વાત એક ગોઝારી રાતની - 1 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત એક ગોઝારી રાતની - 1


બારે મેઘ ખાંગા થઈ ગયા. અલી ક્યારેય એવો નીચો થઇ રહ્યો હતો.
વારંવાર એ મુશળધાર વરસતા આભલાને જોઈને નિસાસા નાખી દેતો. કડાકા લેતી વીજળી ચારે તરફ આકાશમાં લાંબા શેરડા પાડી જમીન સુધી લંબાઈ જતી હતી. વરસાદની સાથે પવન જાણે કે તોફાની બની ગયેલો. બહાર જઈને ઉભા રહી શકાય એમ જ નહોતું. વરસાદની હેલી લઇ આવેલો પવન એક ક્ષણમાં ઉપાડી લઈ જાય એમ હતો.
પરા વિસ્તારમાં આવેલું એક નાનકડું બાબસર ગામ..
હાઈવેને જોડતો રસ્તો લગભગ બે કિલોમીટર દૂર ત્યાં સુધી એક કાચી સડક લંબાઈ હતી.આજુબાજુ દસ કિલો મીટરના અંતર પર બે મોટા શહેરો આવેલા.
આમ પણ ગામ એકબાજુ તળાવ અને બીજી બાજુ મોટા 'ડેમ'થી ઘેરાયેલું હતું.
ગામની બહાર લઈ જતી કાચી સડક કોઈ કારણસર બંધ હોય તો તળાવની કિનારે આવેલી પગદંડી હાઇવે સુધી પહોંચાડી દેતી હતી....
અલીને માછલી પકડવાનો ઘણો શોખ.
રજવાડા વખતે ચાલ્યા આવતા રજવાડી કુળના વંશજે આ તળાવ રાખી લીધેલું. ઠાકોર ફતેખાન ભરી બંદુકે રાતે તળાવની ફરતે ઘોડા પર એક રાઉન્ડ લગાવતા.
ચોરીછૂપીથી માછલી પકડવા જતા ગામના બિરાદરોને પકડી ધોળે દિ'એ મારવામાં આવતા. છતાં પણ અમુક અપવાદ એવા વ્યક્તિઓ હતા જેઓ ઠાકોરને ગાંઠવા તૈયાર નહોતા.
એકવડિયો બાંધો.. ઘઉંવરણું શરીર.. લંબગોળ ચહેરો.. નાનુ પોપટની ચાંચ જેવુ નાક..અને દાઢી પર વાઘેલા ગણતરીના બાલ..
૬ ફૂટની ઊંચાઈ ગામ એને બધા કરતા અલગ પાડતી હતી...
રાત્રે બહાર નીકળતો ત્યારે સફેદ જભ્ભા પર એ કાળુ સ્વેટર અને માથે કાળી બુઢિયા ટોપી ચડાવી લેતો. જેથી કરીને કોઈને નજરમાં ન આવી શકે...
ધોધમાર લગાતાર વરસાદના કારણે ઘણા દિવસ સુધી વીજળી ગુલ રહી. ઘરમાં અનાજ તો હતું. પણ અનાજ દળાવવા ક્યાં જાવું? થોડા દિવસ તો બિસ્કીટ ફરસાણના નાસ્તા-પાણીથી ચલવી લીધું.
મુખ્ય માર્ગ પાણીના વહેણથી તૂટી ગયો હતો જેથી આગળ જઈ શકાય એમ નહોતું.
પરંતુ બાળકોના વિલાયેલા ચહેરા અને પત્નીનું ઉતરેલું મોઢું જોઈ એ સમજી જતો હતો કે મારે કંઈક તો કરવું પડશે બાકી તળાવમાં પાણીનો વધારો થતો જશે. મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે પછી બીજા શહેરો સાથેના સંપર્કો ગામના તૂટી જાય. એ પહેલાં બાજુના ગામ જઈને થોડુંક અનાજ દળાવી લેવું જોઈએ.
15 કિલો ઘઉંના દાણા બોરીમાં નાખી ઉપર પ્લાસ્ટિક વીંટાળી એ ઘર બહાર નીકળ્યો. શરીર તાવમાં ધગતું હતું એટલે સૈયદાએ કહ્યું પણ ખરું.
"વરસાદ રોકાઈ જતો પછી જતા તો? તળાવના પહાડી રસ્તા પર અંધારામાં પડતાં આખડતા ક્યાં જશો?
ત્યારે એને કહ્યું હતું. "જો સૈયદા આપણે ભૂખ્યા પેટે બે દિવસ રહી શકીએ. જો બાળકોને ભૂખ્યા રાખીએ તો અલ્લાહ પણ આપણાથી રુઠી જાય.! ઉતાવળા પગલે તળાવના કિનારે ફરીને સામે પાર પહોંચી જઈશ તો ત્યાંથી શહેર સાવ નજીક છે. સવાર સુધીમાં હું જઈને પાછો આવી જઈશ.! ઘંટીવાળા ભીખાભાઈ સુઈ ગયા હશે તો રાત્રે ઉભા કરી આજે લઈશ. તું ફિકર ના કર સવાર સુધીમાં પાછો આવી જઈશ!"
અલી ઘરની બહાર નીકળી તો ગયો પણ એને ખબર નહોતી આ તેના માટે જિંદગીની સૌથી ખરાબ ભયાનક રાત તરીકે એના માનસપટ પર હંમેશ માટે લખાઈ જવાની હતી.
એને પગલાં ગામના પાદર ભણી માંડ્યા. ગામના પાદરથી જ એક મોટું તળાવ શરૂ થતું હતું. તળાવના કિનારા પર ગામ કુવાની સાથે બધી જ ન્યાતના કુવા બનાવેલા હતા.
એટલે ખાસ તો એ જ ધ્યાન રાખીને ચાલવું પડે કે ક્યાંક કૂવામાં ધકેલાઈ ના જવાય.
એને યાદ છે આ બધા જ કૂવામાં કોઈને કોઈ આપઘાત કરીને મરેલું હતું.
થોડા દિવસ પહેલા જ આ કુંભારના કૂવામાં એક પરણિતાએ રાતના ધબુકો બોલાવેલો. તળાવકિનારે ઉગમણી દિશા તરફ આવેલા કુવાની બીજી સાઈડે ગામનું મસાણ હતુ. મસાણ પર હજીયે કોઈની ચિતા બળી રહી હતી ખબર નહી આવા ચોમાસામાં કોણ મરી ગયું? બીડી પીવાના ઈરાદે એ મસાણમાં બળતી આગળ તરફ આગળ વધ્યો.
( ક્રમશ:)