા એક જુના માં જુના મહાદેવ ના મંદિર વિશે જણાવ્યું .વિક્રમ અને અમર બંને એ મંદિર તરફ જાય છે.
પણ મહાદેવ ના મંદિર મા્ જતા જ બંને એ જોયુ કે એક પુજારી શિવલિંગ ની પુજા કરી રહ્યા હતા .વિક્રમ અને અમરે બંને મંદિરમાં જઇ શિવલિંગ સામે હાથ જોડી પગે લાગ્યા .પણ ત્રિશુળ લેવા ગયા ત્યારે ખબર પડી કે શિવલિંગ છે પણ ત્યાં કોઈ ત્રિશુળ નથી .
વિક્રમે પુજારી ને પુછી જોયુ ," પ્રણામ પંડિતજી .ક્યા આપકો પતા હૈ યે મંદિર કિતના પુરાના હૈ ઔર ઇસ મંદિર મે મહાદેવ કા ત્રિશુલ ક્યોં નહિ હૈ ?"
"મંદિર તો ગાંવ કે બનને સે ભી પહેલે કા હૈ પર મૈ જબ સે યહાઁ કા પુજારી હું તબ સે મૈને ત્રિશુલ કો નહિ દેખા હૈ.મુઝે ત્રિશુલ કે બારે મે કુછ નહિ પતા."
એ સાંભળી વિક્રમ નિરાશ થઇ ગયો .અમર પાસે જઇ એણે કહ્યું ,"મંદિર તો એ જ છે પણ ત્રિશુળ નથી અને કોઇ ને ય ત્રિશુળ વિશે ખબર નથી .હવે ત્રિશુળ કેવી રીતે મળશે ?અઘોરી વિશાનંદ ને કેવી રીતે મારીશું?અદિતિ ને કેવી રીતે બચાવશું?"
"રિલેક્સ , વિક્રમ આપણે કોઈ ને કોઈ રસ્તો જરુર મળશે."
મંદિર ના પુજારીજી એમની વાતો સાંભળીને એમની પાસે આવ્યા અને કહ્યું ," બેટા ,મુઝે નહિ પતા ત્રિશુલ કે બારે મે નહિ પતા શાયદ મેરે પિતાજી કો પતા હો .વો ભી કઇ સાલો તક મંદિર મે પુજારી થે .ઉનકે બિમાર રહને પર મૈ ઇસ મંદિર મે પુજારી બના.વો જરુર સે ઇસ બારે મે કુછ જાનતે હોંગે.

**************************************
પુજારીની વાત સાંભળી ને વિક્રમ અને અમર બંને પુજારી ના ઘરે જાય છે.ગામ માં પુજારી નું સાદા ઢબ નું એક મકાન હતુ .બહાર મોટુ આંગણું હતુ. આંગણા માં ગાય બાંધેલી હતી .પુજારી ના પત્ની ગાય ને પંપાળીને પાણી પીવરાવતી હતી.પુજારી એ ઘરમાં જતા જ કહ્યું ,"સાવિત્રી ,જરા પાની તો લાના ઔર શરબત ભી લેતી આના.
"જી બહોત બહોત શુક્રિયા પર હમે આપકે પિતાજી સે મિલના હૈ .હમારે પાસ સમય નહિ હૈ.
" આપ અંદર આઇએ."કહીને પુજારી બંને ને ઓરડા માં લઇ ગયા.
ઓરડામાં એક બિમાર માણસ ખાટલા માં પડ્યા હતા.થોડી થોડી વાર આવતી જોરદાર ખાંસીથી એમને આરામ નહોતો મળી રહ્યો .પુજારીજીએ એમની પાસે જઇ પાણી પાઇ એટલે એમને થોડી રાહત થઇ.
પુજારીએ તેમને કહ્યું ,"બાપુ , યે દોનો મહેમાન હૈ .આપસે કુછ સવાલ પુછના ચાહતે હૈ."
વિક્રમે એમની પાસે જઇ ને પુછ્યુ ,"બાબા ,વો પુરાના શિવમંદિર હૈ ક્યા આપ જાનતે હૈ ઉસકા ત્રિશુલ કહાં હૈ?"
"ક્યા ?"પેલા વ્રૃદ્ધ માણસે પુછ્યુ.
