થેંક્યું નિરાલી - 2 Malu Gadhvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થેંક્યું નિરાલી - 2

મિત્રો આપણે ભાગ- 1 માં જોયું કે અંકિતા અશ્વિની ના ઘરે જઈને અશ્વિની ના માતા- પિતા ને આકાશ વિશે ખોટી કાનભંભેણી કરી અશ્વિનીને પરેશાન કરે છે.

ભાગ - 2 શુરું..

અશ્વિની ની મમ્મી પારુલબેન તેના પતિ ને સમજાવે છે કે અંકિતા ખોટું બોલી રહી છે પણ સાગરભાઈ ના મન માં અંકિતા ના શબ્દો ની અસર ખૂબ ઉંડી છે.તેથી સાગરભાઈ માનવા તૈયાર નથી તેઓના મગજ માં અંકિતા ના શબ્દો હજુ ગુંજી રહ્યા છે.અશ્વિની તેના રૂમ માં જઈને ખૂબ રડે છે તે તેની મમ્મીને બધી વાત શેયર કરતી હોય છે પરંતુ તેની મમ્મી તેના પિતા ના ક્રોધ સામે કશું બોલી શકી નહીં. અશ્વિનીને કોલેજ માં જવાની તેના પિતા દ્વારા સખ્ત મનાય થઈ ગઈ.
રાત થવા આવી છે અશ્વિની તેના અભ્યાસ ની ખૂબ ચિંતા કરે છે તેના ભવિષ્ય વિશે વિચાર કરતા કરતા તેને ઉંઘ આવી જાય છે. સવાર થતા પંખીઓ ના કિલ્લોલ સંભળાવા લાવ્યા. અશ્વિની ઉઠી અને પંખીઓ ના અવાજ સાંભળતી બારી પાસે ઉભી પંખીઓ ને જોય રહી છે તે હજુ ચિંતા ના ચકડોળ માં છે ત્યાં જ તેના પ્રવેશદ્વાર માં ટકોરાનો અવાજ આવ્યો અને જાણે ઘરમાં શાંતિ નું મોજું ફરી વળ્યું હોય એવું લાગ્યું.પ્રવેશદ્વાર ખુલ્યો અને જાણે સ્વર્ગ માંથી અપ્સરા ઉતરી હોય એવી રૂપાળી અને અશ્વિનીની ખાસ મિત્ર નિરાલી આજે અશ્વિની ના ઘરે આવી છે.તેઓ બને સાથે અભ્યાસ કરે છે.
અશ્વિની નિરાલીને વિગતવાર બધી વાત કરે છે જે વાત સાંભળી નિરાલી સમજી જાય છે અને અશ્વિનીને કહે છે કે આ કાનભભેંણી કરનાર અંકિતા સિવાય બીજું કોઈ ના હોય ત્યારે અશ્વિનીની મમ્મી આવે છે અને કહે છે કે તારા પાપાને અંકિતા ઘરે આવીને આવું કહી ગઈ છે ત્યારે અશ્વિની ખૂબ ગુસ્સે થઈ જાય છે.અશ્વિની કહે છે મેં શુ ગુનો કર્યો છે અંકિતાનો તે તો મારા પાછળ હાથ ધોઈને પડી છે! નિરાલી અશ્વિનીને ધીરજ આપતા કહે છે તું ચિંતા ના કર હું છું ને જો હવે અંકિતા ને તારા પપ્પા પાસે પાછી બોલાવી માફી ના મંગાવું તો તો તારી મિત્ર બનવાનો મને કોઈ હક નથી!
બીજે દિવસે સવારે કોલેજમાં નિરાલી અંકિતા ને બોલાવે છે કહે છે કે અશ્વિની સાથે તે જે કર્યું છે તે અયોગ્ય છે તું તેના પપ્પાને ફરી વાત કરી સાચું કહી દે કે આકાશ અને અશ્વિની વચ્ચે કશું નથી.તેઓ માત્ર મિત્ર જ છે નહીંતર આનું પરિણામ સારું નહીં આવે.
નિરાલી: ઓ હેલ્લો, તું કોણ છે ? પરિણામ જે આવે તે હું આવી ચિંતા નથી કરતી.
નિરાલી કોલેજના લેક્ચર પુરા કર્યા વગર કોલેજ થી ચાલી નીકળે છે અને અંકિતાના ઘરે પહોંચે છે.અંકિતાના માતા-પિતાને અંકિતા ના આવા કામની વાત કરે છે અને અશ્વિની ઉપર જે થયું તેની વિગતવાર વાત કરે છે.અંકિતા ના માતા-પિતા નિરાલી ને સાંત્વના આપે છે અને અંકિતા ઘરે પહોંચે છે માતા-પિતા સાથે નિરાલીને જોઇ અંકિતા ની શ્વાસોશ્વાસ ની ક્રિયા ઝડપી થઈ ગઈ છે.
અંકિતાના પિતા કશું કહ્યા વગર અંકિતાને લાફો મારે છે અને કહે છે નીકળી જા તું મારી દીકરી જ નથી. અંકિતા રડવા માંડે છે અને તેના પિતા પાસે ભૂલ ની માફી માંગે છે.અંકિતાના પિતા અંકિતા અને નિરાલી સાથે સાગરભાઈ ના ઘરે પહોંચે છે ત્યાં અંકિતાની ભૂલ ની માફી અંકિતા ના પિતા માફી માંગે છે અને હકીકત ની વાત કરે છે.

આ વાત સાંભળી પારુલબેન અશ્વિનીને બોલાવે છે અને બધી વાત કરે છે અંકિતા તેના પિતા ના ડરથી અશ્વિની અને સાગરભાઈ પાસે માફી માંગે છે.પરંતુ અંકિતા હજુ અશ્વિનીના જીવનમાં મુશ્કેલીના માર્ગ તૈયાર કરવાનુ ચાલુ જ રાખ્યું છે.
મિત્રો આટલી ઘટના થઈ ગયા પછી પણ અંકિતા હજુ પણ અશ્વિની ના જીવન માં મુશ્કેલીઓના માર્ગ ચાલુ રાખ્યા છે અને તે અશ્વિની સાથે આવું કેમ કરી રહી છે તે આગળ ના ભાગ - 3 માં જોઈશું.