"બાપુ થોડા કમ સુનતે હૈ., "પછી એમની નજીક જઇ કાન માં થોડા ઉંચા અવાજે પુછ્યું ,"બાપુ ,ક્યા આપકો પતા હૈ પુરાને શિવમંદિર કા ત્રિશુલ કહાં હૈ?"
"શિવમંદિર ?ત્રિશુલ ? કુછ યાદ નહિ."
એ સાંભળીને વિક્રમ અને અમર બંને નિરાશ થઇ ગયા.પુજારી એ કહ્યું ,"ઉમર હો ગઇ હૈ ના ઇસલિએ કુછ યાદ ભી નહિ રહેતા.આપ બૈઠિએ .થોડા સુસ્તા લીજીએ.થકે હુએ લગ રહે હો "
"વો એસી બાત હૈ હમારી એક દોસ્ત હૈ ઉસકી જાન ખતરે મે હૈ .હમારા ત્રિશુલ કા મિલના બહોત જરુરી હૈ.હમારે પાસ સમય ભી નહિ હૈ.આપ અપની પત્ની સે બોલિએ કુછ ભી ના લાએ .હમે ચલના ચાહિએ."
એમ કહીને બંને પાછા જવા જાય છે ત્યાં પેલા વ્રૃદ્ધ બોલ્યા ,"રુકિએ જરા."
"બેટા,વો ઉપર જો પેટી પડી હૈ ઉસે ઉતારના."
પંડિતજીએ પેટી ઉતારી જેના પર તાળુ મારેલુ હતુ .
બીમાર માણસ ને ખાંસી નો એટેક આવ્યો એટલે વિક્રમે બાજુ ના માટલા માંથી લોટો ભરીને થોડુ પાણી પાયુ એટલે એને થોડી શાંતિ થઇ .પછી એને ગળા માં દોરી બાંધેલી હતી જેમાં ચાવી બાંધેલી હતી એ કાઢીને પુજારી ને આપી .પુજારીએ એ ચાવી થી તાળુ ખોલ્યુ .
પેટી માં જુના કપડા,જુના ચોપડા વગેરે વસ્તુઓ હતી સાથે લાકડા નો એક ઘોડો હતો.
બીમાર માણસે એ લાકડા નો ઘોડો મંગાવ્યો.અને પછી એ ઘોડો વિક્રમ ને આપ્યો.
વિક્રમ ઘોડા ને જોઈ વિચાર માં પડી ગયો .પેલા માણસે ધીરે થી ઇશારો કરી ને કહ્યું ,"ઇસે ખોલો."
વિક્રમે થોડી મહેનત કરી ને એના બે ભાગ ને ફેરવ્યા તો ઘોડો ખુલી ગયો .એની અંદર થી એક લોકેટ નીકળ્યુ.વિક્રમે ધ્યાન થી લોકેટ ને જોયુ તો એ ખુલી શકે એ પ્રકાર નું હતુ .અમરે એ લોકેટ હાથમાં લઇ નખ વડે એને ખોલ્યુ તો અંદરથી એક ચબરખી બહાર પડી.
વિક્રમે ચબરખી ને કાળજી પુર્વક ખોલી તો અંદર કંઇક લખ્યુ હતુ.જે એક પહેલી હતી જેના શબ્દો કંઇક આ પ્રકાર ના હતા.
"ચલને સે ઉસકે ધરતી ધમકતી હૈ ,
સામને ના ટિક પાયે કોઇ ઇસકે પહેલવાન
ધરતીપુત્ર કા સાથી ,શિવ કા વો દુલારા
ચતુર હી સુલઝાયે પહેલી હોગા શિવ કા ભી પ્યારા વો.
વિક્રમ અને અમર બંને વિચારવા લાગ્યા કે એનો શું મતલબ છે. એટલા માં પેલા વ્રૃદ્ધ માણસે બંને ને પાસે બોલાવ્યા અને કહ્યું ,"ઇસ પહેલી કા જવાબ શિવમંદિર મે હી મિલેગા ."
વિક્રમ અને અમર પુજારી ના ઘરે પાણી પી તેમનો મદદ માટે આભાર માની શિવમંદિર તરફ રવાના થયા.
*********************************************** આખરે શું હશે પહેલી નું રહસ્ય ?ત્રિશુળ ક્યાં હશે? વિક્રમ અને અમર બંને સમયસર અદિતિ ની બલિ ચડતા રોકી શકશે જાણવા માટે વાંચતા રહો વિવાહ એક અભિશાપ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED